જાણકારી / મંદિરમાં દર્શન કરતીવેળાએ પાંચ ભૂલો ન કરવી જોઈએ, તેનાથી પુણ્ય ઓછું થઈ જાય છે

5 mistakes you should not make in Temple
X
5 mistakes you should not make in Temple

Divyabhaskar.com

Jun 06, 2019, 11:53 AM IST

ધર્મ ડેસ્ક:  મંદિરમાં દર્શન કરવાથી મનને શાંતિ અને પુણ્ય મળે છે. ઘણા લોકો મંદિરમાં નાની નાની ભૂલો કરે છે જેનાથી પુણ્ય ઓછું થઈ જાય છે અને દોષ લાગે છે. મંદિરમાં જતી વેળાએ કઈ વાતનું ધ્યાન રાખવું તેની અહીં વાત કરીશું.

આ પાંચ ભૂલો ન કરવી

મંદિરમાં હસવું :  મંદિરમાં હસવું, જોરથી બોલવું અને મનોરંજન કરવું યોગ્ય નથી. આવું કરવાથી લોકોના ધ્યાનમાં અવરોધ આવે છે અને તમને દોષ લાગે છે.
 

કોઈની આગળ આવી જવું :  મંદિરમાં કોઈ ભક્ત ભગવાનના દર્શન કરતો હોય તો તેની આગળથી નિકળવું જોઈએ નહીં કે ઊભું પણ રહેવું જોઈએ નહી.
 

ઊંઘી પરિક્રમા  :  અજ્ઞાનતાના કારણે ઘણીવાર લોકો ઊંઘી પરિક્રમા કરે છે. પરિક્રમા ઊંઘી ન થાય તેનું હંમેશા ધ્યાન રાખવું. શિવ મંદિરમાં અડધી પરિક્રમા કરવી જોઈએ.
 

બેલ્ટ પહેરીને જવું : મંદિરમાં બેલ્ટ કે ચામડાની વસ્તુઓ લઈ જવી જોઈએ નહીં. ચામડાને અશુદ્ધ માનવમાં આવે છે. આવું કરવું તે પાપ છે.
 

મૂર્તિ સામે આવવું : દેવી-દેવતાની મૂર્તિ સામે ઊભુ રહેવું પણ યોગ્ય નથી. ભગવાનની મૂર્તિમાંથી નિકળતી ઉર્જા માનવ શરીર સહન કરી શકતું નથી.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી