રાશિફળ / શુક્રવારનું ભવિષ્ય: મેષના જાતકોને અટકી પડેલું ધન પાછું લાવવામાં મુશ્કેલીઓ આવી શકે, સિંહના જાતકોને નોકરીમાં પ્રમોશનની તક

divyabhaskar.com

Mar 15, 2019, 12:10 AM IST
aaj nu rashi bhavishy todays horoscope for fifteenth March 2019

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 15 માર્ચનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. શુક્રવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા..

મેષ- પોઝિટિવ- મહત્વાકાંક્ષાઓ અને ઉત્સાહ ચરમસીમાએ રહેશે. હોશિયારી અને સમજદારીથી સફળતા પણ મળશે. માત્ર મહત્વનાં કામ પર જ ધ્યાન આપવું. ગંભીર વાતચીતમાં સફળતા મળવાના યોગ છે. પોતાની વાત ધીરજ અને સમજી-વિચારીને કહેવી. દુશ્મનો પર જીત મળી શકે છે.


નેગેટિવ- ધનહાનિની શક્યતાઓ છે. થોડી ચિંતા અને ગભરામણ રહે. કોઇની પણ સાથે નકામી ચર્ચામાં ન પડવું, અણસમજણ ઊભી થવાની શક્યતા છે. ખર્ચ પર કંટ્રોલ રાખવો. સમજી-વિચારીને બોલવું.


ફેમિલી- સમજી-વિચારીને ફેમિલીનાં દરેક સભ્યો સાથે વર્તન કરશો તો વાતાવરણ ખુશહાલ રહેશે.


લવ- બેજવાબદારીભર્યું વર્તન ન કરવું.


કરિયર- અટકેલું ધન પાછું આવવામાં તકલીફ પડશે. પૈસા અટકી પણ શકે છે. નોકરી અને બિઝનેસમાં ખોટા નિર્ણય લેવાઇ શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે.


હેલ્થ- પેટના રોગ સતાવી શકે છે.


શું કરવું- દિવસમાં બે ઇલાયચી અને લવિંગ ખાવાં.

વૃષભ- પોઝિટિવ- ઓફિસમાં કોઇ મહત્વના કામ માટે પહેલ કરશો. દિવસભર કામમાં વિવિધતા રહેશે. મિત્રોની મદદ મળી રહેશે. અચાનક નાનો-મોટો ફાયદો થઈ શકે છે. તમારી આકર્ષણ શક્તિ વધી શકે છે.


નેગેટિવ- ખર્ચમાં વધારો થઈ શકે છે. જાત પર કંટ્રોલ નહીં રહે. ઈન્ચ્છા ન હોવા છતાં તમે તમારું રહસ્ય લોકોને કહી શકો છો. કોઇ ટેન્શન સતાવશે. ધનની સ્થિતિ અંગે તણાવ વધી શકે છે.


ફેમિલી- મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર થશે.


લવ- કોઇ સંબંધ શરૂ કરવા માટે દિવસ ઠીક છે. લવ પ્રપોઝલ કરવા દિવસ સારો નથી.


કરિયર- નોકરી અને કામકાજમાં સ્થાન બદલી થઈ શકે છે. મેડિકલ અને કૉમર્સના સ્ટૂડન્ટ્સ માટે સમય સામાન્ય છે.


હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું.


શું કરવું- કાળામરીનું દાન કરવું.

મિથુન- પોઝિટિવ- દરેક કામ જલદી પૂરું કરવાનો પ્રયત્ન કરશો. અચાનક યાત્રાના યોગ બની રહ્યા છે. કામ તમારી ઇચ્છા અનુસાર પૂરાં થશે. બિઝનેસનું પ્લાનિંગ થશે. જાત પર વિશ્વાસ રાખવો.


નેગેટિવ- કામકાજમાં અડચણો આવી શકે છે. કેટલાંક કામ તળી શકે છે. રોકાણ માટે સમય યોગ્ય નથી. વિવાદોથી દૂર રહેવું.

ફેમિલી- જીવનસાથીની સંવેદનાઓને સમજવી અને નકામી ચર્ચામાં ન પડવું.


લવ- પાર્ટનર સાથેના સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે.


કરિયર- કામનું ભારણ વધારે રહેશે. બિઝનેસમાં પૈસા અટવાઇ શકે છે. ભણવામાં મન લાગશે.


હેલ્થ- ખાવાપીવામાં સાવધાની રાખવી. પેટના રોગ સતાવી શકે છે.


શું કરવું- કિશમિશનું પાણી પીવું.

કર્ક- પોઝિટિવ- તમે ભાવુક રહેશો. નસીબનો સાથ મળશે. ઘણી મુશ્કેલીઓનું સમાધાન મળી શકે છે. જે કામ અંગે વિચારશો તે પૂરું પણ કરી લેશો. નવી શક્યતાઓ પર ધ્યાન આપવું.


નેગેટિવ- મહિલાઓના સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર આવી શકે છે. ઓફિસમાં કોઇ સાથે વિવાદ થઈ શકે છે. કેટલાક લોકો તમારી વાત સમજી નહીં શકે.

ફેમિલી- સંબંધોમાં કઈં અડચણો આવી રહી હોય તો થોડા જ સમયમાં બધુ ઠીક થઈ જશે.


લવ- લવ લાઇફમાં પહેલાં લીધેલા નિર્ણય પર વિચારવું.


કરિયર- અધિકારીઓ સાથે વિવાદ થવાના યોગ છે. પૈસા ખોવાઇ શકે છે. કેમ્પસમાં ઝગડો કે વિવાદ થવાના યોગ છે.


હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- નાભિ પર કોપરેલ લગાવવું.

સિંહ- પોઝિટિવ- ઓફિસમાં ધન સંબંધે કોઇનો સહયોગ મળી શકે છે. તમે પૂરેપૂરા આત્મવિશ્વાસથી આગળ વધશો. નોકરી કે બિઝનેસમાં બદલાવનો વિચાર કરી શકો છો. તમારી ઇજ્જત અને આવક વધી શકે છે. અજાણતાં કોઇ મિત્રની મદદ મળી શકે છે.


નેગેટિવ- મોટાભાગનો સમય એકલતામાં પસાર થશે. કેટલાક મિત્રો તમારા કામમાં અડચણ બની શકે છે. મિત્રો સાથે વિવાદ થઈ શાકે છે. નજીકના સંબંધોમાં અણબનાવ થઈ શકે છે અને ટેન્શન વધી શકે છે. ખર્ચ વધી શકે છે.


ફેમિલી- જીવનસાથી દ્વારા કોઇ સરપ્રાઇઝ મળી શકે છે. જીવનસાથીનો મૂડ સારો રહેશે.


લવ- સંબંધોમાં કોઇ સ્થાયી નિર્ણય લેતાં પહેલાં એકવાર ગંભીરતાથી વિચારી લેવું.


કરિયર- નોકરીમાં પ્રમોશનની તક મળે તો દુશ્મનોથી સાવધાન રહેવું. અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. સાથે કામ કરતા લોકોની મદદ મળી શકે છે.


હેલ્થ- સ્વસ્થ્ય માટે સાવધાની રાખવી. જૂના રોગ સતાવી શકે છે.


શું કરવું- ફર્નિચર રિપેર કરાવવું અને ઘર કે ઓફિસના તૂટેલા-ફૂટેલા સમાનને ફેંકી દેવો.

કન્યા- પોઝિટિવ- કોઇ નવું કામ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં ટાર્ગેટ પૂરા કરવા વધારે મહેનતની જરૂર છે. તમે જે સમાચારની બહુ સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે મળી શકે છે. આગળ વધવાના યોગ છે. સમજી-વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર કે વાહનની ખરીદી થઈ શકે છે. લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો મળી શકે છે.


નેગેટિવ- પરિવારનું વાતાવરણ તમારો મૂડ બગાડી શકે છે. નાનો-મોટો અણબનાવ થઈ શકે છે. જોશમાં આવીને કોઇ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે.


ફેમિલી- ઘર-પરિવારમાં કોઇ નવું સભ્ય જોડાઇ શકે છે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે.


લવ- કોઇ બાબતે પાર્ટનર સરળતાથી તમારી વાત સાથે સહમત થશે. દિલની વાત કહી દેવાનો દિવસ છે.


કરિયર- નોકરી અને બિઝનેસમાં સાવધાની રાખવી. આખો દિવસ સાચવીને રહેવું. સ્ટૂડન્ટ્સ માટે સમય અનુકૂળ છે.


હેલ્થ- હાથ-પગમાં દુખાવો થઈ શકે છે.


શું કરવું- વિષ્ણુ મંદિરમાં દિવો કરવો.

તુલા- પોઝિટિવ- યાત્રાના યોગ બની રહ્યા છે. ક્યાંક ફરવા જઈ શકો છો. કાર્યક્ષેત્રમાં એકાગ્રતા દ્વારા સફળ થઈ શકો છો. કેટલીક સારી તક મળી શકે છે. ધીરજ રાખવી.


નેગેટિવ- સાવધાની રાખવી. કોઇ કામમાં ઉતાવળ ન કરવી. ભૂતકાળની વાતોને ભૂલી આગળ વધવું અને વિવાદોથી દૂર રહેવું. ઓફિસ કે કોઇ જગ્યાએ પૈસાનું નુકસાન થઈ શકે છે. મનની વાત કોઇ સાથે શેર ન કરવી. કોઇ નવું કામ શરૂ ન કરવું.


ફેમિલી- જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.


લવ- પાર્ટનરનો વ્યવહાર અજીબ રહેશે, જેના કારણે થોડો ડિસ્ટર્બ થઈ શકો છો, પરંતુ ધીરજ રાખવી.


કરિયર- સમસ્યાઓ અને વિવાદો દૂર કરવાના પ્રયત્નમાં અસફળતા પણ મળી શકે છે. નવો બિઝનેસ શરૂ ન કરવો. કોઇ સ્પર્ધાનું પરિણામ તમારા પક્ષે રહેશે. મિત્રોની મદદ યોગ્ય સમયે મળી રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.


શું કરવું- ચાર રસ્તે આખું લાલ મરચું ફેંકી આવો.

વૃશ્ચિક- પોઝિટિવ- કામકાજ અને નોકરીની બાબતમાં પડકારરૂપ પરિસ્થિતિ સામે આવી શકે છે. લક્ષ્યને મેળવવા ઉત્સુક રહેશો. ધીરજ, લગન અને યોગ્ય રીતે દરેક પરિસ્થિતિનો સામનો કરી સકશો. તમને તમારી સફળતા પર ગર્વ થશે. મોટાભાગની સમસ્યાઓનું સમાધાન નવી રીતે નીકળશે.


નેગેટિવ- નકામા વિવાદમાં ન પડવું. પૈસાની બાબતે નકામી ચિંતા ન કરવી. રોજિંદાં કામમાં અડચણો આવી શકે છે.

ફેમિલી- પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. જીવનસાથીનો મૂડ સારો રહેશે.


લવ- પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળી રહેશે.


કરિયર- આર્થિક સ્થિતિ બગડી શકે છે. અધિકારીઓ અને નીચલા વર્ગના લોકોની મદદ ન મળવાથી મુશ્કેલી વધી શકે છે.


હેલ્થ- માનસિક તણાવ વધી શકે છે.


શું કરવું- નવશેકા પાણીથી કોગળા કરવા.

ધન- પોઝિટિવ- નવી યોજનાઓ બની શકે છે. મહત્વનાં કામ માટે નવી યોજના બનાવવી પડે. વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે.


નેગેટિવ- કામમાં સફળતા માટે મહેનત વધારે કરવી પડે. નોકરી-ધંધા બાબતે કોઇ ઓફર મળે તો એ અંગે કોઇ ત્વરિત નિર્ણય ન લેવો. નસીબના વિશ્વાસે ન રહેવું.


ફેમિલી- જીવનસાથીના સહયોગથી ખુશી મળશે. દિવસ સારો રહેશે.


લવ- દિમાગની જગ્યાએ દિલથી વ્યવહાર કરવો.


કરિયર- કાર્યક્ષેત્રમાં સાચવવું. સ્ટૂડન્ટ્સને સફળતા મળશે. કામકાજની કોઇ બાબતનું ટેન્શન થઈ શકે છે. લૉના સ્ટૂડન્ટ્સને સફળતા મળવાના યોગ છે.


હેલ્થ- સાંધાનો દુખાવો સતાવે. જૂના રોગ સતાવી શકે છે.


શું કરવું- કોઇ કન્યાને સોપારી વગરનું પાન ખવડાવો.

મકર- પોઝિટિવ- કામકાજ અંગે ઘણા વિચારો મનમાં આવી શકે છે. તમે કોઇ પ્લાનિંગ બનાવી રહ્યા હોય તો, તેમાં બદલાવ આવવાના યોગ છે. સ્થિરતા, સુરક્ષા અને સહજતા અનુભવાશે. કામકાજમાં સમય આપી સકશો. ખાન-પાન અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.


નેગેટિવ- જવાબદારીભર્યાં કામ સાવધાનીથી કરવાં. અસફળતાનો ડર સતાવશે. સંબંધો બાબતે નકામી ચિંતા ન કરવી.


ફેમિલી- જીવનસાથી તમારી લાગણીનું માન રાખશે. જાત પર કે જીવનસાથી પર ગુસ્સે થઈ શકો છો.


લવ- લવ લાઇફ પર જૂના વિચારો હાવી થઈ શકે છે.


કરિયર- રોકાણ સમજી-વિચારીને કરવું. જોખમી રોકાણ માટે સમય યોગ્ય નથી. ભણવામાં મન લગાવવામાં સંઘર્ષ કરવો પડે.


હેલ્થ- માનસિક અશાંતિ અને તણાવ રહે.


શું કરવું- છત કે ઘરની બહાર કોઇ વાસણમાં પાણી ભરીને રાખો.

કુંભ- પોઝિટિવ- કામકાજ સિવાય કોઇ એક્ટ્રા એક્સ્ટિવિટીમાં મન લાગશે. આજે તમે જેટલાં કામ પૂરાં કરવા ઇચ્છો છો તેને સફળતાપૂર્વક પૂરાં કરી સકશો.


નેગેટિવ- નોકરીમાં મહેનત વધશે. સુખમાં ઘટાડો આવી શકે છે. માનસિક તણાવ અને ડર સતાવે. દોસ્ત કે પ્રેમી સાથે અણબનાવ થઈ શકે છે. કોઇ મોટા નિર્ણયથી મુશ્કેલી વધી શકે છે. નસીબના વિશ્વાસે ન રહેવું.


ફેમિલી- દાંપત્યજીવનમાં ખુશહાલી જાળવી રાખવા ગુસ્સા પર કંટ્રોલ રાખવો.


લવ- લવ લાઇફ સાથે જોડાયેલ કોઇ સારા સમાચાર મળી શકે છે. કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો સમાધાન માટે સમય સારો છે.


કરિયર- કાર્યક્ષેત્રમાં મહેનત વધારે રહેશે. મહેનત પ્રમાણે ફળ ન પણ મળે. સ્ટૂડન્ટ્સને થોડું ટેન્શન સતાવી શકે છે. મિત્રોની સલાહથી ફાયદો થઈ શકે છે.


હેલ્થ- થાક, મોસમી બીમારીઓ અને કમરનો દુખાવો સતાવી શકે છે.


શું કરવું- સૂર્યદેવને નમસ્કાર કરવા.

મીન-પોઝિટિવ- કઈંક નવું અને સારું કરવાની તક મળી શકે છે. આગામી દિવસોમાં સકારાત્મક વિચારસરણી સાથે નવું પ્લાનિંગ કરી શકો છો. નવી યોજનાઓ બનશે. કોઇ સારા સમાચાર મળી શકે છે. આગામી દિવસોમાં મોટો ફાયદો મળવાના યોગ છે. જાત માટે સમય કાઢવો.


નેગેટિવ- જૂની વાતોને ભૂલી આગળ વધવું. કોઇ સાથે કારણ વગર ચર્ચામાં ન પડવું. થાકના કારણે સુસ્તી રહે. નોકરી અને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે.


ફેમિલી- પ્રેમ કરશો અને ધીરજ રાખશો તો જીવનસાથી સાથેના સંબંધો વધારે ગાઢ બનશે.


લવ- પ્રેમીના વ્યવહારને સમજવો અને સાથ આપવો.


કરિયર- બિઝનેસ અને ઓફિસનાં કામમાં સાવધાની રાખવી. ભણવામાં મન નહીં લાગે.


હેલ્થ- સાંધાનો દુખાવો અને મોસમી બીમારીઓ સતાવી શકે છે.


શું કરવું- કોથમીર અને લીલાં શાક ખાવાં.

X
aaj nu rashi bhavishy todays horoscope for fifteenth March 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી