Kanya Rashi 2018 (દૈનિક કન્યા રાશિફળ), Virgo Daily Horoscope, Virgo Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
કન્યા
(પ. ઠ. ણ.)
  • પોઝિટિવ
    પોતાની જાત ઉપર ધ્યાન આપી શકશો. સંબંધોને લઈને જે સમસ્યાઓ છે તે હલ થઈ જશે. તમને ફાયદો થશે. દિવસભર સક્રિય રહેશો. ગોચર કુંડળીમાં દસમા ભાવમાં ચંદ્રમા તમારા માટે ખાસ છે. પૈસાની સ્થિતિ ઉપર તમારે ધ્યાન આપવું પડશે. યાત્રાનો યોગ બની રહ્યો છે.
  • નેગેટિવ
    નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલો મોટો નિર્ણય ન કરો. ઉધાર આપેલા પૈસા પરત મળવવામાં મુશ્કેલી પડશે. અમુક લોકો તમારો વિરોધ કરી શકે છે. તમારા ઉપર ખોટું આળ લાગી શકે છે. ખર્ચમાં વધારો થશે. જરૂર કરતા વધારે ખર્ચ થશે. જરૂર પૂરતું જ બોલવું.
  • ફેમિલી
    પાર્ટનરની ભાવનાનું સન્માન કરો.
  • લવ
    પાર્ટનર ભાવુક થઈ શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    બિઝનેસમાં સમજી વિચારીને નિર્ણય લેવા. ખોટું બોલવાથી મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો હશે.
  • હેલ્થ
    સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી સર્જાશે. થાક પણ લાગશે.
  • ઉપાય
    હનુમાનજીના મંદિરમાં સિંદૂરનું દાન કરવું.
કન્યા
(પ. ઠ. ણ.)
  • પોઝિટિવ
    આ સપ્તાહ દરમિયાન કામ ઉપર ધ્યાન આપો. કોઈ નાની વાત આગળ જઈને તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કોઈ તમને ખુશ પણ કરી શકે છે. આર્થિક રીતે આ સપ્તાહ સારું રહેશે. નોકરી-ધંધાની ચિંતા દૂર થશે. રોજિંદા કામમાં સફળતા મળી શકે છે. મિત્ર સાથેની ગેરસમજ દૂર થઈ શકે છે.
  • નેગેટિવ
    ગુસ્સા ઉપર સંયમ રાખો. ગુસ્સાના કારણે તમારા કામ બગડી શકે છે. સાવધાન રહો. તમને ગેરસમજ પણ થઈ શકે છે. કોઈ જૂની વાત તમને પરેશાન કરી શકે છે.
  • ફેમિલી
    પાર્ટનર તમારી ભાવનાનું સન્માન કરશે.
  • લવ
    પાર્ટનર સાથે સમય વિતાવશો.
  • કેરિયર/પ્રોફેશન
    ભાગીદારી માટે સમય સારો છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ સફળતા મળશે.
  • હેલ્થ
    સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની બીમારીમાં રાહત મળશે.
  • ઉપાય
    એક સિક્કાને માટીમાં દાટી દેવો.
કન્યા
(પ. ઠ. ણ.)
  • પોઝિટિવ
    1થી 10 મે 2019 સુધી- શનિ, બુધ, શુક્ર તથા ચંદ્રની પૂર્ણ દ્રષ્ટિથી વિચારેલા કામ સરળતાથી સંપન્ન થશે. માતાથી સુખ મળશે. મિત્રોથી મુલાકાત થશે. નવા વેપારની રૂપરેખા બનશે. વેપારનો વિસ્તાર થશે. કાર્યસ્થળમાં સફળતા મળશે. શનિના ઢૈય્યાની અસર ઓછી થશે. 11થી 20 મે 2019 સુધી- એકાદશ ચંદ્ર તથા મંગળ-શનિની દ્રષ્ટિ હોવાથી તમને અપ્રત્યાશિત લાભ પ્રાપ્ત થશે. અટકાયેલા ધનની પ્રાપ્તિ થશે. માતાના સ્વાસ્થ્યને લાભ થશે. પરિવારનો સાથ અને સમર્થન મળશે. 12 અને 13 તારીખના સમય વિપરીત રહેશે તથા તેના પછી પક્ષનો થઈ જશે. લક્ષ્ય પ્રાપ્ત થશે અને સંતાનથી સુખ મળશે. 21થી 31 મે 2019 સુધી- શનિ તથા મંગળની દ્રષ્ટિ રહેશે. ચંદ્ર ચતુર્થ હોવાથી વ્યર્થના કામ વધુ થશે. 22ના સાંજે થોડી રાહત મળી શકે છે. 24 પછી સમય પૂર્ણ અનુકૂળ થઈ જશે. વેપાર ઉત્તમ રહેશે તથા નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત થશે. મહિનાના અંતમાં બધા જ પ્રકારના સુખ મળશે. યાત્રા સુખદ થશે અને મિત્રોથી મુલાકાત થઈ શકે છે.
  • નેગેટિવ
    2 અને 3 તારીખના કેટલીક સમસ્યાઓ આવી શકે છે. અન્ય સમયમાં કોઈ પરેશાની આવવાની શક્યતા નથી.
  • ફેમિલી
    જીવનસાથી તમને કોઈ સરપ્રાઇઝ આપી શકે છે. તમારા સંબંધો ખૂબ મજબૂત થશે. કોઈ પરેશાની સર્જાયતો સાથે મળીને દૂર કરશો. કોઈ પ્રકારના વિવાદનો સંકેત નથી. પરિવાર માટે સારા સમાચાર મળી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવશે. સંતાન તમારા પક્ષમાં રહેશે. ભાઈઓ સાથે થોડો વિવાદ થઈ શકે છે.
  • લવ
    પ્રેમીઓ માટે મહિનો સારો રહેશે.
  • કેરિયર/પ્રોફેશન
    નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ મહિને તમે તમારી યોજનાને અમલમાં મૂકી શકશો. કોઈ મોટ લાભ વેપારમાં મળી શકે છે. જોબમાં આ મહિને તમે સંપૂર્ણપણે પ્લાનિંગ મુજબ કામ પૂરા કરી શકશો. અચાનક તમને કોઈ મોટો લાભ મળી શકે છે. વિચારેલા કામ સમયસર પૂરા થશે, સન્માન મળશે.
  • હેલ્થ
    સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. તમે બીમારીઓથી ખૂબ રાહત મહેસુસ કરશો. જૂના રોગમાં સુધાર થશે.
  • ઉપાય
    ગણપતિની આરાધના કરો અને દૂર્વા અર્પિત કરો. કિન્નરોને સન્માન આપો અને રૂપિયા ભેટ કરો. કોઈ કન્યાને વસ્ત્ર દાન કરો.
કન્યા
(પ. ઠ. ણ.)
  • પોઝિટિવ
    આ વર્ષે આપની રાશિથી ગુરુનું ભ્રમણ પરાક્રમ સ્થાને થશે. જે આપના માટે ખૂબ પરિવર્તનકારક સૂચન કરે છે. બહુ મોટાં કષ્ટોમાંથી ગુરુની કૃપા આપને બચાવી શકે. આપને ભાગ્ય સંબંધિત દરેક બાબતો સરળ થતી હોય તેમ જણાય. માતા અને પિતાના સ્વાસ્થ્યની ચિંતા આપને સતાવે. ગૃહસ્થ જીવનમાં આપ યોગ્ય સમય આપી શકો. રાહુ આપની રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરશે જેને કારણે કેટલાંક અવરોધો અને વિલંબસૂચક કાર્યો થઇ શકે છે. તંગદિલી ધીરે-ધીરે હળવી થતી લાગે. કાર્યક્ષેત્રમાં અણધાર્યો બદલાવ આવી શકે છે આપની ચિંતા ઉપાધિ કે અશાંતિનાં વાદળો દૂર થતા અને નવા સુખનાં વાદળો બંધાતા ઉત્સાહ વધશે. આપની આશાઓ અને અપેક્ષાઓ આપને આપનું મન સ્થિર કરવામાં મદદરૂપ બને
  • નેગેટિવ
    શનિ મહરાજનું ભ્રમણ આપની રાશિથી ચોથા સ્થાને એટલે કે સુખ સ્થાને થશે. જેના કારણે માનસિક ઉદ્વેગ, શંકાકુશંકા રહ્યાં કરે. વધુ પડતી ચિંતાને કારણે આપની તબિયત નરમ ગરમ રહ્યા કરે. આપનાં અગત્યનાં કામોમાં રુકાવટને કારણે આપના મન પર બોજો રહ્યા કરે. વધુ પડતું મન અશાંત રહે તો શનિદેવની ઉપાસના, પૂજા-પાઠ કરવા. આ વર્ષે ધાર્યા કરતાં આવક ઓછી થાય, પરંતુ નાણાકીય આયોજન ખોરવાય નહિ. કોઈ નવી બચત થાય નહિ, પણ કરેલી બચતનાં નાણાં વેડફાય નહીં તેનું ધ્યાન રાખવું. આયોજન વગરનું રોકાણ કરવું નહિ. ઉઘરાણીના નાણાં પરત ના આવતા આપના આયોજનમાં મુશ્કેલી ઊભી થાય આપના વિદેશ જવાના મનસૂબા આ વર્ષે અધૂરા રહી શકે તેમ છે. વિદેશથી આપને લાભ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં વિદેશ જવું આપના માટે લાભદાયી નથી. જો ભારતમાં બધી રીતે સુખ પ્રાપ્ત કરી શકો તેમ હોવ તો વિદેશ જવાનો કોઈ અર્થ નહીં રહે. બંને જગ્યાએ સમાન સ્થિતિનો અનુભવ કરશો. ઉચ્ચ અભ્યાસની તક પોતાના વતનમાં મળતી હોય તો વિદેશ અભ્યાસ માટે જવું યોગ્ય નથી.
  • ફેમિલી
    અવિવાહિત લોકોને આ વર્ષે વિવાહ-સંબંધનું ગોઠવાય, પરંતુ લગ્નના મુહૂર્તમાં રુકાવટ આવી શકે છે માટે જ્યારે પણ લગ્નનું મુહૂર્ત જોવડાવો તે વખતે વર-વધૂનો કુંડળી મેડાપક કર્યા પછી વિવાહનું મુહૂર્ત નક્કી કરવું. દાંપત્યજીવન આપનું છે એના કરતાં પણ વધુ સારી પરિસ્થિતિમાં જીવી શકાય. આપના લાંબા લગ્નજીવનના કારણે એક બીજાની લાગણી અને મૂક પ્રેમને આપ બરાબર ઓળખી શકો. નાની-નાની ગેરસમજ દૂર કરશો તો સંબંધ વધુ સુદૃઢ બનશે. જીવનસાથીના નામે કોઈ પણ મિલકત લેશો તો તેનો બહુ ઝડપથી લાભ થશે. સંતાન બાબતે આ વર્ષે બનતા આપના ગ્રહયોગો તમારા માટે સુખનો દ્વાર ખોલી શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી જો ફેમિલી પ્લાનિંગ કરશો તો શક્ય છે કે સંતાનપ્રાપ્તિમાં વિલંબ થાય. વિદ્યાર્થીવર્ગના અભ્યાસ સંબંધમાં વિચાર કરીએ તો આ વર્ષ દરમિયાન સરળતાથી અભ્યાસ પૂર્ણ કરી શકાય. અભ્યાસમાં આવતી તમામ મુશ્કેલીઓને દૂર કરી શકશો.માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. તેમના વાલીઓએ અભ્યાસ અંગે સજાગ રહેવું પડશે. શાળા-કોલેજ તરફથી મહત્ત્વનો પ્રોજેક્ટ મળી શકે છે.
  • લવ
    આ વર્ષ આપના માટે પ્રેમ સંબંધોમાં અગ્નિપરીક્ષા જેવું પુરવાર થાય. આપના પ્રેમના અસ્તિત્વને ટકાવવા માટે આપે ઘણો સંઘર્ષ કરવો પડે. ઘણા બધા પ્રશ્નો આપને મૂંઝવ્યા કરે, પરંતુ આપને સાચા પ્રેમીનો પ્રેમ પ્રાપ્ત થાય. પ્રેમમાં એકબીજાને વફાદાર રહેવાથી સંબંધો ટકશે અને લગ્નસંબંધ સુધી પહોંચશે. આપની ચહિતી વ્યક્તિની ઘણી બધી મુશ્કેલીથી આપની ચિંતામાં વધારો થઈ શકે છે, પણ અંતે સંબંધો જરૂર મધુર બની રહેશે. વર્ષના અંત સુધીમાં આપના પ્રેમ સંબંધોમાં નવો વળાંક આવી શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    વર્ષના આરંભથી નોકરી બાબતે ખૂબ સતર્ક અને સાવધાન રહેવું. વારંવાર નોકરી બદલવી આપના માટે યોગ્ય નથી. કોઈ એક નોકરીની જગ્યા, સ્થાન કે પદ આપને લાભદાયી બનશે. ક્લાર્ક કે સફાઈ કામદારની નોકરી કરનારા મિત્રોને પ્રમોશન કે પગારવધારો થઇ શકે છે. નિવૃત્ત થયા પછી પણ પુનઃ નોકરી કરવાનો યોગ બને છે. વ્યાપાર માટે જે સ્થળની પસંદગી કરી હોય તે સ્થળને ખરીદી શકો છો. તેમજ ધંધામાં વૃદ્ધિ માટે નવા આયોજન લાભદાયી બનશે.
  • હેલ્થ
    કન્યા રાશિના મિત્રોએ આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવાની જરૂર છે. શારીરિક-માનસિક તકલીફનો સામનો કરવો પડી શકે તેમ છે. પગના ઘૂંટણની તકલીફને કારણે ઓપરેશન ઈત્યાદિના પ્રબળ યોગ બને. સમય જતા ધ્યાન ન આપો તો કમર સંબંધિત મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. જોકે, ગંભીર બીમારી હશે તો સારી રીકવરી થાય. આ વર્ષ દરમિયાન વધુ પ્રવાસ કરવો પડી શકે છે. ધાર્મિક યાત્રાથી આપને વધુ ફાયદો થાય. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ શક્તિપીઠનાં દર્શન કરવાથી આપનું મન સ્થિર રહે.
  • ઉપાય
    દર બુધવારે ગાયને પલાળેલા મગ ખવડાવવા. માતા ભગવતીનું પૂજન-અર્ચન કરવું . કુળદેવીનાં નિત્ય દર્શન કરવાં. તેમજ કંકુનું માતાને તિલક કરી પોતે પણ તિલક કરી કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી. શક્ય હોય તો દર આઠમના દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવવાથી લાભ અવશ્ય થશે. વિશાખા નક્ષત્રમાં શ્રીકૃષ્ણને 108 તુલસીપત્રો ચઢાવવા. ‘ૐ કાન્તિદાય નમ:|’ મંત્રનો રોજ પાંચ માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ