નવતપા શરૂ / સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવ્યો, 3 જૂને અમાસના દિવસે નવતપા સમાપ્ત થશે ત્યાં સુધી ગરમી વધશે, લૂ, આંધી, તોફાન ચાલતા રહેશે

Navtapa start on 25 May to 3 June 2019, Astrology,

divyabhaskar.com

May 25, 2019, 06:32 PM IST

> સૂર્ય વૃષભ રાશિમાં, મંગળ-રાહુ મિથુન રાશિમાં અને શનિ-કેતુ ધન રાશિમાં રહેવાથી ગરમી વધશે

ધર્મ ડેસ્ક- શનિવાર 25 મેના રોડ સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ નવતપા શરૂ થઈ ગયા છે. નવતપા 3 જૂન સુધી રહેશે. 3 જૂને સોમવતી અમાસ પણ છે. ઉજ્જૈનનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે નવતપા ગ્રહોના યોગોને લીધે ગરમી વધે છે. આ દરમિયાન તેજ આધી-તોફાન ચાલવાના યોગ છે, વરસાદ પણ થઈ શકે છે. જાણો આ વર્ષે નવતપા કેવા રહેવાની શક્યતા છે-

> > નવતપા સાથે જોડાયેલી ખાસ વાતો-

> ગ્રહોના યોગ ગરમી વધારશે-

સૂર્ય અત્યારે વૃષભ રાશિમાં છે, મંગળ-રાહુ મિથુન રાશિમાં છે અને અંગારક યોગ બનાવી રહ્યા છે. શનિ-કેતુ ધન રાશિમાં છે., આ ગ્રહોને લીધે જ ગરમી વધશે. 3 જૂન સુધી ક્યાંક-ક્યાં તેજ હવા ચાલવાની શક્યતા પણ રહેશે. ગરમીની સાથે જ લૂ પણ વધે, વરસાદ પણ થઈ શકે છે. પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જેઠ મહિનાની ષષ્ઠીથી જેઠ મહિનાની અમાસ સુધી નવતપા રહેશે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રના સ્વામી ચંદ્ર છે. સૂર્યનું ગોચર બુધની સાથે વૃષભ રાશિમાં રહેશે. તેની ઉપર ગુરુની દ્રષ્ટિ અને મંગળ-રાહુની યુતિ પર શનિ-કેતુની દ્રષ્ટિ હોવાથી આંધીઓ ચાલશે અને તોફાનો આવવાની પણ શક્યતા છે.

> > અમાસ પર પવિત્ર નદી પર સ્નાન કરવું જોઈએ-

પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે નવતપા સોમવતી અમાસ અર્થાત્ સોમવાર, 3 જૂને સમાપ્ત થશે. આ દિવસે શનિ જયંતી પણ છે. આ તિથિ પર કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.

> > નવતપામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો-

આ દિવસે ગરમી વધશે. જેથી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. બપોરના સમયે ઘરમાંથી બહાર નિકળતી વખતે ગરમીથી બચવા માટે વ્યવસ્થા કરવી. વારંવાર પાણી પીતા રહેવું. ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ઠંડી છાશ, કેરીનો રસ, શેરડીનો રસ વગેરે તાજા પીણા લેતા રહેવાથી સ્વસ્થ રહી શકાય છે.

X
Navtapa start on 25 May to 3 June 2019, Astrology,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી