Singh Rashi 2018 (દૈનિક સિંહ રાશિફળ), Leo Daily Horoscope, Leo Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
સિંહ
(મ. ટ.)
  • પોઝિટિવ
    વાતચીત કરવાની તમારી છટાથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. સીધી વાત કરવી તમારા માટે લાભદાયક બનશે. નવા કામકાજનું આયોજન થઈ શકે છે. પ્રેમ-પ્રસંગ શરૂ થઈ શકે છે. ભાગીદારીના કામમાં સહી કરતા પહેલાં એક વખત કામ સારી રીતે જોઈ લેવું.
  • નેગેટિવ
    પરિવાર અને નાણાં સાથે જોડાયેલી સમસ્યા સામે આવશે. આજે કેટલાંક કામને લઈને મૂંઝવણ અનુભવાશે. ગભરામણ અનુભવાશે. પાડોશીએ અને સંબંધીઓ સાથે મનદુઃખ થવાની સંભાવના છે. કેટલાંક લોકો તમારી વાત સાંભળશે નહીં. મન પર કાબુ રાખજો નહીં તો કામ બગડી શકે છે. ખર્ચ પણ વધશે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો.
  • ફેમિલી
    જીવન સાથી સાથે સંબંધ સુધરશે.
  • લવ
    પાર્ટનર સાથે દિવસ પસાર કરશો. પાર્ટનર પાસેથી માન અને પ્રેમ બંને મળશે.
  • કેરિયર/પ્રોફેશન
    કાર્યક્ષેત્રમાં વિવાદ થવાની શક્યતા છે. નોકરી અને ધંધામાં સંભાળીને નિર્ણય લેવો. બિઝનેસને લગતો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે.
  • હેલ્થ
    માનસિગ અશાંતિ અનુભવાશે. તણાવ પણ રહેશે. થાક અને આળસના કારણે પરેશાની વધશે.
  • ઉપાય
    લાલ કપડામાં કેવડાનું અત્તર લગાવીને હનુમાનજીને ચઢાવવું.
સિંહ
(મ. ટ.)
  • પોઝિટિવ
    ચંદ્રમાના કારણે જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ અને નોકરીમાં કંઈક નવું કરી શકો છો. સંબંધોને મજબૂત બનાવશો. ઘરમાં ઉત્સવનો માહોલ છે. મિત્ર સાથે સમય પસાર કરશો. વિવાદને ઉકેલવામાં સફળતા મળશે.
  • નેગેટિવ
    કામને પૂરું થવામાં સમય લાગી શકે છે. તમે જે કામ કરી રહ્યા છો તેનું ધારેલું ફળ મળશે નહીં. જેનાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. પરીવારની જવાબદારીને નજર અંદાજ ન કરો. પૈસાનો ખર્ચ થઈ શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે.
  • ફેમિલી
    પાર્ટનર ઉપર કોઈ દબાણ ન કરો.
  • લવ
    પાર્ટનર સાથે મનની વાત શેર કરો.
  • કેરિયર/પ્રોફેશન
    બિઝનેસમાં પૈસા ફસાઈ શકે છે. સાવધાનીથી રોકાણ કરો. કામના ભારણના કારણે મુશ્કેલી વધશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો નથી.
  • હેલ્થ
    અપૂરતી ઊંઘના કારણે મુશ્કેલી વધશે.
  • ઉપાય
    કોઈ મંદિરમાં ઘીનો દીવો કરવો.
સિંહ
(મ. ટ.)
  • પોઝિટિવ
    સરકારી કામમાં તેજી રહેશે. રાજપક્ષથી લાભ થશે. નવા કામ પણ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે. વાહન ખરીદવાની યોજના બનશે. નવા મિત્ર પ્રાપ્ત થશે. 11થી 20 જુલાઈ 2019 સુધી- ચંદ્રનો ગોચર આવકને વધુ સારી બનાવી રાખશે. કામમાં તેજી રહેશે તથા વેપાર પણ ઉત્તમ રહેશે. નોકરીમાં અધિકારી પ્રસન્ન રહેશે. પરિવાર અનુકૂળ રહેશે તથા પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. 17થી 19ની વચ્ચે યાત્રા સફળ થશે. શુભ સૂચનાઓ પ્રાપ્ત થશે. 21થી 31 જુલાઈ 2019 સુધી- ચંદ્રની દ્રષ્ટિ રાશિ પર રહેશે. આવક સારી થશે અને કામનો વધારો થશે. નવા મિત્ર બનશે તથા નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો સાથે ફરવાનો મોકો મળશે. ધનની આવક સરળ બની રહેશે.
  • નેગેટિવ
    1થી 10 જુલાઈ 2019 સુધી - ચંદ્ર દશમ રહેશે. કામનું ભારણ વધશે. 5-6 અને 9-10 તારીખના તણાવ રહી શકે છે. 23 અને 24 તારીખે ટેક્સ સંબંધી તથા કાયદાકીય સમસ્યાઓ આવી શકે છે.
  • ફેમિલી
    પરિવારમાં પ્રેમ અને આત્મીયતા વધશે. પારિવારિક સભ્યોનો વ્યવહાર તમારા માટે નવી ઊર્જાનું કામ કરશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. સાથ બન્યો રહેશે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. તમે સાથે ફરવાનો પ્રોગ્રામ પણ બનાવી શકે છે. જીવનસાથી તમારા પ્રત્યે સમર્પિત રહેશે.
  • લવ
    પાર્ટનર સાથે સંબંધો મધુર બનશે.
  • કેરિયર/પ્રોફેશન
    જોબમાં કામનું પ્રેશર વધુ રહેશે. નવી જવાબદારીઓ મળી શકે છે. તમારી યોજનાઓ સફળ રહેશે અને ઓફિસનો માહોલ તમારા પક્ષમાં રહી શકે છે.જો તમને વેપારમાં કોઈ શાસકીય મદદ જોઈએ તો આ મહિને તેના ઉપર કામ કરી શકો છો. લાભ મળશે. વેપાર અનુકૂળ રહેશે. લાભની નવી તક મળી શકે છે.
  • હેલ્થ
    સ્વાસ્થ્ય માટે પણ સમય સારો છે. તમને જૂની બીમારી અથવા દુખાવામાં આરામ મળી શકે છે.
  • ઉપાય
    ભગવાન વિષ્ણુની આરાધના કરો. ऊं नमो भगवते वासुदेवाय મંત્રના રોજ 21 વખત જાપ કરો. પીપળાને જળ ચઢાવો.
સિંહ
(મ. ટ.)
  • પોઝિટિવ
    ૨૦૭૫નું વર્ષ ગુરુની દૃષ્ટિએ સુખ-સંપત્તિ અને મકાન બાબતે સારું રહે. આપની રાશિથી ચોથા સ્થાને ગુરુનું ભ્રમણ બઢતી અને યશ-પ્રતિષ્ઠા અપાવે. કેટલાંક ધાર્મિક-માંગલિક કાર્યો થવાથી આપનું મન પ્રસન્ન રહે. હૃદય અને મસ્તકના રોગોથી આ વર્ષ દરમિયાન સાવધાની રાખવી. વર્ષના ઉતરાર્ધમાં ગુરુ વિશેષ શુભ ફળદાયી બને. આ વર્ષ દરમિયાન રાહુનું ગોચર ભ્રમણ આપને શુભ ફળદાયી બનશે. આપના ગોચરનો રાહુ જો જન્મકુંડળીમાં બળવાન હશે તો સરકારી નોકરી ઇત્યાદિના યોગ બની શકે છે. ધીમી ધીમી પણ અસરકારક પ્રગતિના માર્ગ ખૂલે. બને ત્યાં સુધી નીતિ વગરનું તેમજ ખોટું ધન મેળવવાના વિચારો મગજમાંથી છોડી દેવા જ યોગ્ય રહેશે. શનિની પ્રબળતાને કારણે આપને સ્થાવર-જંગમ મિલકતથી લાભ થઇ શકે છે. આપની વડીલોપાર્જિત જે કોઈ મિલકત હોય તેમાં આપને ફાયદો થઇ શકે છે. વડીલો તરફથી જે મિલકત મળી હોય તેને વહેંચવાનો વિચાર આ વર્ષે ના કરો તે આપના માટે વધુ યોગ્ય બનશે. મકાન માટે આપના પ્રયત્નો યોગ્ય દિશામાં થવાથી આપનું મન શાંત રહે. નૂતન મકાન અથવા તો રિનોવેશન કરવાના આપના આયોજનથી મન વધુ પ્રફુલ્લિત રહે. નવું વાહન વસાવવાનું સ્વપ્ન પૂરું કરી શકશો.
  • નેગેટિવ
    ખર્ચાઓમાં વધારો થતાં આવક અને જાવકનું બેલેન્સ જાળવી શકશો નહીં. ખર્ચમાં પોતાના મોજશોખ માટે નાણાંનો વપરાશ વધુ રહે.ઘરમાં માંગલિક પ્રસંગો થવાથી વર્ષના મધ્ય ભાગમાં નાણાભીડ વધુ જોવા મળે. ગત વર્ષે જે રોકાણ કે સાહસ કર્યું હોય તેનો ખાડો આ વર્ષે ભરવો પડે.
  • ફેમિલી
    લગ્નજીવન એ કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. સોળ સંસ્કારમાંના એક એવા પવિત્ર વિવાહ સંસ્કારના યોગ આ વર્ષે આપની રાશિને વિશેષ બની રહ્યા છે. જેવા જીવનસાથીની પસંદગી માટે આપ શોધમાં હશો તે શોધ હવે પૂરી થશે. આપનું દાંપત્યજીવન આ વર્ષ દરમિયાન મધુર બની રહેશે. વૈચારિક મતભેદો દૂર થતા બંને વચ્ચે પ્રેમની લાગણી વધશે. લાંબા સમયથી જીવનસાથી સાથે જે ઘર્ષણ કે વાદ-વિવાદ ચાલતા હશે તે દૂર થશે. જીવનસાથી માટેની આપની હૂંફ મહત્ત્વનો ભાગ ભજવી જાય. આ વર્ષે સંતાનપ્રાપ્તિના સુખદ યોગ બને છે, પણ માર્ચ મહિના પછી કસુવાવડ કે ગર્ભપાત થવાની શક્યતા વધે છે માટે વિશેષ કાળજી લેવી. આપનાં સંતાનના આરોગ્યની ચિંતામાંથી આપ મુક્ત થઇ શકો છો. સંતાનના નામે સંપત્તિ લેશો તો તે લાભદાયક પુરવાર થશે. સંતાનોના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા રાહત અનુભવાશે. વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં જેટલું ધ્યાન કેન્દ્રિત કરશે એટલો લાભ તેમને આવનારા સમયમાં મળશે. મેનેજમેન્ટના વિદ્યાર્થી હોવ તો આપે આ વર્ષે સખત પરિશ્રમ કરવો પડશે. એકંદરે વિદ્યાભ્યાસ મધ્યમ રહે.
  • લવ
    પ્રેમમાં સફળ થવાના યોગ આ વર્ષે બને છે. આપના જૂના પ્રિય પાત્રને મળવાનું થવાથી આપને ક્યાંક ને ક્યાંક નિરાશાનો ભાવ પ્રગટ થાય. પ્રેમના કારણે આપના કુટુંબ અને પરિવારમાં વિસંગતતા આવી શકે છે. આપના એક ખોટા નિર્ણયના કારણે આપનાં પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. વર્ષના અંતમાં આપની લાગણીઓને માન આપી આપના પરિવારના સભ્યો આપની પસંદ ઉપર સબંધનો કળશ ઢોળી શકે તેમ છે. જો પહેલાં પ્રેમમાં દગો મળ્યો હોય તો બીજીવાર દૂધનો દાઝ્યો છાશ ફૂંકી પીવે એવું આપનું વલણ રહે.
  • કેરિયર/પ્રોફેશન
    આ વર્ષ દરમિયાન નોકરીની વ્યથામાંથી આપ હળવા થતા જાઓ. પોતાના ક્ષેત્રની નોકરી મળતાં વિશેષ આનંદ થાય. સિંહ રાશિના મિત્રોને ખાસ સલાહ છે કે નોકરીમાં પોતાનું જે સ્થાન હોય તે જાળવી રાખવું. તેમ કરવાથી યશ, પદ, પ્રતિષ્ઠા અને સત્તામાં વધારો થશે. ધંધામાં આ વર્ષ સાનુકૂળ બની રહે. જેમ જેમ ધંધો કરશો, અનુભવ મેળવશો તેમ ધંધો-વ્યાપાર વધી શકે છે. ભાગીદારીમાં ધંધો હોય તો તે આપના માટે વિશેષ લાભ આપવાવાળો બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો.
  • હેલ્થ
    આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ આપના માટે થોડું તકલીફ આપવાવાળું બને, કારણ કે ગુરુ અને રાહુની સ્થિતિ આપને વધુ પરેશાન કરી શકે છે. પેટ સંબંધિત ગરબડ ઊભી થતા કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. ૧૫-૦૬-૨૦૧૯થી આપની આરોગ્યની પરિસ્થિતિ બદલાતા સ્વસ્થ વિચાર કરી શકો, લાંબી માંદગીમાંથી બહાર આવતા તાજગીનો અનુભવ કરી શકશો. એકંદરે આ વર્ષ દરમિયાન નાનામાં નાની તકલીફને અવગણવી નહિ. પરિવાર સાથે મનપસંદ જગ્યાએ પ્રવાસની મજા માણી શકશો.
  • ઉપાય
    આપે આ વર્ષની શાંતિ માટે ખાસ સકારાત્મક અભિગમ રાખવો. નકારાત્મક વિચારવું નહિ. વર્ષ દરમિયાન મીઠાનું સેવન ઓછું કરવું. દત્તબાવનીના પાઠ દર ગુરુવારે કરવા. પીળા રંગનું આસન પાથરી ગુરુએ આપેલા મંત્રના નિત્ય પાઠ કરવા. શાંતિ અવશ્ય થશે. કોઈ પણ સારા કાર્યમાં જતી વખતે કે નોકરી-વેપારના સ્થળે જતી વખતે તાંબાનું સૂર્ય યંત્ર હંમેશાં સાથે રાખવું. ‘શ્રીં હિરણ્યગર્ભાય નમ:|’ મંત્રનો રોજ 2 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ