Back

ધાર્મિક વિધિઓ

હનુમાન જયંતિ

હનુમાન જયંતિ

ધર્મડેસ્ક: ચૈત્ર માસની પૂર્ણિમા ભારતભરમાં હનુમાન જયંતિ પર્વ તરીકે મનાય છે. હનુમાનજી મહારાજે આ પવિત્ર દિવસે અંજનીમાતાના કૂખેથી જન્મ લીધો હતો.


સમુદ્રમંથન બાદ શિવજીને શ્રી હરિ વિષ્ણુનું મોહીની સ્વરૂપ જોવાની ઇચ્છા થઇ. શિવજી મોહીની સ્વરૂપ જોઇ કામાતૂર થઇ ગયા અને વીર્યપાત થયો. એજ ક્ષણે વાયુદેવે આ વિર્યને વાનરરાજ કેસરીની પત્ની અંજનીના ગર્ભમાં મૂકી દીધુ. જેના ફળસ્વરૂપ વાનરરૂપ હનુમાનજીનો જન્મ થયો અને કેસરીનંદન કહેવાયા. તથા શિવના 11માં રૂદ્ર અવતાર તરીકે પ્રસિદ્ધ થયા.


ઇન્દ્રના વજ્રથી હનુમાનજીની દાઢી(હનુ) તૂટી જવાથી તેમનું નામ હનુમાન પડ્યું. ઉપરાંતમાં બજરંગબલી, અંજનીપુત્ર, કેસરીનંદન, પવનપુત્ર, મહાવીર, કપીશ, શંકરસુવન વિગેરે નામોથી પ્રસિદ્ધ થયા.


હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, માટે શાસ્ત્રની રીત પ્રમાણે સ્ત્રીઓથી બ્રહ્મચારીનો સ્પર્શ કરાય નહીં. તેથી સ્ત્રીઓથી સ્પર્શ કરીને હનુમાનજીની પૂજા કરાતી નથી. પરંતુ તેઓ મંદિરે જઇ, મૂર્તિ સામે બેસીને પાઠ મંત્ર-જાપ વગેરે કરી શકે છે.


હનુમાનજીને આંકડો બહુ પ્રિય છે તેથી આંકડાની માળા ધરાવાય છે. કહેવાય છેકે હનુમાનજીએ પનોતીને પગથી દબાવીને રાખ્યા છે, તેથી તેમના પગની પીડાને-કષ્ટને દૂર કરવા તેલ ચઢાવાય છે.


ખાસ કરીને હનુમાનજીની પ્રસન્નતા માટે હનુમાન ચાલીસા, બજરંગબાણસ્તોત્ર, હનુમાન કવચ અને સુંદરકાંડના પાઠ ખૂબજ ફળદાયી નીવડે છે.


હનુમાનજી કળિયુગના અજર અમર દેવતા છે. તેથી કળિયુગમાં અન્ય દેવની સરખામણીમાં હનુમાનજીની ઉપાસના સાર્થક ગણાય છે.


હનુમાનજીની ઉપાસના માટે મૂર્તિની બરોબર સામે ન બેસતા થોડું ત્રાસું બેસીને, તલ તેલનો દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના 108 પાઠ અતિ અમોધ ઔષધ સાબિત થાય છે.

(માહિતી: જ્યોતીન્દ્ર અજવાળીયા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP