Makar Rashi 2018 (દૈનિક મકર રાશિફળ), Capricorn Daily Horoscope, Capricorn Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  લોકોની મદદ અને સેવા કરી શકો છો. કામકાજનાં સકારાત્મક પરિણામ મળી શકે છે. નિયમ-કાયદા અને જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહી શકો છો. તમારું બધું જ ધ્યાન આગળ વધવામાં રહેશે. નવાં કામ શરૂ કરવાના યોગ છે.
 • નેગેટિવ
  પરિવારના લોકોની માંગણીઓ પૂરી કરવામાં ઘણો સમય નીકળી શકે છે. જેના કારણે તમે તમારાં કામ પર પૂરતું ધ્યાન નહીં આપી શકો. નાની-મોટી તકલીફ રહેશે. કડવી ભાષાનો ઉપયોગ ન કરવો. ખર્ચ વધી શકે છે.
 • ફેમિલી
  ઉદાર રહેશો. પરિવારની સમસ્યાઓનું સમાધાન કરી સકશો. બીજાંની મદદ કરી સકશો.
 • લવ
  કુંવારા લોકો માટે પ્રેમ પ્રપોઝ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. દિલની વાત કહી દો. વાણી પર સંયમ રાખો.
 • કેરિયર/પ્રોફેશન
  કાર્યક્ષેત્રમાં અચાનક વિવાદ થવાના યોગ છે. જૂના કાગળો કે ફાઇલો તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.
 • હેલ્થ
  નાની-મોટી બીમારીઓ સતાવી શકે છે.
 • ઉપાય
  પપૈયું ખાઓ.
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  શિસ્તમાં રહીને કામ કરવું. સંઘર્ષ બાદ સફળતા તો મળશે.
 • નેગેટિવ
  પ્લાનિંગ વગર કામ ન કરવું. આ સાત દિવસોમાં કોઇ મોટો લાભ નહીં મળી શકે. દુશ્મનોથી સાવધાન રહેવું. ઉતાવળમાં લીધેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે.
 • ફેમિલી
  મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સહયોગ મળી રહેશે.
 • લવ
  આ સાત દિવસો બહુ સારા રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  તમારે સાવચેત રહેવું જોઈએ. શેરબજારથી સંબંધિત બાબતોમાં કોઈ મોટો નિર્ણય ન લેવા. આ સાત દિવસ વિદ્યાર્થીઓ માટે સારા રહેશે.
 • હેલ્થ
  ઈજા કે અકસ્માતની શક્યતા છે.
 • ઉપાય
  ઘરેથી બહાર નીકળતી વખતે હનુમાનદાદાનું સ્મરણ કરવું.
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  આવકમાં વધારો થશે. કામમાં સફળતા મળશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નવા કામ મળશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. લાંબા સમયથી તમે જે કામ કરવાની રાહ જુઓ છે તે પૂરું થશે. વેપારમાં સુધારો થશે. નોકર બદલવાનું વિચારી શકો છો. કામ સમયસર પૂરા થશે. કેતુનું ગોચર પૂરું થસે. જીવનસાથી તરફથી ખુશી મળશે. આવક સારી રહેશે. બીજાનો સહયોગ મળશે. નવા લાભકારક સંપર્કો બનશે. તમારી યોજનાઓ સફળ થશે.
 • નેગેટિવ
  ખર્ચમાં વધારો થશે. સ્થાવર સંપત્તિની બાબતમાં સમસ્યા સર્જાય શકે છે. મહિનાના અંતમાં અમુક મુશ્કેલી આવી શકે છે.
 • ફેમિલી
  પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થશે. મન પ્રસન્ન રહેશે અને કોઈ વિવાદ થશે નહીં. નવા સંબંધોથી મિત્રતા થઈ શકે છે. ભાઈનો સહયોગ મળશે.
 • લવ
  સાથીના પ્રેમમાં વધારો થશે. જો તમે કુંવારા છો તો તેમને આ મહિના દરમિયાન સારો પ્રસ્તાવ મળી શકે છે. લગ્નજીવન મધુર બનશે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં સમય સામાન્ય રહેશે. કામ વ્યવસ્થિત ચાલશે. કોઈ જૂનો વિવાદ સમાપ્ત થવાના યોગ છે. અટવાયેલો પ્રોજેક્ટ પણ પૂરો થઈ શકે છે. વ્યવસાયમાં આવક સારી રહેશે. લાભ કરાવનાર કરાર થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલું ધન પ્રાપ્ત થશે. સંપત્તિમાં વધારો થશે. વાહન, મશીનરી વગેરેના ખર્ચમાં વધારો થઈ શકે છે. નવું વાહન ખરીદવાનું વિચારી શકો છો.
 • હેલ્થ
  આ મહિના દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગમાં પણ રાહત થશે. ખાવાપીવા પર થોડું ધ્યાન આપજો.
 • ઉપાય
  શનિના મંદિરમાં દર શનિવારે તેલ ચડાવવું. ગરીબ ભિખારીને દાન આપો. કોઈ હનુમાન મંદિરમાં નારિયેળ ચડાવો.
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  રાહુનું ભ્રમણ આપની રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે, જે રોગ અને શત્રુઓનું સ્થાન છે. છઠ્ઠા સ્થાનનો રાહુ આપને શુભ ફળદાયી બનશે. જેમાં આ વર્ષે ઘણાં બધાં લાભનાં કાર્યો થઇ શકે છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં પ્રગતિ થાય. એકંદરે આ વર્ષ ઘણું સાનુકૂળ બની રહે તેમજ જે કોઈ બાબત બગડી હોય તેને સુધારી શકાય. સ્થાવર મિલકતમાં આ વર્ષે આપ સારો એવો વધારો કરી શકો છો. વર્ષ દરમિયાન નાની નાની બચત કરી જમીન ઈત્યાદિ ખરીદી શકશો. કોઈ પણ ખરીદી કરતા કામના કાગળો તેમજ પોતાના ભાગીદાર સાથેના કરારો બરાબર વાંચી લેવા. નવા મકાન કે જે રહેતા હોવ તે મકાનના રિનોવેશન કરવાના યોગ બને છે. જૂનું મકાન કે મિલકત વેચી હોય તો તેમાંથી થોડાં નાણાંનું રોકાણ સોના-ઝવેરાતમાં કરવાથી લાભ થશે. નવી કાર વસાવી શકશો, પણ તેના માટે મહેનત વધારવી પડે. આવનારું આ વર્ષ આપના માટે બહુ હિલચાલવાળું કહી શકાય. વિદેશમાં જવાથી આપને લાભ થશે, પરંતુ ઇચ્છિત દેશના વિઝા મેળવવામાં આપને મુશ્કેલી થઇ શકે છે. વિદ્યાર્થીઓ કે જે વિદેશ અભ્યાસ માટે જવા ઇચ્છે છે તેમને વિઝા મેળવવામાં સફળતા મળી શકે છે. પરિવાજનોનાં વિદેશમાં કમાયેલાં નાણાંનું રોકાણ યોગ્ય રીતે કરવાથી લાભ થાય. જેના ભરોસે તમે ગયા હોય તેવી વિદેશમાં રહેતી વ્યક્તિઓના અસહકારને કારણે આપની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે. ગુરુ ગ્રહ આપની રાશિથી લાભસ્થાને છે જેના કારણે ધારેલાં કાર્યો અટકાય, પરંતુ વર્ષ પસાર થતાં તે જ કાર્યો ઉકેલી શકો છો. આ વર્ષ દરમિયાન ગુરુની દૃષ્ટિએ યશ-કીર્તિ, પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન પ્રાપ્ત કરી શકો. ભાગ્યનો સાથ મળવાથી સારી તકો ઊભી થાય. ગોચરની દૃષ્ટિએ ગ્રહબળને લીધે આવનારું વર્ષ આપને લાભ કરાવે.
 • નેગેટિવ
  આપની સફળતાની પાછળ ઘણાં બધાં કારણ હોઈ શકે છે, પરંતુ કોઈને હેરાન કરી કે કોઈનું નુકસાન કરી મેળવેલી સફળતા શત્રુઓમાં વધારો કરી શકે છે. જો કોઈએ તમારી ખોટી રીતે ફસામણી કરી હશે તો તમે તેમાંથી તમારો આબાદ બચાવ થશે. જે કોઈ જૂના કેસ ચાલે છે તેની મુદતો પડે જશે, જેથી વર્ષના મધ્યભાગ સુધી ધીરજ જાળવી રાખવી. શત્રુઓ દ્વારા કેટલીક મુશ્કેલી ઉપસ્થિત થઈ શકે છે, પરંતુ તેના કોઈ ગંભીર પરિણામ નહીં આવે. એકંદરે શત્રુ-કોર્ટ-કચેરીના મામલે આ વર્ષ મધ્યમ ફળદાયી બને. આ વર્ષ દરમિયાન આવકનાં સ્થાનો કરતાં જાવકનાં સ્થાનો વધુ છે. જે લોકોને કામ કરવું છે તેવા લોકોને સરળતાથી કામ ન મળતા નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે. આપના ગત જન્મોનાં કે પ્રવર્તમાન સમયનાં સારાં કર્મોને કારણે આર્થિક સંકડામણ અનુભવાશે નહીં. એકંદરે આર્થિક દૃષ્ટિકોણથી આ વર્ષે વધુ સાચવીને પગલાં ભરવાં. માનસિક-ભાવાત્મક બાબતોમાં આ વર્ષ દરમિયાન ઘેરાયેલા રહેશો. આપની લાગણીઓ અને આપની સંવેદનાઓને કોઈ ન સમજતા આપને ઠેસ પહોંચી શકે છે. જેના કારણે આપના મનને ચેન ન પડે. વર્ષના મધ્ય ભાગ પછી પોતાના વ્યક્તિઓના સહકારને કારણે, ધાર્યા કાર્યમાં સફળતાને કારણે આપની ચિંતાનો ઉકેલ મળતો જાય. સંવત ૨૦૭૫ના વર્ષમાં આપની રાશિથી બારમા સ્થાને શનિનું ભ્રમણ રહેશે. જેના કારણે આપને અણધાર્યા ખર્ચા થઇ શકે છે. શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલે છે. જેના કારણે સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે. જો જન્મકુંડળીના ગ્રહો બળવાન હશે તો મુશ્કેલી ઓછી થશે નહિ, તો વધુ પરિશ્રમ કરવો પડે.
 • ફેમિલી
  સંતાનપ્રાપ્તિથી લઈને સંતાનોની અન્ય બાબતોએ આ વર્ષ આપના માટે ફાયદાકારક રહેશે. જે આશા અપેક્ષાઓ આપનાં સંતાનોથી રાખી છે તે પરિપૂર્ણ થાય. વ્યાવસાયિક અભ્યાસ કરતાં સંતાનોના સારા પરિણામથી આપને હરખ થઈ શકે છે. સંતાનપ્રાપ્તિ આડેની બાધાઓ ધીરે-ધીરે દૂર થવા લાગશે. સંતાનોના વિકાસ સંબંધિત ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આવનારું વર્ષ સફળતા અપાવનારું રહેશે. અભ્યાસ થકી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકાશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. લગ્નજીવન સંદર્ભે આપનું આવનારું આ વર્ષ થોડું મધ્યમ રહી શકે છે. મોટી ઉંમરના વ્યક્તિઓ જેને લગ્નની ઉત્સુકતા છે તેવા મિત્રોને આનંદના સમાચાર મળી શકે છે. દાંપત્યજીવનમાં આ વર્ષે સંપૂર્ણ રીતે સાવધાન રહેવું. શંકા-કુશંકા આપનાથી બની શકે તેટલી દૂર રાખવી. જીવનસાથીના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આપ લાવી શકો. આખા વર્ષ દરમિયાન એકબીજાને સમજી આગળ વધશો તો પ્રેમ-મધુરતામાં વધારો થશે. કોઈ બાબતે મનમુટાવ હોય તો વડીલોને વચ્ચે રાખીને સમાધાન કરવાથી જીવનમાં સુખની વૃદ્ધિ થશે.
 • લવ
  પ્રેમસંબંધમાં સફળતાનું મુખ જોવા મળી શકે છે. જોકે, ઘણાં બધાં વિઘ્નો પાર કરવાનાં થાય. જેને આપ પ્રેમ કરો છો એની મુલાકાતથી આપનો દિવસ આનંદમાં પસાર થાય. પ્રેમસંબંધને લગ્નસંબંધ સુધી પહોંચાડવામાં આપના નજીકના મિત્રોનો સાથ-સહકાર મળી રહે. જો તમે પ્રેમ પૈસા, સંપત્તિ, જમીન-વાહન કે માત્ર સુંદરતા જોઈને કર્યો હશે તો તે બહુ ટકશે નહીં. પરિવારમાં તમારા પ્રેમસંબંધની જાણ થઈ જવાથી તમારે સંબંધો છુપાવી નહીં રાખવા પડે, ઊલટાનું તેનાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે. એકંદરે વર્ષ મધુરતાવાળું રહે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીના ક્ષેત્રમાં આપની જવાબદારીમાં વધારો થાય. સરકારી નોકરી કરતા જાતકોને જો તેઓ યોગ્ય રીતે કાર્ય નહીં કરતા હોય તો તેમના પર કાયદેસરનાં પગલાં કે કાર્યવાહી થઇ શકે છે. વધુ ચિંતા નહીં રહે, પરંતુ સાવધાન રહેવું આપના માટે લાભદાયી રહે. ધંધામાં ટૂંકા ગાળાના ફાયદામાં આપ જે વિચારી રહ્યા છો તે ગણતરી અને ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. બેંકની લોન વેપાર માટે લીધી હશે તો તેને ચૂકવવા સંબંધિત યોગ્ય વ્યવસ્થા કે યોજના ઘડી શકશો.
 • હેલ્થ
  આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષે ખૂબ સકારાત્મક રહેજો નહીં તો આપે તેનું મોટું વળતર ચૂકવવું પડી શકે છે. માર્ચ મહિનાની આસપાસ કોઈ પણ કારણે નાની મોટી શસ્ત્ર ક્રિયા કરાવી પડી શકે તેમ છે. લાંબી મુસાફરીના કારણે ઢીંચણ અને કમ્મર સંબંધિત તકલીફ પડી શકે તેમ છે. લાંબા સમયથી ગંભીર બીમારી થઇ હોય તેવા જાતકોને રાહતના અને આનંદના સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક યાત્રા એટલે કે કૈલાસ માનસરોવર કે ચારધામ યાત્રા થઇ શકે છે. પરિવારજનો સાથે હવા ખાવાના સ્થળે પ્રવાસનો આનંદ માણી શકો છો. બાળકોને નાની પિકનિક કરાવી શકશો.
 • ઉપાય
  શક્ય હોય તો કાળાં-વસ્ત્રો પહેરવાનું ટાળવું. આ વર્ષ દરમિયાન મહાદેવની પૂજા-ઉપાસના કરવાથી લાભ થાય. દર શનિવારે શિવલિંગ પર સરસવ અને મધથી અભિષેક કરવો લાભદાયી રહેશે. ગરીબ વ્યક્તિને જરૂરિયાતની વસ્તુનું દાન કરવું. હનુમાનજીના મંદિરમાં સાત શનિવાર સુધી સતત જઈને સફેદ આકડાની માળા અર્પણ કરવી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. ‘ૐ શનિશ્ચરાય નમ:|’ મંત્રનો 3 માળાજાપ કરવો. શનિવારે છાયાદાન કરવું.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ