તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરેક વ્યક્તિની સવાર જાપ, દીપ સહિત આ 5 પુણ્યદાયી કામ સાથે જ થવી જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે આદર્શ જીવન શૈલી સાથે જોડાયેલી વાતો, દિવસની શરૂઆત કેવી હોવી જોઈએ, કઈ બાબતોથી સવારની શરૂઆત કરવી જોઈએ?

ધર્મ દર્શન ડેસ્ક- સનાતન પરંપરાઓમાં હિન્દુ ગ્રંથોમાં સંતુલિત જીવન શૈલી માટે અનેક પ્રકારની વાતો કહેવામાં આવી છે. એવા જ ગ્રંથોમાંથી એક મહત્વપૂર્ણ ગ્રંથ છે ગરુડ પુરાણ. આ પુરાણમાં આદર્શ જીવન અને મૃત્યુ ઉપરાંત ઘણી વાતો વિશે પણ જણાવ્યું છે. પુરાણમાં જણાવ્યા પ્રમાણે દરેક માણસની દિનચર્યામાં કેટલીક વાતો સામેલ હોવી જોઈએ. તેમાં પણ સવારના સમયે દિવસની શરૂઆત ખાસ 5 કામ સાથે થવી જોઈએ. જેના વગર દિવસ અધૂરો રહે છે. ગરુડ પુરાણના એક શ્લોકમાં એ 5 કામ વિશે જણાવ્યું છે.

શ્લોક-


स्नानं दानं होमं स्वाध्यायो देवतार्तनम्।
यस्मिन् दिने न सेव्यन्ते स वृथा दिवसो नृणाम
्।।

1-સ્નાન-


સ્નાન મનુષ્યની દિનચર્યાનો સૌથી ખાસ ભાગ માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે, દરેક વ્યક્તિએ પોતાના દિવસની શરૂઆત સ્નાનથી જ શરૂ કરવી જોઈએ. જે મનુષ્ય રોજ સવારે સૌથી પહેલાં સ્નાન કરીને પવિત્ર થાય છે, તેનો આખો દિવસ શુભ અને ઊર્જાથી ભરેલો રહે છે.

2-દાન

દાનના મહત્વ વિશે અનેક ધર્મગ્રંથોમાં અને પુરાણોમાં જણાવ્યું છે. દરેકને પોતાની શ્રદ્ધા પ્રમાણે રોજ કંઈકને કંઈક દાન જરૂર કરવું જોઈએ. એમ કરવાથી ક્યારેય ધન-ધાન્યની ખોટ નથી પડતી અને ઘરમાં સુખ-શાંતિ ટકી રહે છે.

3-હવન કે દીવો પ્રગટાવવો-

હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં ઘરની સુખ-શાંતિ માટે હવન કરવાનો નિયમ બનાવવો જોઈએ. જો રોજ હવન કરવો શક્ય ન હોય તો ઓછામાં ઓછા ભગવાન અને તુલસીની સામે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. એમ કરવાથી મનુષ્યને પોતાના દરેક કામમાં સફળતા જરૂર મળે છે.

4-જાપ


દરેક વ્યક્તિએ પોતાના દિવસમાંથી થોડો સમય મંત્ર જાપ માટે પણ જરૂર ફાળવવો જોઈએ. પછી તે કોઈ એક મંત્રનો નિયમ બનાવો, પરંતુ રોજ જાપ જરૂર કરો. પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવામાં આવેલ જાપ ક્યારેય વ્યર્થ નથી જતો. મનુષ્યને મંત્ર જાપનું શુભ ફળ જરૂર મળે છે.

5-દેવપૂજન-

ભગવાનની પૂજા-અર્ચના કરવા તે હિન્દુ ધર્મના સંસ્કાર છે. રોજ સવારે સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને તેમને ભોગ જરૂર લગાવવો જોઈએ. એમ કરવાથી ઘર-પરિવાર ઉપર ભગવાનની કૃપા હંમેશાં બની રહે છે અને પરિવાર પર આવનારી આપત્તિઓ આપમેળે જ સમાપ્ત થવા લાગે છે. એટલા માટે રોજ ભગવાનની પૂજા કરવાનો નિયમ જરૂર બનાવો.

અન્ય સમાચારો પણ છે...