લાઇફ મેનેજમેન્ટ / પતિ-પત્ની એકબીજા ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દે અથવા જીવનસાથી વારંવાર બીમાર થવા લાગે તો સમજી લેવું જોઈએ કે કંઈક અશુભ થવાનું છે

motivational tips about success and happiness, inspirational story about happiness

Divyabhaskar.com

Mar 09, 2019, 04:32 PM IST

ધર્મ ડેસ્કઃ- હિન્દુ ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુજ પુરાણ. આ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો જણાવવામાં આવ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ ગરુડ પુરાણમાં પાપ અને પુણ્ય કર્મો વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. આ પુરાણના આચાર કાંડમાં નીતિઓ પણ જણાવવામાં આવી છે. જાણો 4 એવી વાતો જેના કારણે આપણાં જીવનમાં પરેશાનીઓ વધી શકે છે.

- મેરિડ લાઇફમાં સૌથી જરૂરી વાત એ છે કે પતિ-પત્ની બંને એકબીજા ઉપર વિશ્વાસ કરે. જ્યારે પણ આ વિશ્વાસ તૂટે છે તો પરિવાર તૂટી શકે છે. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જીવનસાથીનો વિશ્વાસ ન તૂટે. જો આ વાત વારંવાર થવા લાગે તો સમજી લો હવે જીવનમાં મુશ્કેલી વધી શકે છે.

- પોતાના સાથીના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. જો ક્યારેય પણ જીવનસાથી બીમાર હોય છે તો તેને પ્રાથમિકતાથી આપવી જોઈએ. બીમારીની અવસ્થામાં જો જીવનસાથી યોગ્ય સંભાળ કરતો હોય તો પ્રેમ હજુ વધે છે. સુખી લગ્નજીવન માટે જરૂરી છે કે પતિ-પત્ની, બંને જ સ્વસ્થ રહે અને બીમારીની અવસ્થામાં એકબીજાનું ધ્યાન રાખે.

- ઘર-પરિવાર હોય કે કાર્યસ્થળ, માન-સન્માન બધા ઈચ્છે છે. જો ઉંમર અથવા પદમાં મોટો વ્યક્તિ આપણને અપમાનજનક વાતો કહે છે તો આ સહન કરી શકાય છે પરંતુ કોઈ વ્યક્તિ ઉંમરમાં અથવા પદમાં નાનો હોય તો તેના દ્વારા કહેલી અપમાનજનક વાતો ખૂબ દુઃખ આપે છે. આવા સમયમાં ગુસ્સો કરવાથી બચો અને ધીરજથી કામ લો. નહીં તો પરેશાનીઓ હજી વધી શકે છે.

- કોઈ કામમાં સફળતા મળશે અથવા નિષ્ફળતા, આ કામની શરૂઆતમાં જાણી નથી શકાતું. પરંતુ વારંવાર નિષ્ફળ હોવું જણાવે છે કે આપણાં પ્રયાયોમાં કમી છે અથવા આપણે બેદરકારી કરી રહ્યા છીએ. નિષ્ફળતાથી શીખ લઈને આગળ વધશો તો સફળતા મળી શકે છે.


આ પણ વાંચોઃ- 24 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી શનિની રાશિમાં રહેશે શુક્ર, વધી શકે છે મિથુન રાશિની પરેશાનીઓ, મકર રાશિના લોકોને મળશે ફાયદો

X
motivational tips about success and happiness, inspirational story about happiness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી