Back

ધાર્મિક વિધિઓ

શનિજયંતિ

શનિજયંતિ

શનિદેવ, સૂર્યદેવ અને તેમની પત્ની છાયાના પુત્ર છે.


શનિદેવની ગણતરી નવગ્રહોમાં થાય છે. શનિદેવના મોટાભાઈ મહારાજ યમરાજ યમલોકના રાજા છે.


શનિગ્રહને સૂર્યની ફરતે એક ચક્કર પુરૂ કરતા 30 વર્ષનો સમય લાગે છે.


કહેવાય છે કે શનિદેવે જન્મ લીધો અને પ્રથમ દ્રષ્ટિ ખોલી ત્યારે પિતા સૂર્યદેવ ઉપર ગ્રહણ લાગી ગયું હતું.


નવગ્રહમાંથી શનિદેવ ક્રુર ગ્રહ મનાય છે. પોતે ન્યાયના દેવતા છે. દરેક વ્યક્તિને તેના કર્મ મુજબ ફળ આપે છે. ખરાબ નીતિવાળા વ્યક્તિને ખૂબ કડક સજા આપે છે. સારી નીતિ વાળા વ્યક્તિને ખૂબ સારું ફળ આપે છે.


ઉત્તર ભારતના પુનિમંત કેલેન્ડર મુજબ જેઠ માસની અમાસને શનિ જયંતિ કહે છે. શનિ અમાસ તરીકે પણ ઓળખાય છે.


શનિદેવનું વાહન કાગડો છે.


જીવનમાં સુખશાંતિ સમૃદ્ધિ માટે શનિભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિ જયિંતિએ તલનું તેલ, અડદ, કાળુ વસ્ત્ર અર્પણ કરવાથી શનિદેવ અતિ પ્રસન્ન થાય છે. વિશેષમાં કાળા તલ, કાળા અડદ, કાળી મીર્ચ, લવિંગ, તુલસી, કાળા નમકનો પણ ઉપયોગ થાય છે.


શનિદેવ, સૂર્ય અને છાયાના પુત્ર છે. સૂર્યદેવની મુખ્ય પત્ની સંધ્યા હતી. તેમની કુખે ત્રણ બાળક હતા. જે મનુ, યમરાજ અને યમુના હતાં. પત્ની સંધ્યા સૂર્યદેવની ચમક અને તેજ સહન ન કરી શકવાથી છાનામાના તેના જેવીજ આબેહુબ છાંયા છોડીને ચાલી ગઈ.

આ છાયાની કુખે શનિદેવે જન્મ લીધો. સાચી હકિકત જાણતા સૂર્યદેવ ખુબ ગુસ્સે થયા. તેના શાપથી શનિદેવ કાળા પડી ગયા. આથી તેમને તમામ વસ્તુ કાળા રંગની પસંદ છે.


મૂળ શનિ મંત્ર- ૐ શનિ શનિચરાયનમ:


પૌરાણિક મંત્ર- નીલાજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્ l
છાયા માર્તંડસંભૂતં તમ્ નામામિ શનૈશ્વરમ્ ll


શનિગાયત્રિ મંત્ર- ૐ શનિશ્ચરાય વિદમહે સૂર્યપુત્ર ધીમહિ
તન્નો મંદ: પ્રચોદયાત


આ કળિયુગમાં પણ શનિદેવને નિષ્પક્ષ ન્યાયમાં વિશ્વાસ કરવાવાળા મનાય છે.


શનિદેવની નજર નીચે નમેલી શું કામ?


ચીત્રરથની કન્યા સાથે શનિદેવના લગ્ન થયા હતા. તેમની પત્ની સતિ સાધ્વી તેજસ્વી હતી. એક દિવસ તે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે શનિદેવ પાસે ગઈ. શનિદેવ શ્રીકૃષ્ણના પરમ ઉપાસક હતા. શનિદેવ ઉપાસનામાં એટલા લીન હતા કે પત્નીનો ઋતુકાળ પૂર્ણ થઈ ગયો. આથી તે ગુસ્સે થઈ શનિદેવને શાપ આપ્યો કે "તમે જેની ઉપર નજર કરશો તે નાશ પામશે." આ રીતે શનિદેવ લોકોને તેની નજરથી બચાવવા માટે નીચે જોઈને રહે છે.


શનિદેવ કાળા હોવાનું મુખ્યકારણ- માતા છાયાએ ખૂબ આકરી તપસ્યા કરી. ભૂખ્યા તરસ્યાં શરીર બાળીને તપસ્યા કરી. એ વખતે ગર્ભમાં શનિદેવ હતા. તેથી તેઓ જન્મ સમયે ખૂબ કાળા હતા. આ જોઈ સૂર્યદેવ ગુસ્સે થયા કે આ મારું બાળક હોય જ ન શકે.


શનિદેવને કુલ નવ વાહનો છે. જેના ફળની અસર જુદી જુદી હોય છે.


હંસ વાહન- શનિદેવની શુભ અશર હોય છે.
મોર- મેનતથી ફળ પ્રાપ્ત થાય છે. આ સમયે જાતકે સમજદારી રાખવી.
શિયાળ- અશુભ ફળ મનાય છે. ખૂબ હિંમત રાખવી પડે છે.
ભેંસ- મીશ્ર ફળ મળે છે. ખૂબજ સમજદારીથી રહેવું પડે છે.
કાગડો- અશુભ ફળ મળે છે. કકળાટમાં વૃદ્ધિ થાય છે.
હાથી-અશુભ ફળ. આશાથી વિરુદ્ધ ફળ મળે છે.
સિંહ શુભ ફળ મળે છે. શત્રુને હરાવી શકીએ છીએ.
ઘોડો- શુભ ફળ મળે છે. જોશ અને ઊર્જા પ્રાપ્ત થાય છે.
ગધેડું- અશુભ ફળ મળે છે. ખૂબ મહેનતથી ફળ પ્રાપ્ત થાય છે.


(માહિતી: જ્યોતીન્દ્ર અજવાળીયા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP