નીલમ કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

benefits of blue sapphire stone

divyabhaskar.com

Jun 01, 2018, 02:04 PM IST

ધર્મ ડેસ્ક: નિલમ શનિનો કારક રત્ન છે. નિલમ પહેરવાનો ત્વરિત પ્રભાવ સર્વસામાન્ય હોય છે. ટોચ પર પહોંચ્યા પછી વ્યક્તિ નિચે પટકાઈ તેઓ માટે આ રત્ન શુભ ફળ આપનાર છે. ગુમાવેલી પ્રતિષ્ઠાને આ રત્ન પાછી અપાવે છે.

નિલમનો દેખાવ હીરા જેવો જ પરંતુ વાદળી રંગનો હોય છે. આ રત્નને કન્યા રાશિવાળા લોકો માટે પણ શુભ માનવામાં આવે છે. નિલમ પણ વધારે મોંઘો પથ્થર હોય છે, એવામાં તેનો ઉપરત્ન એમેથિસ્ટ, લાજવર્ત, બ્લેકસ્ટાર, ગનમેટલ, બ્લૂ ટોપાઝ પહેરી શકાય છે.

આ રત્નને સોના અથવા પંચધાતુમાં પહેરી શકાય છે. શનિ ગ્રહ નિયંત્રણ, શિસ્ત, કર્મ, અનુભવ અને મહેનતને રજૂ કરે છે. વૃષભ, તુલા અને મકર જન્મલગ્નના જાતકો શનિ ગ્રહને ધારણ કરી શકે છે. મધ્યમા એટલે કે બીજી આંગળી પર શનિનું રત્ન ધારણ કરવું જોઈએ. તાવ, હેડકી, સંધિવા, શૂળ, યોનિરોગ, નપુંસકતા વગેરેમાં આ રત્ન લાભદાયક છે.

X
benefits of blue sapphire stone
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી