17 મે 2019નું રાશિફળ / ચંદ્રમાની સ્થિતિના કારણે કર્ક રાશિના જાતકોની મુશ્કેલી વધશે,  સિંહ રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થશે

daily astrology predictions 17 May 2019

divyabhaskar.com

May 17, 2019, 10:01 AM IST

ધર્મ ડેસ્ક: 17 મેનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ રાશિ


પોઝિટિવ- નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તેઓની મદદ પણ મળી શકે છે. આજે તમે તમારી વાતને જેટલી ગુપ્ત રાખશો તેટલો તમને ફાયદો થશે. આજે તમે બુદ્ધિના જોરે દુશ્મનોને હરાવી દેશો. લગ્નજીવનમાં ખુશી આવશે.


નેગેટિવ- ઓફિસમાં પડકારજનક સ્થિતિ બની રહી છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મુશ્કેલી વધશે. મિત્રો કે નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેવું. તમને બેચેની પણ થઈ શકે છે. નાની નાની વાતને લઈને ઉગ્ર ન બનવું. બિઝનેસમાં વિરોધીઓ તમને નીચા દેખાડવાની કોશિશ કરશે.


ફેમિલી- જીનવસાથીની કોઈ વાત તમને ગુસ્સો અપાવી શકે છે. સંભાળીને રહેવું. તમારા સંબંધો ઝડપથી સુધરશે.


લવ-લવ લાઈફ સારી રહેશે.


કરિયર- બિઝનેસમાં વિરોધીઓથી સાવધાન રહેવું. નોકરીમાં અવરોધ આવી શકે છે. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સરળતાથી સફળતા મળશે.


હેલ્થ- તણાવ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગુસ્સો ન કરવો.


શું કરવું- કાગડાને હળદરવાળી રોટલી ખવડાવવી.


................

વૃષભ રાશિ


પોઝિટિવ- નવી યોજના બનાવી શકો છો. તમારા કામથી લોકો સંતુષ્ટ થશે. જૂના કામથી તમને લાભ થશે. ધારેલા કામ સમયસર પૂરા થશે. કામનું ભારણ રહેશે. આર્થિક સ્થિતિને મજબૂત કરવાની કોશિશ કરશો.


નેગેટિવ- અમુક બાબતમાં સફળતા ન મળવાના કારણે નિરાશ થશો. દિવસભર કોઈ વાતને લઈને ચિંતિત રહેશો. તમારા રહસ્યની વાત જાહેર થઈ શકે છે. સંભાળીને રહેવું. મોટા અધિકારીઓ સાથે ગેરસમજ થઈ શકે છે. વિચાર્યા વગરનું બોલવું નહીં.


ફેમિલી- પરીવારમાં સારા પ્રસંગો આવશે.


લવ- પ્રેમ સંબંધમાં સફળતા મળશે.


કરિયર- વધારે પડતા કામની જવાબદારી લેવાથી ચિંતા રહેશે. વધારે મહેનત કરવી પડશે. કામનું ભારણ રહેશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- જૂની બીમારી દૂર થઈ શકે છે. સારુ લાગશે.


શું કરવું- વાંદરાને પૂરી ખવડાવવી.

.................

મિથુન રાશિ


પોઝિટિવ- આજે સંપત્તિ સાથે જોડાયેલી બાબતમાં ફાયદો થશે. પરિવારનો સહકાર મળશે. પ્લાનિંગમાં સફળતા મળશે. નોકરીમાં તમારા કામથી અધિકારીઓ ખુશ થશે. અટવાયેલા પૈસા મળશે. સંતાનની મદદ મળશે. કોર્ટની બાબતમાં સફળતા મળશે.


નગેટિવ- ગ્રહની સ્થિતિ તમને મૂંઝવણમાં મૂકી શકે છે. કામમાં મન લાગશે નહીં. ઉદાસ રહેશો. અમુક વાતો તમને પરેશાન કરશે.


ફેમિલી- લગ્નજીવનમાં તણાવ રહેશે.


લવ- પાર્ટનર તમારી વાતને મહત્વ આપશે.


કરિયર- વધારાની જવાબદારી મળી શકે છે. અટવાયેલા પૈસા મળી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.


હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. થાકના કારણે શરીર દુખશે. ઊંઘ પણ ઓછી થશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

શું કરવું- ગાયને લોટ ખવડાવવો.

......................

કર્ક રાશિ


પોઝિટિવ- આજે બનાવેલી યોજનાને તમારે ફરીથી બનાવવી પડશે. જેનો આવનાર દિવસોમાં ફાયદો થશે. મહત્વના નિર્ણયો પણ તમે લઈ શકો છો. આત્મવિશ્વાસ જાળવી રાખવો. માતાની મદદ મળશે. તમારા ભૌતિક સુખમાં વધારો થશે. સંતાન સાથેના સંબંધો સુધરશે.


નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે તમારી મુશ્કેલી વધશે. મોટો નિર્ણય લેતા પહેલા વિચારવું. નવું કામ શરૂ કરવું નહીં. અમુક લોકો તમારાથી નારાજ થઈ શકે છે. બીજા ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો નહીં. મહેનત વધારે કરવી પડશે.


ફેમિલી- તમારી સાથે જે બાબતને લેવા-દેવા નથી તે વાતને લઈને પાર્ટનર તમારી સાથે વિવાદ કરી શકે છે. તણાવ વધશે.


લવ- લવ લાઈફમાં સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું.


કરિયર- કામના સ્થળે પરેશાની આવશે. કામની વ્યક્તિ સાથે મુલાકાત થશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે નહીં. ચિંતા રહેશે.


હેલ્થ- કમર અને પેટનો દુખાવો થઈ શકે છે.


શું કરવું- કિન્નરોને પૈસા અને લીલા રંગની બંગડીઓ આપવી.

...................

સિંહ રાશિ


પોઝિટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે રોકાણમાં ફાયદો થશે. પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. પૈસાને લઈને નવો પ્લાન તમારા મનમાં આવી શકે છે. ભાઈ અને મિત્રથી ફાયદો થશે. પરીવારમાં ધાર્મિક પ્રસંગ આવી શકે છે. આજે મહેનતનું ફળ મળશે. નવા કામનો લાભ આવનારા દિવસોમાં મળશે.


નેગેટિવ- મનમાં ચિંતા રહેશે. મનમાં આવનાર વિચારથી ફાયદો થવાના બદલે નુકસાન થશે. વિચારીને આગળ વધવું. પરીવારની બાબતમાં ધ્યાન આપવું પડશે.


ફેમિલી- લગ્નજીવન મધુર રહેશે.


લવ- પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે.


કરિયર- રોકાણથી ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. નજીકના લોકોની મદદ મળશે. યાત્રા થઈ શકે છે.


હેલ્થ- જૂની બીમારી પરેશાન કરી શકે છે. મૌસમી બીમારી પણ થઈ શકે છે.


શું કરવું- કોઈ બ્રાહ્મણને ખીર ખવડાવવી.

.......................

કન્યા રાશિ


પોઝિટિવ- તમને ભાગ્યનો સાથ મળશે. ધારેલા કામ પૂર્ણ થશે. અચાનક ધનલાભ થશે. પૈસા ઉછીના લેવાનું વિચારી રહ્યા છો તો તેમાં સફળ થશો. મોજમસ્તી કરવાનો સમય મળશે. કરિયરની બાબતમાં ભાગ્યનો સાથ મળશે. કેરિયરને આગળ વધારવાનું વિચારી રહ્યા છો તો તમારા સોશિયલ સંપર્કોને અપડેટ કરો. તમને સફળતા મળશે. આજે અમુક લોકો તમારા માટે ખાસ સાબિત થશે.


નેગેટિવ- ગુસ્સા ઉપર કાબૂ રાખો, નહીંતર કામ બગડી શકે છે. કામમાં વિલંબ થતા પરેશાન થઈ શકો છો. વધારે પડતું કોઈ કામ કરવાથી બચો. મનમાની કરવાની કોશિશ કરશો તો મુશ્કેલી વધશે. કામમાં મન ઓછું લાગશે. થાકનો અનુભવ થશે.


ફેમિલી- મનની વાત કહેવામાં સાવધાની રાખવી.


લવ- પાર્ટનરને લઈને નિશ્ચિંત રહેશો. કોઈ મુશ્કેલી નહીં પડે. તેમની મદદ કરવાનો તમને આનંદ થશે.


કેરિયર- બિઝનેસમાં મુશ્કેલી વધશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.


હેલ્થ- થાક અને આળસ રહેશે.


શું કરવું - કાંટાવાળા છોડને પાણી પાવું.
................

તુલા રાશિ

પોઝિટિવ- કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિના કારણે આજે બધા સાથે તમારા સંબંધો સારા રહેશે. સામૂહિક રીતે કરવમાં આવનાર કામમાં તમે સફળ થશો. તમારામાં સારો ઉત્સાહ જળવાઈ રહેશે. જે કામને હાથમાં લેશો તેમા સરળતાથી સફળતા મેળવશો.


નેગેટિવ- પ્રેમી કે જીવનસાથીને મોંઘી વસ્તુ ભેટ આપવાથી બચો. પૈસાની બાબતમાં સાવધાની રાખવી. તમે જે સમસ્યાને નાની સમજો છો તે મોટી હોય શકે છે.


ફેમિલી- પાર્ટનર સાથે સમય વિતાવવો. એવું બની શકે કે પાર્ટનર તમારા દિલની વાત ન સમજી શકે.


લવ- લવ લાઈફ માટે સારો દિવસ છે.


કરિયર- કામકાજ વધુ રહેશે, પરંતુ તમે પૂર્ણ કરી લેશો. તમને નવી જવાબદારી મળી શકે છે. અમુક વિદ્યાર્થીઓને માનસિક તણાવ રહેશે. ભણવામાં સહકાર ન મળવાથી દુ:ખી રહી શકો છો.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. શારીરિક જોખમ ન લેવું.


શું કરવું- ગાયને ઘઉં ખવડાવવા.

..............

વૃશ્ચિક રાશિ


પોઝિટિવ- નોકરી અને ધંધામાં ફાયદો થવાનો યોગ છે. તમારું કામ પણ સારું રહેશે. પરિવારમાં સુખ અને સંતોષ મળશે. બિઝનેસમાં પ્રગતિ થવાનો યોગ છે. તમારી વસ્તુઓ સંભાળીને રાખવી. રોજિંદા કામમાં થોડો ફેરફાર થઈ શકે છે. નજીકના વ્યક્તિની બદલી થઈ શકે છે. માનસિક રીતે સક્રિય રહેશો. ભણવામાં મન રાખવું. સફળતા મળશે.


નેગેટિવ- અચાનક થનાર ફેરફાર તમારી ચિંતા વધારી શકે છે. આજે તમને ભાઈ અને મિત્રનો સહકાર નહીં મળે. કોઈ કામમાં વધુ મહેનત પણ કરવી પડશે.


ફેમિલી-પરિવારમાં સુખ અને સંતોષ મળશે.


લવ- પાર્ટનર સાથે ચાલી રહેલી પરેશાનીનું સમાધાન થશે. તમને તમારા મિત્રો કે કર્મચારીઓમાંથી પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે.


કરિયર- બિઝનેસમાં ફાયદો થવાનો યોગ છે. નોકરીમાં પ્રમોશનની વાત થશે. કામ વધુ રહેશે. વિદ્યાર્થીઓને કોઈની મદદથી સફળતા મળશે.


હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાવા-પીવામાં સાવધાની રાખવી. મસાલાવાળું ભોજન ન લેવું.


શું કરવું- બ્રાહ્મણોને દાડમનું દાન કરવું.

.............

ધન રાશિ


પોઝિટિવ- આજે તમે મનમોજી બની શકો છો. કામકાજની બાબતમાં તમે યોગ્ય દિશામાં છો. સમય આવશે ત્યારેજ તમને નવી તક મળશે. કોઈ નવી શરૂઆત કરવાની બાબતમાં સારો સમય છે. જે જરૂરીયાત બાકી છે તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખશો. તમે સક્રિય રહેશો. બિઝનેસમાં તમે એ જ કરશો જે તમે વિચારો છો. લવ પાર્ટનર તમારું સન્માન કરશે. પાર્ટનર સાથે વધારે સમય વિતાવો.


નેગેટિવ- વર્તમાનમાં જે કામ કરો છો તેને છોડવાનો વિચાર ન કરો. કોઈ જૂની વાતને લઈને તમે દુ:ખી થઈ શકો છો. તમારા સ્વભાવમાં ગુસ્સો વધશે. દિવસ દરમિયાન ભાગદોડ રહેશે. નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલી વાત અટવાય જાય. બિનજરૂરી ખર્ચ પણ વધે. તમે ઈચ્છતા ન હોવા છતા કોઈને ઉધાર પૈસા આપવા પડે.


ફેમિલી- પાર્ટનર તમારી ભાવનાને સમજશે અને સહકાર આપશે.


લવ- પાર્ટનરને તેની પસંદગીની ભેટ આપવાથી તમારો દિવસ સારો રહેશે.


કરિયર- સરકારી કર્મચારીને સફળતા મળશે. કાયદાના વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- થોડી શારીરિક મુશ્કલી પડશે. જૂની પીડાથી આરામ મળશે.


શું કરવું- સુગંધી તેલનો ઉપયોગ કરવો નહીં.

...........

મકર રાશિ

પોઝિટિવ- આજે ચંદ્રમાં તમારી રાશિમાં છે. ધારેલા કામ પૂર્ણ થશે. તમે મહેનતથી સંતુષ્ટ પણ હશો. અમુક મિત્રોની મદદ પણ મળશે. પૈસા કમાવવાના ઘણા વિચારો તમારા મનમાં આવી શકે છે. ખર્ચમાં ઘટાડો કરવાથી કામમાં સફળતા મળશે. નોકર ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો ઠીક નથી. પરિવારમાં આનંદના સમાચાર મળી શકે છે. લોકોને મળવાની ઈચ્છા થશે. મિત્રો સાથે મોજમસ્તીમાં તમારો સમય પસાર થશે.


નેગેટિવ- આજે તમે દિવસભર વ્યસ્ત રહેશો. ખર્ચ ઉપર કાબૂ રાખો. વિચારીને બોલવું. કામના સ્થળે અમુક લોકોનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે. કોઈની ફરિયાદ પણ તમે કરી શકો છો. તમારા માટે સાવધાની રાખવી હિતાવહ છે. કોઈ એવી વાત ન કરવી જેને તોડી-મરોડીને રજૂ કરી શકાય.


ફેમિલિ- પાર્ટનર સાથે તમે સ્વભાવના કારણે કડક વલણ પણ અપનાવી શકશો, જે યોગ્ય નથી. સંતાન તરફથી થોડી પરેશાની અને દુ:ખ મળી શકે છે.


લવ- આજે તમે પાર્ટનર સાથે સંયમથી રહો. પાર્ટનર ઉપર તમારી વાત ન થોપવી.


કરિયર- કામના સ્થળે સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. અમુક એવા કામ હશે જેનો ફાયદો તમને આગામી દિવસોમાં મળશે. કોઈ એક બાબતમાં તમને ભાગ્યનો સાથ પણ મળશે. કાયદાના વિષયો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- પેટની બીમારી મુશ્કેલી વધારશે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું.


શું કરવું- લાલ કપડાંમાં સિંદૂરથી સાથિયો કરી હનુમાનજીના મંદિરમાં ચઢાવવું.
.............

કુંભ રાશિ


પોઝિટિવ- નોકરી અને બિઝનેસમાં ફાયદો થવાનો યોગ બની રહ્યો છે. નવા લોકોની મુકાલાત થઈ શકે છે. જૂની મહેનતનો તમને ફાયદો મળી શકે છે. કામકાજની બાબતમાં તમને જે સલાહ મળસે તે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વર્તમાનમાં રહેલી સ્થિતિને તમે સમજી શકશો અને ભવિષ્યને લઈને તમારું અનુમાન યોગ્ય રહેશે. આજે તમે દરેક દિશામાં કોશિશ કરશો. એક વારમાં એકજ કામ કરો.


નેગેટિવ- અમુક લોકો સાથે ગંભીર વાતચીત દરમિયાન તમે એવી વાત કહેશો જેનાથી સમસ્યા વધશે. પરિવારની મુશ્કેલીને નજરઅંદાજ ન કરો. આજે તમે સ્પષ્ટ વાત કરશો, જેનાથી સંબંધ પણ ખરાબ થઈ શકે છે. કોઈ વાત નહીં કરો તો મનમાં અફસોસ થશે. થોડો થાક અનુભવશો. મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની જાત ઉપર કાબૂ રાખવો.


ફેમિલી- આજે તમે સ્પષ્ટ વાત કરશો, જેનાથી સંબંધ પણ ખરાબ થઈ શકે છે.


લવ- લવ પાર્ટનરને લઈને ચિંતિત રહી શકો છો. સંબંધ બગડવાનો ડર રહેશે. કોઈ કડવી વાત ગંભીર રૂપ પણ લઈ શકે છે.


કરિયર- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં તમે ધારેલા કામ કરી શકશો. પરિસ્થિતિ પણ સારી બનશે. વિદ્યાર્થીઓ મહેનતપૂર્વક કોશિશ કરશો તો જ સફળતા મળશે.


હેલ્થ- આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.


શું કરવું - રોટલીમાં સરસવનું તેલ અને મીઠું લગાવીને કાગડાને ખવડાવવી.

..........


મીન રાશિ

પોઝિટિવ- યોજનાને અમલમાં મૂકતા પહેલા વિચારી લેવું. યોજનામાં બદલાવ કરવો પડે તો પણ સંકોચ કરવો નહીં. અમુક વાતોને ગુપ્ત રાખવી. કોઈ ભેટ પણ મળી શકે છે. મનોરંજનનો સમય મળશે.


નેગેટિવ- આજે તમારું મન કામમાં લાગશે નહીં. ચિંતા રહેશે. અમુક પ્રકારનો ડર પણ રહેશે. વધારે પડતું વિચારવામાં સમયનો વ્યય ન કરવો. વિવાદમાં પણ ફસાઈ શકો છો. સાવધાની રાખવી. મનને એકાગ્ર કરવું મુશ્કેલ બની જશે. વાહન અને મશીનથી સાવધાની રાખવી. વ્યવહાર ઉગ્ર રહેશે. સાથીદાર તમારાથી નારાજ થશે.


ફેમિલી- પરિણીત લોકો માટે દિવસ સારો રહેશે.


લવ- કુંવારા લોકોને પ્રેમના પ્રસ્તાવમાં અસફળતા મળી શકે છે.


કરિયર- બિઝનેસ માટે દિવસ સારો નથી. સાવધાન રહેવું. કોઈ સમસ્યાને ઉકેલવા માટે મહેનત કરશો તેનું સમાધા મળશે નહીં. વિદ્યાર્થીઓએ સફળતા માટે મહેનત કરવી પડશે.


હેલ્થ- આળસ અને થાક લાગી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- લોખંડની ખરાબ વસ્તુઓ ઘરમાંથી હટાવવી.

X
daily astrology predictions 17 May 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી