Vrischika Rashi 2018 (દૈનિક વૃશ્વિક રાશિફળ), Scorpio Daily Horoscope, Scorpio Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  કોઇ મહત્વનું કામ પૂરું કરી સકશો. મોટાભાગની બાબતોમાં દિવસ સારો રહેશે. કેટલીક ઘટનાઓ કે કામ થઈ શકે છે જેનાથી તમને મોટો ફાયદો મળી શકે છે. વ્યવહાર કુશળતા અને સહનશક્તિથી કામ કરવું. અચાનક ધનલાભ થઈ શકે છે. અટકેલું ધન પાછું મળી શકે છે.
 • નેગેટિવ
  કેટલીક વસ્તુઓની ખરીદીમાં નુકસાન થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં દુશ્મનોથી સાવધાન રહેવું. કેટલાક ખોટા નિર્ણયો પણ લઈ શકો છો.
 • ફેમિલી
  ધન સંબંધિત બાબતોમાં પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે.
 • લવ
  પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું. તમાસો સંબંધ મજબુત થઈ શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  ખર્ચ અને કામ બન્ને આજે વધી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.
 • હેલ્થ
  ગળાનો રોગ સતાવી શકે છે.
 • ઉપાય
  પીપળાની પૂજા કરો.
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  સફળતા ધીમે ધીમે મળશે. લોકોનું વર્તન તમારા પ્રત્યે હકારાત્મક રહેશે. કાર્યક્ષેત્રમાં તમે વ્યવહારું બની રહેશો. અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે. નવા બિઝનેસની તક મળી રહેશે. નસીબનો સાથ મળી રહેશે.
 • નેગેટિવ
  આ સાત દિવસોમાં મુશ્કેલીઓ બહુ આવશે, જોકે મહેનત બાદ સફળતા પણ મળશે.
 • ફેમિલી
  અંગત જીવનમાં ચાલી રહેલ સમસ્યાઓ દૂર થશે.
 • લવ
  ગુસ્સા પર નિયંત્રણ રાખવું. વિચાર્યા વગર કઈંક બોલવાથી તમારા સંબંધો બગડી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  કોઇ નવો અને મોટો નિર્ણય લેતાં પહેલાં અનુભવીની સલાહ લેવી. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં આગળ વધવાની તક મળશે. નજીકના લોકોનો સહકાર મળી રહેશે.
 • હેલ્થ
  અપૂરતી ઊંઘના કારણે થાક અને અશક્તિ રહેશે.
 • ઉપાય
  પૂજા સ્થળની યોગ્ય સફાઇ કરવી.
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  15 માર્ચથી સમય અનુકૂળ થશે. વિરોધીનો અવાજ નરમ રહેશે તથા કામ સમયસર પૂરા થશે. આવક સારી બની રહેશે. પરેશાનીથી મુક્તિ પ્રાપ્ત થશે તથા સંતાનનો સાથ મળશે. વિવાદિત બાબતોમાં પક્ષ મજબૂત રહેશે તથા ભાઈઓથી મદદ પ્રાપ્ત થશે. યાત્રાથી લાભ થશે તથા નવા કામની પ્રાપ્તિ થશે. ગુરુ રાશિથી નીકળીને ધનમાં પ્રવેશ કરશે.
 • નેગેટિવ
  બિનજરૂરી કામમાં ખર્ચ થશે તથા બાધા ઉત્પન્ન થશે. વિવાદની સ્થિતિઓ પણ બની શકે છે. આવક બની રહેશે, પરંતુ તેનાથી વધુ ખર્ચ નહીં થાય. મદદની અપેક્ષા વ્યર્થ છે.
 • ફેમિલી
  પરિવારમાં કોઈ અણગમતો તણાવ રહી શકે છે. પારિવારિક બાબતોમાં થોડા ધીરજથી કામ લેવું પડશે.
 • લવ
  જીવનસાથીથી મદદ મળશે, પરંતુ કોઈ વિવાદ પણ થવાની શક્યતા છે. કોઈ પ્રકારની વાત પર ચર્ચા ન કરો.
 • કેરિયર/પ્રોફેશન
  શનિની સાડાસાતીની અસર રહેશે. જોબમાં પરિસ્થિતિઓ વિપરીત થઈ શકે છે. જોબ બદલાનો વિચાર પણ કરી શકો છો, પરંતુ નવી જોબ મળવામાં પરેશાની આવશે. કોઈ પણ મહત્વપૂર્ણ ડીલ અથવા કોઈ મોટું રોકાણ કરવાથી બચો. વેપારમાં ખર્ચ વધશે અને લાભ ઓછો થશે. કર્મચારીઓથી પણ વિરોધનો સામનો કરવો પડી શકે છે. સંપત્તિ સાથે જોડાયેલી કોઈ પણ બાબતને અત્યારે ટાળી દો. સંપત્તિ માટે સમય અનુકૂળ નથી. લાભ ઓછું અને નુકસાન વધુ થવાના યોગ છે.
 • હેલ્થ
  આ મહિને તમને માનસિક તણાવ અથવા થાક શક્ય છે. થોડું મેડિટેશન અને વર્કઆઉટ કરો. વિવાદોથી દૂર રહો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
 • ઉપાય
  ગાયને રોટલીમાં ગોળ રાખીને ખવડાવો. માતાના દર્શન કરો. વડીલોનો આશીર્વાદ લો.
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  આ વર્ષની શરૂઆત આપને ખૂબ સારા સમાચારથી પ્રાપ્ત થઇ શકે છે. જેના માટે કેટલાય સમયથી મહેનત કરો છો તે મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. ભારતમાં આપને લાભ છે જ, પરંતુ વિદેશમાં પોતાના વ્યવસાય અર્થે જવાથી વિશેષ લાભ મળશે. વિદ્યાર્થી મિત્રો જે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છે છે તેમના માટે વિદેશગમનનો માર્ગ મોકળો થશે. વિદેશથી સામાન ખરીદવો અને અન્ય દેશોમાં વેચવો વધુ સાનુકૂળ રહેશે. પ્રવાસ-યાત્રા માટે વિદેશ વિશેષ લાભદાયી રહેશે. સ્થાવર અને જંગમ મિલકતમાં જેટલી સાવધાની રાખશો તેટલો ફાયદો આપને થશે. આ વર્ષ દરમિયાન જમીનમાં ક્યાંય કશું ખોટું ન થાય તેની કાળજી લેશો. જે મકાન વેચવા માટેની માથાકૂટ આપ કરી રહ્યા છો તેના વેચાણથી આપને આનંદ થાય. પત્ની કે પુત્રવધૂ માટે સોના-ચાંદીના દાગીના બનાવી શકાય. શેરબજાર કે અન્ય સ્થાનોનું રોકાણ આપની સંપત્તિમાં વધારો કરશે. અગાઉ શેરબજારમાં રોકેલાં નાણાંનો ફાયદો થતા વિશેષ આનંદ પ્રાપ્ત થાય. આ વર્ષે ગુરુ મહરાજ આપની રાશિમાં જ ભ્રમણ કરે છે. જેથી આપને સામાન્ય માનસિક તાણની અનુભૂતિ થઇ શકે છે. ગુરુની દૃષ્ટિએ આપનું વર્ષ બહુ લાભ નહિ કે બહુ નુકસાન નહિ તેવું જાય. વર્ષના ઉત્તરાર્ધ દરમિયાન ગુરુની રાશિ બદલાતા ધીરે-ધીરે ધન પ્રાપ્ત કરતા હોવ તેમ લાગે. દરેક ક્ષેત્રોમાં સારામાં સારી તક પ્રાપ્ત કરી શકો.
 • નેગેટિવ
  આપને છેલ્લા કેટલાય સમયથી શત્રુઓ સાથે ઘર્ષણ અને વાદવિવાદ થાય. સંવત ૨૦૭૫નું વર્ષ આપના દરેક શત્રુઓનો ઉપદ્રવ શાંત કરશે. ગુસ્સેથી બોલી જવાના, બદલો લેવાના, ઈર્ષ્યા કરવાના સ્વભાવને કારણે આપની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. કોઈ પણ આકસ્મિક કોર્ટ-કચેરીના ધક્કા ખાવાથી આપનું મન વધુ તકલીફમાં આવી શકે છે. ક્યારેક એવું લાગે કે સામસામે કેસ કરવા કરતાં શાંતિથી જીવવું વધારે ગમે. આપની નીતિ સ્પષ્ટ હશે તો ચોક્કસ વિજય મળશે માટે આત્મવિશ્વાસથી આગળ વધવું. રાહુ મહારાજ આ વર્ષ દરમિયાન આપની રાશિથી દુઃખસ્થાને ભ્રમણ કરશે. આ કારણોસર આપને જીવનમાં ઘણાબધા ચડાવ-ઊતર જોવા પડે. આંખ, નાક, કાન, ગાળાની મુશ્કેલીઓ થઈ શકે છે. આ વર્ષ દરમિયાન એલર્જિક તેમજ ચેપી રોગોથી સાવધાન રહેવું. વર્ષના મધ્ય ભાગ પછી જીવનમાં થોડી સ્થિરતા આવતી જણાય. શનિ મહારાજ આપની રાશિથી આ વર્ષ દરમિયાન ધનસ્થાનમાં રહેશે. આર્થિક સમસ્યા અને નાણાકીય કટોકટી રહેશે. વિરોધી, શત્રુ ક્ષેત્ર લોકોની અસરને કારણે તકલીફોનો સામનો કરવો પડે. કોઈ પણ સ્થાને ઉઘરાણીની રકમ લેવા જતા નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે. સાથી કર્મીઓના અસહકારથી મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.
 • ફેમિલી
  આ વર્ષ દરમિયાન લગ્નજીવનમાં અણધાર્યાં પરિણામ આવે. પતિ કે પત્ની ધર્મ પરત્વેનો વિશ્વાસ ડગુમગુ થતો જોવા મળે. દાંપત્યજીવનમાં નાના-નાના કૌટુંબિક પ્રશ્નો આવે, પરંતુ તેનું શાંતિથી નિરાકરણ લાવવું. આપ સંયુક્ત કુટુંબમાં રહેતા હોવ તો બધાનો સારો સહયોગ પ્રાપ્ત થાય. લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેવા જાતકોનાં લગ્ન થવાથી મન પ્રસન્ન રહે. આ વર્ષના ઉતરાર્ધમાં એવો પણ સમય આવી શકે છે કે સગાઇ કે સંબંધ કર્યો હોય તો વ્યવહાર કે અન્ય કારણોસર સગાઇ તૂટી શકે છે. આપના ગોચર દૃષ્ટિકોણમાં ગ્રહોની એટલી માથાકૂટ નથી, પરંતુ શક્યતઃ જન્મકુંડળીના અશુભ યોગોને કારણે સંતાન સંબંધિત પ્રશ્નો આપને વિલંબ કરાવે. વર્ષના ઉતરાર્ધમાં બની શકે છે કે આપને સારા સમાચાર પ્રાપ્ત થાય. અભ્યાસમાં મહેનત કરવા છતાં ભાગ્ય સાથ આપતું ન હોય તેવું લાગે. ખરેખર પરીક્ષાલક્ષી તૈયારી આપના જ્ઞાનને સંકુચિત બનાવશે. એમાં પણ ગણિત અને નામનાં મૂળતત્ત્વો જેવા વિષયોમાં છીછરું જ્ઞાન આગળ જતા આપના માટે મુશ્કેલી પેદા કરી શકે છે. રાહુને કારણે આ વર્ષે નવી વિદ્યા શીખવાના યોગ પણ બને છે.
 • લવ
  આ વર્ષ દરમિયાન લગ્નજીવનમાં અણધાર્યાં પરિણામ આવે. પતિ કે પત્ની ધર્મ પરત્વેનો વિશ્વાસ ડગુમગુ થતો જોવા મળે. દાંપત્યજીવનમાં નાના-નાના કૌટુંબિક પ્રશ્નો આવે, પરંતુ તેનું શાંતિથી નિરાકરણ લાવવું. આપ સંયુક્ત કુટુંબમાં રહેતા હોવ તો બધાનો સારો સહયોગ પ્રાપ્ત થાય. લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેવા જાતકોનાં લગ્ન થવાથી મન પ્રસન્ન રહે. આ વર્ષના ઉતરાર્ધમાં એવો પણ સમય આવી શકે છે કે સગાઇ કે સંબંધ કર્યો હોય તો વ્યવહાર કે અન્ય કારણોસર સગાઇ તૂટી શકે છે. આપના ગોચર દૃષ્ટિકોણમાં ગ્રહોની એટલી માથાકૂટ નથી, પરંતુ શક્યતઃ જન્મકુંડળીના અશુભ યોગોને કારણે સંતાન સંબંધિત પ્રશ્નો આપને વિલંબ કરાવે. વર્ષના ઉતરાર્ધમાં બની શકે છે કે આપને સારા સમાચાર પ્રાપ્ત થાય. અભ્યાસમાં મહેનત કરવા છતાં ભાગ્ય સાથ આપતું ન હોય તેવું લાગે. ખરેખર પરીક્ષાલક્ષી તૈયારી આપના જ્ઞાનને સંકુચિત બનાવશે. એમાં પણ ગણિત અને નામનાં મૂળતત્ત્વો જેવા વિષયોમાં છીછરું જ્ઞાન આગળ જતા આપના માટે મુશ્કેલી પેદા કરી શકે છે. રાહુને કારણે આ વર્ષે નવી વિદ્યા શીખવાના યોગ પણ બને છે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં આ વર્ષે આપને વિશેષ લાભ મળી શકે. કેટલાય સમયથી અટકેલી ફાઈલો કે રજૂઆતોનો અંત આવતા નોકરીમાં પ્રમોશન થઇ શકે છે. આપના પર જવાબદારીનો બોજો વધી શકે છે. સરકારી નોકરી સંબંધિત પરીક્ષાઓમાં સફળ થવાના પ્રબળ યોગ છે. સ્વતંત્ર વ્યવસાયથી આપ ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. વ્યવસાયને પ્રતાપે આપ નામ અને નાણાં બંને કમાઈ શકશો. સરકારી કામકાજોમાં ટેન્ડર પાસ થવાથી આપનો ધંધો વધે. એકંદરે વર્ષ વેપાર કરવા માટે સારું રહે.
 • હેલ્થ
  શનિની ત્રીજા પાયાની પનોતી આપને ચાલે છે, પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. જે જાતકો હૃદયરોગી હોય અથવા તો હૃદય સંબંધિત દવા લેતા હોય તો પોતાનું મેડિકલ ચેકઅપ સમયાંતરે કરાવતા રહેવું. શ્વાસ તેમજ બ્લડપ્રેશરના રોગથી સાવધાન રહેવું. આ વર્ષે પ્રવાસનાં જુદાં જુદાં માધ્યમો આપને મળશે. વિશેષ કરીને ફરવા-હરવા માટે કે આનંદ કરવાનાં સ્થળોએ આપ જઈ શકો છો. પરિવાર સાથેની આપની યાત્રા આપને લાભ કરાવે. આખા વર્ષ દરમિયાન વ્યવસાય અર્થે નાની-નાની યાત્રા વારંવાર કરવી પડે.
 • ઉપાય
  આપની તમામ મુશ્કેલી દૂર કરવા માટે શ્રીયંત્રની પૂજા કરવી. જો શક્ય હોય તો આપના ઘરે પારદનું શ્રીયંત્ર લાવી પ્રસ્થાપિત કરશો તો લાભ થશે. અન્યથા કોઈ પણ શ્રીયંત્રનું માતા લક્ષ્મીનું સ્મરણ કરતા પંચામૃતથી રોજ અભિષેક, પૂજન-અર્ચન કરવાથી લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં સુખ-શાંતિ આવશે. સુદ અને વદ પક્ષની આઠમના દિવસે ચંડીપાઠ કરવો લાભદાયક રહેશે. ‘ૐ વરણ્યાય નમ:|’ મંત્રનો રોજ 3 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ