Mithun Rashi 2018 (દૈનિક મિથુન રાશિફળ), Gemini Daily Horoscope, Gemini Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    આજે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. નાણા સાથે જોડાયેલી બાબતોમાં ફાયદો થવાની શક્યતા. મન પર નિયંત્રણ રાખવુ. આક્રમક થતાં પહેલાં ધ્યાન રાખવું. મનની બેચેનીને શાંત રાખવી. કામમાં કોઈ નજીકની વ્યક્તિની મદદ મળી શકે.
  • નેગેટિવ
    નોકરી અને ધંધા સંદર્ભે કોઈ નવો વિચાર આવશે જે કોઈ સાથે શેર કરવો નહીં. આપની કોઈ અંગત વાત સાર્વજનિક થઈ શકે છે. નાની -મોટી ઈજા થવાનો પણ સંભવ છે. કોઈ કામમાં ઉતાવળ કરશો નહીં. તમારાજ નજીકના લોકો હાવી થવાનો પ્રયાસ કરશે.
  • ફેમિલી
    ઘર પરિવારની સ્થિતિ નકારાત્મક થઈ શકે છે. કોઈના પ્રત્યે આકર્ષણ વધે તો ભાવનાઓ પર કાબુ રાખવો. શાબ્દિક રીતે જાહેર કરવો નહીં.
  • લવ
    જીવનસાથીને સમય આપવો. નજીકમાં ફરવા જઈ શકો છો. કેટલાંક લોકો પ્રેમનો એકરાર કરી શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    સમજદારીના પગલે ધંધામાં ફાયદો થવાનો યોગ છે. ફાર્મસીના વિદ્યાર્થીઓને મહેનત કરતાં સારા ફળ મળવાની આશા.
  • હેલ્થ
    સ્વાસ્થ્ય બાબતે મિથુન રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
  • ઉપાય
    એક ટીપું ગંગાજળ માથામાં લગાવવું.
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    આ સપ્તાહ દરમિયાન તમારી આવક સારી રહેશે. ખાસ કામ પૂરું થશે. તમારી યોજનામાં બદલાવ આવશે. વેપારમાં ફાયદો થશે. બિઝનેસને લઈને પ્લાનિંગ કરી શકો છો. કરિયરમાં તમારી મહત્વાકાંક્ષા વધી શકે છે. યોજના બનાવવા માટેસપ્તાહ સારું છે.
  • નેગેટિવ
    તમારા મનમાં ઉથલ-પાથલ ચાલશે. કોઈ નવું કામ ન કરવું. પાર્ટનર સાથેના સંબંધો બગડી શકે છે. સાવધાની રાખવી.
  • ફેમિલી
    પાર્ટનર સાથેના સંબંધો બગડી શકે છે.
  • લવ
    લવ લાઈફને લઈને ખાસ નિર્ણય લઈ શકો છો.
  • કેરિયર/પ્રોફેશન
    બિઝનેસને લઈને યોજના બની શકે છે. ઓફિસમાં નવા કામમાં આગળ વધશો. વિદ્યાર્થીઓ માટે સપ્તાહ સારું રહેશે.
  • હેલ્થ
    થાક લાગશે. જૂની બીમારી પરેશાન કરી શકે છે.
  • ઉપાય
    પાણીમાં સફેદ ફૂલ નાખીને સ્નાન કરવું.
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    3 તારીખથી કાર્યમાં ગતિ આવશે અને આવકમાં સુધારો થશે. સરકારી કાર્યોમાં સહયોગ મળશે અને લક્ષ્યની પ્રાપ્તિ થશે. પરિવારનો સહયોગ મળશે. યાત્રાથી લાભ મળશે. 21 થી 31 જુલાઇ- ભાઇઓનો સહયોગ મળશે અને પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. આવક સારી રહેશે. ભાગ્યનો સાથ મળશે. યાત્રામાં તકલીફ પડી શકે છે. 25-26એ કામમં અડચણો આવશે અને કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. ત્યારબાદ બધુ અનુકૂળ થઈ શકે છે.
  • નેગેટિવ
    1 થી 10 જુલાઇ- દ્વાદશ ચંદ્ર અને ષષ્ઠમ ગુરૂના કારણે શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. 11 થી 20 જુલાઇ- 11 થી 12 જુલાઇની સાંજ સુધી આવકમાં મંદી રહી શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ અને પ્રેમમાં અસફળતા મળી શકે છે. 13 થી બધુ સુધરવા લાગશે. આવકમાં સુધારો થશે અને સંતાનનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર ક્લેશ શાંત થશે. પરિવારમાં સુખશાંતિ રહેશે.
  • ફેમિલી
    પરિવાર સાથે સારો સમય પસાર થશે. કોઇ સારા સમાચાર મળી શકે છે. જૂની ચિંતાઓ સતાવી શકે છે. ભાઇઓનો સહયોગ મળશે.દાંપત્ય મધુર રહેશે. યોજનાઓ સફળ થશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે.
  • લવ
    પાર્ટનર સાથે સંબંધો મધુર બનશે.
  • કેરિયર/પ્રોફેશન
    સરકારી કર્મચારીઓ માટે સમય સારો છે. અધિકારીઓ પ્રસન્ન રહેશે. કોઇ નવો પ્રોજેક્ટ તમને મળી શકે છે. આવકની સારી તક મળશે. બિઝનેસ યાત્રા થકાવનારી અને નિરાશાજનક રહી શકે છે. કોઇ મોટો સોદાઓ તમારા પક્ષમાં થવાની આશા રહેશે. ધનની આવક સારી રહેશે. સંપત્તિ માટે અનુકૂળ સમય છે. નવું ઘર કે વાહન ખરીદવાની ઇચ્છા થશે. કાયદાકિય બાબતોમાં રાહત મળી શકે છે.
  • હેલ્થ
    સ્વાસ્થ્ય માટે સમય સારો છે. કોઇ નવો રોગ નહીં સતાવે. બ્લડ પ્રેશર અને શુગરની સમસ્યા હોય તો સાચવવું.
  • ઉપાય
    ગણપતિને ધરો ચઢાવો. ઘરમાં પોઝિટિવ એનર્જી માટે ગણેશ યંત્રની સ્થાપના કરો. ગાયને લીલું ઘાસ ખવડાવો.
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    આપનો ગુરુ ધંધાકીય ક્ષેત્રમાં આપને પ્રગતિ કરાવે. કૌટુંબિક સમસ્યા હલ થતી જણાય. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે જેને કારણે આપને લાભ થાય. રાહુ આપની રાશિથી પહેલે સ્થાને રહેશે. જેને કારણે આપનું સ્વાસ્થ્ય સ્થિર થતું જણાય. વર્ષના અંત ભાગમાં નવી-નવી તકો વધવાથી આપનું મન પ્રફુલ્લિત રહે. નકારાત્મક વિચારોમાંથી બહાર આવતા નિરાશાથી રાહત મળે. આ વર્ષની આર્થિક સ્થિતિ મધ્યમ ફળદાયક બને. એક રૂપિયો આવે તો નેવું પૈસા ખર્ચ લઈને આવે. નાણાંનો વ્યય પરિવારજનોની દવા પાછળ થઈ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી થોડી પરિસ્થિતિ સુધરતી જણાશે. લાંબા ગાળાનાં રોકાણ હાલ ન કરવાની સલાહ છે. નાની નાની બચતથી આપને મોટો ફાયદો થઇ શકે છે.
  • નેગેટિવ
    આપની રાશિથી ગુરુ મહારાજનું ભ્રમણ છઠ્ઠા એટલે કે રોગ અને શત્રુ સ્થાને છે. એના કારણે આપને સ્વાસ્થ્યની ચિંતા રહે. સમય જતા ખર્ચ વધે જેના કારણે દેવું વધી શકે છે. આપની રાશિથી સાતમે ભ્રમણ કરતો શનિ ઘણું બધું શીખવી જાય.દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે. આપની સામે એવી મૂંઝવણ આવી પડે કે ક્યાં જવું અને શું કરવું તેની ખબર ના પડે. આપના કોઈ પણ કાર્યમાં વિઘ્નો આવ્યા કરે, કોઈ પણ કામ સરળતાથી પૂર્ણ ના થાય. વર્ષના મધ્ય ભાગ પછી પરિસ્થિતિમાં બદલાવ આવે. મનની મૂંઝવણ વધી હોય તો આપને બેચેની વધી શકે છે. કોઈ જટિલ પ્રશ્ન આપનો પીછો છોડતો નથી. જેને કારણે આપનું ટેન્શન વધતું જશે.
  • ફેમિલી
    આપની રાશિના ગોચરના ગ્રહો પ્રમાણે વર્ષના પ્રારંભમાં દાંપત્યજીવન સ્થિર ના રહી શકે. નાનો મોટો ખટરાગ રહ્યા કરશે. પત્નીના ભાગ્યના બળે, પત્નીની ભક્તિના કારણે, વડીલોની સેવાના કારણે આપ મોટી આપત્તિમાંથી બચી શકો છો. લગ્ન માટે જો આ વર્ષે વિચાર કરી રહ્યા હોવ તો આપની મનોકામના સિદ્ધ થતી લાગશે. જીવનસાથીની શોધ પૂર્ણ થતાં આપ ખૂબ આંનદમાં રહી શકશો. એકંદરે લગ્નજીવન મિશ્ર ફળદાયી બને. આ વર્ષે જે જાતકોનાં લગ્ન નથી થયાં તેવા જાતકોને લગ્નજીવનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આપનાં સંતાનો તરફથી આપને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઇ શકે છે. આપનાં સંતાન પાસે આપે જે અપેક્ષા રાખી હોય તે પૂર્ણ થતાં આનંદમાં રહી શકો. આપ જો સંતાન માટે પ્રયત્ન કરતા હોવ તો આપની આ મનોકામના ચોક્કસ સંપન્ન થશે. વિદ્યાર્થી મિત્રોએ વર્ષના આરંભથી ખૂબ મહેનત કરવી પડે. કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રોને મહેનત વધારવાની જરૂર જણાવશે. તેમને તેમની મહેનતના પ્રમાણમાં પરિણામ મળશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સફળતા મળે. જે લોકોએ ડિગ્રી નથી મેળવી એ લોકોનું ડિગ્રી મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થાય.
  • લવ
    આપના સકારાત્મક વિચારો અને હકારાત્મક વલણ આપનું જમા પાસું રહેશે જેના કારણે આપનો વિરોધી વર્ગ આપને મુશ્કેલી આપી શકશે નહિ. પ્રભુ પર શ્રદ્ધા છોડવી નહિ. વર્કિંગ મહિલા માટે વર્ષ સાપ્રેમ સંબંધ
  • કેરિયર/પ્રોફેશન
    નોકરીમાં આ વર્ષ બહુ અદેખાઈવાળું રહે. સામાન્ય ચિંતા રહ્યા કરે. આપ ગમે તેટલી મહેનત કરો, પણ આપના કામની કદર ન થાય. વર્ષના અંતમાં સારી નોકરી મળી શકે છે. સરકારી નોકરીના પ્રયત્નો કરે છે એ લોકો સફળ થઇ શકે છે. ધંધામાં સફળતા આપની પાછળ આવશે. જે કોઈ નવો વેપાર-વ્યવસાય શરૂ કર્યો છે તે સારો ચાલે. હા એટલું કહી શકાય કે કોઈ ખરાબ વ્યાસનના કારણે કે કોઈ સોબતના કારણે ખોટા ખર્ચા અને ધંધામાં પડતી આવી શકે છે, જેથી સાવધાન રહેવું.
  • હેલ્થ
    સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષ ખાસ ફળદાયી ના બની શકે.આપની ઊર્જા ધીરે ધીરે ઓછી થતી જણાય. કોઈ રોગ આપના પર હાવી થતો જણાશે. આપને માથા સંબંધિત તકલીફ પડી શકે છે. બની શકે કે આપને માથાનો દુખાવો સતત રહ્યા કરે. વર્ષના મધ્ય ભાગમાં ઓપરેશન ઈત્યાદિના યોગ પણ બને છે. આ વર્ષે પ્રવાસ કરવામાં વાંધો નથી, પરંતુ આપની તબિયતનું ધ્યાન રાખીને, કારણ કે આપની બીમારીને લીધે પ્રવાસમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. પરિવાર સાથે નાનો પ્રવાસ કે પિકનિકની મજા માણી શકો છો.
  • ઉપાય
    આ વર્ષ દરમિયાન આપે નિંદા અને આલોચનાથી દૂર રહેવું. દરેક બુધવારે ખાલી માટલી અને કાંસાની થાળીમાં ભાખરી કે રોટલીનો ખાંડ મિશ્રિત ભૂકો, ઘી વહેતા પાણીમાં પ્રવાહિત કરવો. કાંસાની થાળીમાં ઘરે લાવી શકાય. લાભ અવશ્ય થશે. મન શાંત રાખવા માટે ભગવાન શિવની ભક્તિ કરવી લાભદાયક છે.ઈષ્ટદેવની તાંબાની મૂર્તિ બનાવડાવીને તેને ઘરના મંદિરમાં રાખવી અને દરરોજ પૂજન કરવું. ‘ૐ ગોવિંદાય નમો નમ:|’ મંત્રનો રોજ 3 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ