27 મે 2019નું રાશિફળ / આજે અમૃતયોગ બનવાથી 8 રાશિને ધનલાભ થશે, ચંદ્રમાની સ્થિતિ તુલા રાશિને પરેશાન કરશે

daily astrology predictions 27 May 2019

divyabhaskar.com

May 27, 2019, 10:05 AM IST

ધર્મ ડેસ્ક: ચંદ્રમા આજે કુંભ રાશિમાં હોવાથી અમૃતયોગ બની રહ્યો છે. આ શુભ યોગના કારણે આઠ રાશિને ધનલાભ થશે. 27 મેનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ


પોઝિટિવ- આ રાશિના બેરોજગાર લોકોને કામ મળી શકે છે. કામમાં વ્યસ્ત રહેશો. કામને લઈને પરિસ્થિતિ અને લોકોનો સાથે મળશે. જૂની સમસ્યાનું સમાધાન મળશે. પરેશાનીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. ઘણા લોકોની નજર તમારા ઉપર છે તેથી બોલવા ઉપર અને કામ કરવાની રીત ઉપર ધ્યાન આપવું. મુશ્કેલીઓ છતા તમારી કોશિશ હકારાત્મક રહેશે. તમારા પ્રયત્નોનું પરિણામ જાણવા માટે ઉતાવળા થશો.


નેગેટિવ- ઉતાવળે કોઈ પગલું ન ભરવું. ઉત્સાહમાં આવીને ખરીદી કે સોદો કરવાથી બચવું. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પોતાની જાતને વધારે પડતી રજૂ કરવાથી નુકસાન થશે. સંભાળીને કામ કરવું.


ફેમિલી- જીવનસાથીનો સહકાર મળેશે. પાર્ટનર ઉપર તમારી ભાવનાને થોપવી નહીં.


લવ- લવ લાઈફમાં મુશ્કેલી આવશે. ઝઘડો થવાની સ્થિતિ બની શકે છે.


કરિયર- બિઝનેસમાં નવા સોદા થઈ શકે છે. રોજગાર પણ મળી શકે છે. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- માથાનો દુખાવો મુશ્કેલી વધારશે. પેટ પણ ખરાબ થઈ શકે છે. સાવધાન રહેવું.


શું કરવું- ભૂખ્યાને ભોજન કરાવવું.

........................

વૃષભ


પોઝિટિવ- કામકાજના સ્થળે બદલાવ આવશે. યાત્રા પણ થઈ શકે છે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા જૂના વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમે પોતાની જાતે કોઈ ખાસ કામ પૂરું કરશો. તમે તમારા કામમાં સફળ થશો. બીજા પ્રત્યે સંવેદનશીલ રહેશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સોરો રહેશે.


નેગેટિવ- ચંદ્રમા ગોચર કુંડળીમાં આઠમાં સ્થાને રહેશે. અમુક બાબતમાં ભાગ્યનો સાથ મળશે નહીં. અચાનક ધનહાનિનો યોગ બની રહ્યો છે. તમે તમારા મિત્રને લઈને સંકટમાં મુકાઈ શકો છો. મિત્રો સાથે અણબનાવ બની શકે છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો. કોઈ પાસેથી આશા ન રાખવી. આત્મવિશ્વાસ હોવા છતા મનમાં ચિંતા રહેશે.


ફેમિલી- દિવસ સારો રહેશે.


લવ- પ્રેમનો પ્રસ્તાવ મૂકવા ઈચ્છો છો તો મૂકી દો, સફળતાના યોગ બની રહ્યા છે.


કરિયર- બિઝનેસ સંબંધી વિવાદ ઉકેલાય જશે. બિઝનેસમાં ફાયદો પણ થશે. ગ્લેમર જગતમાં કરિયર બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં લાપરવાહી ન કરવી. કોઈ બીમારી તમને પરેશાન કરી શકે છે.


શું કરવું - ગાયને ઘાસ ખવડાવવું.

................................

મિથુન


પોઝિટિવ- તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ મૂંઝવણનો ઉકેલ પણ આવશે. પૈસાની સ્થિતમાં સુધારો કરવા માટે નવી યોજના બનાવી શકશો. સોદામાં તમને ફાયદો થશે. આજે તમને મોટી જવાબદારી મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં કોઈ મોટો નિર્ણય લેવા ઈચ્છો છો તે આજે લઈ લો. અમૂક પૂર્વાભાસ પણ થઈ શકે છે.


નેગેટિવ- કામકાજમાં વિલંબ થવાના કારણે મૂડ ખરાબ થઈ શકે છે. કોઈ કામ જિદ્દથી કરશો તો નુકસાન થશે. ભાગીદારીમાં મોટો નિર્ણય લેવા ઈચ્છો છો તો ટાળો. રોજિંદા કામમાં અવરોધ આવી શકે છે. સાથે કામ કરનાર લોકોની મદદ મળશે નહીં. ધારેલા કામ પણ અધૂરા રહેશે.


ફેમિલી- જીવનસાથીની મદદ ન મળતા તમારી મુશ્કેલી વધશે.


લવ-સંબંધમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કરિયર- બિઝનેસમાં અવરોધ આવી શકે છે. આળસના કારણે મૂડ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- આજે સ્વાસ્થ્ય ઠીઠ ઠીક રહેશે.


શું કરવું- વડના ઝાડને પાણી આપવું.

...........................

કર્ક


પોઝિટિવ- રોજિંદા કામમાં બદલાવ આવશે. ઈમાનદારીથી કામ કરવું. ધીરજ અને શાંતિ રાખવી. બધી સમસ્યાનું સમાધાન આવશે. સમયની સાથે ચાલવું. અધિકારીઓ સાથે વાતચીત થશે. ખર્ચ ઉપર કાબૂ રાખવાની કોશિશ કરશો, જેમાં તમે સફળ થશો. સંબંધોની મધુરતા વધારવામાં સફળ થશો. માગ્યા વગર કોઈ તમારી મદદ કરશે.


નેગેટિવ- ગોચર કુંડળીના 12માં ભાવમાં ચંદ્રમા થોડિક મુશ્કેલી સર્જશે. આવતીકાલ ઉપર કોઈ કામ ટાળવું નહીં. કોઈ કામ બીજા ઉપર પણ છોડવું નહીં. કોઈ વ્યક્તિ તમને ખોટું કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે. સાવધાન રહેવું. આજુબાજુનું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે. અમુક વાતને લઈને માનસિક તણાવ રહેશે.

ફેમિલી- સંબંધોની મધુરતા વધારવામાં સફળ થશો.


લવ- પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. પ્રેમનો એકરાર કરવા માટે દિવસ સારો છે.


કરિયર- વેપારમાં સાવધાન રહેવું. નવા સોદા થશે. ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- અપૂરતી ઊંઘ થશે. થાક લાગશે.


શું કરવું- ગણેશજીની ઉપાસના કરવી.

..........................

સિંહ


પોઝિટિવ- નોકરિયાત વર્ગને કામમાં સમય વધારે લાગશે. જવાબદારીવાળા કામ પણ પૂરાં કરવા પડશે. આજે જે નિર્ણય કરશો તેનો લાભ આવનાર દિવસોમાં મળશે. તમે જેટલા વ્યસ્ત રહેશો એટલો વધુ ધનલાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે અને કરિયરમાં નવી તક મળશે. મહેનતથી સારી સફળતા મળશે.


નેગેટિવ- વ્યસ્ત રહેશો. અમુક લોકો તમારા વ્યવહારનો ખોટો અર્થ કાઢશે. સાવધાન રહેવું. વિચાર્યા વગરના ખર્ચા ન કરવા. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે. આળસ રહેશે. વિવાદથી બચવું.


ફેમિલી- પાર્ટનર માટે દિવસ સારો રહેશે.


લવ- તમારી અધૂરી ઈચ્છા આજે પૂરી થશે.


કરિયર- બિઝનેસને આગળ વધારવાની તમને તક મળશે. મોટા લોકો સાથે સંપર્ક થશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. સફળતા મળશે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. માનસિક શાંતિ મળાના યોગ છે.


શું કરવું- માતાજીના મંદિરમાં પ્રસાદ ચઢાવવો.

............................

કન્યા


પોઝિટિવ- પોતાની જાત ઉપર ધ્યાન આપી શકશો. સંબંધોને લઈને જે સમસ્યાઓ છે તે હલ થઈ જશે. તમને ફાયદો થશે. દિવસભર સક્રિય રહેશો. ગોચર કુંડળીમાં દસમા ભાવમાં ચંદ્રમા તમારા માટે ખાસ છે. પૈસાની સ્થિતિ ઉપર તમારે ધ્યાન આપવું પડશે. યાત્રાનો યોગ બની રહ્યો છે.


નેગેટિવ- નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલો મોટો નિર્ણય ન કરો. ઉધાર આપેલા પૈસા પરત મળવવામાં મુશ્કેલી પડશે. અમુક લોકો તમારો વિરોધ કરી શકે છે. તમારા ઉપર ખોટું આળ લાગી શકે છે. ખર્ચમાં વધારો થશે. જરૂર કરતા વધારે ખર્ચ થશે. જરૂર પૂરતું જ બોલવું.


ફેમિલી- પાર્ટનરની ભાવનાનું સન્માન કરો.


લવ- પાર્ટનર ભાવુક થઈ શકે છે.


કરિયર- બિઝનેસમાં સમજી વિચારીને નિર્ણય લેવા. ખોટું બોલવાથી મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો હશે.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી સર્જાશે. થાક પણ લાગશે.


શું કરવું- હનુમાનજીના મંદિરમાં સિંદૂરનું દાન કરવું.


........................

તુલા


પોઝિટિવ- પૈસાની બાબતો ગુપ્ત રાખવી, એ તમારા માટે સારું છે. તમારા મનમાં જે ચાલેશે તે બીજા સાથે શેર કરશો. અમુક મુશ્કેલીઓ ઉપર વિચાર કરશો તો ધીમે ધીમે તે જતી રહેશે. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરવી પડશે. મિત્રો સાથે અચાનક વાત થવાના કારણે ખુશ થશો.


નેગેટિવ- વિચારીને વાતચીત કરવી. બોલવામાં ધ્યાન રાખવું. ચંદ્રમાની સ્થિતિના કારણે તમે પરેશાન રહેશો. તમારો સ્વભાવ ઉગ્ર રહેશે. મનમાં ચાલી રહેલી ચિંતાઓ ઉપર ધ્યાન આપવું. ઈજા થવાનો યોગ બની રહ્યો છે. મોટો નિર્ણય કરવાથી બેચવું.


ફેમિલી- જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

લવ- પાર્ટનર તમારા ઉપર ગુસ્સે થઈ શકે છે. પાર્ટનરના મૂડને સમજવાની કોશિશ કરો.


કરિયર- બિઝનેસમાં સંભાળીને રહેવું. નોકરીમાં જવાબદારી વધી શકે છે. કામનું ભારણ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- લોહી સંબંધિત બીમારી થઈ શકે છે.


શું કરવું- કિડિયારું પૂરવું.

.......................

વૃશ્ચિક


પોઝિટિવ- તમારું ધ્યાન કાર્યક્ષેત્રમાં સુધારો કરવા પર રહેશે. કામના બદલે કામ કરવાની રીત ઉપર ધ્યાન આપવું. અચાનક કોઈ સારી યોજના બની શકે છે. મિત્રો સાથે કોઈ ખાસ બાબતને લઈને વાત થઈ શકે છે. બીજા સાથે ભાવનાને શેર કરવાથી સારું લાગશે.


નેગેટિવ- ચિંતા રહેશે. મોટો નિર્ણય સમજી વિચારીને લેવો. નોકરી કે મકાન બદલાવા ઈચ્છો ચો તો આજે કોઈ નિર્ણય ન કરવો. જે યોજના તમારા મનમાં છે તેના પર કામ કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.


ફેમિલી- જીવનસાથીનો સહકાર મળશે.


લવ- તમારી લવ લાઈફ સારી રહેશે. પ્રેમમાં સફળતા મળવાનો યોગ છે.


કરિયર- વેપાર સાથે જોડાયેલો નવો નિર્ણય ન લેવો. પ્રોફેશનલ લાઈફમાં સંભાળીને રહેવું. દુશ્મનોથી સાવધાન રહેવું.


હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે. ભોજનમાં સાવધાની રાખવી.


શું કરવું- માતા-પિતાની સેવા કરવી.


..........................

ધન


પોઝિટિવ- તમારા મનમાં જે યોજના ચાલે છે તેના પર કામ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ભાઈ અને મિત્રોની મદદથી તમારો દિવસ સુધરી જશે. તમને રોચક જાણકારી મળી શકે છે. પૈસાનું રોકાણ કરતા પહેલા જાણકારી મેળવી લેવી. કામમાં તમારું મન લાગશે. યાત્રા થવાનો યોગ છે.


નેગેટિવ- નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલું રહસ્ય જાહેર થઈ શકે છે. તમારી બચત સમાપ્ત થઈ શકે છે. ધનહાનિનો યોગ બની રહ્યો છે. સંભાળીને રહેવું. અમુક સ્થિતિ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. અધૂરી માહિતીના આધારે કરેલા કામથી તમને મુશ્કેલી થશે.

ફેમિલી- લગ્નજીવનમાં મધુરતા આવશે.


લવ- પાર્ટનર કહ્યા વગર તમારી વાત જાણી શકશે. સંબંધ મજબૂત બનશે.


કરિયર- બિઝનેસ માટે દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- એસિડિટી અને પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું- બે તુલસીપત્ર ખાવા.


.........................

મકર


પોઝિટિવ- આજે કોઈ મહત્વની બાબતને લઈને સારા સમાચાર મળી શેક છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની બાબતમાં કોશિશ કરશો. તમે જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે. મિત્રોની મદદ મળશે. પૈસા સાથે જોડાયેલી બાબતમાં ધ્યાન આપવું. ધીરજ અને શાંતિથી કામ કરવું. તણાવને દૂર કરવાની કોશિશ કરવી. નોકરીમાં બદલાવની સ્થિતિ છે.


નેગેટિવ- જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે. અમુક લોકો તમારી મુશ્કેલી વધારશે. તમારો જિદ્દી સ્વભાવ મુશ્કેલી સર્જશે. રોજિંદા કામમાં વિવાદ થઈ શકે છે. જરૂરી કામ અધૂરાં રહી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.


ફેમિલી- પરિવારમાં તમારું વર્ચસ્વ વધી શકે છે. તમારા વ્યવહારથી પાર્ટનરનો મૂડ બદલાઈ શકે છે.


લવ- પ્રેમ સંબંધમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.


કરિયર- બિઝનેસમાં ફાયદાનો સોદો થશે. નોકરીમાં બઢતી મળી શકે છે. વિદ્યાર્થીઓને ઓછી મહેનતમાં સારું ફળ મળશે.


હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક શાંતિ મળશે.


શું કરવું- ભગવાન શિવની ઉપાસના કરવી.

.....................


કુંભ


પોઝિટિવ- નવા લોકોનો સંપર્ક થઈ શકે છે. યોજના બનાવવા માટે દિવસ સારો છે. ધારેલા કામ પૂર્ણ થશે. તમને ફાયદો કરાવે તેવી યોજના બનાવશો. કામમાં આવતા અવરોધ દૂર થશે. તમારા મનમાં જે શંકા છે તે છોડી દેવી અને જે કામ હાથ ઉપર છે તેના ઉપર ધ્યાન આવવું.


નેગેટિવ- આજે વધારે મહેનત કરવી પડશે. કામમાં અવરોધ આવી શકે છે. પડકારનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈ જૂની બાબતને લઈને ચિંતા વધી શકે છે. તમારા પૈસા પણ ફસાઈ શકે છે. સંતાનને લઈને મુશ્કેલી વધશે.


ફેમિલી- પાર્ટનર વધારે પડતો સંવેદનશીલ બનશે.


લવ- સમજી વિચારીને બોલવું. પ્રેમ સંબંધ મધુર બનશે.


કરિયર- કામનું ભારણ હોવાથી પરેશાન રહેશો. સંપત્તિ સંબંધિત સમસ્યાઓનું સમાધાન આવશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. થાક પણ દૂર થશે.


શું કરવું- એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવો.


..................................


મીન


પોઝિટિવ- બીજા ઉપર તમારો સારો પ્રભાવ પડશે. કોઈ ખાસ બાબતને લઈને શાંતિથી વિચાર કરશો તો બધુ ઠીક થઈ જશે. ભાગીદારીને લઈને તમારા મનમાં કોઈ ચિંતા રહેશે. સમયની સાથે બધુ સ્પષ્ટ થઈ જશે. લોકોની સલાહ લેવી. આજે કોઈપણ કામ ગંભીરતાથી કરવું.


નેગેટિવ- આજે તમે મનની વાત બીજાને કહેવામાં મુશ્કેલી અનુભવશો. કોઈ વાતને લઈને તમને મનમાં ડરની અનુભૂતિ થશે. ધનહાનિનો યોગ બની રહ્યો છે. તમે વિવાદમાં ફસાઈ શકો છો. બિનજરૂરી ડરમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરો. જે બદલાવ થઈ રહ્યો છે તેનાથી સંતુષ્ટ નહી થાવ. લોકો તમારા વિચાર સાથે સહમત નહીં થાય.


ફેમિલી- પાર્ટનર સાથે સમય પસાર થશે.


લવ - લવ પાર્ટનરનો પ્રેમ અને સહકાર મળશે.


કરિયર- અમુક બાબતમાં અધિકારીઓનો સહકાર ન મળવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખવો. વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક છે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીમાં રાહત મળશે.


શું કરવું- પૂજા કરવાની જગ્યાએ સફાઈ રાખવી.

X
daily astrology predictions 27 May 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી