Back

ધાર્મિક વિધિઓ

રામનવમી

રામનવમી

ધર્મડેસ્ક: રામનવમી ઉત્સવ ચૈત્ર માસની સુદ નવમીના રોજ ભારતદભરમાં ઉજવાય છે. હીન્દુશાસ્ત્ર મુજબ આ દિવસે પ્રભુ રામનો જન્મ થયો હતો.


શાસ્ત્ર અને પુરાણ અનુસાર ત્રેતાયુગમાં રાવણના અત્યાચારોને ડામવા માટે અને ધર્મની પૂન:સ્થાપના કરવા માટે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ મૃત્યુલોકમાં શ્રી રામ સ્વરૂપે અવતાર લીધો.


શ્રીરામનો જન્મ ચૈત્ર શુક્લ નવમી તિથિ, પૂનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં માતા કૌશલ્યના ખોળે થયો હતો.


શાસ્ત્રના વચન મુજબ આ પવિત્ર દિવસે અનુષ્ઠાનના રૂપમાં રામપંચાયતનની વિશેષ પૂજા, સમગ્ર દિવસ દરમિયાન ઉપવાસ, રામકથાનું અનુસંધાન, હવન અને દાન કરવાનું ખૂબ મહત્વ છે.


શ્રી રામે સમગ્ર જીવન આજ્ઞાકારી બનીને વિતાવ્યુ. રામ દશરથ રાજાની મોટી પત્ની કૌશલ્યના પુત્ર હતા. રામે વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર તરીકે જન્મ લીધો. દશરથની બીજી પત્ની કૈકયીએ ભરતને જન્મ આપ્યો. દશરથની ત્રીજી પત્નીએ જોડ્યા પુત્ર લક્ષ્મણ અને શત્રુજ્ઞને જન્મ આપ્યો. પિતાની આજ્ઞાનું પાલન કરવા રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ વનમાં વીચર્યા. સંપૂર્ણ જીવન મર્યાદામાં રહીને પસાર કર્યું. નિત્ય લોકોનું હીત વિચારતા રહ્યાં મૃત્યુલોકમાં જેટલા પુરુષો છે, તેમાં અતિ ઉત્તમ પુરવાર થયા તેથી પ્રભુશ્રી રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે પ્રચલિત થયા.


પ્રભુ શ્રીરામનો જન્મ ભારત ઉપરાંત અમેરિકા, લંડન ઉપરાંત જે દેશોમાં હિન્દુ કલ્ચર છે, તે દરેક જગ્યાએ ઉજવાય છે.


રામ ચંદ્રજી ગુણના ભંડાર ગણાયા છે. મર્યાદાની ચરમસીમા છે અને આદર્શોમાં અપ્રિતમ છે. તેમના આદર્શ ગુણોને કારણે શાસ્ત્રકારોએ પ્રભુ શ્રી રામના નામ સાથે જોડી ઘણી કહેવતો બનાવી છે. જેમકે "રામ રાજ્ય પ્રજા સુધી" , "રામ રાખે તેને કોણ ચાખે", "મુખ મે રામ બગલ મે છુરી."


આ શુભ મુહૂર્ત અને પૂજા


રામનવમી પૂજા મુહૂર્ત: બરોપે 11:14 થી બપોરે 13:41
સમય: 2 કલાક 26 મિનીટ
રામનવમીની દિવસે પૂજાનો શ્રેષ્ઠ સમય બપોરે: 12:27


રામ નવમીએ શું કરવું?

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ કરવા, રામ નામની માળા કરવી, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન કરવું. બને તો રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી)નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરવું.


ભગવાનનું ભોગમાં ચઢાવાય છે આ વસ્તુઓ


ભગવાનને પ્રસાદના રૂપમાં પંચામૃત, શ્રીખંડ, ખીર અથવા હલવાનો ભોગ ચઢાવવામાં આવે છે.


(માહિતી : જ્યોતીન્દ્ર અજવાળીયા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP