Meen Rashi 2018 (દૈનિક મીન રાશિફળ), Pisces Daily Horoscope, Pisces Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    સંતાનની બાબતમાં સારા સમાચાર મળી શકે ચે. બિઝનેસમાં કામ વધારે રહેશે. કોઈ ખાસ કામ માટે તમારે યાત્રા કરવી પડશે. કામમાં લોકોનો સહકાર મળશે. દૂરના લોકો સાથે વાતચીત થઈ શકે છે.
  • નેગેટિવ
    ચંદ્રમાની સ્થિતિના કારણે આજે નુકાસન થઈ શકે છે. બીજાનું ખરાબ કરવાનું વિચારવાથી પોતાનું નુકસાન થઈ શકે છે. મૂંઝવણ રહેશે. થાક લાગશે. જવાબદારીઓને પૂરી કરવામાં મન લાગશે નહીં.
  • ફેમિલી
    પાર્ટનર તરફથી સહકાર મળી શકે છે.
  • લવ
    લવ લાઈફમાં સાવધાન રહેવું. ગુપ્ત વાત તમારી સામે આવી શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    બિઝનેસમાં નવી સંભાવનાને શોધવા માટે સમય યોગ્ય નથી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મન રાખવું.
  • હેલ્થ
    પેટની બીમારી થઈ શકે છે.
  • ઉપાય
    હનુમાનજીના મંદિરમાં લાલ દોરો ચઢાવવો.
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    ધનલાભ સાથે ખર્ચ પણ વધશે. મહત્વના કામ માટે તમારો કોઈની મદદ લેવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં તમારી રુચિ વધશે. બીજાનો સાથ મળશે. બિઝનેસમાં ફાયદો થશે. મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. મુશ્કેલ લાગતા કામમાં સફળતા મળશે. મધુર વાણીથી તમે કામ કરાવી શકો છો.
  • નેગેટિવ
    આ સપ્તાહમાં તમેને સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. મોટા નિર્ણયોને ટાળવા. ખર્ચમાં વધારો થઈ શકે છે.
  • ફેમિલી
    પાર્ટનર જૂની વાતને લઈને નારાજ થઈ શકે છે.
  • લવ
    લવ લાઈફની દ્રષ્ટિએ આ સપ્તાહ સારું રહેશે.
  • કેરિયર/પ્રોફેશન
    વિદ્યાર્થીઓને સીનિયર્સની મદદ મળશે. બિઝનેસને લઈને સમય સારો રહેશે. ધનલાભ થઈ શકે છે.
  • હેલ્થ
    સ્વાસ્થ્યને લઈને આ સપ્તાહમાં ચિંતા રહેશે. જૂની બીમારી મટી શકે છે પરંતુ નવી બીમારી થઈ પણ શકે છે.
  • ઉપાય
    ભગવાન સૂર્યની ઉપાસના કરવી.
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    1થી 10 મે- ચંદ્રનું ગોચર અને રાશિ સ્વામી ગુરુની દ્રષ્ટિ તમારા ઉપર રહેશે. બુધ અને શુક્રનું ગોચર ભ્રમણથી કામનું ભારણ વધશે. ક્રોધ કરવો નહીં. 4-5 તારીખે સતર્ક રહો. આ સમય દરમિયાન આવકમાં ઘટાડો થશે. 11થી 20 મે- ગુરુની પંચમ દ્રષ્ટિ રહેશે. ભૌતિક વસ્તુઓ પર ખર્ચ વધશે. નવી સંપત્તિ ખરીદવાનું વિચારી શકો છો.
  • નેગેટિવ
    17-18 તારીખે કોઈની વાતોમાં આવવું નહીં. પોતાના નિર્ણય જાતે કરવા. નુકસાન થઈ શકે છે. 21થી 31 મે- દશમ ચંદ્ર છે. હરિફાઈનો સામનો કરવો પડશે. આળસનું પ્રમાણ વધુ રહેશે. 26થી 28 સધી તણાવ રહેશે. આવક ઓછી રહેશે. રહસ્યમય વાત બહાર આવશે. સાવધાન રહેવાનો સમય છે. 30 તારીખથી બધુ સામાન્ય થઈ જશે.
  • ફેમિલી
    લગ્નજીવન સામે સમય ઠીક ઠીક રહેશે. સંબંધોમાં ગંભીરતા આવશે. સંતાનોને લઈને યોજનાઓ બનાવશો.પરિવારમાં વિવાદ વધવાની આશંકા છે. બોલવા ઉપર નિયંત્રણ રાખવું. પરિવારના હિતમાં મોટો નિર્ણય લેવો પડશે.
  • લવ
    પ્રેમીઓ માટે પરીક્ષાનો મહિનો છે. પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. સંબંધમાં સાચવીને ચાલવું.
  • કેરિયર/પ્રોફેશન
    નોકરી માટે સમય સારો નથી. કામનું ભારણ અને તણાવ રહેશે. સાથી કર્મચારી સાથે વિવાદ થઈ શકે છે. લાભની તક મળશે.
  • હેલ્થ
    સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જૂના રોગ તમને પરેશાન કરી શકે છે. ખાવા-પીવા પર ધ્યાન આપો.
  • ઉપાય
    શિવ મંદિરમાં પૂજારીને દાન આપો. પક્ષીઓને ચણ નાખો. જરૂરિયાતમંદ અને ભિખારીઓને ભોજન આપો.
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    આ વર્ષ દરમિયાન ગુરુ મહારાજ આપની રાશિથી ગુરુસ્થાને પસાર થશે જેને કારણે આપને ભાગ્યની નવી તકો પ્રાપ્ત થઇ શકે છે. આપ મહત્ત્વની યોજનાઓ પરિપૂર્ણ કરી શકશો. ધાર્યા કરતાં આપની પ્રગતિ ખૂબ સારી રહે. વર્ષના મધ્ય ભાગમાં આપનાં કાર્યોમાં થોડી રુકાવટો આવી શકે છે, પરંતુ તેની કોઈ ચિંતા કરવી નહિ. શનિ આપની રાશિથી દસમે એટલે કે કર્મસ્થાને ભ્રમણ કરશે. જેના કારણે આપના કાર્યનો વિસ્તાર થઈ શકે છે. ધંધાના વ્યાપમાં વધારો થવાથી આપને ફાયદો થઇ શકે છે. જોકે, ધંધો પોતે સંભાળી શકો તો જ વ્યાપ વધારવો. કોઈના ભરોસે ખોટું સાહસ કરવું નહિ. શનિને કારણે આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે. સ્થાવર અને જંગમ મિલકતમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થઇ શકે છે જે આપના માટે લાભદાયી રહેશે. જમીનમાં મૂડી રોકાણ કરેલું હશે તેનું યોગ્ય વળતર મળશે. જમીનોના સોદામાં કોઈ પણ વ્યવહાર ખૂબ જ સાવધાનીથી કરવો. નવું કે મોટું ઘર ખરીદવાની ઇચ્છા આ વર્ષે પૂરી થતી જણાશે. નવી દુકાન કે શો-રૂમ ખરીદવાનું વિચારતા હોવ તો તેમાં જરાય મોડું કરશો નહીં. દસ્તાવેજ જેવા અગત્યનાં કાર્યોમાં સામાન્ય વિલંબ થઇ શકે છે. નવું વાહન વસાવવાનું સ્વપ્ન પૂરું થતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે વાદવિવાદ કે અબોલા ચાલતા હોય તો તેનું સુખદ નિરાકરણ લાવી શકો છો. કોર્ટના માધ્યમથી બે ભાઈ વચ્ચેનો વિખવાદ આ વર્ષ દરમિયાન પૂર્ણ થઇ શકે છે. કોર્ટ-કચેરી સાથે સંબંધિત કાર્યો કે જે કેટલાય સમયથી અટક્યાં હોય તે પરિપૂર્ણ થઇ શકે છે.
  • નેગેટિવ
    આપના વિરોધી માણસો, હિતશત્રુઓ અને કાનૂની બાબતોમાં આ વર્ષ દરમિયાન સતત મૂંઝવણ રહ્યા કરે. આપે જેના ઉપર સંપૂર્ણ ભરોસો કર્યો હોય તે વ્યક્તિ આપને વિશ્વાસઘાત કરી શકે છે. કેટલીક બાબતો કે પ્રશ્નોના ઉકેલથી શત્રુતા પણ મિત્રતામાં પરિણમી શકે છે. આવનારું આ વર્ષ વિદેશ સંદર્ભમાં ધારી હોય તેવી સિદ્ધિ અપાવે તેમ લાગતું નથી. આપને વિદેશ જવાની ઇચ્છા હોય, પરંતુ કેટલાક કારણોસર તમે જઈ શકશો નહીં. સરકારી કામકાજને કારણે અટકાયત ઊભી થઇ શકે તેમ છે, પરંતુ જો જન્મકુંડળીના ગ્રહો બળવાન નહિ હોય તો વિદેશ સંબંધમાં આપને સફળતા મળવી મુશ્કેલ છે. વિદ્યાર્થીબંધુ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના પ્રયત્નમાં સફળ થાય, પરંતુ વિદેશ ગયા પછી વધુ પડતા સંઘર્ષને કારણે પરત આવવાના યોગ પણ બને. રાહુ આપની રાશિથી વર્ષના પ્રારંભે ત્રીજા સ્થાને ત્યાર બાદ ચોથા સ્થાને ભ્રમણ કરશે. જેના કારણે આપનું માનસિક મનોબળ નબળું થઇ શકે છે. રાહુ કેટલીક બાબતોમાં એવી રીતે અસર કરે કે તમે જાણતા હોવા છતાં કેટલીક બાબતો પુરવાર ન કરી શકો. જેને કારણે આપના મનની સ્થતિ વણસી શકે છે. મકાનના પ્રશ્નો ગૂંચવાઈ શકે છે.
  • ફેમિલી
    લગ્નજીવનની બાબતમાં સંવત ૨૦૭૫નું વર્ષ આપના માટે નૂતન સૂર્યોદય સમાન બનશે. જેમના ગત વર્ષે લગ્નના યોગ નથી બન્યા તેમના લગ્નના યોગો આ વર્ષે પ્રબળ છે. કુંડળીને આધારે સંબંધ જોડવાનો વિચાર કરવો યોગ્ય રહેશે. વિવાહ-સંબંધમાં રુકાવટ આવતી હોય, સારું પાત્ર ના મળતું હોય તો શિવ આરાધના કરવાથી દાંપત્યજીવનનું સુખ મળશે. જીવનસાથીનો સહયોગ દરેક ક્ષેત્રમાં આપને પ્રાપ્ત થતા આપના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થાય. એકંદરે લગ્નજીવન અને દાંપત્યજીવન માટે આ વર્ષ સારું રહે. આવનારું આ વર્ષ સંતાનોની બાબતમાં પ્રગતિકારક રહે. ગુરુની સ્થિતિ બળવાન હોવાને કારણે પોતાનાં સંતાનોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ઝડપથી આવે. આપે જેવા સંતાનની કલ્પના કરી હોય તેવું સંતાન પ્રાપ્ત થવાથી આનંદમાં વૃદ્ધિ થશે. સંતાનોના ભાવિ અંગેની ચિંતા આપને સતાવે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ મહેનત કરી રહ્યા હોય તેમને કલ્પના પણ ન કરી હોય તેવું પરિણામ પ્રાપ્ત થાય. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકશો. ઇચ્છિત જગ્યા કે પ્રવાહમાં એડમિશન મળવાથી આનંદ અનુભવાય.
  • લવ
    જેને હૃદયથી ચાહો છો તે વ્યક્તિ સાથે આપના સંબંધોમાં ખટાસ આવી શકે છે. જેને કારણે આપની માનસિક સ્થિતિ વધુ કથળાશે. જો આપ પરિણીત હોવ અને કોઈની સાથે પ્રેમમાં હોવ તો સમાજમાં નીચું જોવું પડી શકે છે. આપના પ્રેમ માટે આપનો અભિગમ સ્પષ્ટ હશે, પરંતુ સામેવાળા પાત્રને આપની કદર ન હોય તેવું પણ બની શકે છે. એકંદરે એવું કહી શકાય કે પ્રેમ પ્રકરણમાં એક બાજુ ઘસાવવું પડે તેમજ ખૂબ ધ્યાન રાખવું પડે. બગડેલા સબંધો સુધારવા માટે આ વર્ષ આપના માટે કારગર સાબિત થશે. પ્રિયજન સાથેની મુલાકાતથી આનંદ થાય.
  • કેરિયર/પ્રોફેશન
    આ વર્ષ દરમિયાન નોકરીમાં લાભ મળે. જે બાબતો સંભવ ન લાગતી હોય તેવી બાબતો સંભવિત થતી જણાય. આપના ઉપર આવેલી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરવાથી ઉત્તરોત્તર પ્રગતિ થતી જણાય. ગ્રહ ગોચરને ધ્યાનમાં લેતા ધંધાકીય દૃષ્ટિકોણથી સાવધાન રહેવું આપના માટે લાભદાયી રહેશે. આપનો ધંધો ભલે નાનો હોય, પરંતુ પોતાની મહેનતથી ધીરે-ધીરે ધંધાને વેગ આપી શકાય. ધંધાના કામમાં જો કોઈ વેપારી પાસેથી માલ કે નાણાં લીધાં હોય તો સત્વરે પરત કરવાં. ખર્ચાનું પ્રમાણ નહીંવત્ રહેતા આપને આવકમાં સ્થિરતા જણાશે. જે સ્થાને નાણાં રોક્યાં છે તે નાણાં છૂટાં થવામાં કેટલોક સમય લાગી શકે છે. આ વર્ષે કોઈ નુકસાન કે ખોટા ખર્ચનો સામનો કરવો પડે. આંધળું સાહસ ચિંતાનું કારણ બનશે. એકંદરે એવું કહી શકાય કે નાણાકીય તંગી વર્તાશે નહિ. જે પ્રમાણે મહેનત કરશો તે પ્રમાણું ધન અર્જિત કરશો.
  • હેલ્થ
    આરોગ્ય બાબતે આ વર્ષ વધુ સંભાળવા જેવું બને છે. આપના શરીરનો ઘેરાવો તેમજ કદકાઠીના કારણે આપની મુશ્કેલીઓમાં વધારો થાય. મેદસ્વિતા વધતા ઘણીબધી મુશ્કેલીઓનો સામનો આપે કરવો પડે. ખાનપાન બાબતે ખાસ ધ્યાન રાખવું. ધંધાકીય પ્રવાસને કારણે આપને થાક તેમજ બેચેની જેવું લાગ્યા કરે. પરિવાર સાથે ધાર્મિક તેમજ ફરવાનાં સ્થળોએ પ્રવાસને કારણે બાળકો સાથે સારો સમય પસાર કરી શકો. નાનો પ્રવાસ યાદગાર બની રહે. વ્યાવસાયિક પ્રવાસ તમને થકવી નાખનારો સાબિત થાય.
  • ઉપાય
    કોઈ પણ ગુરુવારે બ્રહ્મભોજન કરાવવું અને ગરીબોને પીળાં વસ્ત્રોનું દાન કરવું. ઘરના આંગણમાં તુલસીનો ક્યારો અવશ્ય રાખવો. કોઈ સારા કાર્યના પ્રારંભમાં માતા–પિતાના આશીર્વાદ લઇ કાર્યનો પ્રારંભ કરશો તો નિશ્ચિત લાભ થશે. વિષ્ણુ ભગવાનની ચાંદીની પ્રતિમાનું ઘરના મંદિરમાં સ્થાપન કરીને દરરોજ પૂજન કરવું. ‘ૐ ગુરુવે નમ:|’ મંત્રનો દરરોજ 7 માળાજાપ કરવો. શુભ કાર્ય માટે બહાર જતી વખતે કપાળમાં ચંદનનું તિલક જરૂર કરવું.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ