Taurus Daily Horoscope (દૈનિક વૃષભ રાશિફળ), Vrishabha Rashi 2018, Taurus Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  કામકાજના સ્થળે બદલાવ આવશે. યાત્રા પણ થઈ શકે છે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા જૂના વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમે પોતાની જાતે કોઈ ખાસ કામ પૂરું કરશો. તમે તમારા કામમાં સફળ થશો. બીજા પ્રત્યે સંવેદનશીલ રહેશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સોરો રહેશે.
 • નેગેટિવ
  ચંદ્રમા ગોચર કુંડળીમાં આઠમાં સ્થાને રહેશે. અમુક બાબતમાં ભાગ્યનો સાથ મળશે નહીં. અચાનક ધનહાનિનો યોગ બની રહ્યો છે. તમે તમારા મિત્રને લઈને સંકટમાં મુકાઈ શકો છો. મિત્રો સાથે અણબનાવ બની શકે છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો. કોઈ પાસેથી આશા ન રાખવી. આત્મવિશ્વાસ હોવા છતા મનમાં ચિંતા રહેશે.
 • ફેમિલી
  દિવસ સારો રહેશે.
 • લવ
  પ્રેમનો પ્રસ્તાવ મૂકવા ઈચ્છો છો તો મૂકી દો, સફળતાના યોગ બની રહ્યા છે.
 • કેરિયર/પ્રોફેશન
  બિઝનેસ સંબંધી વિવાદ ઉકેલાય જશે. બિઝનેસમાં ફાયદો પણ થશે. ગ્લેમર જગતમાં કરિયર બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સફળતા મળશે.
 • હેલ્થ
  સ્વાસ્થ્યની બાબતમાં લાપરવાહી ન કરવી. કોઈ બીમારી તમને પરેશાન કરી શકે છે.
 • ઉપાય
  ગાયને ઘાસ ખવડાવવું.
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  આ સપ્તાહમાં નજીકના લોકોની મદદ મળશે. ઘરમાં લોકોની અવર-જવર રહેશે. ઘરનું રિપેરિંગ પણ કરાવી શકો છો. મકાન બદલવાનો વિચાર પણ કરી શકો છો. નવા કામની યોજના બનાવશો.
 • નેગેટિવ
  આ સપ્તાહમાં પરેશાની વધી શકે છે. કોઈપણ નવો નિર્ણય કરવાથી બચવું. માનસિક તણાવ પણ વધારે રહેશે. તમે કોઈ ખોટા સૂચનના કારણે ખોટી દિશામાં આગળ વધશો. સાવધાન રહેવું. કોઈપણ સૂચના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. ધારેલા કામ સમયસર પૂરા થવામાં મુશ્કેલી આવશે.
 • ફેમિલી
  પાર્ટનરનો પ્રેમ અને સહકાર મળી શકે છે.
 • લવ
  પાર્ટનરને સરપ્રાઈઝ આપી શકો છો.
 • કેરિયર/પ્રોફેશન
  પરિવાર અને કાર્યસ્થળે ખર્ચમાં વધારો થશે. બિઝનેસ કરનાર માટે આ સપ્તાહ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટ આ સપ્તાહ ઠીક નથી.
 • હેલ્થ
  પેટ સંબંધી બીમારી મુશ્કેલી સર્જશે.
 • ઉપાય
  વરિયાળી અને ખાંડ ખાવી.
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  સ્થાયી સંપત્તિથી તમને લાભ મળી શકે છે. જો કોઇ સંપત્તિ વેચવાની ઇચ્છા હોય તો, એ પ્લાન પર કામ કરી શકો છો. સારો આર્થિક લાભ થવાની શક્યતા છે. 1 થી 10 મે- ગુરૂ-મંગળનો પ્રભાવ થવાથી કાયદાકિય કાર્યોમાં વિજય મળશે. દુ:ખમાંથી છૂટકારો મળશે. વ્યાપારમાં પરિવારની સહાયતાથી સફળતા મળશે, નવા બિઝનેસની શરૂઆત થઈ શકે છે. પ્રેમમાં સફળતા મળશે. આર્થિક આધાર પણ સારો રહેશે. 11 થી 20 મે- ગુરૂની દ્રષ્ટિથી પૈતૃક અને અન્ય સ્થાયી સંપત્તિથી લાભ મળશે. દેવામાંથી મુક્તિ મળશે. ચંદ્રમા અનુકૂળ થવાથી ધનની પ્રાપ્તિના યોગ છે. અટકેલું ધન પાછું મળશે. સમય બધી જ રીતે સારો રહેશે. વિદેશ જતા લોકોને સફળતા મળશે. યોજનાઓ સફળ થશે અને લક્ષ્યની પ્રાપ્તિ થશે.
 • નેગેટિવ
  21 થી 31 મે- સૂર્ય બુધનો ગોચર અને ગુરૂની દ્રષ્ટિથી સમય ઓછી આવક અને મુશ્કેલીઓ સાથે શરૂ થશે. નગમતાં કામ કરવાં પડી શકે છે. 23 મેથી સમય તમારા પક્ષે થશે. આવક સાથે સહયોગ પણ મળશે. યાત્રા પર જવાની તક મળશે. સમસ્યાઓનું સમાધાન મળશે. મહિનાના અંતમાં ધનની અછત આવી શકે છે. વિવાદ પણ થઈ શકે છે.
 • ફેમિલી
  જીવનસાથી દ્વારા દરેક પ્રકારની ખુશી મળશે. એકબીજાની સમજણ અને તાલમેળ જબરજસ્ત રહેશે. પરિવાર માટે સમય બહુ શુભ રહેશે. કોઇ માંગલિક કાર્ય ઉત્સવ થશે, જેનાથી આખા કુટુંબ સાથે મુલાકાત થશે. સંતાનની ચિંતા દૂર થશે. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
 • લવ
  પ્રેમીઓ માટે આ મહિનો સારો રહેશે.પ્રેમમાં સફળતા મળશે.
 • કેરિયર/પ્રોફેશન
  વ્યાપારમાં લાભ આપતી પરિસ્થિતિઓ ઊભી થશે. કોઇ નવો સોદો મળી શકે છે. અચાનક ધનલાભની તક મળશે. બિઝનેસનું વિસ્તરણ થશે. નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. નોકરી માટે સમય બધી જ રીતે અનુકૂળ રહેશે. સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે. અધિકારીઓ પ્રસન્ન થશે. નવી તક મળી શકે છે. નવી જૉબ મળવાના યોગ છે.
 • હેલ્થ
  સ્વાસ્થ્યની બાબતમાં સમય ઠીક રહેશે. સાંધાનો દુખાવો અને હાડકા સંબંધિત તકલીફથી સાચવવું.
 • ઉપાય
  હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પિત કરો. સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ કરો. કોઇ ગરીબને કપડાંનું દાન કરો.
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  નાની પનોતી ચાલે છે જે રૂપાના પાયે છે તે ખૂબ લાભ કરાવે. વડીલોના આશીર્વાદથી ધારેલાં કાર્યો પૂર્ણ થાય. માનસિક સ્થિતિ અસ્વસ્થ કે વધુ ચિંતાવાળી રહેતી હોય તો આ વર્ષ દરમિયાન તેને શાંત અને સ્થિર બનાવી શકો છો. ટેન્શન ધીરે-ધીરે ઓછું થતું જાય. આપના સકારાત્મક વિચારોના બળે આપના પ્રયત્નો સફળ બને. તણાવ ઓછો થતા આધ્યાત્મિક બળ વધે. મન સ્થિર થવાથી વ્યવસાય અંગે સારું વિચારી શકાય.
 • નેગેટિવ
  આ સમયમાં ગુરુ આપની રાશિથી સપ્તમ સ્થાને ભ્રમણ કરશે. માનસિક, સામાજિક બાબતો આ વર્ષ દરમિયાન પ્રતિકૂળ બને. વર્ષના અંત ભાગમાં કોઈ પણ પ્રકારની વ્યથા, કોઈ પણ જટિલ પ્રશ્ન જેનું નિરાકરણ આપ સરળતાથી કરી શકો. ખાસ કરીને વાહન અંગે સાવધાની રાખવી.ગુરુકૃપાથી આ વર્ષ મિશ્ર ફળદાયી બનશે. શનિ મહરાજ આ વર્ષ દરમિયાન દુઃખ એટલે કે આઠમા સ્થાને રહેશે. આપની રાશિમાં નાની પનોતી ચાલે છે તેમ કહી શકાય. શનિના ગોચર ભ્રમણથી તન, મન અને ધનથી વધુ મુશ્કેલી અનુભવી શકાય. એક પછી એક આવકના સ્તોત્રોમાં ઘટાડો થતો જણાય. કૌટુંબિક સમસ્યાઓ વધતી જાય. આપની સ્થાવર-જંગમ મિલકતમાં ફેરફાર થવાના યોગ બહુ ઓછા બને છે. આપના જીવનસાથીના નામે રોકાણ કરવું હોય તો તે જુદી બાબત છે. પોતાના પિતાજીના નામે જમીનનું ખરીદ-વેચાણ લાભકારક રહેશે. પોતાના ઘર માટેના વિચારો કે અસમંજસ દૂર થઇ શકે છે.
 • ફેમિલી
  આપના દાંપત્યજીવનમાં આ વર્ષમાં ખૂબ શાંતિ રહે. જીવનસાથી સાથે જૂના જે ઝઘડા, મનદુ:ખ કે કોઈ તકરાર હોય તો તેનું સુખદ નિરાકરણ લાવી શકાય. દરેક ક્ષેત્રે આપના જીવનસાથીનો સંપૂર્ણ સહકાર આપને પ્રાપ્ત થઇ શકે છે. એકબીજાના જે પ્રશ્નો છે તે મનોમન સમજીને ગાંઠ દૂર કરી શકો છો. અવિવાહિત લોકોના લગ્ન સંબંધનું નક્કી થાય, પણ વિશ્વાસઘાત કે દગો થઇ શકે છે. માટે જે પણ પાત્ર પસંદ કરો તે સમજી વિચારી અને કુટુંબ-પરિવારની હાજરીમાં નક્કી કરવું તમારા માટે લાભકારક રહેશે. સંતાન બાબતે આ વર્ષ મિશ્ર ફળ મળે. જે અપેક્ષા રાખી હોય તે પૂર્ણ ના થતા આપનું મન ખિન્ન રહ્યા કરે. સંતાનોના અભ્યાસ સંબંધિત સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતાં આપનાં સંતાનોના બદલાયેલા વ્યવહારથી આપ અચરજમાં પડી શકો છો. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં ખાસ એકાગ્રતા રાખવી અને સખત મહેનત કરવી. આપના મિત્રોને કારણે આપના અભ્યાસમાં પીછેહઠ થાય નહિ તેન ખાસ કાળજી લેવી. પરીક્ષા સમયે તકલીફ પડશે, પરંતુ બહુ ચોકસાઈ રાખવાથી લાભ થાય. ઉચ્ચ ડિગ્રીના પ્રયત્નો સફળ થશે
 • લવ
  પ્રેમસંબંધ બાબતે નવું વર્ષ મિશ્ર ફળદાયી બનશે. જેના પર ભરોસો રાખો છો તે આપના ભરોસાને સત્યાર્થ પુરવાર ના કરે. આપ જેને પ્રેમ કરો છો તે પાત્ર આપની મિલકતને પ્રેમ કરતો હોય તેવું બની શકે. જો પ્રેમલગ્ન કરવાનો વિચાર આપે દૃઢ બનાવી દીધો હોય તો વધુ એક વખત કોઈની સલાહ લેવી, કેમ કે લગ્ન કર્યા પછી પસ્તાવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખવું. બંને પરિવારોની મરજીથી પ્રેમલગ્ન કરવાથી લગ્નજીવન શ્રેષ્ઠ રહેશે. આ વર્ષ દરમિયાન બગડેલા સંબંધો ધીરે-ધીરે સુધરી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરી તમારા માટે આ વર્ષે માથાના દુખાવા સમાન બનશે. કેમ કે આપ ગમે તેટલું કામ આપના બોસ માટે કરશો, પણ એમને તમારા કામથી સંતોષ નહિ થાય. નોકરીના કામથી પરદેશ જવાના યોગ બને છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી શોધવા દોડધામ કરવી પડે. ધંધામાં આ વર્ષ સામાન્ય ફળદાયી બની શકે છે. આપના ધંધાનો વ્યાપ વધારી શકો છો. જે ધંધાનું સ્થળ હોય તે કદાચ જો ભાડે લીધેલું હોય તો પોતાનું લઇ શકો છો. ધંધાના વિવાદો પૂરા કરી શકો છો.
 • હેલ્થ
  આપના સ્વાસ્થ્યનો વિચાર આપે કરવો જ પડશે કેમ કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ આપનો ગુરુ સારો હોવાથી શરીરમાં ચરબીની સમસ્યા વધી શકે છે. આંખનું કે હૃદયનું ઓપરેશન વર્ષના મધ્ય ભાગમાં કરાવવું યોગ્ય નથી. તમે તે ઓપરેશન આગળ-પાછળ કરાવી શકો છો. મુસાફરી આપને બહુ લાભકર્તા નથી માટે જરૂર વગરની મુસાફરી ટાળવી જ યોગ્ય રહેશે. વર્ષના અંત ભાગમાં પરિવારના સભ્યો સાથે મુસાફરીના યોગ બને છે. બધાની સાથે ભેગા થઇ ધાર્મિક યાત્રા-પ્રવાસ કરશો તો તે સફળ અને સુખકારક રહેશે.
 • ઉપાય
  આ વર્ષ આપે સફેદ ગાયની સેવા કરવી . ગાયનું દૂધ ગ્રહણ કરવું . ચોખા અને ખાંડનું દાન કરવું. વડના મૂળમાં ગળ્યું દૂધ અર્પણ કરવું . લાભ અવશ્ય થશે. મંગળવારના દિવસે ગણેશજીને દુર્વા અર્પણ કરવી તેમજ ગણેશ મંત્રથી ભગવાનનું પૂજન કરવું. શુક્રવારના દિવસે પાંચ કુમારિકાઓનું પૂજન કરવું ત્યારબાદ 16 શુક્રવાર સુધી દૂધ-ભાત અથવા ખીર-રોટલીનું ભોજન કરવું. ‘ૐ ઍં જં ગ્રીં શુક્રાય નમ:|’ મંત્રનો પાંચ માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ