ટેરો કાર્ડ / બુધવારે મેષ રાશિવાળાએ પરિસ્થિતિ પ્રમાણે ઢળવાથી સફળતા મળશે, કર્ક રાશિના જાતકો હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરે

Tarot card Rashifal for 11th September 2019, Shila M. Bajaj

Divyabhaskar.com

Sep 10, 2019, 05:55 PM IST

ધર્મ ડેસ્ક- ધર્મ ડેસ્ક. બુધવાર, 11 સપ્ટેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

----------------

મેષ- Page of Pentacles

જો કોઈને દિલ દુભાવ્યું હોય તો તેને આજે માફ કરી દો. બદલતી સ્થિતિ પ્રમાણે પોતે ઢળી જાઓ. તમારી આસપાસ જો કંઈક એવું થઈ રહ્યું હોય જેને તમે અનદેખી કરી રહ્યા હોવ તો પોતાની આંખો ખોલો નહીં તો પછી ખૂબ જ મોડું થઈ જશે અને તમને તેનું નુકસાન થઈ શકે છે. તમારી આસપાસના વાતાવરણ પ્રત્યે સચેત રહો. કોઈ નજીકના મિત્ર કે સંબંધી ઉપર એટલો ભરોસો ન કરો કે તમારે પાછળથી નિરાશ થવું પડે. પોતાના પરિવારથી કોઈ વાત ન છુપાવશો નહીં તો કોઈ બીજા દ્વારા જાણ થઈ જશે.

કરિયર- જો ઓફિસમાં કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો તેનો ઝડપથી ઉકેલ મળશે. અટવાયેલા કામ સુધરી જશે.
લવ- કોઈ વાતે વધુ પરેશાન ન થશો, તેને એક નવા દ્રષ્ટિકોણથી જોશો તો તેનાથી ઘણું શીખવા મળશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ જૂના રોગથી છુટકારો મળી શકે. પોતાના પ્રયાસોમાં ખોટ ન આવવા દો, માછલીઓને ભોજન નાખો.

----------------

વૃષભ- Nine of Wands

એટલુ જ કામ કરો જેટલી જરૂરિયાત હોય, તેનાથી વધુ કરશો તો સ્વાસ્થ્ય અને તમારું અંગત જીવન બંને ઉપર નકારાત્મક અસર પડશે. સંબંધોમાં તમારા જીવનમાં ઘણી ખુશીઓ છે, તેને સજાવો. જેની ખોટ હોય તેની ઉપર જ ધ્યાન આપશો તો ક્યારેય ખુશીઓ નહીં મળે.આજે તમારી અંદર ભાવુકતા વધુ રહેશે. એવી મનઃસ્થિતિમાં ભવિષ્યને લગતો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો નહીં તો ભૂલ થઈ શકે છે. કોઈ શુભચંતિકની સલાહ લો.

કરિયર- પોતાના આઈડિયા સમજી વિચારીને રજૂ કરો, કોઈ તેનો ફાયદો ઊઠાવી શકે છે.઼
લવ- પ્રિયજનોની સાથે સુંદર સમય વિતાવવાની તક મળી શકે છે. કોઈ સંબંધી કે પ્રિયજન ઉપર પોતાની જાતને ન્યોછાવર ન કરો કે પોતાનું મહત્વ ઘટી જાય.
હેલ્થ- પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે થોડો સમય નિયમિત રીતે ફાળવો. મોસમને લીધે કેટલીક બીમારીઓ થઈ શકે છે.

----------------

મિથુન - Eight of Cups

મિત્રો સાથે મળવાનો મોકો મળશે તેમ છતાં મનમાં એક ખાલીપણું લાગશે. આજે કંઈક નવું જરૂર શીખો. થોડો સમય મેડિટેશનમાં વિતાવો, તેનાથી તમારા મનને શાંતિ મળશે અને આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે પણ આ સારું પગલું છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં તો ભવિષ્યમાં પરેશાનીઓ આવી શકે છે. કોમ્પીટિશન પરીક્ષા આપવા માટે વધુ મહેનત કરવી પડશે.

કરિયર- કામમાં તમારું ફોકસ છે, પરંતુ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થોડી વધુ મહેનતની જરૂર છે.
લવ- પરિજનો અને મિત્રોની સાથે આજે સારો સમય વિતશે. પ્રેમીની સાથે સંબંધોમાં પ્રગાઢતા આવશે.
હે્લ્થ- તણાવ અને ચિંતાને લીધે સ્વાસ્થ્યમાં કેટલીક પરેશાનીઓ વધી શકે છે.

----------------

કર્ક- Temperance
.
તમારા મનમાં તણાવપૂર્ણ સ્થિતિ રહી શકે છે. મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા છે, પરંતુ તેને લાગૂ કરી નથી શકતા જેને લીધે દુવિધા થઈ શકે છે. બીજા ઉપર ભરોસો કરવાનું શીખો. પરફેક્શન પર એટલુ ધ્યાન ન આપો કે તેનાથી તમારા સ્વાસ્થ્ય, મનની સાથિ અને સંબંધો ઉપર નકારાત્મક અસર પડે. હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરો.

કરિયર- તમારા વિચારો હકારાત્મક રાખો નહીં તો તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે. પોતાની વાતોમાં ગુસ્સો ન દેખાડો. શાંત રહો.
લવ- કારણ વગર કોઈની ઉપર શંકા ન કરો. પોતાના વિચારોને હકારાત્મક બનાવી રાખશો તો સંબંધોમાં સુધારો થશે. કોઈ બીજાની વાતોથી પ્રભાવિત ન થશો.
હેલ્થ- કોઈ જૂની બીમારીથી છુટકારો મળવવા માટે મન અને શરીર બનેનો ઉપચાર જરૂર છે.

----------------

સિંહ- The Moon

કોઈ નવા કામની શરૂઆત કરવા માચે આજનો દિવસ શુભ છે. પરિસ્થિતિ અનુકૂળ બનેલી છે પરંતુ લાપરવાહી ન કરો નહીં તો નુકસાન પણ થઈ શકે છે. આજે દાન જરૂર કરો પરંતુ એવી વ્યક્તિને જેને જરૂરિયાત હોય. તમારી સલાહ અનેક લોકોને કામ આવશે એટલા માટે પોતાની વાત કહેવામાં અચકાશો નહીં.

કરિયર- બોસ તમારા કામથી ખુશ થશે અને તમારી સલાહની પ્રશંશા કરશે. સહકર્મિઓનો આજે સહયોગ મળशे
લવ- તમારા જીવનમાં કોઈ નવયુવક સ્વાવલંબી બની રહ્યો છે અને પોતાના જીવનમાં જવાબદારીઓ ઊઠવવા માટે તૈયાર છે.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ એક સારી દિનચર્યા અને યોગ્ય ખાન-પાનનું પાલન કરવું જરૂરી છે નહીં તો રોગ થઈ શકે છે.

----------------

કન્યા- The Hanged Man

કોઈ વાતને લઈને ચિંતા રહેશે, પરંતુ ચિતાથી કોઈ વાતનો હલ નહીં મળે. તેની માટે સમય આવે ત્યારે પ્રયાસ કરશો તો પરેશાનીનો તમને ઉકેલ મળી જશે. ઓફિસમાં કોઈ નિષ્ણાતની સાથે પોતાની યોજનાઓ ત્યાં સુધી ન બતાવો જ્યાં સુધી તેના ઉપર કોઈ પગલું ભરવામાં ન આવે.

કરિયર- ઓફિસમાં કામનો ભાર વધુ રહેશે. ઓફિસ પોલિટિક્સથી આજે સાવધાન રહો.
લવ- બધાને ખુશ કરવાનો પ્રયાસ ન કરો, પોતે પણ ખુશ રહેો.
હેલ્થ- એટલુ જ કામ કરો જેટલી શારીરિક અને માનસિક ક્ષમતા હોય, તણવાથી બચજો.

----------------

તુલા- Three of Cups

તમારી યોજનાઓમાં કોઈ ખોટ નથી, પરંતુ જે પ્રકારની સફળતા તમે શોધી રહ્યા છો તેની માટે તમારી આવડતથી બધાનું ભલું કરો, તેને પોતાની સુધી સીમિત ન રાખો. તેની માટે નમ્રતાભર્યો વ્યવહાર રાખો, અહંકારની ભાવના રાખવાથી તમને નુકસાન થઈ શકે છે. જો કોઈ વાતથી પરેશાન હોવ તો તેને શેયર કરો, એમ કરવાથી તમને કોઈ નબળું નહીં સમજે.

કરિયર- જો કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરવી હોય તો પોતાના અહંભાવનો ત્યાગ કરો અને પોતાની આવડત બીજાને પણ શીખવો.
લવ- પોતાના કામમાં એટલા મગ્ન ન થઈ જાઓ કે પોતાના પરિવાર અને પ્રિયજનો માટે સમય ન ફાળવી શકો.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ રોગ સામે ઝઝૂમી રહ્યા હોવ તો તેનો ઉપચાર શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે પણ કરો.

----------------

વૃશ્ચિક- Knight of Wands

પોતાની પરેશાનીઓને લીધે પોતાની કુંઠાને પરિવારના લોકો ઉપર ન ઠાલવો. ભવિષ્યની ચિંતામાં પોતાના વર્તમાનને ખરાબ ન કરો. ભવિષ્યની વધુ પડતી ચિંતા એ દર્શાવે છે કે તમારે એ સર્વવ્યાપી ઈશ્વર પર ભરોસો નથી કે તે તમારું સદાય ધ્યાન રાખશે. નકામી ચિંતાઓને લીધે નમાં તણાવ વધશે અને કામમાંથી ફોકસ હટશે. તેને લીધે અંગત જીવનમાં પણ સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. એટલા માટે પોતાના વિચારો પર નિયંત્રણ રાખો. જે થઈ રહ્યું છે તેનાથી શીખ લો.

કરિયર- ઓફિસમાં ભવિષ્યની યોજનાઓમાં એટલા ખોવાઈ ન જાઓ કે આજની જવાબદારીઓ કામને અનદેખી કરી દો.
લવ- સહનશીલતા સંબંધોને સુંદર બનાવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ગુણ છે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તણાવથી બચજો નહીં તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

----------------

ધન- Ten of Pentacles

પોતાના પર પૂરું ધ્યાન આપો, આજે પોતાના માટે પણ થોડો સમય ફાળવો. કોઈ વાતને લઈને પરેશાન હોવ તો તેનો ઝડપથી હલ મળશે. પોતાની ખામીઓને બદલે ખુબીઓ પર ધ્યાન આપો. નકારાત્મક વાતાવરણથી બચો, માત્ર સારી વાતો પર ધ્યાન આપો, જો તમને કોઈ નીચા દેખાવડા પ્રયાસ કરે તો તેનાથી પ્રભાવિત ન થશો. પોતાની ઉપર ભરોસો રાખો. કોઈની વાતમાં આવી ન જવું, સમયની સાથે બધુ ઠીક થઈ જશે.

કરિયર- ઓફિસમાં કોઈની સાથે અણબનાવ થઈ શકે છે પરંતુ નુકસાન નહીં થાય. પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર રહો.
લવ- કોઈ પણ સારા સંબંધોને નિભાવવામાં મહત્વપૂર્ણ હોય તો પોતાની સમજ. તમે જેવો વ્યવહાર રાખશો, બીજા પણ તમારી સાથે ઓવો જ વ્યવહાર કરશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રોગ સામે ઝઝૂમી રહ્યા હોવ તો તેની માટે કરવામાં આવેલ ઉપય સફળ થશે.

----------------

મકર- Nine of Swords

આજે જૂની યાદોમાં ખોવાઈને વર્તમાન ખરાબ ન કરો. તમને અનેક નવી તકો મળી રહેશે, જેનાથી તમારા જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક રીતે તમારી વૃદ્ધિ થશે. કોઈની વાતથી હજી પણ તમે નારાજ હોવ તો તેને માફ કરવા પ્રયાસ કરો. કોઈપણ કામ કે સંબંધોમાં અત્યધિક પ્રયાસ કરવાને બદલે તેને સમયની સાથે સુધરવાની તક આપો.

કરિયર- કાર્યક્ષેત્રમાં આજે કામની ચિંતા તમને પરેશાન કરી શકે. આજે મહેનત કરવી પડશે ત્યારે જ ફળ મળશે. નોકરી બદલવાની તક મળી શકે જે તમારી માટે સારી રહેશે. આજે કાર્યભાર વધુ રહે.
લવ-પરિવારમાં સારો માહોલ રહે, તમારી આસપાસ કોઈ યુવક પોતાની જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર છે. કુંવારા લોકો માટે દિવસ ફળદાયી રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્ય આજે સારું રહે, કોઈ વ્યાયામ વગેરે નિયમિત રીતે કરો તેનાથી તન અને મન બંને શાંત રહેશે.

----------------

કુંભ- Death

પ્રોફેશનલ રીતે તમારી ઉન્નતીનો માર્ગ ખુલશે. પ્રમોશન થવાના યોગ છે. વેપારમાં જે ટેન્ડર કે પ્રોજેક્ટની થોડા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આજે મળી જશે. કોઈની વાતની ઊતાવળ ન કરો. પૂજા-પાઠ કરવા તમારા માટે સારા રહેશે. નવા લોકો સાથે મુલાકાત વધશે. જેનાથી તમારા જીવનમાં નવીન તકો આવશે. પોતાનમાં મનમાં સ્થિરતા અને સંયમ ટકાવી રાખો. પ્રોફેશનલ વાતાવરણમાં તે સ્પેશિયલ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

કરિયર- જો કોઈ વ્યવસાય કરવા માગતા હોવ તો તેની માટે મહેનત કરવી પડશે પરંતુ ફળ સારું મળશે અને ઝડપથી મળશે, કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે છે.
હેલ્થ- થોડા પ્રયાસથી કોઈ જૂના રોગથી ઝડપથી છુટકારો મળી જશે.

----------------

મીન- The Lovers

જો તમારા કામથી કંટાળી ગયા હોવ તો જે કામમાં રસ હોય તેની માટે રોજ નિયમિત થોડો સમય જરૂર ફાળવો, તેનાથી મન અને સ્તિષ્કમાં તાજગી રહેશે અને નવા લોકો સાથે મળવાની તક પણ મળશે. સામાજિક મુલાકાત વઝવાથી વ્યવસાયમાં પણ લાભ થશે અને અંગત સંબંધોમાં નવીનતા આવશે.

કરિયર- તમે ઘણા સમયથી જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તે એકદમ પૂરો થવાની તૈયારીમાં છે. થોડો બ્રેક લઈને ફરીથી જોશથી કામ શરૂ કરી દો.
લવ- જો અવિવાહિત હોવ તો સંબંધો શોધવા માટે તણાવપૂર્ણ સ્થિતિ ન પેજા કરો. ક્યારેય -ક્યારેક મોડું થવું પણ હિતમાં હોય છે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરીર પાસે એટલું જ કામ લો જેટલી તેની ક્ષમતા હોય નહીં તો બીમારીને નિમંત્રણ આપવા જેવું થશે.

X
Tarot card Rashifal for 11th September 2019, Shila M. Bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી