ગરુડપુરાણનું જ્ઞાન / અત્યધિક ચિંતાથી બચવું જોઈએ, તેનાથી આપણી ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને મુસીબતોનો સામનો કરવો પડે છે

garun puran, life management tips from garun puran, tips for get success

  • ગરુ઼ડપુરાણમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર બતાવ્યા છે, તેનું પાલન કરવાથી આપણી અનેક પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે

Divyabhaskar.com

Feb 14, 2020, 04:34 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- ગ્રંથોમાં કથાઓના માધ્યમથી જણાવ્યું છે કે કયા-કયા કામ ધર્મ પ્રમાણે યોગ્ય છે અને કયા કામ કરવાથી બચવું જોઈએ. એવો જ એક ગ્રંથ છે ગરુડપુરાણ. આ પુરાણમાં પણ જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યા છે. તેનું પાલન કરવાથી આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને કથાકાર પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગરુડપુરાણના આચારકાંડમાં જણાવ્યું છે કે કેટલાક એવા ખોટા કામ, જેને લીધે જીવનમાં દુઃખ ચાલતું રહે છે.


અત્યધિક ચિંતાથી બચવું જોઈએ-


જે લોકો ખૂબ વધુ ચિંતા કરતાં રહે છે, તેમને બધા કામોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુ ચિંતાથી ચહેરાની ચમક અને ઊર્જા સમાપ્ત થઈ જાય છે. એવી સ્થિતિમાં કામ કરવાથી સફળતા નથી મળી શકતી.


અજાણ્યા ભયથી બચવું જોઈએ-


જે લોકોમાં અસુરક્ષાની ભાવના રહેતી હોય છે, તેઓ કોઈપણ કામને પૂરી શક્તિથી નથી કરી શકતાં. એવી સ્થિતિમાં સફળતા વધુ દૂર જતી રહે છે. એવા ભયથી ઊંઘ ઓછી થવા લાગે છે અને સ્વાસ્થ્ય નબળું થાય છે. તેનાથી બચવું જોઈએ.


ઈર્ષાથી બચવું જોઈએ-


ઘણા લોકો પોતાના સાથીઓને ઈર્ષા કરે છે અને તેમની પ્રગતિ અને સુખને જોઈને દુઃખી થાય છે. આ ટેવ આપણા જીવનમાંથી સુખને સમાપ્ત કરે છે. ઈર્ષાથી ચિંતા વધે છે. ચિંતાથી દુઃખ વધે છે.


ક્રોધ ન કરવો જોઈએ-


ક્રોધને આપણો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. ક્રોધમાં કહેવામાં આવેલી વાતોથી સંબંધો ખરાબ થાય છે. સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. આ ટેવને લીધે સુધરેલાં કામ પણ બગડી જાય છે.


આળસ ન કરવી જોઈએ-


જો જીવનમાં સુખ અને સફળતા ઈચ્છતાં હોવ તો આળસ કરવાથી બચવું જોઈએ. કોઈપણ કામમાં આળસ ન કરો. શરીરને લાંબા સમય સુધી સ્વાસ્થ રાખવા માટે દરરોજ સવારે વહેલાં ઊઠવું જોઈએ અને કોઈ શારીરિક કસરત કે યોગ કરવા જોઈએ.


ખોટી વાતો ન વિચારવી જોઈએ-


જે લોકો હંમેશાં ખોટી વાતોમાં અર્થાત્ અપવિત્ર વિચારોમાં ગુંચવાયેલાં રહે છે, તેમના જીવનમાં અશાંતિ રહે છે. આ લોકો ખોટા વિચારોને લીધે કોઈને પણ સન્માન આપી નથી શકતાં. હંમેશાં નકારાત્મક વિચારોને લીધે દુઃખી રહે છે.

X
garun puran, life management tips from garun puran, tips for get success

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી