વિવાહ પંચમી / રામચરિત માનસઃ પુષ્પ વાટિકા પ્રસંગમાં શ્રીરામે કેવી રીતે સીતાનો પ્રેમ સ્વીકાર્યો?

Ramacharit Manas, How did Ram accept Sita's love for the flower garden affair

  • રામચરિત માનસના પુષ્પ વાટિકા પ્રસંગમાં બતાવ્યું છે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો સહજ પ્રેમ

Divyabhaskar.com

Nov 29, 2019, 05:51 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- માગશર મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ શ્રવણ નક્ષત્રમાં સીતા-રામ લગ્નની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં આ સંયોગ પર જ શ્રીરામ અને સીતાના લગ્ન થયાં હતાં. આ દિવસને વિવાહ પંચમી કહેવામાં આવે છે. આ વખતે આ પર્વ રવિવાર 1 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. સીતા-રામ વિવાહ સાથે જોડાયેલાં પ્રસંગ વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસ રચિત રામચરિત માનસમાં બતાવવામાં આવ્યાં છે. જેનાથી અનેક વાતો શીખવા મળે છે. તુલસી રામાયણ અર્થાત્ રામચરિત માનસમાં શ્રીરામ અને સીતાનો પુષ્પ વાટિકા પ્રસંગ બતાવ્યો છે. જે આ પ્રકારે છે-

પુષ્પ વાટિકા પ્રસંગ-

વિશ્વામિત્ર પોતાના શિષ્ય શ્રીરામ અને લક્ષ્મણની સાથે જ્યારે મિથિલા પહોંચે છે ત્યાં તેઓ જનકવાટિકામાં રોકાય છે. ત્યાં જ સવાર-સવારમાં શ્રીરામ અને લક્ષ્મણ ગુરુના પૂજન માટે ફૂલ લેવા માટે પુષ્પ વાટિકામાં જાય છે.


ત્યાં સીતાજી પણ પોતાની સખીઓની સાથે સુનયનાના આદેશથી પાર્વતી મંદિરમાં પૂજા માટે આવે છે. ત્યાં શ્રૃંગાર સહિત આવે છે.


તેની ધ્વનિ રામના કાનમાં ગુંજે છે. તેનો શ્રીરામને પહેલાંથી જ આભાસ થઈ જાય છે અને તેઓ લક્ષ્મણને કહે છે કે કામદેવ નગારા વગાડતા આવી રહ્યાં છે, મને બચાવ.


એટલું કહેતાંની સાથે જ શ્રીરામ અને સીતાની આંખો ભેગી થઈ જાય છે. બંને એક-બીજાને પલક ઝપલાવ્યા વગર જોયા કરે છે અને લક્ષ્મણ તેમને દૂર લઈ જાય છે.


ત્યારબાદ સીતા માતા પાર્વતીના મંદિરમાં આવીને પોતાની પ્રાર્થના દેવીને અર્પિત કરે છે અને શ્રીરામને પતિના રૂપમાં પ્રાપ્ત કરવાની વિનંતી કરે છે.


તો સરળ સ્વભાવના શ્રીરામ પુષ્પ લઈને ગુરુની પાસે ગયા અને તેમને પોતાના ગુરુને બધી વાત જણાવી. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે તે મને ફૂલ આપ્યા, હવે તેને ફળ પ્રાપ્ત થશે.


શીખ-


શ્રીરામ અને સીતાના વિવાહ પહેલાંનો પ્રેમ અત્યંત પવિત્ર છે. આ ભાવ અને મનના તળ પર પ્રેમ અને સ્નેહની પરાકાષ્ઠા છે. સીતા અને રામ બંનેય માનસિક રીતે તેને સ્વીકાર કરી લે છે. આ સાત્વિક દ્રશ્ય કેટલું પ્રેરક છે. વાસના પ્રેમ નથી. સ્વતંત્રતાના નામ પર મર્યાદા તોડવી યોગ્ય નથી. રામે કામનો સ્વીકાર કરીને પ્રેમ અને વાસના વચ્ચે ભેદ બતાવ્યો છે. આ પ્રસંગ તેમને માનસ સ્તરથી ખૂબ જ ઊંચે ઊઠાવે છે.

X
Ramacharit Manas, How did Ram accept Sita's love for the flower garden affair

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી