Back

ધાર્મિક વિધિઓ

રક્ષાબંધન

રક્ષાબંધન

- રક્ષાબંધન તહેવાર હિન્દુઓમાં મહત્વપૂર્ણ તહેવાર છે. ભારતના ઘણા રાજ્યોમાં આ તહેવાર ઉજવાય છે.

- ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક એટલે રક્ષાબંધન.


- રક્ષાબંધનમાં ભાઈના કાંડા ઉપર બહેન રક્ષા બાંધે છે. આ પરંપરા ખૂબ પ્રાચીન છે. આ તહેવારનો ઇતિહાસ સિંધુ ઘાટીની સભ્યતા સાથે જોડાયેલો છે.


- ઇતિહાસના પાના ઉપર લગભગ 6 હજાર વર્ષ પહેલા રક્ષાબંધનનો ઇતિહાસ જોવા મળે છે. તેના સાક્ષીઓ ઇતિહાસના પાનામાં મોજૂદ છે.
- રક્ષાબંધનની મહત્તા સૂચવતાં કેટલાંક ઐતિહાસિક પ્રસંગો પણ જાણીતા છે. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્હીના મુસ્લિમ બાદશાહ હુમાયુને રાખડી બાંધી હતી અને હુમાયુએ પણ રાખડીની આમાન્યા જાળવીને બહેનનું રક્ષણ કર્યું હતું.


- મહાભારતમાં પણ રક્ષાબંધનના ઉદારણો જોવા મળે છે. ચક્રવ્યુહ ભેદવા માટે જઈ રહેલાં તરુણ વયના અભિમન્યુની રક્ષા માટે માતા કુંતાએ રાખડી બાંધી હતી.


- શ્રાવણ માસની પૂર્ણિમા એટલે પર્વોનો ત્રિવેણી સંગમ. આ દિવસે રક્ષાબંધન ઉપરાંત બ્રાહ્ણણો યજ્ઞોપવિત બદલે છે. તેમજ સાગરખેડુઓ આ દિવસે દરિયાનું પૂજન કરતાં હોવાથી તે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

(માહિતી: જ્યોતિન્દ્ર અજવાળીયા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ધર્મ દર્શન

TOP