મંગળવારનું ભવિષ્ય / મેષ રાશિના જાતકોએ કોઈ પણ બાબતમાં જિદ ન કરવી તો કર્ક રાશિના લોકોએ બીજાના વિવાદમાં માથું ન મારવું

aaj nu rashi bhavishy todays horoscope for sixteenth april 2019

divyabhaskar.com

Apr 16, 2019, 08:23 AM IST

ધર્મ ડેસ્કઃ- 16 એપ્રિલનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. મંગળવારે કયા કામમાં મળશે સફળતા અને કઈ બાબત કરશે નિરાશ?


મેષ- પોઝિટિવ- દિવસ સામાન્ય રહેશે. લેવડ-દેવડ અને રોકાણ માટે પ્લાનિંગ કરશો. એકસાથે ઘણાં કામ કરવાં પડશે, એટલે એકાગ્રતાથી કામ કરો. કામ અને મહેનત બંને વધારે રહેશે, પરંતુ સફળતા પણ મળશે.
નેગેટિવ- કોઇપણ બાબતમાં વધુ જિદ ન કરવી. આજે કોઈ તમારી પર્સનલ બાબત પર નકારાત્મક ટિપ્પણી કરી શકે છે.
ફેમિલી- પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. કેટલાક પરિણીત લોકો વચ્ચે વિવાદ થઈ શકે છે. સંતાન અને પરિવારની મદદ ઓછી જ મળશે.
લવ- લવ લાઇફમાં તમે ભાવુક બની શકો છો. પાર્ટનરને મળી તેને ખુશ કરવા માટે ખર્ચ કરી શકો છો. આજે પ્રપોઝ કરવા માટે સારો દિવસ છે.
કરિયર- સહકર્મીથી મદદ મળી રહેશે અને તેનાથી ફાયદો પણ થશે. બિઝનેસમાં નવી યોજનાઓ સામે આવી શકે છે. સ્ટડી માટે દોડધામ થઈ શકે છે.
હેલ્થ- નાક, કાનની સમસ્યાઓ પરેશાન કરી શકે છે.
શું કરવું- કોઈ ગરીબ કન્યાને મહેંદી દાનમાં આપો.

વૃષભ- પોઝિટિવ- તમારા કામ અટકશે નહીં. કોઈ કામ એકવાર શરૂ થયા પછી વિઘ્નો વિના પૂરું થઈ જશે. કેટલાક લોકો તમારી પાસે વધારે અપેક્ષાઓ રાખી શકે છે. બીજાની જરૂરિયાતોનું પૂરેપૂરું ધ્યાન રાખો. સાથે કામ કરતા લોકોની મદદ મળી રહેશે. કામ સમયસર પૂરા થશે.
નેગેટિવ- રોજિંદા કામમાં મન ઓછું લાગશે. તમારું પ્લાનિંગ કોઈ સાથે શેર ન કરવું. લોકોની નજરમાં તમારી નેગેટિવ ઇમેજ પણ બની શકે છે.
ફેમિલી- જીવનસાથી કે પાર્ટનર કોઈ ગિફ્ટ આપી શકે છે.
લવ- પ્રેમી સાથે સમય પસાર કરવા મળશે. આવનારા દિવસોનું પ્લાનિંગ થઈ શકે છે.
કરિયર- બિઝનેસમાં નાની અને ફાયદાકારક યાત્રાના યોગ છે. નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરીમાં દુશ્મનોના કારણે મુશ્કેલી આવી શકે છે. ઘરે બેસવું વધુ સારું રહેશે.
હેલ્થ- જૂના રોગોથી છૂટકારો મળી શકે છે.
શું કરવું- રોટલી પર થોડા ભાત મૂકી ગાયને ખવડાવો.

મિથુન- પોઝિટિવ- કામકાજ અને તમારી જવાબદારી વધી શકે છે. નવી જગ્યાઓ પર જવાના યોગ છે. નવી વસ્તુઓ શીખવા મળશે. મગજમાં ઉથલ-પાથલ રહેશે, પરંતુ તેનાથી ફાયદો પણ થશે. પ્રેક્ટિકલ રહેવું. નોકરીમાં પોતાના પર્ફોર્મેન્સ પર ધ્યાન આપવું. ધન સંબંધી યાત્રા થઈ શકે છે.
નેગેટિવ- ઓફિસમાં ભાગ્યનો સાથ નહીં મળી શકે. કામ વધુ હોવાથી પોતાના માટે સમય નહીં કાઢી શકો. દુશ્મનોના વ્યવહારથી સાવચેત રહેવું. બિઝનેસમાં પૈસા અટકી શકે છે.
ફેમિલી- પાર્ટનર દ્વારા સુખ અને ખુશીઓ મળી શકે છે.
લવ- લવ લાઇફ સારી રહેશે. નવા મિત્રો બનશે અને તમે સંબંધો નિભાવી પણ શકશો.
કરિયર- નોકરીમાં તમારું પર્ફોર્મન્સ સામાન્ય કરતાં થોડું ઓછું રહેશે. કોઈ સવાલ કે સમસ્યામાં સફાઇ આપી શકો છો. આગળ વધવાના શોર્ટકટ મળી શકે છે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સાવચેતી રાખવી. મોસમી બીમારીઓ પરેશાન કરી શકે છે.
શું કરવું- ખાવાની થાળીમાં એક ચમચો ભાત લઈ ગાયને ખવડાવો.


કર્ક- પોઝિટિવ- મહત્વના લોકો સાથે સંબંધો સારા રહેશે. પૈસાની સ્થિતિમાં થોડા વિચારીને આગળ વધવું. કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે, જેને ખુશી-ખુશી સ્વીકારવી ફાયદાકારક રહેશે. નવી યોજનાઓ બની શકે છે અને તેનાથી તમને ફાયદો પણ મળશે.
નેગેટિવ- દરેક કામમાં સાવચેતી રાખો. લોકોને સાંત્વના આપવાથી તમારું જ નુકસાન થશે. બીજાના વિવાદમાં માથું ન મારવું.
ફેમિલી- પરિવારમાં એકતા રહેશે. બિનજરૂરી ચર્ચાઓમાં ન પડવું, નહીંતર જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
લવ- લવ કપલ ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. પ્રપોઝ કરવાનું ઇચ્છતા હોવ તો દિવસ સારો છે.
કરિયર- કામકાજમાં ફેરફાર કરવાની ઈચ્છા થશે. નોકરી અને બિઝનેસમાં મન ઓછું લાગશે. અભ્યાસમાં મન ઓછું લાગશે. એકલા બેસીને વિચાર કરશો તો સફળતાનો રસ્તો મળશે. આવનારા દિવસોનું પ્લાનિંગ કરી શકશો.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીઓ દૂર થશે.
શું કરવું- રોટલી પર હળદર અને ઘી લગાવી પીપળા નીચે મૂકી આવો.

સિંહ- પોઝિટિવ- બિઝનેસ અને નોકરીમાં કંઈક સારું થવાના સંકેત મળી શકે છે. ઓફિસના કામથી વ્યસ્ત રહેશો. કોઈ મહત્વની પાર્ટનરશિપમાં પ્રગતિના યોગ છે. પ્રેમી સાથે સારો સમય પસાર થશે. કેટલીક જવાબદારીઓ અને મહત્વના કામ પૂરા કરી શકશો. રોકાણ કે કોઈને આર્થિક મદદ કરતા પહેલા સલાહ લેવી. નવું મકાન ખરીદવાની ઇચ્છા થઈ શકે છે.
નેગેટિવ- કોઈ બાબતે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. દરેક કામમાં સાવધાની રાખવી. લોકોને ખોટા વાયદા કરવા. માનસિક તણાવ રહેશે. કેટલીક બાબતોમાં ભાગ્યનો સાથ નહીં મળે. રોજિંદા કામમાં કોઈ બદલાવ ન કરવો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો.
ફેમિલી- કોઈ ખાસ બાબતે પરિવાર સાથે વાતચીત થઈ શકે છે. ધાર્મિક યાત્રાના પણ યોગ છે.
લવ- લવ લાઇફ સારી રહેશે. પાર્ટનરનો પ્રેમ અને સુખ મળી રહેશે.
કરિયર- પૈસાનું ધ્યાન રાખવું. નોકરિયાત લોકોને અધિકારીઓનો સાથ મળી રહેશે. ભણવામાં મન ઓછું લાગશે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જૂની બીમારીઓ પરેશાન કરી શકે છે.
શું કરવું- કોઈ ગરીબને જૂના મોજા આપો.

કન્યા- પોઝિટિવ- જૂના સંબંધો મજબૂત થશે. કોઈ મહત્વનું કામ હાથમાં લેતા પહેલા વિચારી લેવું કે, તમારે કેટલીક મહત્વની જવાબદારી નિભાવવી પડી શકે છે. બીજાની મદદ કરશો તો તેનાથી તમને ખુશી મળશે. ધનલાભ થશે. તમારા વિચારેલાં કામ પૂરા થશે. કેટલાક નવા અનુભવ મળી શકે છે. ઓફિસ કે ફિલ્ડમાં સહકર્મીની મદદ મળી રહેશે.
નેગેટિવ- ગુસ્સા પર કંટ્રોલ નહીં રાખો તો કામ બગડી શકે છે. કોઈ પણ કામમાં અતિ ન કરવો, નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે.
ફેમિલી- પિતાની મદદ મળી શકે છે. વાદ-વિવાદમાં ન પડવું, નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે.
લવ- પાર્ટનર સાથે પ્રેમથી વર્તવું.
કરિયર- બિઝનેસ સારો રહેશે. જૂનું ધન પણ મળી શકે છે. કરિયર પસંદ કરવામાં કન્ફૂઝન વધી શકે છે.
હેલ્થ- જૂના રોગ ફરી પરેશાન કરી શકે છે.
શું કરવું- વડનાં પાન પર રામ લખી હનુમાનજીને ચઢાવો.

તુલા- પોઝિટિવ- તમારી લવ લાઇફમાં કોઈ મોટો ફેરફાર આવી શકે છે. મુશ્કેલીઓમાં ઘટાડો આવી શકે છે. તમને કામ માટે પૂરતો સમય મળી રહેશે. મોટાભાગની બાબતોમાં તમને સફળતા મળશે. કોઈ નવી યોજના કે કામ માટે સારો દિવસ છે.
નેગેટિવ- કંઈ પણ બોલવામાં સાવધાની રાખવી. ગુપ્ત વાતો બહાર ન આવે તેનું ધ્યાન રાખવું. કોઈને ઉધાર રૂપિયા ન આપવા. કેટલાક કામમાં મન નહીં લાગે. દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. નોકરીમાં ફેરફારના યોગ છે.
ફેમિલી- ઘર-પરિવારના કામનો ભાર ઓછું થશે. કોઈ ખાસ બાબતે જીવનસાથીનો સાથ મળી રહેશે. પ્રેમની બાબતમાં સફળતા મળશે.
લવ- દિલની વાત સાંભળશો, પરંતુ સમજી નહીં શકો કે શું કરવું અને શું ન કરવું. પાર્ટનર કે પ્રેમી સાથેના વિવાદથી બચવું.
કરિયર- કામમાં મન ઓછું લાગશે. ભણવામાં મન ઓછું લાગશે. બિનજરૂરી કામમાં સમય બરબાદ થઈ શકે છે.
હેલ્થ- પેટના રોગ અને માનસિક રોગ વધવાની શક્યતા છે.
શું કરવું- દિવસમાં બે વાર મીઠાંના પાણીથી પગ ધોવા.

વૃશ્ચિક- પોઝિટિવ- કેટલાક લોકો તમારાથી આકર્ષિત થઈ શકે છે. ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળી શકે છે. ઓફિસમાં કામનો ભાર વધારે રહેશે. નોકરીમાં પ્રગતિ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મોટાભાગની બાબતોમાં નુકસાનથી બચી શકશો. મિત્રોની મદદ મળી શકે છે.
નેગેટિવ- ધનની કમી આવી શકે છે. પૈસાની બાબતમાં આજે જરૂર કરતા વધારે ખર્ચ થઈ શકે છે. આળસના કારણે મહત્વના કામ હાથમાંથી જતા રહેશે અથવા અધૂરા પણ રહી શકે છે.
ફેમિલી- સંતાન દ્વારા સુખ અને આર્થિક મદદ મળવાના યોગ છે. ઘરથી દૂર રહેતા લોકોની મદદથી ફાયદો મળી શકે છે. લગ્ન પ્રસ્તાવ પણ મળી શકે છે.
લવ- પર્સનલ સંબંધોમાં મતભેદ થઈ શકે છે. ધીરજ જાળવી રાખો. આ સમય પસાર થઈ શકે છે.
કરિયર- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર જીત મળશે. ઇન્ટરવ્યૂ આપવા માટે સારો સમય છે. સ્ટૂડન્ટ્સને સફળતા મળશે.
હેલ્થ- આળસ મૂકો નહીંતર મોટું નુકસાન થઈ શકે છે.
શું કરવું- લાલ કપડાં પર સિંદૂરથી ત્રિશૂળ બનાવી માતાજીના મંદિરમાં ચઢાવો.

ધન- પોઝિટિવ- તમારી વાત અને કામની અસર લોકો પર પડશે. લોકો તમારી વાત સાંભળશે. કોઈ એવી યાત્રા થઈ શકે છે, જેનાથી તમને ફાયદો મળે. જૂના વિવાદોનું સમાધાન મળી શકે છે.
નેગેટિવ- વિચારેલા કામ પૂરા કરવામાં મુશ્કેલી આવી શકે છે. કોઈ પણ જોખમી કામ ન કરવું કે મોટો નિર્ણય ન કરવો. કેટલીક ગેરસમજના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. ખર્ચ પર કંટ્રોલ રાખવો. બિનજરૂરી ખરીદી થઈ શકે છે. યાત્રામાં ખર્ચ થવાના યોગ છે. વિરોધીઓથી સાવધાન રહેવું. શેરમાં રોકાણ કરતાં પહેલાં વિચારવું.
ફેમિલી- પરિવારના લોકોનું સમર્થન અને સહયોગ મળી રહેશે.
લવ- રોમાન્સની તક મળી શકે છે. કુંવારા લોકોને લગ્નની તક મળી શકે છે. કેટલાક લોકો લવ લાઇફમાં વિઘ્નો નાખવાનો પ્રયાસ કરશે. પ્રેમી સાથે જેટલો વધુ સમય પસાર કરવા મળે એટલો કરવો.
કરિયર- વધારે કમાવવાની લાલચમાં શેર-સટ્ટામાં પૈસા ન લગાવવા. ભણવામાં મન પરોવવાનો પ્રયાસ કરવો. જાત સાથે જબરજસ્તી ન કરવી.
હેલ્થ- ઊંઘની ઊણપના કારણે થાક અને આંખની મુશ્કેલી રહેશે.
શું કરવું- 9 વર્ષ સુધીની કન્યાને માવાની મીઠાઇ ખવડાવો.

મકર- પોઝિટિવ- કેટલાક નવા મિત્રો મળી શકે છે. પસંદગીના કામ કરવામાં ઉત્સુક રહેશો. થોડો આરામ પણ કરવો. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાથી ફાયદો મળી રહેશે. મહત્વની વાતને ગંભીરતાથી લેવી. વિચારસરણી પોઝિટિવ રાખો.
નેગેટિવ- જરૂર કરતા વધારે ઈગો ન રાખવો. ઓફિસ કે ફિલ્ડમાં નેગેટિવ વાતાવરણ બની શકે છે. સંબંધો તોડવામાં ઉતાવળ ન કરવી. કેટલાક મિત્રો પર વિશ્વાસ મૂકવો યોગ્ય નહીં રહે. યાત્રામાં ખર્ચ વધી શકે છે. નિષ્ફળતાના કારણે તણાવ વધી શકે છે.
ફેમિલી- જીવનસાથી જ તમારી સૌથી મોટી તાકાત બની રહેશે.
લવ- લવ પ્રપોઝલમાં ઉતાવળ ન કરવી, ધીરજ જાળવી રાખો.
કરિયર- કાર્યક્ષેત્રમાં સાવચેત રહેવું. અભ્યાસમાં ધ્યાન આપવું.
હેલ્થ- ભૂખ ન લાગવાની કે અનિંદ્રાની સમસ્યા પરેશાન કરી શકે છે.
શું કરવું- ગરીબ બાળકને પુસ્તક કે સ્ટેશનરીનું દાન કરવું.

કુંભ- પોઝિટિવ- તમારું પૂરું ધ્યાન કરિયર આગળ વધારવા પર રહેશે. તમે થોડાં મૂડી અને સંવેદનશીલ બની શકો છો. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. ટેન્શન દૂર થશે. દિવસ સામાન્ય રહેશે. સુખદ ઘટનાઓ થશે.
નેગેટિવ- આવકમાં વધારો થવા છતાં તમે તેનાથી ખુશ નહીં રહો. ઓફિસ કે ફિલ્ડમાં સાવચેતી રાખવી. કોઈ સાથે વિવાદ થઈ શકે છે. ઓફિસની કોઈ સ્થિતિના કારણે તમારો મૂડ બગડી શકે છે.
ફેમિલી- ફેમિલી સાથે સારો સમય પસાર થશે.
લવ- પાર્ટનરના મૂડનું ધ્યાન રાખવું.
કરિયર- નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોનો સાથ મળી શકે છે. મન ખુશ રહેશે. કામ પૂરા થશે. ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળી શકે છે.
હેલ્થ- આખો દિવસ દોડધામ રહેશે, જેના કારણે માથાનો દુઃખાવો પરેશાન કરી શકે છે. થાક પણ રહેશે. આરામ કરવો.
શું કરવું- શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું.

મીન- પોઝિટિવ- કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો તમને સાથ આપવા તૈયાર રહેશે. મોટાભાગના મિત્રો તમારો સાથ નિભાવશે. કેટલાક મિત્રો ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. નવી જવાબદારીઓ પણ તમને મળી શકે છે.
નેગેટિવ- કોઈને કોઈ વાતનું ટેન્શન પરેશાન કર્યા કરશે. કોઈ કામમાં ઉતાવળ ન કરવી. નાની-નાની વાતમાં લોકો સાથે ચર્ચામાં ન પડવું. કેટલીક બાબતોમાં ભાગ્યનો સાથ નહીં મળી શકે.
ફેમિલી- જીવનસાથીની મદદથી તમને ફાયદો મળી શકે છે.
લવ- લવ લાઇફ સુખદ રહેશે.
કરિયર- અટકાયેલું ધન પાછું મળવાના યોગ છે. અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. નવી જવાબદારીઓ મળી શકે છે. સ્ટડીમાં કોઈ મોટો નિર્ણય નહીં લઈ શકો.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મોસમી બીમારીઓ પરેશાન કરી શકે છે.
શું કરવું- મંદિરમાં 1 મુઠ્ઠી ઘઉં દાન કરો.

X
aaj nu rashi bhavishy todays horoscope for sixteenth april 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી