Mithun Rashi 2018 (દૈનિક મિથુન રાશિફળ), Gemini Daily Horoscope, Gemini Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    સમયસર મદદ મળતી રહેશે. ભાઇઓ અને મિત્રોનો સહયોગ મળી રહેશે. અચાનક ધનલાભ મળી શકે છે. કેટલીક નવી તક મળી શકે છે. બીજાં માટે તમારે કઈંક ત્યાગ કરવું પડે. રોજિંદાં કામથી લાભ મળી શકે છે. સંતાન દ્વારા ખુશી મળી શકે છે.
  • નેગેટિવ
    કોઇ અધિકારી કે વડીલ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વિચારેલાં કામ પૂરાં નહીં કરી શકો. કોઇ જૂની વાત યાદ આવવાથી મૂડ ખરાબ થઈ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ખાનપાન પર કંટ્રોલ રાખવો.
  • ફેમિલી
    પરિવારમાં થોડો બદલાવ આવી શકે છે. સંતાન બાબતે કોઇ સારા સમાચાર મળી શકે છે.
  • લવ
    પાર્ટનર તમારી દરેક વાત સમજશે અને તમારી સલાહ પણ લેશે. પ્રેમ માટે આજનો દિવસ સારો છે. લવ લાઇફ સારી રહેશે.
  • કેરિયર/પ્રોફેશન
    કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં થોડા સાવધાન રહેવું.
  • હેલ્થ
    માથાનો દુખાવો અને શરીરનો દુખાવો સતાવી શકે છે.
  • ઉપાય
    સોજીનો હલવો ખાઓ.
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    આર્થિક લાભ થઈ શકે છે. અઠવાડિયાના મધ્યમાં, મિત્ર તમારા માટે એવી વસ્તુ કરી શકે છે કે તમને સંપૂર્ણ લાભ મળશે. વર્કસ્પેસમાં નાના ફેરફારો પણ હોઈ શકે છે. તકનીકી અને સંચાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટેનો સમય શુભ છે.
  • નેગેટિવ
    અઠવાડિયાના આ સાત દિવસમાં પૈસાથી સંબંધિત કોઈપણ જોખમો ન લો. માનસિક તણાવ વધશે. થોડી ચિંતા પણ હશે. આ દિવસોમાં તમારે ખાસ કિસ્સાઓમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ
  • ફેમિલી
    જીવનસાથીની લાગણીઓને સમજાવી.
  • લવ
    પ્રેમ જીવન સારું રહેશે.
  • કેરિયર/પ્રોફેશન
    અચાનક આર્થિક લાભ શકે છે. નોકરી અને વ્યવસાયમાં સાવચેત રહેવું. વિદ્યાર્થીઓમાં કેટલીક સમસ્યાઓ હશે. માનસિક તાણ અભ્યાસ અથવા કૌટુંબિક બાબતોને લીધે થશે.
  • હેલ્થ
    પેટ વધુ ખરાબ થઈ શકે છે.
  • ઉપાય
    કુળદેવી આગળ ઘીનો દીવો કરવો.
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    કામમાં કુશળતા રહેશે અને આવક સારી રહેશે. રાજયોગ બનેલો છે. કામ પૂરાં થશે અને સહયોગ મળી રહેશે. ભાઇઓ અને મિત્રોનો સહયોગ મળી રહેશે. ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવાની તક મળશે. વાહન ખરીદવાના યોગ છે. લગ્ન પ્રસ્તાવ મળશે. શત્રુ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે, પરંતુ પોતાના પ્રયત્નોથી વિજય થશે. મહિનાના અંતમાં સફળતા મળશે.
  • નેગેટિવ
    3 અને 4 માર્ચે રોકાણ ન કરવું અને આ બે દિવસોમાં આવકમાં પણ ઘટાડો આવશે. 12 માર્ચથી દ્વાદશ ચંદ્ર હોવાથી આવકમાં ઘટાડો અને બિઝનેસમાં મુશ્કેલી આવી શકે છે. ક્યાંક યાત્રાએ જઈ રહ્યા હોય તો વિવાદ થઈ શકે છે.
  • ફેમિલી
    પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાના યોગ છે. ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. સંતાનનો સહયોગ મળશે અને માતા-પિતાનું સ્વાસ્થ્ય ઠીક રહેશે.
  • લવ
    જીવનસાથી સાથે બહુ સારો સમય પસાર થશે. સંબંધો મધુર બનશે. વિવાદો હલ થઈ શકે છે. જૂની અણસમજણ દૂર થઈ શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    નોકરી માટે સમય સારો છે. અધિકારીઓનો સહયોગ મળશે અને કાર્યસ્થળ પર તમારાં વખાણ થશે. આવકનાં સાધન વધી શકે છે. મહિનાના અંતમાં વિવાદના યોગ છે. બિઝનેસમાં સફળતા મળશે. કોઇ જૂની અટકેલી ડિલ આ મહિનામાં પૂરી થઈ શકે છે. લાભના યોગ બનશે. મહિનાના અંતમાં થોડી સાવધાની રાખવી. કિમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. સંપત્તિ માટે મહિનો મિક્સ રહેશે. કોઇ ફાયદાકારક પ્રસ્તાવ મળી શકે છે, પરંતુ આ માટે તેના ઇતિહાસ અને કાયદાકિય પહેલુઓ વિશે ગંભીરતાથી વિચારી લેવું.
  • હેલ્થ
    આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શરૂઆતના દિવસોમાં તમને માનસિક અને શારીરિક રૂપે દ્રઢ અનુભવશો. મહિના અંતમાં કોઇ ઈંફેક્શન થઈ શકે છે. સાવધાન રહેવું.
  • ઉપાય
    ગણપતિ અથર્વશીર્ષનો રોજ પાઠ કરવો. કોઇ માતાના મંદિરમાં દર્શન કરવાં. બાળકોમાં મિઠાઇ વહેંચો.
મિથુન
(ક. છ. ઘ.)
  • પોઝિટિવ
    આપનો ગુરુ ધંધાકીય ક્ષેત્રમાં આપને પ્રગતિ કરાવે. કૌટુંબિક સમસ્યા હલ થતી જણાય. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે જેને કારણે આપને લાભ થાય. રાહુ આપની રાશિથી પહેલે સ્થાને રહેશે. જેને કારણે આપનું સ્વાસ્થ્ય સ્થિર થતું જણાય. વર્ષના અંત ભાગમાં નવી-નવી તકો વધવાથી આપનું મન પ્રફુલ્લિત રહે. નકારાત્મક વિચારોમાંથી બહાર આવતા નિરાશાથી રાહત મળે. આ વર્ષની આર્થિક સ્થિતિ મધ્યમ ફળદાયક બને. એક રૂપિયો આવે તો નેવું પૈસા ખર્ચ લઈને આવે. નાણાંનો વ્યય પરિવારજનોની દવા પાછળ થઈ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી થોડી પરિસ્થિતિ સુધરતી જણાશે. લાંબા ગાળાનાં રોકાણ હાલ ન કરવાની સલાહ છે. નાની નાની બચતથી આપને મોટો ફાયદો થઇ શકે છે.
  • નેગેટિવ
    આપની રાશિથી ગુરુ મહારાજનું ભ્રમણ છઠ્ઠા એટલે કે રોગ અને શત્રુ સ્થાને છે. એના કારણે આપને સ્વાસ્થ્યની ચિંતા રહે. સમય જતા ખર્ચ વધે જેના કારણે દેવું વધી શકે છે. આપની રાશિથી સાતમે ભ્રમણ કરતો શનિ ઘણું બધું શીખવી જાય.દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે. આપની સામે એવી મૂંઝવણ આવી પડે કે ક્યાં જવું અને શું કરવું તેની ખબર ના પડે. આપના કોઈ પણ કાર્યમાં વિઘ્નો આવ્યા કરે, કોઈ પણ કામ સરળતાથી પૂર્ણ ના થાય. વર્ષના મધ્ય ભાગ પછી પરિસ્થિતિમાં બદલાવ આવે. મનની મૂંઝવણ વધી હોય તો આપને બેચેની વધી શકે છે. કોઈ જટિલ પ્રશ્ન આપનો પીછો છોડતો નથી. જેને કારણે આપનું ટેન્શન વધતું જશે.
  • ફેમિલી
    આપની રાશિના ગોચરના ગ્રહો પ્રમાણે વર્ષના પ્રારંભમાં દાંપત્યજીવન સ્થિર ના રહી શકે. નાનો મોટો ખટરાગ રહ્યા કરશે. પત્નીના ભાગ્યના બળે, પત્નીની ભક્તિના કારણે, વડીલોની સેવાના કારણે આપ મોટી આપત્તિમાંથી બચી શકો છો. લગ્ન માટે જો આ વર્ષે વિચાર કરી રહ્યા હોવ તો આપની મનોકામના સિદ્ધ થતી લાગશે. જીવનસાથીની શોધ પૂર્ણ થતાં આપ ખૂબ આંનદમાં રહી શકશો. એકંદરે લગ્નજીવન મિશ્ર ફળદાયી બને. આ વર્ષે જે જાતકોનાં લગ્ન નથી થયાં તેવા જાતકોને લગ્નજીવનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આપનાં સંતાનો તરફથી આપને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઇ શકે છે. આપનાં સંતાન પાસે આપે જે અપેક્ષા રાખી હોય તે પૂર્ણ થતાં આનંદમાં રહી શકો. આપ જો સંતાન માટે પ્રયત્ન કરતા હોવ તો આપની આ મનોકામના ચોક્કસ સંપન્ન થશે. વિદ્યાર્થી મિત્રોએ વર્ષના આરંભથી ખૂબ મહેનત કરવી પડે. કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રોને મહેનત વધારવાની જરૂર જણાવશે. તેમને તેમની મહેનતના પ્રમાણમાં પરિણામ મળશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સફળતા મળે. જે લોકોએ ડિગ્રી નથી મેળવી એ લોકોનું ડિગ્રી મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થાય.
  • લવ
    આપના સકારાત્મક વિચારો અને હકારાત્મક વલણ આપનું જમા પાસું રહેશે જેના કારણે આપનો વિરોધી વર્ગ આપને મુશ્કેલી આપી શકશે નહિ. પ્રભુ પર શ્રદ્ધા છોડવી નહિ. વર્કિંગ મહિલા માટે વર્ષ સાપ્રેમ સંબંધ
  • કેરિયર/પ્રોફેશન
    નોકરીમાં આ વર્ષ બહુ અદેખાઈવાળું રહે. સામાન્ય ચિંતા રહ્યા કરે. આપ ગમે તેટલી મહેનત કરો, પણ આપના કામની કદર ન થાય. વર્ષના અંતમાં સારી નોકરી મળી શકે છે. સરકારી નોકરીના પ્રયત્નો કરે છે એ લોકો સફળ થઇ શકે છે. ધંધામાં સફળતા આપની પાછળ આવશે. જે કોઈ નવો વેપાર-વ્યવસાય શરૂ કર્યો છે તે સારો ચાલે. હા એટલું કહી શકાય કે કોઈ ખરાબ વ્યાસનના કારણે કે કોઈ સોબતના કારણે ખોટા ખર્ચા અને ધંધામાં પડતી આવી શકે છે, જેથી સાવધાન રહેવું.
  • હેલ્થ
    સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષ ખાસ ફળદાયી ના બની શકે.આપની ઊર્જા ધીરે ધીરે ઓછી થતી જણાય. કોઈ રોગ આપના પર હાવી થતો જણાશે. આપને માથા સંબંધિત તકલીફ પડી શકે છે. બની શકે કે આપને માથાનો દુખાવો સતત રહ્યા કરે. વર્ષના મધ્ય ભાગમાં ઓપરેશન ઈત્યાદિના યોગ પણ બને છે. આ વર્ષે પ્રવાસ કરવામાં વાંધો નથી, પરંતુ આપની તબિયતનું ધ્યાન રાખીને, કારણ કે આપની બીમારીને લીધે પ્રવાસમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. પરિવાર સાથે નાનો પ્રવાસ કે પિકનિકની મજા માણી શકો છો.
  • ઉપાય
    આ વર્ષ દરમિયાન આપે નિંદા અને આલોચનાથી દૂર રહેવું. દરેક બુધવારે ખાલી માટલી અને કાંસાની થાળીમાં ભાખરી કે રોટલીનો ખાંડ મિશ્રિત ભૂકો, ઘી વહેતા પાણીમાં પ્રવાહિત કરવો. કાંસાની થાળીમાં ઘરે લાવી શકાય. લાભ અવશ્ય થશે. મન શાંત રાખવા માટે ભગવાન શિવની ભક્તિ કરવી લાભદાયક છે.ઈષ્ટદેવની તાંબાની મૂર્તિ બનાવડાવીને તેને ઘરના મંદિરમાં રાખવી અને દરરોજ પૂજન કરવું. ‘ૐ ગોવિંદાય નમો નમ:|’ મંત્રનો રોજ 3 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ