ગ્રંથોની વાતો / દેવી ભાગવત પ્રમાણે આ 6 લોકો હંમેશાં દુઃખ અને પરેશાનીનું કારણ બને છે

According to Goddess Bhagwat these 6 people always cause pain and anxiety

  • દેવી ભાગવતમાં એવા 6 પ્રકારના લોકો વિશે ઉલ્લેખવામાં આવ્યું છે જેમનાથી દરેક પરિસ્થિતિમાં બચીને રહેવું જોઇએ.
  • જેમના મનમાં હંમેશાં લાલચ હોય અને જેઓ અન્યને દુઃખી જોઇને ખુશ થતાં હોય તેમનાથી બચવું.

Divyabhaskar.com

Sep 25, 2019, 12:41 PM IST

ધર્મ ડેસ્કઃ કોઇ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો અથવા કોઇ સાથે સંબંધ રાખવો, તે ખૂબ જ સાવધાનીભર્યું કામ છે. કેમ કે, થોડી બેદરકારી પણ તમારી ઉપર ભારે પડી શકે છે. આપણાં શાસ્ત્રોમાં એવા અનેક નિયમ અને નીતિઓ વિશે ઉલ્લેખવામાં આવ્યું છે, જે જીવનની વિપરીત પરિસ્થિતિઓમાં આપણને રસ્તો બતાવે છે. દેવી ભાગવત મહાપુરાણ દેવી દુર્ગા ઉપર આધારિત સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંથી એક છે. તેમાં દેવી ભગવતીના બધા અવતારો અને ચમત્કારો વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. આ મહાપુરાણમાં દેવી ભગવતીએ એવા 6 લોકો વિશે જણાવ્યું છે, જેમની ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઇએ નહીં. આવા લોકો આપણાં જીવનમાં પરેશાની અને દુઃખનું કારણ બની શકે છે.

લાલચુ વ્યક્તિઃ-
લાલચ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. લાલચી વ્યક્તિ ક્યારેય વિશ્વાસપાત્ર હોતો નથી. લાલચી વ્યક્તિ પોતાના ફાયદા માટે કોઇપણ સાથે દગો કરી શકે છે. આવા લોકો ધર્મ-અધર્મ વિશે વધારે વિચારતાં નથી. તેઓ પોતાના સ્વાર્થને પૂર્ણ કરવા માટે કોઇપણ સીમા પાર કરી શકે છે. માટે દરેક વ્યક્તિએ લોભી કે લાલચી વ્યક્તિથી દૂર રહેવું જોઇએ.

ઈર્ષાની ભાવના રાખનારઃ-
જે વ્યક્તિ બીજાના પ્રત્યે પોતાના મનમાં ઈર્ષાની ભાવના રાખે છે, તેઓ ચોક્કસ છળ-કપટ કરનાર, પાપી અને દગો આપનાર હોય છે. તેઓ અન્યને નીચા દેખાડવા માટે કોઇપણ સીમા પાર કરી શકે છે. આવી ભાવના ધરાવતાં વ્યક્તિઓ માટે સાચા-ખોટાનો કોઇ અર્થ હોતો નથી. આવા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે.

બીજાને દુઃખી જોઇને ખુશ થતાં લોકોઃ-
એવા અનેક લોકો હોય છે જેઓ બીજાને દુઃખી કે પરેશાન જોઇને સુખનો અનુભવ કરે છે. આ પ્રકારના લોકો હંમેશાં બીજાને દુઃખ પહોંચાડવા કે મુસીબત ઊભી કરવા વિશે જ વિચારતાં રહે છે. આવા લોકો પોતાની સાથે-સાથે અન્ય માટે પણ પરેશાની ઊભી કરી શકે છે. આવા લોકો ઉપર કે તેમની વાતો ઉપર ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

પારકી સ્ત્રી ઉપર નજર રાખતાં લોકોઃ-
જેઓ પારકી સ્ત્રી ઉપર નજર રાખે છે, તેઓ હંમેશાં તેમની આગળ-પાછળ ફરતા રહે છે. આવા વ્યક્તિ કોઇપણ સમયે સ્ત્રી સાથે ખરાબ વ્યવહાર કરી શકે છે. આવા વ્યક્તિના મનમાં ખરાબ ભાવનાઓ ઉતન્ન થતી રહે છે. તેઓ તેમની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે કોઇપણ સીમા પાર કરી શકે છે. આવા લોકો ચરિત્રહીન હોય છે, તેમની ઉપર ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

છળ-કપટ કરતાં લોકોઃ-
છળ-કપટની ભાવના અનેક લોકોના મનમાં રહે છે. આવા લોકો લાલચી અને સ્વાર્થી હોય છે. કપટી વ્યક્તિ તેમનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે કોઇપણ વ્યક્તિ સાથે ખોટું કામ કરી શકે છે. આવા લોકોના મનમાં કોઇના માટે પ્રેમની ભાવના હોતી નથી. આવા લોકોની વાતો ઉપર ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

અહંકારીઃ-
સામાજિક જીવનમાં બધા માટે થોડી સીમા હોય છે. દરેક વ્યક્તિએ તે સીમાનું હંમેશાં પાલન કરવું જોઇએ. પરંતુ અહંકારી વ્યક્તિની કોઇ સીમા હોતી નથી. અહંકારમાં વ્યક્તિને સારા-ખરાબનું કોઇ ભાન હોતું નથી. અહંકારના કારણે વ્યક્તિ ક્યારેય બીજાની સલાહ માનતો નથી અને પોતાની ભૂલ સ્વીકારતો પણ નથી. આવા વ્યક્તિ તેના પરિવાર અને મિત્રોને દુઃખ આપનાર હોય છે. તેમના ઉપર ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

X
According to Goddess Bhagwat these 6 people always cause pain and anxiety

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી