મહાભારત / દેવી લક્ષ્મી અને ઈન્દ્રનો સંવાદ, કેવા લોકોના ઘરમાં લક્ષ્મી નિવાસ નથી કરતી?

mahabharata, laxmi and indra katha, story of laxmi, diwali puja, diwali 2019, deepawali 2019

  • કથા- પહેલા્ં અસુરોને ત્યાં લક્ષ્મી રહેતાં હતાં, ત્યારબાદ દેવીએ દેવરાજ જણાવ્યું હતું કે તેમને અસુરોને કેમ છોડ્યાં હતાં?

Divyabhaskar.com

Oct 26, 2019, 05:23 PM IST

ધર્મ ડેસ્ક- રવિવાર, 27 ઓક્ટોબરે દેવી લક્ષ્મીના પૂજનનું મહાપર્વ છે. પ્રાચીનકાળમાં આ તિથિએ સમુદ્રમંથનથી દેવી લક્ષ્મી પ્રગય થયા હતાં. માન્યતા છે કે દેવી લક્ષ્મી જ્યાં નિવાસ કરે છે, ત્યાં ધન અને અન્નની ક્યારેય ખોટ નથી પડતી. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત મહાભારતના શાંતિપૂર્વમાં દેવરાજ ઈન્દ્ર અને મહાલક્ષ્મીનો સંવાદ બતાવ્યો છે. આ પ્રસંગમાં દેવી લક્ષ્મીએ જણાવ્યું છે કે તેઓ કયા લોકોના ઘરમાં નિવાસ કરે છે અને કયા લોકોના ઘરનો ત્યાગ કરી દે છે. લક્ષ્મીને કેવું ઘર પસંદ છે, આ સંબંધમાં લક્ષ્મી અને દેવરાજ ઈન્દ્રનો આ પ્રસંગ પ્રચલિત છે.


પ્રસંગ પ્રમાણે એક દિવસ દેવી લક્ષ્મી દેવરાજ ઈન્દ્રના સ્વર્ગમાં પહોંચી અને તેમને ઈન્દ્રને કહ્યું કે- હે ઈન્દ્ર, હું તમારે ત્યાં નિવાસ કરવા માંગું છું. ઈન્દ્રએ આશ્ચર્યથી કહ્યું- હે દેવી, તમે તો અસુરોને ત્યાં ઘણા આદરપૂર્વક રહો છો. ત્યાં તમને કોઈ કષ્ટ પણ નથી. મેં ભૂતકાળામાં અનેકવાર તમને વિનંતી કરી હતી કે સ્વર્ગમાં પધારો, પરંતુ તમે ન આવ્યાં. આજે તમે બોલાવ્યા વગર કેવી રીતે મારા દ્વારે પધાર્યા? કૃપા કરીને મને તેનું કારણ જણાવો?

દેવી લક્ષ્મીએ કહ્યું- હે ઈન્દ્ર, થોડા સમય પહેલાં અસુરો પણ ધર્માત્મા હતાં, તેઓ પોતાના બધા કર્તવ્યો પૂર્ણ રીતે નિભાવતા હતાં. હવે અસુર અધાર્મિક થતાં જઈ રહ્યાં છે. અંતે હું હવે ત્યાં નહીં રહી શકું.

જે સ્થાન પર પ્રેમની જગ્યાએ ઈર્ષા અને ક્રોધ-કલેશ આવી જાય, અધાર્મિક, દુર્ગુણ અને ખરાબ ટેવો(દારુ, તંબાકુ, માંસાહાર) આવી જાય, ત્યાં હું નથી રહી શકતી.

મેં વિચાર્યું કે દૂષિત વાતાવરણમાં મારો નિર્વહન નહીં થઈ શકે. એટલા માટે દૂરાચારી અસુરોને છોડીને હું તમારે ત્યાં સદગુણોવાળા સ્થાને રહેવા આવી છું.

ઈન્દ્રને પૂછ્યું કે હે દેવી, એ બીજા કયા-કયા દોષ છે? જ્યાં તમે નિવાસ નથી કરતાં? લક્ષ્મીજીએ કહ્યું- હે ઈન્દ્ર, અસુર ઘણા દૂરાચારી છે, જ્યારે કોઈ વૃદ્ધ સત્પુરુષ જ્ઞાન, વિવેક અને ધર્મની વાત કરે છે તો તેઓ તેમનો ઉપહાસ કરે છે, તેમની નિંદા કરે છે. આ કામ અધાર્મિક છે.

જે લોકો ગુરુ, માતા-પિતા અને વડીલોનું સન્માન નથી કરાતં, હું તેમને ત્યાં નવાસ નથી કરતી. જે સંતા પોતાના માતા-પિતા સાથે વિવાદ કરે છે, તેમનો આદર નથી કરતા, કારણ વગર વિવાદ કરે છે, હું એવા લોકોના ઘરે કૃપા નથી વરસાવતી.

જે સ્ત્રીઓ અધાર્મિક કૃત્ય કરે છે, પરપુરુષો પર ધ્યાન લગાવે છે, તેમની સાથે સહવાસ કરે છે, પોતાની સારુ અને પતિનો આદર નથી કરતી, હું તેમને ત્યાં નિવાસ નથી કરતી.

જે ઘરમાં પાપ, અધર્મ, સ્વાર્થ રહે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ તેમને પ્રાપ્ત નથી થતાં. મહાલક્ષ્મીએ કહ્યું- હું ત્યાં નિવાસ કરું છું, જ્યાં પૂર્ણતઃ ધાર્મિક વાતાવરણ રહેતું હોય. જે ઘરમાં બધા સદસ્ય પવિત્ર મનવાળા હોય, જે બધાને આદર-સન્માન આપતા હોય. જે ઘરમાં સદસ્ય કોઈને દરોગ નથી આપતાં, હું તેમને ત્યાં નિવાસ કરું છું. જે વ્યક્તિ બીજાની મદદ કરે છે, ગરીબોને દાન આપે છે, પોતાનું કાર્ય પૂરી ઈમાનદારીથી કરે છે તેઓ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે.

શાસ્ત્રોમાં સુખી જીવન માટે અનેક પ્રકારના નિયમ અને સૂત્ર બતાવ્યા છે. આ સૂત્રોમાં જણાવ્યું છે કે લક્ષ્મી કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે જે ઘરમાં મૂર્ખાઓની પૂજા નથી થતી, જ્યાં વિદ્વાન લોકોનું અપમાન નથી થતું પરંતુ વિદ્વાન અને સંત લોકોનું યોગ્ય માન-સન્માન કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે.

જ્યારે વ્યક્તિ મુર્ખ લોકોથી દૂર રહેશે તો તેમના ધનનો અપવ્યય અટકી જશે અને વિદ્વાનોની સંગતિથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે. જે ઘરમાં અન્નની સુરક્ષા કરવામાં આવે છે. અન્નને વ્યર્થનું વે઼ડફી દેવામાં નથી આવતું. થાળીમાં એઠું અન્ન છોડવામાં નથી આવતું, અન્નને પણ દેવી-દેવતાઓની સમાન પૂજનીય માનવામાં આવે છે, જ્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે. જ્યાં વ્યક્તિ અન્નની બચત કરશે ત્યાં આપમેળે જ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.

જે ઘરોમાં કલેશ થાય છે, લડાઈ-ઝઘડા થતાં હોય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા નથી થતી. મહાલક્ષ્મીને શાંત તથા સ્વચ્છ ઘર પ્રિય હોય છે. જ્યાં વ્યર્થનું કોઈપણ પ્રકારનું પ્રદૂષણ થતું હોય ત્યાં દેવી લક્ષ્મી નિવાસ નથી કરતી. અંતે, આપણે પણ પોતાના ઘરને એકદમ સ્વચ્છ અને શાંત રાખવું જોઈએ. પરિવારમાં કોઈપણ પ્રકારે વાદ-વિવાદ ન કરવો જોઈએ.

X
mahabharata, laxmi and indra katha, story of laxmi, diwali puja, diwali 2019, deepawali 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી