ટેરોકાર્ડ રાશિફળ / ગુરુવારે કુંભ જાતકોના આઈડિયા અને પ્લાન્સ ઝડપથી લાગૂ થઈ શકશે જે માન-સન્માન અપાવી શકે છે

Tarot Rashifal of 12 September 2019

Divyabhaskar.com

Sep 11, 2019, 05:22 PM IST

ધર્મ ડેસ્ક. ગુરુવાર, 12 સપ્ટેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

------------------

મેષ- The Chariot

મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજે શુભ દિવસ છે. કોઈપણ નિર્ણય સમજી વિચારીને અને દરેક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કરો. વડીલોનું સન્માન અને સહયોગ પૂરી રીતે મળશે. આજનો દિવસ કોઈ સારા કામમાં જરૂર વિતાવો જેમ કે દાન. તમારી ઊર્જાનું યોગ્ય આંકલન કરીને જ કોઈ નવા પ્રોજેક્ટ કે કામમાં પડો. સંબંધોની દ્રષ્ટિએ દિવસ સુખી જણાશે.
કરિયર- કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. પોતાના કોઈ વ્યવહારમાં અતિ ન કરો, સંતુલન રાખો.
લવ- સંબંધીઓની વાતોમાં આવીને પોતાના પરિવારમાં કડવાશ ન આવવા દો. પરિવાર સાથે ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બની શકે છે.
હેલ્થ- આજે પોતાની ઊર્જા યોગ્ય દિશામાં લગાવો, સ્વાસ્થ્ય અને અંગત જીવનમાં લાભ થશે.

------------------

વૃષભ- The Emperor

આજે બનાવેલાં પ્લાન પૂરાં ન થવાને લીધે પરેશાનીઓ વધી શકે છે. પોતાના મનને સ્થિર રાખો અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધો. પોતાની જાતને સમજવાનો પ્રયાસ કરશો તો જીવનમાં અનેક પરેશાનીઓનો હલ મળી જશે. કોઈ સારા વ્યક્તિની સલાહ લો જે તમારું માર્ગદર્શન કરી શકે.
કરિયર- ઓફિસમાં આજે અજુગતા કારણોને લીધે કામમાં મોડું થઈ શકે છે. પોતાની મહેનત કરતાં રહો.
લવ- જો તમારા સંબંધોમાં તણાવ ચાલી રહ્યો હોય તો બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી પણ જુઓ, ત્યારે પરેશાનીનો હલ મળશે.
હેલ્થ- કોઈ રોગથી પીડિત હોવ તો રોગથી છુટકારો મળવામાં થોડી વધુ મહેનત કરવી પડશે. અલ્ટરનેટિવ ચિકિત્સા પદ્ધતિથી લાભ થશે.

------------------

મિથુન- Ten of Pentacles

અચાનક કેટલાક ફેરફાર તમને પરેશાન કરી શકે છે. દરેક પરેશાનીનો ઉકેલ ત્યારે જ મળશે જ્યારે તમે પરેશાનીથી થતાં નુકસાનને બદલે પહેલાં તેને સ્વીકાર કરતા હોવ અને પછી તેને સમજતાં હોવ. આ સમય ઉન્નતિ કરવાનો છે. તેથી તેને વ્યર્થ ન જવા દો. કોઈ એવી વ્યક્તિ ઝડપથી મળી જશે જે તમારું માર્ગદર્શન કરી શકે. આજે આધ્યાત્મિક ઉન્નતિ થાય તે માટે કંઈક નવું જરૂર શીખો.
કરિયર- કરિયર લાઈફ બદલવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય તેમની માટે ઉત્તમ છે.
લવ- આજે સંબંધોમાં કેટલાક ફેરફાર અને પરિવાર્તનને લીધે પરિવારમાં સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યને લગતા કોઈ કારણ તમને પરેશાન કરશે. તેને નજરઅંદાજ ન કરશો.

------------------

કર્ક- The World

આજે દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કરિયર કે પર્સનલ લાઈફમાં જો કોઈ પરેશાની હોય તો તે ઝડપથી દૂર થશે. તમારા મનમાં કોઈ નકારાત્મક ભાવ ન આવવા દો. કામમાં પૂરું ફોકલ બનાવી રાખો. વ્યવસાય માટે આજનો દિવસ તમને સ્થિર રાખશે.
કરિયર- ઓફિસમાં પોતાની આસપાસ નકારાત્મકતાને લીધે નિરાશ ન થશો, પોતાના પ્રયત્નોમાં કોઈ ખોટ ન આવવા દેશો.
લવ- આજે સંબંધોને લઈને કોઈ નિર્ણય ન લેશો, યોગ્ય સમયની રાહ જુઓ.
હેલ્થ- તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારો નહીં તો સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

------------------

સિંહ- King of Wands

આજે થોડા તણાવમાં રહેશો. જેનાથી તમને નુકસાન થઈ શકે છે. તમારી વિચારસરણી હકારાત્મક રાખો. બીજાની વાતોથી એટલા પ્રભાવિત ન થશો કે તમને નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. તણાવ માટે કોઈ એક્સપર્ટ કે કાઉન્સેલરને મળો. પોતાના સ્વાસ્થ્યનો ખયાલ રાખો. હસમુખ મિજાજથી બધી પરેશાનીનો ઝડપથી હલ મળી જશે. મદદ સરળતાથી મળી જશે.
કરિયર- ઓફિસમાં આજે બોસ કે કલિગ્ઝની વાતોથી એટલા પ્રભાવિત ન થશો કે તમારી કાર્યકુશલતામાં ખોટ આવી શકે.
લવ- પોતાના મનમાં શાંતિ રાખીને કોઈ મહત્વનો નિર્ણય લો.
હેલ્થ- તણાવથી બચવું. પોતાની પરેશાનીઓ કોઈ શુભ ચિંતક સાથે શેયર જરૂર કરો.

------------------

કન્યા- Page of Cups

આજે બગડેલાં સંબંધો અને બગડેલી વાતોને સુધારવાની તક મળશે. કોઈ વાતને લઈને ચિંતા હોય તો કોઈને જણાવો. તેનાથી મન હલકું થશે અને ચિંતાનો ઉકેલ પણ મળી જશે. ભવિષ્યને લઈને પરેશાન ન થાઓ, સમયની સાથે ઉકેલ મળી જશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કરિયર- કામમાં કોઈ કઠિનાઈ હોય તો નિષ્ણાતની સલાહ લેવાથી સારું રહેશે. કોઈની વાત દિલથી ન લેશો.
લવ- પ્રિયજનથી કોઈ વાતને લીધે રિસાયા હોય તો આજે તે વાત કહી દો. વાત મનમાં ન રાખશો.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પોતાના મનની વાતો વ્યક્ત કરવાથી સ્વાસ્થ્ય લાભ થશે.

------------------

તુલા- The Empress

આજે તમારી સામે કોઈ એવી સ્થિતિ સામે આવે જેના વિશે તમે વિચાર્યું નહીં હોય. આ પરેશાનીરૂપમાં ભલે હોય પણ તેનું વિશ્વેષણ કરશો તો તેનો લાભ સમજાશે. જીવનમાં પોતાના સિવાય બીજા લોકોની ભલાઈના કામમાં પણ સમય વિતાવો.
કરિયર- ઓફિસમાં પોતાની કામ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરશો તો લાભમાં રહેશો.
લવ- પ્રેમીની સાથે શાંતિ પૂર્વક વાત કરો. જો તમે પ્રેમની શોધમાં હોવ તો ઝડપથી તમારા જીવનમાં તમને સાથીનું આગમન થશે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મોસમને લીધે કોઈ રોગ પરેશાન કરી શકે છે. ઘરેલું ઈલાજ લાભ આપશે.

------------------

વૃશ્ચિક- Judgement

જો કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો પૂરી રીતે તપાસ કર્યા પછી જ કોઈ નિર્ણય લો. કોઈ સજ્જન સાથે મળવાની તક મળશે જેનાથી તમારા વિચારોમાં હકારાત્મક પરિવર્તન આવશે. આજનો દિવસ મનમાં કેટલીક ચિંતાઓ રહે, જેને લીધે તમારા કામમાં ફોકસ નહીં રહે. કોઈ વાતને દિલ પર ન લગાવો, પોતાની ઉપર ભરેસો રાખો.
કરિયર - કોઈની નિંદાથી પ્રભાવિત ન થશો, તમારી યોગ્યતા અને મહેનતમાં કોઈ ખોટ નથી. આત્મવિશ્વાસ ટકાવી રાખો.
લવ- જ્યાં સુધી ઊંડાણમાં નહીં જાઓ ત્યાં સુધી સંબંધોમાં પારદર્શિતા નહીં આવે. સંબંધોમાં કોઈ ખોટ નથી માત્ર વિચારો બદલો.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાન-પાન અને વ્યાયામાં કોઈ લાપરવાહી ન કરો.

------------------

ધન- The Tower

જીવનમાં ઉન્નતિ માટે સ્વાસ્થ્ય સાથ નહીં આપે. નવા અઠવાડિયાની શરૂાત થોડી ધીમી થશે, આજે ઊર્જાની ખોટ રહેશે. આજે યાત્રા ઓછી કરવી, પરેશાની આવી શકે છે. કોઈની સલાહ માનતા પહેલાં એ ચોક્કસ જાણી લો કે સલાહ તમારા માટે કેટલી ફાયદાકારક છે, બીજાની સલાહને એટલું મહત્વ ન આપો કે પોતાની ઓળખ ખોવાઈ જાય.
કરિયર- ઓફિસમાં નકામી વાતોમાં સમય વેડફશો નહીં, તમારી વાતોને ખોટા પ્રસંગોમાં રજૂ કરી શકાય છે.
લવ- ઘરના નિર્ણયોમાં કોઈ બહારના વ્યક્તિની સલાહનું મહત્વ ન આપો નહીં તો પરેશાની પેદા થશે.
હેલ્થ- તણાવથી બચડો, મેડિટેશન, યોગા અને પ્રાણાયામ તમારા માટે લાભદાયી રહેશે.

------------------

મકર- Page of Wands

જો કોઈ નિર્ણય લેવામાં દુવિધા આવતી હોય તો કોઈની સલાહ લો. પોતાની અંતરાત્માનો અવાજ જરૂર સાંભળો. આજે પોતાની ભાવુકતા પર નિયંત્રણ રાખો. જો કોઈ પરેશાનીઓ ચાલતી હોય તો તે ઝડપથી ટળી જશે. ઊંડો વિચાર કર્યા વગર કોઈ નિર્ણય ન લો. કોઈ એક્સપર્ટ કે કાઉન્સેલરની સલાહ લો.
કરિયર- આજે કામમાં મન ન લાગે. કરિયરની પસંદગી માટે કોઈની સલાહ જરૂર લો. કોઈપણ નિર્ણય આજે પોતાની જાતે ન લો, નહીં તો ભૂલ થઈ શકે છે.
લવ- પ્રિયજનની સાથે આજે તણાવ પેદા થઈ શકે છે. પરેશાન થવાને બદલે કોઈ ગુરુ કે કોઉન્સેલરની મદદ લો.
હેલ્થ- સ્વાસ્થ્યમાં આજે પરેશાની આવી શકે. બીમારીના લક્ષણોની અનદેખી ન કરો.

------------------

કુંભ- Eight of Cups

તમારા આઈડિયા અને પ્લાન્સ ઝડપથી લાગૂ થઈ શકશે જેને લીધે તમારું માન-સન્માન વધશે. કામમાં તમારું ફોકસ સારું છે પરંતુ તેને લીધે પરિવાર તરફ ઓછું ધ્યાન આપી શકો. કોઈ પરિવારજનની સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા હોવ તો સારું રહેશે. આજે સામાજિક મેળાવડામાં કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જેમની સાથે તમારા ગાઢ સંબંધો બની શકે.
કરિયર- આજે કામમાં તમારું ફોકસ સારું બનેલું છે. બોસ અને સહકર્મિઓની પ્રશંસા પ્રાપ્ત થશે.
લવ- જો કોઈ સંબંધની શોધમાં હોવ તો પોતાના જીવનમાં તેની માટે સમય ફાળવો. પોતાની પ્રાથમિકતાઓને બદલવા પ્રયાસ કરો.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જૂના રોગથી મુક્તિ મળી શકે છે. ઈલાજમાં કોઈ કચાશ ન રાખશો.

------------------

મીન- Two of Swords

અંગત સંબંધોમાં કોઈ દેખાડો ન કરો. લોકોને તેમની ખામીઓ સાથે સ્વીકાર કરો. પ્રોફેશનલરીતે આજે કેટલીક પરેશાનીઓ આવી શકે છે, પરંતુ અંગત જીવનમાં તમારી ભાવનાત્મકતાને લીધે તમે કોઈ મોટા ફેરફારથી બચી શકો છો. આજે પોતાની ોમાટે થોડો સમય જરૂર ફાળવો અને પોતાની દેખભાળ જરૂર કરો. જેટલો સમય તમે પોતાની માટે ફાળવશો એટલા જ શાંત રહેશો.
કરિયર- કોઈને ઈમ્પ્રેસ કરવા માટે પોતાનો બોજો ન વધારશો નહીં તો લેવાના-દેવામાં પડી જશો. એટલું જ કામ લો જેટલું તમે સરળતાથી પૂરું કરી શકો.
લવ- સંબંધોમાં પોતાની ભાવુકતાને લીધે તમને બીજાને સમજવામાં ઘણી સહાયતા મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન આપો. મેડિટેશન અને આધ્યાત્મિક સાધનાની સાથે કોઈ શારીરિક વ્યાયાય- યોગા પણ જરૂર કરો.

X
Tarot Rashifal of 12 September 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી