ચાણક્ય નીતિ / પતિ ખોટું કામ કરે તો તેની સજા પત્નીને ભોગવવી પડે છે, આપણે કંઈ સ્થિતિમાં બીજાને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

chanakya niti, we should remember these tips for happy life, chanakya niti full

  • આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે શિષ્ય કોઈ ખોટું કામ કરે તો તેનું ખરાબ ફળ ગુરુને ભોગવવું પડે

Divyabhaskar.com

Nov 30, 2019, 05:09 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- આચાર્ય ચાણક્યને મહાન નીતિકારોમાંથી એક માનવામાં આવે છે. ચાણક્ય દ્વારા રચવામાં આવેલ ચાણક્ય નીતિમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર બતાવ્યા છે. જો નીતિઓને દૈનિક જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણે અનેક પરિસ્થિતિઓથી બચી શકીએ છીએ. ચાણક્યએ નીતિ શાસ્ત્રના છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોકમાં જણાવ્યું છે કે આપણે ક્યારે બીજાને લીધે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જાણો આ નીતિ-


ચાણક્ય કહે છે-


राजा राष्ट्रकृतं पापं राज्ञ: पापं पुरोहित:।
भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस्तथा।।


ચાણક્યની આ નીતિ પ્રમાણે જો દેશની જનાતા કોઈ ખોટું કામ કરે છે તો તેનું ખરાબ ફળ સરકારને કે રાજાને જ ભોગવવું પડે છે. એટલા માટે સરકારને ધ્યાન રાખવું જોઈએ કે જનતા કોઈ ખોટું કામ ન કરે. જો રાજા પોતાનું કામ સારી રીતે ન કરી શકતો હોય, પોતાના કર્તવ્યો પૂરાં નથી કરતો અને જનતા વિરોધી થઈ જાય તો એવી સ્થિતિમાં રાજા જ જનતા દ્વારા કરવામાં આવેલા ખોટ કામો માટે જવાબદાર હોય છે.


સરકારમાં મંત્રી કે સલાહકાર પોતાનું કામ સારી રીતે ન કરતાં હોય તો રાજા કોઈ ખોટું કામ કરતો હોય તો મંત્રી અને સલાહકાર જ તેની માટે જવાબદાર માનવામાં આવે છે. મંત્રી અને સલાહકારનું કામ જ છે કે રાજાને સારા અને ખોટાની જાણકારી આપે અને ખોટા કામ કરતાં રોકે.


પારિવારિક જીવનમાં પતિ-પત્નીને એક-બીજા દ્વારા કરવામાં આવેલ ખોટા કામોનું ફળ ભોગવવવું પડે છે. પતિ કોઈ ખોટું કામ કરે તો પત્નીને તેનું ફળ મળે છે. પત્ની કોઈ ખોટું કામ કરે તો પતિને ફળ ભોગવવું પડે છે. પરેશાનીઓથી બચવા માટે એક-બીજાને ખોટા કામ કરતાં રોકવા જોઈએ.


ચાણક્યના કહેવા પ્રમાણે કોઈ શિષ્ય ખોટા કામ કરતો હોય તો તેનું ખરાબ ફળ ગુરુને જ મળે છે. ગુરુનું દાયિત્વ છે કે શિષ્યને ખોટા રસ્તે જતાં રોકે, યોગ્ય કામ માટે પ્રેરિત કરે. જો ગુરુ એવું ન કરતો હોય તો શિષ્ય રસ્તો ભટકી જાય છે. તેનો દોષ ગુરુને જ લાગે છે.

X
chanakya niti, we should remember these tips for happy life, chanakya niti full

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી