ઉપાય / જ્યોતિષશાસ્ત્રમાં અશુભ ગ્રહોને શુભ કે શાંત કરીને અનુકૂળ બનાવવાના ઉપાયો વર્ણ‌વામાં આવ્યા છે

divyabhaskar.com

Feb 27, 2019, 04:30 PM IST
Jyotish Shastra shows way to cool down Inauspicious planets

 •  
 • રત્ન ધારણ કરતા પહેલાં કુંડળીનો અભ્યાસ કરવો જરૂરી
 • મંત્રોચ્ચારણ, યંત્રપૂજન, દાન, જડીબુટ્ટીના ઉપયોગ વગેરે ગ્રહોને અનુકૂળ કરવાના ઉપાયો છે
   
 •  


ધનંજય પટેલ, ધર્મ દર્શન ડેસ્ક: જીવન કે નસીબથી ભાગ્યે જ કોઈ સંતુષ્ટ હોય છે, કારણ કે મનુષ્યને હંમેશાં તેની પાસે છે તેનાથી વધારે મેળવવાની ઇચ્છા રહે છે. ક્યારેય આ વધારે મેળવવાની ઇચ્છા જ જીવનને દુ:ખ અને કષ્ટોથી ભરી દે છે. આ સિવાય જ્યારે કુંડળીના ગ્રહો ખરાબ ચાલી રહ્યા હોય ત્યારે પણ જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. જ્યોતિષ અનુસાર ગ્રહોના બળાબળ અનુસાર જાતકને તેના જીવનમાં સુખ-દુ:ખ મળે છે. જેમ ડૂબતો માણસ તરણું પકડે તેમ દુ:ખના દરિયામાં તણાઈ રહેલો માણસ જ્યોતિષનો સહારો લે છે. જ્યોતિષશાસ્ત્રમાં અશુભ ગ્રહોને શુભ કે શાંત કરીને અનુકૂળ બનાવવાના ઉપાયો વર્ણ‌વામાં આવ્યા છે. જેમ કે રત્નધારણ, રુદ્રાક્ષ ધારણ, દેવદર્શન, મંત્રોચ્ચારણ, યંત્ર તથા વાસ્તુ, દાન, જડીબુટ્ટીનો ઉપયોગ કે તેનું સ્નાન, વિસર્જન, હવન અને જમીનમાં દાટવું વગેરે. જાતક આમાંથી કોઈ પણ ઉપાય કરે તો સમાન ફળ મળે છે. માટે જે ઉપાય અનુકૂળ હોય તે કરવો જોઈએ.

* રત્નધારણ
રત્નશાસ્ત્ર અનુસાર રત્નો ગ્રહોમાંથી આવી રહેલી રશ્મિઓને શોષીને શરીરને આપે છે. તેથી શુભ ગ્રહોની રશ્મિઓ વધારે પ્રમાણમાં મળી રહે તે માટે જે-તે ગ્રહનું રત્ન ધારણ કરવું જોઈએ. તેનાથી ગ્રહોની અનુકંપા મળે છે. જે-તે ગ્રહના કારકત્વમાં આવતી બાબતોમાં રત્નધારણથી શુભ ફળ મળે છે. જોકે, રત્ન ધારણ કરતા પહેલાં કુંડળીનો અભ્યાસ કરવો જરૂરી છે અને જે ગ્રહ નબળા કે ખરાબ ફળ આપનારો જણાતો હોય તેનું રત્ન ધારણ કરવું જોઈએ. રત્નધારણનો ઉપાય ખૂબ જ સરળ અને ઝડપથી લાભ આપનારો મનાય છે.

* રુદ્રાક્ષ ધારણ
- પુરાણો અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીનાં આંસુઓમાંથી થઈ છે. તેથી તેને ધારણ કરનારને દેવાધિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. 1થી લઈને 21 મુખી રુદ્રાક્ષ મળી આવે છે. જેમાંથી દુર્લભ એવો એક મુખી રુદ્રાક્ષ શિવજીનું પ્રતીક મનાય છે. સામાન્ય રીતે 4, 5 અને 6 મુખી રુદ્રાક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. જે ગ્રહ અશુભ સ્થાનમાં બેઠો હોય તેની અશુભતા ઓછી કરવા માટે અને શુભતા વધે તે માટે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે જાતકો રત્નો ખરીદીને ધારણ કરી શકે તેમ ન હોય તેમના માટે રુદ્રાક્ષ ધારણ કરવો શ્રેયકર હોય છે. ગ્રહોની અનુકંપા માટે અને અન્ય બાબતો માટે કેટલા મુખી રુદ્રાક્ષ ધારણ કરવો તે આ પ્રમાણે છે.

- 1 મુખી : સૂર્ય, 2 મુખી : ચંદ્ર, 3 મુખી : મંગળ, 4 મુખી : બુધ, 5 મુખી : ગુરુ, 6 મુખી : શુક્ર, 7 મુખી : શનિ, 8 મુખી : રાહુ, 9 મુખી : કેતુ, 10 મુખી : વ્યવસાય, 11 મુખી : લાભ, 12 મુખી: વિદેશ યાત્રા, 13 મુખી : આકર્ષણ માટે, 14 મુખી: શનિના વિશેષ પ્રભાવમાં, 15 મુખી : આર્થિક બાબતો માટે, 16 મુખી : રાહુના વિશેષ દોષમાંથી મુક્તિ, 17 મુખી : સર્વાર્થસિદ્ધિ, 18 મુખી : સર્વ દોષ મુક્તિ, 19 મુખી : સર્વકાર્ય સિદ્ધિ, 20 મુખી : ધનાર્જન તથા વ્યાવસાયિક ઉન્નતિ, 21 મુખી : સર્વદોષ નિવારણ તથા શનિ દોષની શાંતિ માટે.

- આ સિવાય પણ કેટલાક વિશેષ રુદ્રાક્ષ હોય છે. જેમ કે ગણેશ રુદ્રાક્ષ : વિઘ્નનાશક, ગૌરીશંકર રુદ્રાક્ષ : દાંપત્ય સુખ, ગૌરી ગણેશ રુદ્રાક્ષ : સંતાન સુખ તથા ત્રિજુટી રુદ્રાક્ષ : સર્વ મંગળની પ્રાપ્તિ માટે ધારણ કરવામાં આવે છે.

* દાન
કુંડળીમાં જે ગ્રહ અશુભ કે નિર્બળ હોય તેની વસ્તુઓનું દાન કરવાથી તે બળવાન બનીને શુભ ફળ આપે છે. સૂર્ય માટે મસૂરની દાળનું દાન, ચંદ્ર માટે જળનું દાન, મંગળ માટે ગોળનું દાન, બુધ માટે લીલા ઘાસચારાનું દાન, ગુરુ માટે પીળી (ખાસ કરીને ચણાની) દાળનું દાન, શુક્ર માટે ચોખા, શનિ માટે સરસવનું તેલ, રાહુ માટે કાળો કાંબળો તથા કેતુ માટે સપ્ત ધાનનું દાન કરવું જોઈએ. આ બધી વસ્તુઓ તે ગ્રહના કારકત્વમાં આવે છે. જોકે, દાન ગમે તેને ન કરતા સુપાત્રને જ કરવું જોઈએ.

X
Jyotish Shastra shows way to cool down Inauspicious planets
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી