તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 900 Years Ago Makar Sankranti Was Celebrated On January 1, Every 72 Years The Date Is Increased By One Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

900 વર્ષ પહેલાં મકરસંક્રાંતિ 1 જાન્યુઆરીએ ઊજવવામાં આવતી હતી, દર 72 વર્ષમાં તારીખ એક દિવસ વધી જાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 14 જાન્યુઆરીની રાતે 2 વાગ્યે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે
 • આવનાર કેટલાક વર્ષો બાદ આ તહેવાર 14 નહીં પણ 15 અને 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે
 • 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પહેલી વખત 1902માં ઉજવવામાં આવી હતી

ધર્મ દર્શન ડેસ્ક. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. 14 જાન્યુઆરીની રાતે 2 વાગ્યે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલા માટે 15 જાન્યુઆરીએ સૂર્યોદયની સાથે સ્નાન, દાન અને પૂજા-પાઠની સાથે તહેવાર ઉજવવામાં આવશે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે. સૂર્યના ભ્રમણ અનુસાર, મકર સંક્રાંતિની તારીખોમાં ફેરફાર થાય છે. આવનાર કેટલાક વર્ષો બાદ આ તહેવાર 14 નહીં પણ 15 અને 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. 

1902થી 14 જાન્યુઆરીથી ઉજવવામાં આવી રહ્યો છે આ તહેવાર 
કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયના જ્યોતિષી પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે, 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પહેલી વખત 1902માં ઉજવવામાં આવી હતી. અગાઉ 1 18મી સદીમાં 12 અને 13 જાન્યુઆરીએ ઉજવવામાં આવતી હતી. તો બીજી તરફ 1964માં મકરસંક્રાંતિ પહેલી વખત 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવી હતી. ત્યારબાદ દર ત્રીજા વર્ષે અધિકમાસ હોવાથી બીજા અને ત્રીજા વર્ષે 14 જાન્યુઆરી, ચોથા વર્ષે 15 જાન્યુઆરી આવવા લાગી. આ રીતે 2077માં છેલ્લી વખત 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. રાજા હર્ષવર્ધનના સમયમાં આ તહેવાર 24 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો હતો. મુગલ બાદશાહ અકબકરના શાસન કાળમાં 10 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ હતી. શિવાજીના જીવનકાળ દરમિયાન આ તહેવાર 11 જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો હતો. 

આવું કેમ, જ્યોતિષ જ્યોતિષીય આકારણી

 • પૂ. મિશ્રાના જણાવ્યા પ્રમાણે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરવાથી મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. હકીકતમાં તે દર વર્ષ સૂર્યનો ધનથી મકર રાશિમાં પ્રવેશ કરવા માટે 20 મિનિટનો સમય લાગે છે. આ રીતે ત્રણ વર્ષ બાદ સૂર્ય એક કલાક અને દર 72 વર્ષમાં એક દિવસના વિલંબ સાથે મકર રાશિમાં પ્રેવેશ કરે છે. તેના અનુસાર, મકરસંક્રાંતિ 2077 થી 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.
 • જ્યોતિષીય આંકલન અનુસાર સૂર્યની ગતિ દર વર્ષે 20 સેકન્ડ વધી રહી છે. માનવામાં આવે છે કે આજથી 900 વર્ષ પહેલાં મકરસંક્રાંતિ 1 જાન્યુઆરીએ ઊજવવામાં આવતી હતી. છેલ્લાં 1 હજાર વર્ષમાં તે 2 અઠવાડિયાં આગળ જતા રહ્યા હોવાથી મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઊજવવામાં આવે છે. જ્યોતિષો અનુસાર સૂર્યનાં ભ્રમણ અનુસાર અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 5000 વર્ષો પછી મકર સંક્રાંતિ ફેબ્રુઆરીના અંતમાં ઊજવવામાં આવશે.

1 સેકન્ડથી પણ ઓછા સમયમાં સૂર્ય રાશિ બદલે છે
સૂર્ય એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સામાન્ય આંખોથી જોવું તે અસંભવ છે. દેવીપુરાણમાં સંક્રાંતિકાળ માટે જણાવવામાં આવ્યું છે કે સ્વસ્થ અને સુખી માણસ જ્યારે એક વાર પલકારાં મારે છે, તેના ત્રીજા ભાગના સમયને તત્પર કહેવામાં આવે છે. તત્પરના 100માં ભાગને ત્રુટિ કહેવામાં આવે છે. ત્રુટિના પણ 100માં ભાગના સમય દરમિયાન સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.

સંક્રાંતિનો અર્થ
પૃથ્વી સૂર્યની ચારે તરફ એક ચક્કર મારે છે તે સમયગાળાને સૌર વર્ષ કહેવામાં આવે છે. પૃથ્વીની ગોળાઈમાં સૂર્યની ચારે તરફ ભ્રમણને ક્રાંતિચક્ર કહેવામાં આવે છે. આ પરિઘિ ચક્રને વહેંચીને 12 રાશિઓ બને છે. સૂર્યના એક રાશિમાંથી અન્ય રાશિમાં પ્રવેશને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ જ પ્રકારે સૂર્યના મકર રાશિમાં પ્રવેશને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. વર્ષમાં 12 રાશિ અનુસાર 12 સંક્રાંતિઓ ઊજવવામાં આવે છે.  

મકર સંક્રાતિ- એક ઋતુપર્વ
સૂર્યના રાશિ પરિવર્તનથી બે-બે મહિનામાં ઋતુ બદલે છે. મકર સંક્રાતિ એક ઋતુ પર્વ છે. આ બે ઋતુઓનો સંધિકાળ છે. એટલે કે આ સમયે એક ઋતુ પૂરી થાય છે અને બીજી શરૂ થાય છે. મકર સંક્રાતિ સૂર્યના દિવસો એટલે કે ગરમીના આગમનનું પ્રતીક પર્વ છે. આ તહેવાર શીત ઋતુ પૂરી થવાની અને વસંત ઋતુની શરૂઆતની સૂચના આપે છે. આ દિવસે શીત ઋતુ હોવાને કારણે ખિચડી અને તલ- ગોળનું સેવન કરવામાં આવે છે. આ અન્ન શીત ઋતુમાં ફાયદાકારક હોય છે.

સૂર્યનો ઉત્તરાયણ હોવાનો પર્વ

 • સૂર્યનું મકર રેખાથી ઉત્તરી કર્ક રેખા તરફ જવું ઉત્તરાયણ અને કર્ક રેખાથી દક્ષિણ મકર રેખા તરફ જવું દક્ષિણાયન કહેવામાં આવે છે. ઉત્તરાયણમાં દિવસ મોટો હોય છે અને રાત નાની થવા લાગે છે. દક્ષિણાયનમાં આનાથી એકદમ વિરુદ્ધ થાય છે. ધર્મગ્રંથો અનુસાર ઉત્તરાયણ દેવતાઓનો દિવસ અને દક્ષિણાયન દેવતાઓની રાત હોય છે. વૈદિક કાળમાં ઉત્તરાયણને દેવયાન તથા દક્ષિણાયનને પિતૃયાન કહેવામાં આવતું હતું.
 • વર્ષના 6 મહિના સુધી સૂર્ય આકાશના ઉત્તરી ગોળાર્ધમાં રહે છે. ઉત્તરાયણના 6 મહિનામાં સૂર્ય મકરથી મિથુન રાશિ સુધી ભ્રમણ કરે છે. આને સૌમ્ય અયન પણ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં એટલે કે 14-15 જાન્યુઆરીથી લઈને મિથુન રાશિ સુધી એટલે કે 15-16 જુલાઈ સુધી રહે છે. આ 6 મહિનાનો સમય ઉત્તરાયણ કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ મહા મહિનાથી અષાઢ મહિના સુધી માનવામાં આવે છે.

પાડોશી દેશો અને ભારતના રાજ્યોમાં મકર સંક્રાતિ
ભારતના બધા રાજ્યોમાં મકર સંક્રાતિ પર્વ અલગ-અલગ નામ અને રીત રિવાજ સાથે ઊજવવામાં આવે છે. આ તહેવારને મકર સંક્રાતિના નામથી છત્તીસગઢ, ગોઆ, ઓરિસ્સા, હરિયાણા, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને જમ્મુમાં ઊજવવામાં આવે છે. આ પર્વ ભારત સાથે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, કંબોડીયા, મ્યાનમાર અને થાઈલેન્ડમાં પણ અલગ-અલગ પરંપરાઓ અને નામ સાથે મનાવવામાં આવે છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો