Back

ધાર્મિક વિધિઓ

હોમ » ધર્મ દર્શન » તિથિ-તહેવાર » ગુરૂ પૂર્ણિમા

ગુરૂ પૂર્ણિમા

ગુરૂ પૂર્ણિમા

- ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા(અષાઢ પૂનમ) તરીકે ઉજવે છે.

- ગુરૂપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહે છે.

- કબીરના શિષ્ય ભક્તિકાલના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો.


- પ્રાચિન કાળમાં શિક્ષણ નિશુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં. અન્ય ક્ષેત્રને બાદ કરતાં સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરૂ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે.


- ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદૂકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરૂ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરૂની પવિત્ર પ્રસાદી અને આશિર્વાદ સ્વરૂપ તમામ દેવમંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે.


- ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે.
- ગુરૂ એટલે અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર.


- ગુરૂ આપણા જીનવમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે.


- કહેવાય છે કે "ગુરુ વિના જ્ઞાન નહીં" અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે.


- નેપાળમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી- નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ત્રિલોક ગુહાપૂર્ણિમા પણ કહેવાય છે. શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓ સ્વદેશી વસ્તુમાંથી બનાવેલા કપડાં, માળા શિક્ષકોને અર્પણ કરીને ઋણ ચુકવે છે.


- જૈન અનુસાર આ દિવસથી ચાતૂરમાસ પ્રારંભ થાય છે. 24માં તિર્થકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા. બાદમાં તેઓ ગૌતમસ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. આ રીતે ત્રિલોક ગુહા બન્યા. તેથી આ પૂર્ણિમા ત્રિનોક ગુહા પૂર્ણિમા તરીકે ઓળખાય છે.


- બોદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તરપ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી વિશેષ મહત્વ છે.

(માહિતી: જ્યોતીન્દ્ર અજવાળીયા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP