16 મે 2019નું રાશિફળ / મેષ રાશિના જાતકોને કોર્ટના કામમાં સફળતા મળશે, વૃષભ રાશિના જાતકોને અચાનક ધનલાભ થશે

divyabhaskar.com

May 15, 2019, 05:38 PM IST
daily astrology predictions 16 May  2019

ધર્મ ડેસ્ક: 16 મેનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ-


પોઝિટિવ- કોર્ટના કામમાં સફળતા મળશે. ધારેલું કામ પૂરું થશે. આવક વધશે. પૈસા સાથે જોડાયેલી બાબતમાં ફરીથી વિચાર કરવો પડશે. નોકરી-ધંધાની મુશ્કેલી જતી રહેશે. સમજદારીથી કામ કરવું. યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. કોઈ ખાસ બાબતને લઈને પાર્ટનરની મદદ મળશે. પાર્ટનરના આઈડિયાથી તમને સફળતા મળશે.


નેગેટિવ-કામમાં મન લાગશે નહીં. ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય ન લેવો, તેનાથી નુકસાન થઈ શકે છે. કામમાં ઉતાવળ ન કરવી. મિત્રો અને સંબંધીઓ સાથે અણબનાવ થઈ શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે. થાકનો અનુભવ થશે.વાહનથી સંભાળવું.


ફેમિલી-પાર્ટનર સાથે સમય સારી રીતે પસાર થશે.


લવ- દિવસ સારો રહેશે.

કરિયર- રોકાણમાં સાવધાની રાખવી. સ્પર્ધામાં સફળતા મળશે. વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- પેટની બીમારી રહેશે.


શું કરવું- પાંચ લવિંગને લાલ કપડાંમાં બાંધીને સાથે રાખવા.

........................

વૃષભ


પોઝિટિવ- આજે ધનલાભ થશે. આજના કામ તમારી પ્રગતિ સાથે જોડાયેલા હશે. મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ કરનાર લોકો માટે દિવસ સારો રહેશે. અટવાયેલા પૈસા મળશે. નોકરિયાત વર્ગની મહેનતથી અધિકારીઓ ખુશ થશે. કામ સમયસર પૂરા થઈ જશે. નજીકના લોકો કામમાં મદદ કરશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પૈસાની બાબતમાં તમે ઉદાર બનશો.


નગેટિવ- તમારે મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. પરિવારનું વાતાવરણ તમારી ચિંતા વધારશે. આ ચિંતામાં સમય અને ઉર્જા બન્નેનો વેડફાટ થશે. ખર્ચ પણવધી શકે છે. શાંત રહેવાની કોશિશ કરો.


ફેમિલી- પરિવારનું વાતાવરણ તમારી ચિંતા વધારશે.


લવ- પાર્ટનર ભાવુક રહેશે. પાર્ટનરને સમય આપવો પડશે.


કરિયર- બિઝનેસ કે નોકરીમાં યાત્રાથી ફાયદો થશે. તમારે સમય પણ આપવો પડશે.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને દિવસ સારો રહેશે.


શું કરવું- સોજીના લોટની વાનગી ન ખાવી.

................................

મિથુન

પોઝિટિવ- ચંદ્રમા તમારા માટે શુભ રહેશે. નવી જવાબદારી મળી શકે છે. ગ્રહોની સ્થિતિ પણ તમારા માટે સારી છે. ધનલાભના યોગ છે. કામમાં વધુ મહેનત કરવી પડશે જેનો તમને ફાયદો પણ મળશે. અટવાયેલા પૈસા પરત મળશે. કોઈ મહત્વના કામ પૂરા થશે. સંબંધીના વ્યવહાર વિશે આજે તમને જાણવા મળી શકે છે.


નેગેટિવ- આજે મુશ્કેલી વધી શકે છે. અધૂરી વાતો સમજવાથી મુશ્કેલી વધશે. સાવધાન રહેવું. આજે તમારો મૂડ ખરાબ થઈ શકે છે.


ફેમિલી- પતિ-પત્ની વચ્ચે મનભેદ થઈ શકે છે. જીવનસાથીની ઉપેક્ષા ન કરો.


લવ - લવ લાઈફ સારી રહેશે.


કરિયર- તમારી પ્રોફેશનલ લાઈફમાં સુધારો થશે. ધનલાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીમાંથી છૂટકારો મળશે.


શું કરવું- લીલા કપડાંમાં મગ રાખીને ગણેશ મંદિરમાં દાન કરવું.

...........................

કર્ક

પોઝિટિવ- આજે તમારી સમસ્યાનું સમાધાન આવશે. ઘણી બાબત તમારા ફેવરમાં રહેશે. કોઈ નવું કામ મળી શકે છે. મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તમારું આયોજન સફળ થઈ શકે છે. જે પણ તમે કરવા માંગો છો તેના વિશે સારા સમાચાર જાણવા મળશે. મોટા લોકો સાથે મુલાકાત થશે.


નેગેટિવ- કોઈ વાતને લઈને તણાવ ન અનુભવવો. કોઈનો વિરોધ ન કરવો. આજે કોઈ કામ તમારી મરજીથી નહીં થાય. આ અંગે તમારે પોતાની જાતને તૈયાર રાખવી પડશે. તમે સંયમ ગુમાવી શકો છો. ખર્ચ પણ વધશે. આળસના કારણે કામ અટકી પડશે.


ફેમિલી- પતિ-પત્ની વચ્ચે ગેરસમજ થઈ શકે છે.


લવ- રોમાન્સ માટે દિવસ સારો છે. પાર્ટનરને સમય આપવો.


કરિયર- કરજ લેવું પડશે. બિનજરૂરી ખર્ચ ન કરવા. જોખમ ભરેલા કામ ન કરવા. યોગ્ય સમયની રાહ જોવી. અભ્યાસ ઉપર ધ્યાન આપવું. સ્પર્ધામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.


હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થવાના યોગ છે. ઠંડી-ગરમ વસ્તુ ખાવામાં સાવધાની રાખવી.


શું કરવું -પાણીનો બગાડ ન કરવો. પીવું હોય તેટલું જ પાણી લેવું.

..........................

સિંહ


પોઝિટિવ- કામને લઈને બહાર જવાનું થશે. કામ સરળતાથી પૂરું થઈ જશે. મહેનત કરવાનો દિવસ છે. જેટલું બની શકે તેટલું હકારાત્મક રહેવું. તમારે અમુક મહત્વના નિર્ણયો લેવા પડશે. લોકોની મદદ માટે કામ કરશો તો તમને મોટો ફાયદો મળશે.


નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિ તમારા માટે શુભ નથી. ઓફિસમાં સાથે કામ કરનાર લોકો સાથે મતભેદ થઈ શકે છે. વાહનનો પ્રયોગ સાવધાનીથી કરવો. નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલું ટેન્શન વધી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કામમાં અવરોધ આવી શકે છે. વધારે પડતી જિદ્દ ન કરવી. તમારી સાથે દૂર્ધટના પણ થઈ શકે છે. સાવધાન રહેવું.


ફેમિલી- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. શાંતિ રાખશો તો સંબંધ સુધરશે.


લવ- લવ લાઈફ સારી રહેશે.


કરિયર- નોકરિયાત વર્ગના કામ મહેનતથી પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને તમારો દિવસ ખરાબ રહેશે. થાક લાગશે.


શું કરવું- લાલ ચંદન પાણીમાં મિક્સ કરી સૂર્યને ચઢાવવું.

............................

કન્યા


પોઝિટિવ- તમારાથી ભૂલ થાય તો તેનો અફસોસ ન કરો. તેમાંથી શીખવાની કોશિશ કરો. પોતાના ઉપર વધારે ધ્યાન આપો. નોકરી અને ધંધાની દ્રષ્ટિએ દિવસ પડકારજનક રહેશે. તેનાથી તમને ફાયદો પણ થશે. સંતાન દ્વારા સારા સમાચાર મળી શકે છે.


નેગેટિવ- ચંદ્રમા ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં રહેશે. કોઈ વ્યક્તિમાં આંધળો વિશ્વાસ ન કરવો. નાની નાની વાતમાં ગુસ્સો કરવાથી બચવું. અમુક લોકો સાથે વ્યવહાર કરવામાં અવરોધ આવશે.


ફેમિલી- સંબંધોની બાબતમાં દિવસ ઠીક ઠીક રહેશે. વાણી ઉપર સંયમ રાખવો. પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે દિવસ સારો છે.


લવ- પાર્ટનર સાથે મળીને ભવિષ્ય માટે યોજના બનાવો. પાર્ટનર પ્રત્યે ઈમાનદાર રહેવું.

કરિયર- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં યાત્રાનો યોગ બની રહ્યો છે. આવકમાં વધારો થશે. અમુક વદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધનો સામનો કરવો પડશે.


હેલ્થ- આળસથી બચવું. થાક પણ તમારી મુશ્કેલી વધારશે.


શું કરવું- ગણેશજીને દૂર્વા અને ગોળ ચઢાવવો.

........................

તુલા

પોઝિટિવ- આજે ચદ્રમાની શુભ સ્થિતિનો પ્રભાવ તમારી આવક અને બચત પર પડશે. કોઈ ખાસ યોગ્યતાના કારણે તમારું સન્માન થશે. નવી રીતે કામ કરશો, તેનાથી તમે ફાયદામાં રહેશો. ધારેલા કામ કરવામાં સફળતા મળશે. મિત્રો સાથે સમય પસાર થશે. માનસિક રીતે તમે સક્રિય રહેશો. આજે તમે જેટલા ચૂપ રહેશો તેટલો ફાયદો થશે.


નેગેટિવ- તમારા રહસ્યને કોઈને ન જણાવો. કોઈપણ વાત સમજી-વિચારીને કરવી. બીજા લોકો શું કહે છે તેને ધ્યાનથી સાંભળો. પૈસાની બાબતમાં જે ગેરસમજ છે તેમાં સાવધાની રાખો. અમુક કામ અધૂરા રહી શકે છે. આળસ અને મૂંઝવણ વધશે. મહત્વનું કામ પાછળ અધૂરું રહેશે.


ફેમિલી- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.


લવ- લવ લાઈફમાં તમે વધારે પડતા ઈમોશનલ રહેશો. બિનજરૂરી વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું.


કરિયર- ધનલાભના યોગ બની રહ્યા છે. તમારું ધ્યાન અભ્યાસ અને સ્પર્ધાની તૈયારીમાં રહેશે. આજની મહેનતનું આગળ ફળ મળશે. નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.


હેલ્થ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું. વધારે પડતી ગરમ વસ્તુઓ ન ખાવી.


શું કરવું - સફેદ ફૂલ સફેદ કપડાંમાં બાંધીને પોતાની સાથે રાખવું.

.......................

વૃશ્ચિક

પોઝિટિવ- કામને પૂરું કરવામાં તમારું પૂરું ધ્યાન રહેશે. તમે જે રીતે કામને કરવા ઈચ્છતા હશો તે રીતે નહીં થાય. ધીરજ રાખવી. ચિંતા ન કરવી. સમયની સાથે સ્થિતિ સામાન્ય થઈ જશે. કોઈ એવા વ્યક્તિ સાથે વાતચીત થઈ શકે છે જે તમારી મુશ્કેલીઓને હલ કરશે.


નેગેટિવ- કામકાજને લઈને ભાગદોડ કરવી પડશે. ખર્ચ વધી શકે છે. ઘરના રિપેરિંગમાં તમે ઈચ્છતા ન હોવા છતા ખર્ચ થઈ શકે છે. પરિસ્થિતિને સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. કામમાં મન લાગશે નહીં. કામનું ભારણ રહેશે. અચાનક એવી સ્થિતિનું નિર્માણ થશે જેનાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે.


ફેમિલી- લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હલ થઈ જશે.


લવ- પાર્ટનર માટે થોડો સમય કાઢો.


કરિયર- બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે. અભ્યાસ માટે કોઈ જગ્યાએ જવું પડશે.


હેલ્થ- કોઈ જૂની બીમારી તમારી મુશ્કેલી વધારી શકે છે.


શું કરવું- એક સિક્કો મંદિરની બહાર બેઠેલા ગરીબને આપવો.


..........................

ધન

પોઝિટિવ- નવા વિચારોના કારણે તમે વારંવાર પરેશાન થશો. કોઈ વસ્તુની ચોરી થવાનો ભય રહેશે. મુશ્કેલી વધારનાર પરિસ્થિતિનું નિર્માણ થશે. તમને એ નહીં સમજાય કે મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો. કોઈ ગેરસમજ પણ થઈ શકે છે.


ફેમિલી- જીવનસાથી માટે સમય કાઢવાની કોશિશ કરવી.


લવ-રોમેન્ટિક મૂડનો આનંદ લેવો. તમે ભાવુક થઈ શકો છો. લાગણીમાં આવીને કોઈ મોટો નિર્ણય ન કરવો.


કરિયર- બિઝનેસમાં મહેનત વધશે. જેનો ફાયદો તમને આવનાર દિવસોમાં મળશે. નાણાકિય વ્યવહારમાં ફાયદો થશે. સરકારી કર્મચારીઓને સફળતા મળશે. વિદ્યાર્થીઓને સાથીદારની મદદ મળશે. કોઈ એક વિષય ઉપર જ ધ્યાન આપવું.


હેલ્થ- અશક્તિનો અનુભવ થશે. ભોજનમાં સાવધાની રાખવી.


શું કરવું- પપૈયું ખાવું.

.........................

મકર


પોઝિટિવ- અજાણ્યા લોકો સાથેની વાતચીતથી તમારા બિઝનેસમાં નવી તક મળશે. કોઈ વ્યક્તિ તમને રહસ્યની વાત જણાવશે. તમને સારા સમાચાર પણ મળી શકે છે. કામમાં સફળતા મળવાના યોગ છે. આજે તમે નવું વાહન ખરીદવાનું વિચારી શકો છો. અભ્યાસમાં મન લાગશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.


નેગેટિવ- મનમાં કોઈ કોઈ ચિંતા રહેશે. ઘરની બાબતોમાં મુશ્કેલી વધી શકે છે. કોઈ કામ ઉતાવળથી ન કરવું. કોઈ વાતને સમજ્યા વગર તેના ઉપર અભિપ્રાય ન આપવો.


ફેમિલી- પરિવારમાં સમસ્યાઓ વધશે.


લવ- આજે કરવામાં આવેલી શરૂઆત તમારી પ્રેમ કહાનીને મજબૂત બનાવશે. પ્રેમનો પ્રસ્તાવ મોકલી શકશો.


કરિયર- વાણી ઉપર સંયમ રાખવો. કાર્યક્ષેત્રમાં વિવાદ થવાનો યોગ છે. અભ્યાસમાં મૂંઝવણ વધારે રહેશે. તમારી તરફેણમાં નિર્ણય નહીં આવે.


હેલ્થ- બ્લડ પ્રશર સંબંધી પરેશાની થઈ શકે છે. સાવધાની રાખવી.


શું કરવું- કાળા તલનું દાન કરવું.

.....................


કુંભ

પોઝિટિવ- તમને કામ કરવાની મજા આવશે અને દરેક કામ સરળતાની પૂરાં થઈ જશે. મહેનત દ્વારા તમને સફળતા મળશે. દિવસભર ઉત્સાહ રહેશે. આત્મવિશ્વાસ વધુ રહેશે. મનમાં શાંતિ રહેવાથી મોટાભાગની મુસ્કેલી દૂર થઈ જશે. નવા લોકો સાથે મુલાકાત થશે. તમારી દરેક કોશિશ સફળ થશે. સાથે કામ કરનાર લોકોની મદદ મળશે.


નેગેટિવ- મનમાં નકારાત્મક વિચારો આવવાથી તમે ડિસ્ટર્બ રહેશો. વિચાર-વિમર્શ કરવામાં સમય બગડશે. તમારો વ્યવહાર અને સ્વભાવ બદલવાથી લોકોની નિંદાનો પણ શિકાર બની શકો છો. કામને લઈને મનમાં ચિંતા રહેશે.


ફેમિલી- સંબંધોમાં મધુરતા આવશે.


પ્રેમ- પ્રેમી સાથે ફરવા જઈ શકો છો.


કરિયર- પૈસાની બાબતમાં સરળતાથી કોઈના ઉપર વિશ્વાસ ન કરવો. આજે કરેલી મહેનતનું ફળ આવનાર દિવસોમા મળશે. બીજાથી આગળ થવામાં તમે સફળ થશો.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય ઠીક ઠીક રહેશે. તણાવ રહેશે.


શું કરવું- વાળમાં થોડુંક કાજળ લગાવવું.

........................


મીન-

પોઝિટિવ- આજે કામ વધારે રહેશે. અધિકારીઓ કે મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. ધારેલા કામને પૂરાં કરવાના તમે પૂરતાં પ્રયત્ન કરશો. પોતાની જાતને સંભાળવી. નોકરી કે બિઝનેસમાં બદલાવ આવવાના યોગ છે. બીજાની મદદ કરવાની કોઈ તક ગુમાવવી નહીં.


નેગેટિવ- ચંદ્રમા તમને પરેશાન કરી શકે છે. લોકોની મદદ ન મળવાના કારણે ઉદાસ થઈ શકો છો. કોઈ કામને લઈને તમે ગુસ્સે થઈ શકો છો. લોકો સાથે મહત્વની વાત કરવા માટે આ સમય યોગ્ય નથી. ભાઈ અને મિત્રોની મદદ મળી શકે છે. કામ વધુ હોવાથી તણાવ રહેશે.


ફેમિલી- પાર્ટનર પાસે અપેક્ષા રાખતા પહેલા તમારા વ્યવહારને સમજી લેવો.

લવ- પ્રેમના પ્રસ્તાવ માટે દિવસ સારો છે.


કરિયર- સાવધાન રહેવું. બિઝનેસમાં અને કાર્યક્ષેત્રના સ્થળે મુશ્કેલીનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓએ સંભાળીને રહેવું.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ આવી શકે છે.


શું કરવું- ઘઉંના લોટની નાની ગોળી બનાવી નદીમાં નાંખવી.

X
daily astrology predictions 16 May  2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી