Dhanu Rashi 2018 (દૈનિક ધન રાશિફળ), Sagittarius Daily Horoscope, Sagittarius Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  તમારા મનમાં જે યોજના ચાલે છે તેના પર કામ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ભાઈ અને મિત્રોની મદદથી તમારો દિવસ સુધરી જશે. તમને રોચક જાણકારી મળી શકે છે. પૈસાનું રોકાણ કરતા પહેલા જાણકારી મેળવી લેવી. કામમાં તમારું મન લાગશે. યાત્રા થવાનો યોગ છે.
 • નેગેટિવ
  નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલું રહસ્ય જાહેર થઈ શકે છે. તમારી બચત સમાપ્ત થઈ શકે છે. ધનહાનિનો યોગ બની રહ્યો છે. સંભાળીને રહેવું. અમુક સ્થિતિ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. અધૂરી માહિતીના આધારે કરેલા કામથી તમને મુશ્કેલી થશે.
 • ફેમિલી
  લગ્નજીવનમાં મધુરતા આવશે.
 • લવ
  પાર્ટનર કહ્યા વગર તમારી વાત જાણી શકશે. સંબંધ મજબૂત બનશે.
 • કેરિયર/પ્રોફેશન
  બિઝનેસ માટે દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
 • હેલ્થ
  એસિડિટી અને પેટની બીમારી થઈ શકે છે.
 • ઉપાય
  બે તુલસીપત્ર ખાવા.
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  આ સપ્તાહ સારું રહેશે. તમારા મોટા ભાગના કામ અચાનક પૂરા થશે. કામનું જે પણ ફળ મળે તેને સ્વિકારી લેવું. તારા મોટા ભાગના નિર્ણય સાચા હશે. તમારું મન સ્થિર રહેશે. અટવાયેલા કામ પૂરા થશે. તમારા ધ્યાનને મહત્વપૂર્ણ કામ પર જ રાખો. ખાસ મિટિંગ પણ થઈ શકે છે. બીજા લોકોને તમારી વાત મનાવી શકશો.
 • નેગેટિવ
  મનમાં શંકા ઉદભવી શકે છે. કામમાં મન લાગશે નહીં. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતા વધશે. કોઈને પૈસા ઉધાર ન આપો.
 • ફેમિલી
  પાર્ટનરના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
 • લવ
  પાર્ટનર પ્રત્યેના તમારા વ્યવહારને સુધારવો.
 • કેરિયર/પ્રોફેશન
  કાર્યક્ષેત્રમાં વાતાવરણ પહેલા જેવું જ રહેશે. સમસ્યાઓ પણ આવશે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. અભ્યાસમાં મન લાગશે. સાથીદારોની મદદ પણ મળશે.
 • હેલ્થ
  પેટની બીમારી મટી જશે.
 • ઉપાય
  લક્ષ્મીજીને હળદર અને ચંદનનું તિલક કરવું.
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  1 થી 10 મે- વિવાદોમાં વિજય મળશે. જરૂરી કામ માટે લોન લેવી પડી શકે છે. કામ પ્રત્યે ગંભીર રહેવું. બિઝનેસમાં ફાયદો થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ થશે. પ્રેમમાં સફળતા મળશે અને લગ્ન જીવન સુખી રહેશે. 11 થી 20 મે- વિદેશ અને સંતાન દ્વારા ફાયદો થશે. બિઝનેસમાં પ્રગતિ થશે. કાર્યસ્થળ પર વાતાવરણ સુખદ રહેશે. સંતાન દ્વારા સુખ મળશે. 21 થી 31 મે- સમય બધી જ રીતે અનુકૂળ રહેશે. બિઝનેસમાં પ્રગતિ રહેશે. પ્રેમી સાથી સાથે મળવાનું થશે. કાર્યસ્થળ પર તાલમેળ સારો રહેશે.
 • નેગેટિવ
  19-20એ રોકાણ માટે સમય ઠીક નથી. લાલચથી બચવું.27-28 એ આવકમાં થોડો ઘટાડો થશે. 29 બાદનો સમય સારો છે.
 • ફેમિલી
  જીવનસાથીનો વ્યવહાર સારો રહેશે. કોઇ વિવાદ નહીં રહે.પરિવાર માટે સમય બહુ સારો છે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કોઇ સારા સમાચાર મળશે. સંતાનથી સુખ મળશે.
 • લવ
  પ્રેમ લગ્ન કરવા ઇચ્છતા લોકોને સફળતા મળશે. કોઇ સારા સમાચાર મળી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે. આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. અધિકારીઓ અને સહકર્મીઓનો સારો સહયોગ મળશે. લાભના અવસર મળશે. વ્યાપાર માટે પરિસ્થિતિ અનુકૂળ છે. આ મહિને કોઇ મોટી સમસ્યા નહીં આવે. કોઇ તકલીફ આવશે તો પણ તમે તેને હલ કરી લેશો.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય માટે સમય ઠીક છે. સાંધામાં થોડી તકલીફ થઈ શકે છે. જૂની બીમારીઓની નિયમિત તપાસ કરાવવી.
 • ઉપાય
  શિવજીનો પંચામૃતથી અભિષેક કરો. સોમવારે ऊं નમ: શિવાયનો જાપ કરો. વડીલો અને ગુરૂજનોના આશીર્વાદ લો.
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  વિદેશ સંબંધમાં આ વર્ષે આપને નોંધપાત્ર સુધારો થાય. વિદ્યાર્થીમિત્રો જે વિદેશ જવાના પ્રયત્નો કરે છે તેમના પ્રયત્નો સાર્થક બને. જે જાતકોનાં સ્વજનો વિદેશમાં રહેતાં હોય તેઓ કોઈ માંગલિક પ્રસંગે વિદેશ જઈ શકે છે. આ વર્ષ દરમિયાન વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો વ્યવસાયના કરે છે તેમને વિદેશમાં આવક ઊભી કરવાની તક મળી શકે છે. જે લોકો પૂર્વના દેશોમાં જવાનો વિચાર કરી રહ્યા હોય તેમને વધુ સફળતા મળે. વારસાગત પ્રાપ્ત થયેલી મિલકતમાં વધારો-ઘટાડો કરવાના યોગ આ વર્ષે બની શકે છે. ખેતીલાયક જમીન લઇ ગ્રીન હાઉસ જેવા પ્લાન વિચારી શકો છો જે ફાયદાકારક રહેશે. આ વર્ષે આપ જરૂરિયાત મુજબનું મકાન વસાવી શકો છો. પ્લોટ, દુકાન, ફેક્ટરીના શેડ, પેટ્રોલ પંપ જેવી જગ્યાઓમાં આ વર્ષ દરમિયાન રોકાણ થઇ શકે છે. આપની સંપત્તિમાં કોઈ ભાગીદારનો ઉમેરો કરવો હોય તો ઉમેરો કરી શકાય છે. એકંદરે સંપત્તિની દૃષ્ટિએ આ વર્ષ સારું રહે. આપની રાશિથી રાહુનું સપ્તમ સ્થાનનું ભ્રમણ આપને યશ અને વિજય અપાવી શકે છે. પ્રતિષ્ઠા સાથે ધનપ્રાપ્ત થવાથી આપનાં આનંદ અને ઉત્સાહમાં વધારો થશે. રાહુના કારણે બની શકે છે કે સમાજનાં અગત્યનાં અને સેવાનાં કાર્યોમાં આપનું પદાર્પણ વધે. સેવાકીય પ્રવૃત્તિને કારણે આપનો સમય સારી રીતે પસાર કરી શકો. આપની રાશિનો અધિપતિ ગુરુ બારમા ભાવે ભ્રમણ કરશે જેના કારણે વધુ ને વધુ મુસાફરીના યોગ બને. એકંદરે આપનો ગુરુ આપને સૌથી વધુ વ્યય કરાવી શકે છે. લક્ષ્મીજી સ્થિર ન થતાં આપની આવક સારી હોય, પરંતુ આપ બચત ન કરી શકો. ગુરુકૃપાથી આ વર્ષે સરકારી નોકરીની શક્યતાઓ વધુ છે. સામાજિક મુશ્કેલીઓ દૂર થશે.
 • નેગેટિવ
  આ વર્ષ દરમિયાન ઘણા બધા ખર્ચ આવી શકે તેમ છે. નાણાનું આયોજન ગણતરીબદ્ધ કરશો તો બહુ વાંધો નહિ આવે. ધનાધિપતિ મંગળના કારણે ભાગીદારોમાં ખટરાગ થવાની શક્યતાઓ છે. શેરબજારમાં કે લોટરી-જુગારમાં નાણાં કે રોકાણ કરવું નહિ. આ વર્ષ દરમિયાન આરોગ્યના પ્રશ્ને આપનાં નાણાં ખર્ચાઈ શકે છે. ગ્રહોની માયાજાળના કારણે આપ ન ઈચ્છતા હોવ તો પણ કોઈની સાથે દુશ્મનાવટમાં પડી શકો છો. જરૂરી નથી કે દુશ્મન કોઈ બહારનો હોય. તે કુટુંબમાંથી પણ હોઈ શકે છે. નાના મતભેદોને કારણે કુટુંબ-પરિવારમાં સંબંધોમાં તિરાડ પડી શકે છે. વર્ષ દરમિયાન ભાઈ ભાઈના મુદ્દે જમીન વિભાજન સંબંધમાં ઘર્ષણ થઇ શકે છે. આપને મનદુઃખ થતા કુટુંબના વડીલ વ્યક્તિ કે કોર્ટનો સહારો આપ લઇ શકો છો. કોઈ જૂના મુદ્દા કોર્ટમાં ચાલતા હોય તો સમાધાન થકી તેનો નિર્ણય આવી શકે છે. કારણ વગરનો ગુસ્સો કે અહંકાર આપને મોટી મુશ્કેલીમાં ધકેલી શકે છે. શનિ ગ્રહ આ વર્ષ દરમિયાન આપની રાશિમાં જ રહેશે જે આખા વર્ષ દરમિયાન બદલવા પામતા નથી. એકંદરે આપને સાડાસાતીનો બીજો તબક્કો છે એમ કહી શકાય. આ કારણોસર આપની શારીરિક પીડા, આર્થિક પીડા, ભાઈ-બહેનથી પીડા, ભય, તણાવ જેવી બાબતો સતાવી શકે તેમ છે. નકારાત્મક વિચારો ઉપર કાબૂ રાખવો.
 • ફેમિલી
  આવનારું વર્ષ આપના લગ્નજીવન અને દાંપત્ય માટે બહુ બધી ખુશીઓ લઇને આવનારું છે. પતિ અને પત્ની વચ્ચેનો કોઈ પણ કારણોવાળો વિયોગ દૂર થાય. નાની નાની વાતમાં જે કડવાશ સંબંધોમાં ઊભી થઇ હતી તેનું નિરાકરણ આવે. પત્નીના સહકારથી આપ સર્વત્ર વિજય પ્રાપ્ત કરી શકો. આ વર્ષે આપના લગ્નની તિથિ નક્કી થતાં આપનો ઉત્સાહ વધે. જે જીવનસાથીની શોધ આપ કરી રહ્યા હતા તે આપની ઈચ્છા અનુસાર પ્રાપ્ત થાય. લગ્નની સારી વાતો આવવાને કારણે આપનું મન પ્રસન્ન રહે. સંતાન અને અભ્યાસની દૃષ્ટિએ આવનારું આ વર્ષ મિશ્ર ફળદાયી બનશે. જે નાના મહેમાનના આગમનની તૈયારીઓ આપ કરી રહ્યા છો તે પૂર્ણ થાય. ખાસ કરીને દવા કે દુવા દ્વારા સંતાનસુખ આપને મળી શકે છે. સંતાનોના એડમિશન, પરીક્ષા કે અન્ય બાબતો સરળ બનતા રાહત અનુભવશો. જોકે, સંતાનોના વિદેશ અભ્યાસના પ્રશ્ને આપને વધુ વિચારવું પડી શકે તેમ છે. વિદ્યાર્થીવર્ગ માટે અભ્યાસ આ વર્ષે વધુ અગત્યનો બનશે. માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી નોકરી શોધવાની તક પ્રાપ્ત થઇ શકે. ભૂગોળ, ઈતિહાસ અને ભાષાના વિષયોમાં મહેનત વધુ કરવી પડે.
 • લવ
  દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ અને પ્રિય પાત્ર અગત્યનું સ્થાન ધરાવે છે. આપની વ્યથા, વેદના અને લાગણીને વાચા આપવાવાળી વ્યક્તિની શોધ પૂર્ણ કરી શકશો. જેને ઘણા સમયથી ઓળખતા હોવ એવા વ્યક્તિનો પ્રેમ આપને પ્રાપ્ત થઇ શકે છે. ખરેખર પ્રેમ શબ્દને ચરિતાર્થ કરવા માટે આપ ઉત્તમ ઉદાહરણ બની શકો છો. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે માતા-પિતા અને વડીલોના આશીર્વાદથી કોઈ પણ નિર્ણય લેવો. માત્ર સમય પસાર કરવા માટે આનંદ અને મોજના સાધન માટે જો આ પ્રવૃત્તિ કરતા હોવ તો તે છોડી દેવી.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરી એ આવકનો સ્તોત્ર ગણી શકાય. જે સ્થાને આપ નોકરી કરો છો તે સ્થાને નિષ્ઠાપૂર્વક કામ કરવાથી આપને બોસ તરફથી ખૂબ સન્માન પ્રાપ્ત થઇ શકે છે. વર્ષના મધ્ય ભાગમાં પોતાના અંગત કારણોસર નોકરી છોડવી પડી શકે તેમ છે. વ્યવસાયમાં જો અગાઉના વર્ષે વધુ રોકાણ કર્યું હોય તો આ વર્ષે નહિ કરવાની સલાહ છે. ધંધામાં રોકાયેલાં નાણાં પાછાં આવે તો અન્ય ધંધો પ્રસ્થાપિત કરી શકાય છે. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા શ્રેષ્ઠ સમય છે.
 • હેલ્થ
  વર્ષના આરંભે આપના ગ્રહો આપને સહકાર નથી આપી રહ્યા માટે શારીરિક બાબતમાં આપે ખાસ કાળજી રાખવી. દવાઓ સમયસર લેવી. કોઈ પણ મેડિકલ રિપોર્ટ કરાવવામાં મોડું ન કરવું. ફેફસાં, આંતરડા સંબંધિત મુશ્કેલી સર્જાતા ઓપરેશનના યોગ નકારી ન શકાય. માતા-પિતાનું આરોગ્ય આપને ચિંતા કરાવે. આ વર્ષે સુંદર પ્રવાસનું આયોજન થઇ શકે છે. સામાજિક રીતે કુટુંબ સાથેનો પ્રવાસ આપની માનસિક શાંતિ માટે વધુ જરૂરી બને. ધાર્મિક પ્રવાસથી આપના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય.
 • ઉપાય
  આપ જેટલું પણ દાન કરશો એટલો ફાયદો થશે. સૌ પ્રથમ પૂર્ણિમાના દિવસે દાળ અને ચણાનું દાન કરવું. શનિવારના દિવસે ગોળ તેમજ કેળાનું દાન કરવું. ગુરુની સેવા કરવી. કોઈ પણ શુભ કાર્ય કરવા જાવ તે પહેલાં પોતાની જીભ પર કેસર મિશ્રિત જળ મૂકવું લાભદાયી રહેશે. ભાગ્યની ઉન્નતિ માટે સોનાનાં ઘરેણાં પહેરવા લાભદાયક છે. ગુરુવારે 7 સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાથી લાભ થાય. ‘ૐ ર્જાં ર્જી ર્જૌં જા: બૃહસ્પતયે નમ:|’ મંત્રનો 3 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ