ગ્રંથોનું જ્ઞાન / શિવ મહાપુરાણમાં જણવ્યું છે કે આપણાથી જાણતાં-અજાણતાં પાંચ પ્રકારે પાપ થાય છે, તેનાથી બચવા માટે ઉપાય કરવા જોઈએ

Lord Shiv Shiva Mahapuran says there are 5 types of sins, there are also ways to avoid them

માનસિક, શારીરિક સિવાય પણ 3 પ્રકારના પાપ હોય છે

Divyabhaskar.com

Feb 14, 2020, 05:29 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- આપણા ધર્મગ્રંથોમાં કહેવામાં આવેલી વાતોમાં વિશેષ દ્રષ્ટિકોણ અને જ્ઞાન છુપાયેલું હોય છે. લાઈફ મેનેજમેન્ટની દ્રષ્ટિએ તેને જોવામાં આવે તો દરેક ગ્રંથમાં કેટલીક એવી ખાસ વાતો છે, જે તમારા જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપશે. હિન્દુ ધર્મગ્રંથોમાં 18 મહાપુરાણોમાં એક શિવ મહાપુરાણમાં પણ જીવન સાથે જોડાયેલી એવી વાતો કહેવામાં આવી છે. આ ગ્રંથના એક પ્રસંગમાં ભગવાન શિવે માણસ દ્વારા કરવામાં આવતા પાપો વિશે જણાવ્યું છે. શિવપુરાણમાં જણાવ્યા પ્રમાણે આ પાપ 5 પ્રકારના હોય છે. જેનાથી કેવી રીતે બચી શકાય અને તેના દુષ્પ્રભાવોથી પણ કેવી રીતે બચી શકાય તેના વિશે જણાવ્યું છે.


માનસિક-


જાણતાં-અજાણતાં માણસ માનસિક રીતે પાપ કરતો રહે છે. મનમાં ખોટા વિચારોનું આવવું તે માનસિક પાપની શ્રેણીમાં આવે છે. ઘણીવાર લોકો મનનોમન એવા-એવા ખોટા કામ કરી જાય છે, જે હકીકતમાં નથી કરી શકતો. મનમાં કયા સ્તરના વિચારો પેદા થતાં રહે છે તેની ઉપર ધ્યાન આપવું જોઈએ. મનને નિયંત્રિત કરવાની ક્રિયાનું નામ છે યોગ-ધ્યાન. દરરોજ ધ્યાનની ક્રિયા કરવી જોઈએ જેનાથી આવી સ્થિતિથી બચી શકાય.


વાચિક-


કેટલાક લોકો શબ્દોનો ઉપયોગ કરતી વખતે એ નથી વિચારતાં કે સાંભળનાર વ્યક્તિ ઉપર તેની કેવી અસર પડશે. કોઈને દુઃખ પહોંચાડતી વાતો કહેવાથી પણ વાચિક પાપ થાય છે. ઘણીવાર પરિવારમાં નાના બાળકો મોટા વડીલોને પણ ઊલ્ટો-સીધો જવાબ આપતાં હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આપણા શબ્દો સામેવાળાને દુઃખ તો નહીં પહોંચાડે ને. હંમેશાં મીઠી વાણી બોલવી જોઈએ, જેનાથી સાંભળનારને પણ પ્રસન્નતા થાય.


શારીરિક-


આપણી પ્રકૃતિ ઈશ્વરીય સ્વરૂપ છે. મનુષ્યો સિવાય જાનવર, ઝાડ-છોડ ભગવાનની કૃતિ છે. અનેક લોકો હર્યા-ભર્યા વૃક્ષોને કાપી નાખે છે, જાનવરોની હત્યા કરી નાખે છે, આ બધા દોષ શારીરિક હોય છે. ક્યારેક-ક્યારેક અજાણતાં જ આપણા પગની નીચે કોઈ નાનકડા જાનવરનું મૃત્યુ થઈ જાય છે. ઈશ્વરની બનાવેલી દરેક કૃતિનું સન્માન કરશો તો પ્રકૃતિ પણ આપણને ઘણું આપશે.


નિંદા ન કરો-


ઘણા માણસોને બીજાની નિંદા કરવાની ટેવ હોય છે. અનેક લોકો તો એવું પણ નથી જોતા કે તેઓ જેની બુરાઈ કે નિંદા કરી રહ્યાં છે તે તપસ્વી, ગુરુજન, વડીલ વ્યક્તિ છે. તપસ્વી અને ગુરુજનોમાં ભગવાનનો વાસ હોય છે. એટલા માટે તેમને હંમેશાં સન્માન આપવું જોઈએ.


ખોટા લોકો સાથે સંપર્ક રાખવો તે પાપ છે-


મદિરાપાન(દારુનું સેવન) કરવું, ચોરી કરવી, હત્યા કરવી અને વ્યાભિચાર કરવો તે પાપ માનવામાં આવે છે, પરંતુ આ લોકોની સાથે સંપર્ક રાખવો તે પણ પાપની જ શ્રેણીમાં આવે છે. આપણા ઋષિ-મુનીઓને પાપથી બચવા માટે સત્સંગની વ્યવસ્થા કરી છે. જ્યારે પણ તક મળે તો કોઈ સારી વ્યક્તિની પાસે બેસવું જોઈએ, જ્ઞાનવર્ધક પુસ્તક વાંચવું જોઈએ, ભજન-કિર્તન કરવાં જોઈએ.

X
Lord Shiv Shiva Mahapuran says there are 5 types of sins, there are also ways to avoid them
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી