Meen Rashi 2018 (દૈનિક મીન રાશિફળ), Pisces Daily Horoscope, Pisces Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    પોઝિટિવ આત્મવિશ્વાસ વધશે. ઓફિસમાં કેટલાંક મહત્વના કામ કરી શકશો. યોજનાઓની સાથે સાથે તમારે મહેનત કરવી પડશે તો સફળતા મળશે. ધીરજ રાખવી. પ્રેમ પ્રસંગની શરૂઆત થઈ શકે છે. હસી ખુશીમાં દિવસ પસાર કરી શકાશે. અધૂરા કામ પૂરા કરી શકાશે. કોઈ ખાસ વ્યક્તિની વાત સાંભળવી અને તે પ્રમાણે કાર્ય કરવું. નોકરી અને ધંધામાં સફળતા મળશે.
  • નેગેટિવ
    જુની વાતો અથવા વિચારોથી દુઃખી થઈ શકે છે. તમારો મૂડ ખરાબ રહેશે. ચિંતા વધી શકે છે. આ રાશિના લોકો ડિપ્રેશનમાં આવી શકે છે. પોતાની જાતને સંભાળવી. સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરવો.
  • ફેમિલી
    જીવનસાથી ભાવુક થઈ શકે છે.
  • લવ
    પાર્ટનરની ભાવનાઓનું માન જાળવો કરો.
  • કેરિયર/પ્રોફેશન
    ઓફિસ અથવા ફિલ્ડમાં વિવાદ થઈ શકે છે. ઉગ્ર થવાથી બચવું. નવી યોજનાઓ ઘડવાથી ફાયદો થઈ શકે છે.મહેનત મુજબ ફળ મળશે. મેડિકલ ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ માટે સારો સમય છે
  • હેલ્થ
    સ્વાસ્થ્ય બાબતે આપનો દિવસ શુભ રહેશે.
  • ઉપાય
    ચોખામાં સિંદુર ભેળવીને હનુમાનજીને ચઢાવો.
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    તમને નવો અનુભવ થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નવી વાત તમારી સામે આવી શકે છે. તમે આ સપ્તાહમાં એ જ કરો જે તમારું મન કહે છે. સંતાનનું સુખ મળશે. મનની વાત નજીકની વ્યક્તિને શેર કરી શકો છો.
  • નેગેટિવ
    ભાગીદારીમાં અને રોજિંદા કામમાં તાત્કાલિક નિર્ણય લેવાથી બચવું. સાવધાન રહેવું. એવું કામ કરવાથી બચવું જોઈએ જેમાં જોખમ હોય . કામમાં મન ઓછું લાગશે. પૈસાને લઈને કોઈ સાથે અણબનાવ થઈ શકે છે. નવી શરૂઆત માટે સપ્તાહ સારું નથી. ભૌતિક સુવિધા પાછળ ખર્ચ થઈ શકે છે. કામનું ભારણ રહેશે. અમુક સ્થિતિ મુશ્કેલી વધારશે.
  • ફેમિલી
    લગ્નજીવનમાં બદલાવની ઈચ્છા થશે. પાર્ટનરની ભાવનાને સમજવી.
  • લવ
    લવ લાઈફ સારી રહેશે.
  • કેરિયર/પ્રોફેશન
    અધિકારીનો સહકાર ન મળવાના કારણે તમે પરેશાન રહેશો. ચિંતા વધશે. વિદ્યાર્થીઓ માટે સપ્તાહ ઠીક ઠીક રહેશે.
  • હેલ્થ
    પેટની બીમારી થઈ શકે છે.
  • ઉપાય
    પાણીમાં બે ટીપા ગુલાબજળ નાંખીને સ્નાન કરવું.
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    1થી 10 જુલાઈ- ગુરુની દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે. મન વિચલિત રહેશે. ચંદ્રનું ગોચર આવકમાં વધારો કરશે. બીજા લોકોનો સહયોગ મળશે. જૂના મિત્રોને મળવાની તક મળશે. આસપાસના લોકો સાથે વિવાદ થઈ શકે છે. વિજળી અને ઊંચાઈથી સાવધાની રાખવી. 11થી 20 જુલાઈ- તમારા પ્રભાવમાં વધારો થશે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. કાર્યક્ષમતામાં વધારો થશે. આળસ જતી રહેશે. નવા લોકો તમારાથી પ્રભાવિત થશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. નોકરી મેળવવામાં સફળતા મળશે. 21 તારીખ પછી આવકમાં વધારો થશે. કામ સમયસર પૂર્ણ થશે. સરકારી કામમાં સફળતા મળશે.
  • નેગેટિવ
    3-4 તારીખે નવા કામમાં અવરોધ આવશે. 18-19 મન ઉદાસ રહેશે. 21થી 31 જુલાઈ- ચંદ્ર દ્વાદશ હોવાથી 22 સુધી મુશ્કેલી રહેશે. આંખ અને ખંભામાં દુખાવો થઈ શકે છે. શત્રુઓથી પરેશાની રહેશે.આ સમય દરમિયાન સંપત્તિમાં મોટું પરિવર્તન કે લાભ દેખાતો નથી.પરિસ્થિતિ સામાન્ય રહેશે. વિવાદિત જમીનની બાબતમાં સાવધાની રાખવી.
  • ફેમિલી
    પરિવારને સમય ઓછો આપી શકશો. પરિવાર વચ્ચે તાલમેલ જોવા મળશે. તમારી પ્રશંસા થશે. પરિવારમાં તમારો પ્રભાવ રહેશે. સહયોગ અને સમર્થન મળશે. લગ્નજીવનમાં સંબંધો રોમાન્ટિક રહેશે. નવા સંબંધોની શરૂઆત થશે.
  • લવ
    સંબંધોમાં મધુરતા જળવાય રહેશે. એકંદરે સમય સારો છે.
  • કેરિયર/પ્રોફેશન
    નોકરીમાં મન થોડું વિચલિત રહી શકે છે. ફોકસ કરવામાં મુશ્કેલી પડશે. મહિનાના મધ્યભાગમાં થોડી રાહત મળશે. નવો પ્રસ્તાવ મળી શકે છે. વેપાર માટે સમય સામાન્ય રહેશે. લાભના નાની તકો તમારી પાસે આવતી રહેશે. મોટા રોકાણ માટે સમય યોગ્ય નથી.
  • હેલ્થ
    સહેત માટે સમય સારો રહેશે. તમારા માટે ડાયટ પ્લાન કરી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો થવાના યોગ છે.
  • ઉપાય
    શિવ મંદિરના પુજારીને દાન કરો. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કોર. જરૂરીયાતવાળા લોકોને સફેદ કપડાં દાન આપો.
મીન
(દ. ચ. ઝ. થ.)
  • પોઝિટિવ
    આ વર્ષ દરમિયાન ગુરુ મહારાજ આપની રાશિથી ગુરુસ્થાને પસાર થશે જેને કારણે આપને ભાગ્યની નવી તકો પ્રાપ્ત થઇ શકે છે. આપ મહત્ત્વની યોજનાઓ પરિપૂર્ણ કરી શકશો. ધાર્યા કરતાં આપની પ્રગતિ ખૂબ સારી રહે. વર્ષના મધ્ય ભાગમાં આપનાં કાર્યોમાં થોડી રુકાવટો આવી શકે છે, પરંતુ તેની કોઈ ચિંતા કરવી નહિ. શનિ આપની રાશિથી દસમે એટલે કે કર્મસ્થાને ભ્રમણ કરશે. જેના કારણે આપના કાર્યનો વિસ્તાર થઈ શકે છે. ધંધાના વ્યાપમાં વધારો થવાથી આપને ફાયદો થઇ શકે છે. જોકે, ધંધો પોતે સંભાળી શકો તો જ વ્યાપ વધારવો. કોઈના ભરોસે ખોટું સાહસ કરવું નહિ. શનિને કારણે આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે. સ્થાવર અને જંગમ મિલકતમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થઇ શકે છે જે આપના માટે લાભદાયી રહેશે. જમીનમાં મૂડી રોકાણ કરેલું હશે તેનું યોગ્ય વળતર મળશે. જમીનોના સોદામાં કોઈ પણ વ્યવહાર ખૂબ જ સાવધાનીથી કરવો. નવું કે મોટું ઘર ખરીદવાની ઇચ્છા આ વર્ષે પૂરી થતી જણાશે. નવી દુકાન કે શો-રૂમ ખરીદવાનું વિચારતા હોવ તો તેમાં જરાય મોડું કરશો નહીં. દસ્તાવેજ જેવા અગત્યનાં કાર્યોમાં સામાન્ય વિલંબ થઇ શકે છે. નવું વાહન વસાવવાનું સ્વપ્ન પૂરું થતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે વાદવિવાદ કે અબોલા ચાલતા હોય તો તેનું સુખદ નિરાકરણ લાવી શકો છો. કોર્ટના માધ્યમથી બે ભાઈ વચ્ચેનો વિખવાદ આ વર્ષ દરમિયાન પૂર્ણ થઇ શકે છે. કોર્ટ-કચેરી સાથે સંબંધિત કાર્યો કે જે કેટલાય સમયથી અટક્યાં હોય તે પરિપૂર્ણ થઇ શકે છે.
  • નેગેટિવ
    આપના વિરોધી માણસો, હિતશત્રુઓ અને કાનૂની બાબતોમાં આ વર્ષ દરમિયાન સતત મૂંઝવણ રહ્યા કરે. આપે જેના ઉપર સંપૂર્ણ ભરોસો કર્યો હોય તે વ્યક્તિ આપને વિશ્વાસઘાત કરી શકે છે. કેટલીક બાબતો કે પ્રશ્નોના ઉકેલથી શત્રુતા પણ મિત્રતામાં પરિણમી શકે છે. આવનારું આ વર્ષ વિદેશ સંદર્ભમાં ધારી હોય તેવી સિદ્ધિ અપાવે તેમ લાગતું નથી. આપને વિદેશ જવાની ઇચ્છા હોય, પરંતુ કેટલાક કારણોસર તમે જઈ શકશો નહીં. સરકારી કામકાજને કારણે અટકાયત ઊભી થઇ શકે તેમ છે, પરંતુ જો જન્મકુંડળીના ગ્રહો બળવાન નહિ હોય તો વિદેશ સંબંધમાં આપને સફળતા મળવી મુશ્કેલ છે. વિદ્યાર્થીબંધુ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના પ્રયત્નમાં સફળ થાય, પરંતુ વિદેશ ગયા પછી વધુ પડતા સંઘર્ષને કારણે પરત આવવાના યોગ પણ બને. રાહુ આપની રાશિથી વર્ષના પ્રારંભે ત્રીજા સ્થાને ત્યાર બાદ ચોથા સ્થાને ભ્રમણ કરશે. જેના કારણે આપનું માનસિક મનોબળ નબળું થઇ શકે છે. રાહુ કેટલીક બાબતોમાં એવી રીતે અસર કરે કે તમે જાણતા હોવા છતાં કેટલીક બાબતો પુરવાર ન કરી શકો. જેને કારણે આપના મનની સ્થતિ વણસી શકે છે. મકાનના પ્રશ્નો ગૂંચવાઈ શકે છે.
  • ફેમિલી
    લગ્નજીવનની બાબતમાં સંવત ૨૦૭૫નું વર્ષ આપના માટે નૂતન સૂર્યોદય સમાન બનશે. જેમના ગત વર્ષે લગ્નના યોગ નથી બન્યા તેમના લગ્નના યોગો આ વર્ષે પ્રબળ છે. કુંડળીને આધારે સંબંધ જોડવાનો વિચાર કરવો યોગ્ય રહેશે. વિવાહ-સંબંધમાં રુકાવટ આવતી હોય, સારું પાત્ર ના મળતું હોય તો શિવ આરાધના કરવાથી દાંપત્યજીવનનું સુખ મળશે. જીવનસાથીનો સહયોગ દરેક ક્ષેત્રમાં આપને પ્રાપ્ત થતા આપના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થાય. એકંદરે લગ્નજીવન અને દાંપત્યજીવન માટે આ વર્ષ સારું રહે. આવનારું આ વર્ષ સંતાનોની બાબતમાં પ્રગતિકારક રહે. ગુરુની સ્થિતિ બળવાન હોવાને કારણે પોતાનાં સંતાનોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ઝડપથી આવે. આપે જેવા સંતાનની કલ્પના કરી હોય તેવું સંતાન પ્રાપ્ત થવાથી આનંદમાં વૃદ્ધિ થશે. સંતાનોના ભાવિ અંગેની ચિંતા આપને સતાવે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ મહેનત કરી રહ્યા હોય તેમને કલ્પના પણ ન કરી હોય તેવું પરિણામ પ્રાપ્ત થાય. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકશો. ઇચ્છિત જગ્યા કે પ્રવાહમાં એડમિશન મળવાથી આનંદ અનુભવાય.
  • લવ
    જેને હૃદયથી ચાહો છો તે વ્યક્તિ સાથે આપના સંબંધોમાં ખટાસ આવી શકે છે. જેને કારણે આપની માનસિક સ્થિતિ વધુ કથળાશે. જો આપ પરિણીત હોવ અને કોઈની સાથે પ્રેમમાં હોવ તો સમાજમાં નીચું જોવું પડી શકે છે. આપના પ્રેમ માટે આપનો અભિગમ સ્પષ્ટ હશે, પરંતુ સામેવાળા પાત્રને આપની કદર ન હોય તેવું પણ બની શકે છે. એકંદરે એવું કહી શકાય કે પ્રેમ પ્રકરણમાં એક બાજુ ઘસાવવું પડે તેમજ ખૂબ ધ્યાન રાખવું પડે. બગડેલા સબંધો સુધારવા માટે આ વર્ષ આપના માટે કારગર સાબિત થશે. પ્રિયજન સાથેની મુલાકાતથી આનંદ થાય.
  • કેરિયર/પ્રોફેશન
    આ વર્ષ દરમિયાન નોકરીમાં લાભ મળે. જે બાબતો સંભવ ન લાગતી હોય તેવી બાબતો સંભવિત થતી જણાય. આપના ઉપર આવેલી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરવાથી ઉત્તરોત્તર પ્રગતિ થતી જણાય. ગ્રહ ગોચરને ધ્યાનમાં લેતા ધંધાકીય દૃષ્ટિકોણથી સાવધાન રહેવું આપના માટે લાભદાયી રહેશે. આપનો ધંધો ભલે નાનો હોય, પરંતુ પોતાની મહેનતથી ધીરે-ધીરે ધંધાને વેગ આપી શકાય. ધંધાના કામમાં જો કોઈ વેપારી પાસેથી માલ કે નાણાં લીધાં હોય તો સત્વરે પરત કરવાં. ખર્ચાનું પ્રમાણ નહીંવત્ રહેતા આપને આવકમાં સ્થિરતા જણાશે. જે સ્થાને નાણાં રોક્યાં છે તે નાણાં છૂટાં થવામાં કેટલોક સમય લાગી શકે છે. આ વર્ષે કોઈ નુકસાન કે ખોટા ખર્ચનો સામનો કરવો પડે. આંધળું સાહસ ચિંતાનું કારણ બનશે. એકંદરે એવું કહી શકાય કે નાણાકીય તંગી વર્તાશે નહિ. જે પ્રમાણે મહેનત કરશો તે પ્રમાણું ધન અર્જિત કરશો.
  • હેલ્થ
    આરોગ્ય બાબતે આ વર્ષ વધુ સંભાળવા જેવું બને છે. આપના શરીરનો ઘેરાવો તેમજ કદકાઠીના કારણે આપની મુશ્કેલીઓમાં વધારો થાય. મેદસ્વિતા વધતા ઘણીબધી મુશ્કેલીઓનો સામનો આપે કરવો પડે. ખાનપાન બાબતે ખાસ ધ્યાન રાખવું. ધંધાકીય પ્રવાસને કારણે આપને થાક તેમજ બેચેની જેવું લાગ્યા કરે. પરિવાર સાથે ધાર્મિક તેમજ ફરવાનાં સ્થળોએ પ્રવાસને કારણે બાળકો સાથે સારો સમય પસાર કરી શકો. નાનો પ્રવાસ યાદગાર બની રહે. વ્યાવસાયિક પ્રવાસ તમને થકવી નાખનારો સાબિત થાય.
  • ઉપાય
    કોઈ પણ ગુરુવારે બ્રહ્મભોજન કરાવવું અને ગરીબોને પીળાં વસ્ત્રોનું દાન કરવું. ઘરના આંગણમાં તુલસીનો ક્યારો અવશ્ય રાખવો. કોઈ સારા કાર્યના પ્રારંભમાં માતા–પિતાના આશીર્વાદ લઇ કાર્યનો પ્રારંભ કરશો તો નિશ્ચિત લાભ થશે. વિષ્ણુ ભગવાનની ચાંદીની પ્રતિમાનું ઘરના મંદિરમાં સ્થાપન કરીને દરરોજ પૂજન કરવું. ‘ૐ ગુરુવે નમ:|’ મંત્રનો દરરોજ 7 માળાજાપ કરવો. શુભ કાર્ય માટે બહાર જતી વખતે કપાળમાં ચંદનનું તિલક જરૂર કરવું.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ