Kanya Rashi 2018 (દૈનિક કન્યા રાશિફળ), Virgo Daily Horoscope, Virgo Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  આજે ચન્દ્રમા ગોચર કુંડળીના પાંચમા ભાવમાં રહેશે. જેનાથી આજે તમારી જવાબદારી વધી શકે છે. જવાબદારી ગંભીરતાથી લેવી. આસપાસના લોકો તમારી પ્રસંશા કરશે. મકાન અથવા તો કામના સ્થળમાં ફેરફાર કરવાનો પણ વિચાર આવશે. નાણાંને લગતી બાબતો ઉપર વિચાર કરવો જરૂરી રહેશે. કેટલાંક મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. મનોરંજન માટે વધુ સમય ફાળવશો.
 • નેગેટિવ
  રોજબરોજના કામમાં થોડો સંઘર્ષ કરવો પડશે. મોટું જોખમ ખેડવા માટે આ સમય યોગ્ય નથી. કોઈ નવું વિચારવાની જરૂર નથી. નાણાં રોકવામાં સાવધાની રાખવી.
 • ફેમિલી
  પરિવારના સભ્યો અને બાળકો આપની પાસેથી મોટી અપેક્ષા રાખશે. જીવનસાથી તરફથી મદદ મળશે.
 • લવ
  કન્યા રાશિના અપરિણિત લોકોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. દિવસ પણ સારો રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  ધંધો કરતા લોકો માટે ફાયદો અપાવે તેવો સમય છે. રોકાણનો પણ ફાયદો થશે. ઈજનેરો માટે મહેનત કરવાનો સમય છે.
 • હેલ્થ
  રૂટિન ચેકઅપ કરાવી લેવું. શ્વાસને લગતી અથવા સિઝનલ બિમારી થવાનો સંભાવ. સાવધાન રહેવું.
 • ઉપાય
  વિરોધી પાત્રને મીઠાઈ ખવડાવવી.
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  આ સપ્તાહ દરમિયાન દરેક સ્થિતિમાં તમારી જાતને સંભાળી શકશો. જૂની મુશ્કેલીનું સમાધાન નિકળશે. પરિવારના કોઈ સભ્યના જીવનમાં બદલાવ આવવાના યોગ છે. મનની ભાવનાઓ વ્યક્ત કરવામાં સંકોચ ન કરો. જવાબદારીવાળું કામ તમને મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર થશે.
 • નેગેટિવ
  કામ અધૂરું હોવાના કારણે તમારો ડર વધશે. લવ લાઈફમાં લાપરવાહીના કારણે સંબંધો બગડી શકે છે. તમારા વ્યવહારના કારણે પ્રેમી માટે મુશ્કલ સ્થિતિ સર્જાશે. ભાગદોડ રહેશે.
 • ફેમિલી
  પાર્ટનરના સહકારથી ખુશીઓ મળશે.
 • લવ
  પ્રેમી સાથેના વિવાદનો ઉકેલ લાવવાનો સમય છે. પ્રેમીઓ માટે સપ્તાહ સારું રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરી માટે સપ્તાહ ઠીક ઠીક રહેશે. ધનલાભ થશે. ખર્ચ પણ વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે સપ્તાહ સારું રહેશે.
 • હેલ્થ
  પિત્તની પરેશાની થઈ શકે છે. જૂની બીમારીમાંથી છૂટકારો મળી શકે છે.
 • ઉપાય
  સિંદૂરમાં ચમેલીનું તેલ લગાવીને હનુમાનજીને ચઢાવવું.
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  1થી 10 જુલાઈ 2019 સુધી-શનિની દશમ પૂર્ણ દ્રષ્ટિ રાશિ પર છે. ચંદ્રનું ગોચર ઉત્તમ હોવાથી રાશિ બધી રીતે અનુકૂળ છે. સમસ્યાઓનો ઉકેલ આવશે તથા અનેક જગ્યાઓથી એક સાથે લાભ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે તથા નવા કામની પ્રાપ્તિ થશે. લગ્ન માટે માંગા આી શકે છે. 11થી 20 જુલાઈ 2019 સુધી-શનિની દ્રષ્ટિ પ્રાપ્ત થશે તથા ચંદ્રનું ગોચર દ્વિતીયમાં રહેશે. અન્ય ગ્રહોનો નેગેટિવ પ્રભાવ નહીં હોવાથી ચારેય તરફથી સફળતા પ્રાપ્ત થશે. આવક સારી બની રહેશે તથા કામ સમયસર પૂરા થશે. રોગમાં લાભ થશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. નવું કામ શરૂ કરી શકો છો. 21થી 31 જુલાઈ 2019 સુધી- શનિની પૂર્ણ દ્રષ્ટિ રાશિ પર રહેશે. 23 અને 24ના ચંદ્ર પણ દ્રષ્ટિ રાખશે. સમય બધી રીતે અનુકૂળ રહેશે. આવક ઉત્તમ તથા વેપારમાં પ્રગતિ થશે. યોજનાઓ સફળ રહેશે. સંપત્તિમાં વધારાના સંકેત છે. તમે કોઈ નવી યોજના બનાવી શકો છો. કોઈ જૂની સંપત્તિને વેચીને કોઈ નવી પ્રોપર્ટી લેવાનું મન બનશે.
 • નેગેટિવ
  25 અને 26તારીખે કેટલીક ચિંતાઓ રહી શકે છે. તેના પછી મહિનાના અંત સુધી કોઈ સમસ્યા આવવાની શક્યતા નથી.
 • ફેમિલી
  જીવનસાથીથી સમર્થન મળશે. તમને જીવનમાં કોઈ મહત્વપૂર્ણ માહિતી ખુશી વધારશે. કોઈ પણ પ્રકારના વિવાદના સંકેત નથી.
 • લવ
  સંબંધોમાં મધુરતા કાયમ રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  જોબમાં કોઈ પરેશાની નહીં આવે. કામ સમયસર પૂરા થશે. અધિકારી પ્રસન્ન રહેશે. કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો થવાથી તમને આરામ મળશે. વેપારમાં નવી તકોની સાથે જ નવા લોકોથી પણ સંપર્ક થશે. આ સંપર્ક તમને ભવિષ્યમાં કોઈ મોટો લાભ અપાવશે. ધનની આવક નિયમિત રહેશે. લાભ મળશે.
 • હેલ્થ
  સ્વાસ્થ્યમાં સુધારો રહેશે.
 • ઉપાય
  શનિદેવની આરાધના કરો. હનુમાનજીને ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો. કોઈ મંદિરમાં ફળનું દાન કરો.
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  આ વર્ષે આપની રાશિથી ગુરુનું ભ્રમણ પરાક્રમ સ્થાને થશે. જે આપના માટે ખૂબ પરિવર્તનકારક સૂચન કરે છે. બહુ મોટાં કષ્ટોમાંથી ગુરુની કૃપા આપને બચાવી શકે. આપને ભાગ્ય સંબંધિત દરેક બાબતો સરળ થતી હોય તેમ જણાય. માતા અને પિતાના સ્વાસ્થ્યની ચિંતા આપને સતાવે. ગૃહસ્થ જીવનમાં આપ યોગ્ય સમય આપી શકો. રાહુ આપની રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરશે જેને કારણે કેટલાંક અવરોધો અને વિલંબસૂચક કાર્યો થઇ શકે છે. તંગદિલી ધીરે-ધીરે હળવી થતી લાગે. કાર્યક્ષેત્રમાં અણધાર્યો બદલાવ આવી શકે છે આપની ચિંતા ઉપાધિ કે અશાંતિનાં વાદળો દૂર થતા અને નવા સુખનાં વાદળો બંધાતા ઉત્સાહ વધશે. આપની આશાઓ અને અપેક્ષાઓ આપને આપનું મન સ્થિર કરવામાં મદદરૂપ બને
 • નેગેટિવ
  શનિ મહરાજનું ભ્રમણ આપની રાશિથી ચોથા સ્થાને એટલે કે સુખ સ્થાને થશે. જેના કારણે માનસિક ઉદ્વેગ, શંકાકુશંકા રહ્યાં કરે. વધુ પડતી ચિંતાને કારણે આપની તબિયત નરમ ગરમ રહ્યા કરે. આપનાં અગત્યનાં કામોમાં રુકાવટને કારણે આપના મન પર બોજો રહ્યા કરે. વધુ પડતું મન અશાંત રહે તો શનિદેવની ઉપાસના, પૂજા-પાઠ કરવા. આ વર્ષે ધાર્યા કરતાં આવક ઓછી થાય, પરંતુ નાણાકીય આયોજન ખોરવાય નહિ. કોઈ નવી બચત થાય નહિ, પણ કરેલી બચતનાં નાણાં વેડફાય નહીં તેનું ધ્યાન રાખવું. આયોજન વગરનું રોકાણ કરવું નહિ. ઉઘરાણીના નાણાં પરત ના આવતા આપના આયોજનમાં મુશ્કેલી ઊભી થાય આપના વિદેશ જવાના મનસૂબા આ વર્ષે અધૂરા રહી શકે તેમ છે. વિદેશથી આપને લાભ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં વિદેશ જવું આપના માટે લાભદાયી નથી. જો ભારતમાં બધી રીતે સુખ પ્રાપ્ત કરી શકો તેમ હોવ તો વિદેશ જવાનો કોઈ અર્થ નહીં રહે. બંને જગ્યાએ સમાન સ્થિતિનો અનુભવ કરશો. ઉચ્ચ અભ્યાસની તક પોતાના વતનમાં મળતી હોય તો વિદેશ અભ્યાસ માટે જવું યોગ્ય નથી.
 • ફેમિલી
  અવિવાહિત લોકોને આ વર્ષે વિવાહ-સંબંધનું ગોઠવાય, પરંતુ લગ્નના મુહૂર્તમાં રુકાવટ આવી શકે છે માટે જ્યારે પણ લગ્નનું મુહૂર્ત જોવડાવો તે વખતે વર-વધૂનો કુંડળી મેડાપક કર્યા પછી વિવાહનું મુહૂર્ત નક્કી કરવું. દાંપત્યજીવન આપનું છે એના કરતાં પણ વધુ સારી પરિસ્થિતિમાં જીવી શકાય. આપના લાંબા લગ્નજીવનના કારણે એક બીજાની લાગણી અને મૂક પ્રેમને આપ બરાબર ઓળખી શકો. નાની-નાની ગેરસમજ દૂર કરશો તો સંબંધ વધુ સુદૃઢ બનશે. જીવનસાથીના નામે કોઈ પણ મિલકત લેશો તો તેનો બહુ ઝડપથી લાભ થશે. સંતાન બાબતે આ વર્ષે બનતા આપના ગ્રહયોગો તમારા માટે સુખનો દ્વાર ખોલી શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી જો ફેમિલી પ્લાનિંગ કરશો તો શક્ય છે કે સંતાનપ્રાપ્તિમાં વિલંબ થાય. વિદ્યાર્થીવર્ગના અભ્યાસ સંબંધમાં વિચાર કરીએ તો આ વર્ષ દરમિયાન સરળતાથી અભ્યાસ પૂર્ણ કરી શકાય. અભ્યાસમાં આવતી તમામ મુશ્કેલીઓને દૂર કરી શકશો.માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. તેમના વાલીઓએ અભ્યાસ અંગે સજાગ રહેવું પડશે. શાળા-કોલેજ તરફથી મહત્ત્વનો પ્રોજેક્ટ મળી શકે છે.
 • લવ
  આ વર્ષ આપના માટે પ્રેમ સંબંધોમાં અગ્નિપરીક્ષા જેવું પુરવાર થાય. આપના પ્રેમના અસ્તિત્વને ટકાવવા માટે આપે ઘણો સંઘર્ષ કરવો પડે. ઘણા બધા પ્રશ્નો આપને મૂંઝવ્યા કરે, પરંતુ આપને સાચા પ્રેમીનો પ્રેમ પ્રાપ્ત થાય. પ્રેમમાં એકબીજાને વફાદાર રહેવાથી સંબંધો ટકશે અને લગ્નસંબંધ સુધી પહોંચશે. આપની ચહિતી વ્યક્તિની ઘણી બધી મુશ્કેલીથી આપની ચિંતામાં વધારો થઈ શકે છે, પણ અંતે સંબંધો જરૂર મધુર બની રહેશે. વર્ષના અંત સુધીમાં આપના પ્રેમ સંબંધોમાં નવો વળાંક આવી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  વર્ષના આરંભથી નોકરી બાબતે ખૂબ સતર્ક અને સાવધાન રહેવું. વારંવાર નોકરી બદલવી આપના માટે યોગ્ય નથી. કોઈ એક નોકરીની જગ્યા, સ્થાન કે પદ આપને લાભદાયી બનશે. ક્લાર્ક કે સફાઈ કામદારની નોકરી કરનારા મિત્રોને પ્રમોશન કે પગારવધારો થઇ શકે છે. નિવૃત્ત થયા પછી પણ પુનઃ નોકરી કરવાનો યોગ બને છે. વ્યાપાર માટે જે સ્થળની પસંદગી કરી હોય તે સ્થળને ખરીદી શકો છો. તેમજ ધંધામાં વૃદ્ધિ માટે નવા આયોજન લાભદાયી બનશે.
 • હેલ્થ
  કન્યા રાશિના મિત્રોએ આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવાની જરૂર છે. શારીરિક-માનસિક તકલીફનો સામનો કરવો પડી શકે તેમ છે. પગના ઘૂંટણની તકલીફને કારણે ઓપરેશન ઈત્યાદિના પ્રબળ યોગ બને. સમય જતા ધ્યાન ન આપો તો કમર સંબંધિત મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. જોકે, ગંભીર બીમારી હશે તો સારી રીકવરી થાય. આ વર્ષ દરમિયાન વધુ પ્રવાસ કરવો પડી શકે છે. ધાર્મિક યાત્રાથી આપને વધુ ફાયદો થાય. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ શક્તિપીઠનાં દર્શન કરવાથી આપનું મન સ્થિર રહે.
 • ઉપાય
  દર બુધવારે ગાયને પલાળેલા મગ ખવડાવવા. માતા ભગવતીનું પૂજન-અર્ચન કરવું . કુળદેવીનાં નિત્ય દર્શન કરવાં. તેમજ કંકુનું માતાને તિલક કરી પોતે પણ તિલક કરી કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી. શક્ય હોય તો દર આઠમના દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવવાથી લાભ અવશ્ય થશે. વિશાખા નક્ષત્રમાં શ્રીકૃષ્ણને 108 તુલસીપત્રો ચઢાવવા. ‘ૐ કાન્તિદાય નમ:|’ મંત્રનો રોજ પાંચ માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ