Back

ધાર્મિક વિધિઓ

નવું વર્ષ

નવું વર્ષ

હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ કારતક સુદ એકમથી શરૂ કરવાની પરંપરા કેવી રીતે આવી?


રાજા વિક્રમાદિત્યે હૂણ-શક રાજાઓ ઉપર વિજય મેળવી દીપાવલિ ધામધૂમથી ઉજવી અને કારતક સુદ એકમથી વિક્રમસંવત શરૂ કર્યો. આ રીતે પરંપરા શરૂ થઈ. વિક્રમસંવત પ્રમાણે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે નૂતનવર્ષ.


બેસતા વર્ષના દિવસે ભગવાનને અન્નકૂડ ધરાવવાની શરૂઆત ક્યારથી થઈ? શા માટે બેસતા વર્ષે જ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે?


વીતેલા વર્ષમાં પરમાત્માની કૃપાથી જે કંઈ નવાં ધાન્ય-અનાજ પાક્યાં હોય અને વિવિધ વાનગીઓ બનાવીને, નવા વર્ષના પહેલા દિવસે, કારતક સુદ એકમે પરમાત્માને ભાવપૂર્વ ધરાવીને તેમને જમાડવાનો ઉત્સવ એટલે અન્નકૂટ. અન્નકૂટ ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરાય છે. આ ઉત્સવ ઉજવવાની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણ કે ઠાકોરજીએ કરી, એમ કહી શકાય. શ્રી કૃષ્ણે ગોકુળ-વૃંદાવનમાં થતી ઈન્દ્રપૂજા બંધ કરાવીને ગાયો અને ગોવર્ધનપર્વતની પૂજા પ્રવર્તિત કરી. લોકોએ પર્વત આગળ અન્નકૂટ ભરીને આ પરંપરાની શરૂઆત કરી.


વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ શા માટે સૌથી મોટો તહેવાર છે?


વિક્રમ સંવત પ્રમાણે કારતક સુદ એકમથી નવા વર્ષનો આરંભ થાય છે. જૂનુ વર્ષ સરી જાય અને નવી આશાઓ જન્માવતું નવલા વર્ષનું પ્રભાત પ્રગટે છે. આખી દુનિયામાં પોત પોતાના પંચાગ પ્રમાણે નવું વર્ષ ભારે હર્ષોલ્લાસથી ઉજવાય છે. દીવડાઓના પ્રકાશથી નવા વર્ષ મનની આસુરી વૃત્તિઓનો અંધકાર ધોઈ નાખીને વેરઝેર ભૂલીને, પરસ્પર સદભાવ કેળવવાનો આ સૌથી મોટો તહેવાર બની રહે છે.


બેસતા વર્ષના દિવસે વહેલી સવારે ઘરમાંથી કચરો કાઢવાનું શું પ્રયોજન છે?


બેસતા વર્ષે, વહેલી સવારે સ્ત્રીઓ સાવરણીથી ઘરનો કચરો એક થાળીમાં ભેગો કરીને શેરી બહાર નાખી આવે છે. પાછા ફરતી વખતે તે સ્ત્રીઓ થાળી વગાડતી વગાડતી બોલે છે, 'મારા ઘરમાંથી આળશ (કચરો-પ્રદૂષણ) જાય અને લક્ષ્મી આવે.'

(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP