Kark Rashi 2018 (દૈનિક કર્ક રાશિફળ), Cancer Daily Horoscope, Cancer Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  રોજિંદા કામમાં બદલાવ આવશે. ઈમાનદારીથી કામ કરવું. ધીરજ અને શાંતિ રાખવી. બધી સમસ્યાનું સમાધાન આવશે. સમયની સાથે ચાલવું. અધિકારીઓ સાથે વાતચીત થશે. ખર્ચ ઉપર કાબૂ રાખવાની કોશિશ કરશો, જેમાં તમે સફળ થશો. સંબંધોની મધુરતા વધારવામાં સફળ થશો. માગ્યા વગર કોઈ તમારી મદદ કરશે.
 • નેગેટિવ
  ગોચર કુંડળીના 12માં ભાવમાં ચંદ્રમા થોડિક મુશ્કેલી સર્જશે. આવતીકાલ ઉપર કોઈ કામ ટાળવું નહીં. કોઈ કામ બીજા ઉપર પણ છોડવું નહીં. કોઈ વ્યક્તિ તમને ખોટું કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે. સાવધાન રહેવું. આજુબાજુનું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે. અમુક વાતને લઈને માનસિક તણાવ રહેશે.
 • ફેમિલી
  સંબંધોની મધુરતા વધારવામાં સફળ થશો.
 • લવ
  પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. પ્રેમનો એકરાર કરવા માટે દિવસ સારો છે.
 • કેરિયર/પ્રોફેશન
  વેપારમાં સાવધાન રહેવું. નવા સોદા થશે. ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.
 • હેલ્થ
  અપૂરતી ઊંઘ થશે. થાક લાગશે.
 • ઉપાય
  ગણેશજીની ઉપાસના કરવી.
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  આ સપ્તાહમાં પ્રગતિ માટે સારી તક મળશે. મગજમાં ઘણા વિચારો આવશે. તમને કામ સાથે જોડાયેલા નવા આઈડિયા મળી શકે છે. તમે જે યોજના બનાવી છે તે પૂરી થશે. સુખ-સુવિધામાં વધારો થશે. તમે ખુશ રહેશો. બિઝનેસમાં નવા કરાર પણ થઈ શકે છે, જેનો ફાયદો તમને આવનાર દિવસમાં મળશે.
 • નેગેટિવ
  વિવાદ થવાની સંભાવના છે. સાથે રહેનાર લોકો તમને પરેશાન કરી શકે છે. દુશ્મનનો સામનો પણ કરવો પડશે. બિનજરૂરી કામમાં સમય પસાર થશે. વ્યક્તિગત સબંધમાં ભાગ્યનો સાથ ન મળવાના કારણે પરેશાન રહેશો. ખાવાપીવામાં સાવધાની રાખવી. ખર્ચમાં પણ વધારો થશે.
 • ફેમિલી
  જૂની વાતોના કારણે મતભેદ થસે.
 • લવ
  લવ લાઈફ સામાન્ય રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  અધિકારીઓનો સહકાર મળશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને આળસ અને થાક લાગશે.
 • હેલ્થ
  પેટ ખરાબ થઈ શકે છે.
 • ઉપાય
  પાણીમાં બે ટીપા દૂધ મેળવીને સ્નાન કરવું.
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  1 થી 10 મે- રાશી પર ગુરૂની દ્રષ્ટિ છે. વિદેશોથી ધનલાભ થશે. દાંપત્યજીવનમાં સુધારો આવશે. બધાંનું સન્માન કરવું. નિર્ણયો પર ટકી રહેવું. પ્રોફેશનમાં સફળતા મળશે. પરિવારનો મતભેદ દૂર થશે. 11 થી 20 મે- સફળતા મળતી રહેશે. 14 તારીખથી સમય પાછો અનુકૂળ થઈ શકે છે. જીવનસાથીના સહયોગથી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે.
 • નેગેટિવ
  નવો વ્યવસાય નિષ્ફળ જઈ શકે છે.12-13 મેનો સમય ઠીક રહેવાની શક્યતા નથી. ગુસ્સો વધારે આવી શકે છે. સંતાન સાથે વિવાદ થઈ શકે છે. 21 થી 31 મે- 23-24 તારીખે કામ વગરનો ખર્ચ થઈ શકે છે. હોટેલ વગેરેમાં જમવા જવાની તક મળી શકે છે. 25 થી સમયનો સહયોગ મળી રહેશે. કામ નિયમિત પૂરાં થશે. મહિનાના અંતમાં કર્મચારીઓને અડચણ આવી શકે છે.
 • ફેમિલી
  દાંપત્યજીવન સુખદ રહેશે. જીવનસાથી તમને ગમતું વર્તન કરશે. ગેરસમજણ દૂર થશે અને સન્માન વધશે. પરિવારનો મતભેદ દૂર થશે. માતા-પિતા અને ભાઇઓનો સહયોગ મળશે. સંતાન દ્વારા કષ્ટ મળી શકે છે. સંતાનને નિષ્ફળતા મળવાના પણ યોગ છે.
 • લવ
  પ્રમી તમારા વ્યવહારથી નારાજ થઈ શકે છે. સમજી વિચારીને બોલવું.
 • કેરિયર/પ્રોફેશન
  બિઝનેસ માટે સમય થોડો મુશ્કેલ છે. નવો બિઝનેસ કરવાનું વિચારતા હોય તો થોડી રાહ જોવાની જરૂર છે. નિષ્ફળતા મળી શકે છે. વિદેશમાં નોકરીની ઇચ્છા હોય તો, આ મહિને વધારે પ્રયત્નો કરવા. નોકરીથી લાભ મળવાના યોગ છે. તમારા નિર્ણયોને કાર્યસ્થળ પર સમર્થન મળશે.
 • હેલ્થ
  સ્વાસ્થ્યની બાબતમાં આ મહિનો બહુ સારો નથી. તણાવ અને અશક્તિના કારણે ગુસ્સો થોડો વધારે આવી શકે છે. કોઇ જૂની બીમારી સતાવી શકે છે.
 • ઉપાય
  શિવજીને જળાભિષેક કરો. સાંજના સમયે તુલસી અને પીપળા આગળ દીવો કરો. રોજ ऊं નમ: શિવાય મંત્રનો જાપ કરો.
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  ગુરુ મહારાજ આપની રાશિથી પાંચમા સ્થાને ભ્રમણ કરે છે. જે આપના માટે શુભફળદાયી બને. વ્યાવસાયિક અભ્યાસની પરીક્ષામાં સરળતાથી ઉત્તીર્ણ થઇ શકશો. મુશ્કેલીઓ દૂર થતાં રાહતનો શ્વાસ લઇ શકાય. શનિ ગ્રહ આપની રાશિથી છઠ્ઠા સ્થાને ભ્રમણ કરશે. આ શનિ રોગ અને શત્રુના પ્રશ્નો મહદંશે સાનુકૂળ બનાવે. સકારાત્મક અભિગમના કારણે આપની આવકમાં વધારો થાય. આપના ભાગ્ય પ્રમાણે સુખ-સંપત્તિમાં વધારો થઇ શકે. બેંક સંબંધિત કાર્યોમાં આવતા જતા વધુ સાવધાની રાખવી. આ વર્ષમાં આપની નાણાકીય પરિસ્થિતિ સુધરતા આપ મકાનમાં રોકાણ કરી શકો છો
 • નેગેટિવ
  ગુરુ મહારાજના કારણે કેટલાક સંજોગો એવા બને કે જેના કારણે આપનો કાર્યભાર વધી શકે છે. સામાજિક પદ-પ્રતિષ્ઠા મળવાથી આનંદ થાય. શનિ મહારાજના કારણે અણધાર્યા ખર્ચ જોવા મળે, પણ આર્થિક પ્રશ્નોનો સામનો કરવો પડે. આપ અડચણમાંથી બહાર આવી શકો, પરંતુ માનસિક તનાવ રહ્યા કરે. આપની પ્રગતિ કોઈના માટે અસહ્ય બની રહે. આપની રાશિથી રાહુનું ભ્રમણ વ્યય સ્થાને થશે. તે જોતાં આવનારો સમય આપના માટે સાવધાનીસૂચક બની રહે. કારણ વગર વાદવિવાદમાં ફસાવાનું થાય. કોઈ પણ કાર્ય સારા માટે કર્યું હોય, પરંતુ તેનું પરિણામ ખોટું આવે. સમાજમાં માનહાનિ અને ટીકા થાય. વર્ષના અંત ભાગમાં શક્યતઃ રાહુ શુભ ફળ આપી શકે.
 • ફેમિલી
  આ વર્ષે લગ્નવાંછુક લોકોને લગ્ન કરવામાં માટે સારા યોગ બને છે. મોટી ઉંમર થવા છતાં પણ ઇચ્છિત જીવનસાથી મળે. જો લગ્ન માટેની વાતચીત ચાલી રહી હોય તો બંને પક્ષે સરળતાથી લગ્ન માટેનો જવાબ હામાં આવી શકે છે. દાંપત્યજીવનમાં નાના-મોટા ખટરાગ પછી જીવન સ્થિર થતું હોય તેવી અનુભૂતિ થાય. વર્ષના મધ્ય ભાગમાં વૈચારિક મતભેદોના કારણે દાંપત્યજીવનમાં નાની-મોટી તકલીફ આવે, પણ તેને સૂઝબૂઝથી દૂર કરી શકાય. કોઈ પણ નિર્ણય લો તેમાં જીવનસાથીની સલાહ અચૂક માનજો. પૌત્રાદિકની પ્રગતિ-સફળતાને કારણે આ વર્ષ આનંદ ઉત્સવથી સભર રહે. સંતાનપ્રાપ્તિની ઇચ્છા આ વર્ષે પૂરી થતી જણાશે. સંતાનોના વિદ્યાભ્યાસ માટે, કારકિર્દીના ઘડતર માટે સારી તક પ્રાપ્ત થાય. સંતાનોના લગ્ન યોગ બનતા સમય આનંદમાં પસાર થાય. અભ્યાસ માટે આ વર્ષ આપના માટે ખૂબ મહત્ત્વનું રહે. ઉચ્ચ અભ્યાસ માટે બની શકે કે આપને ઘરથી દૂર જવું પડે. આ વર્ષ દરમિયાન સારી કોલેજમાં એડમિશન લેવા માટે મહેનત કરવી પડે. મેહનતનું પરિણામ પ્રાપ્ત થતા આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય.
 • લવ
  પ્રેમને જો આપ રમત સમજતા હોવ તો એ ભૂલ ભરેલું છે. આપની રમતના કારણે કોઈ અન્ય વ્યક્તિને ઠેસ ના પહોંચેે તેનું ખાસ ખાસ ધ્યાન રાખવું. ધીરે-ધીરે જેને આપ પસંદ કરી રહ્યા છો તેને પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્નો કરવા પડશે. આ પવિત્ર સંબંધને સમજવાનું આપને અઘરું લાગશે, પણ સાચા હૃદયથી પામવાનો પયત્ન કરશો તો આપની મહેચ્છા પૂર્ણ થશે. આપના પ્રેમના સાક્ષી તરીકે પોતાના ખાસ મિત્રની સલાહ ના લેવી. આપના પ્રેમી કે પ્રેમિકા દ્વારા કુટુંબમાં આનંદનું વાતાવરણ પેદા થાય.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં આ વર્ષ ખૂબ જ પ્રગતિકારક બને. નોકરીમાં બદલી માટેના આપના પ્રયત્નો સફળ થાય. પોલીસ ખાતામાં, કોર્ટમાં કામ કરનારા, સરકારી વિભાગમાં કામ કરનારા તમામ મિત્રોએ ખાસ સાવધાની રાખવી. કોઈ ટૂંકાગાળાની લાલચના કારણે લાંછન ના લાગે તેનું ધ્યાન રાખવું. ધંધાકીય દૃષ્ટિકોણથી જોતા ધંધો ધીરે-ધીરે વધતો જશે, પણ ખોટાં સાહસ અને રોકાણ આપની ઊંઘ હરામ ન કરે તેની કાળજી રાખવી. ગણતરીપૂર્વકનું આયોજન આપનો ધ્યેય સિદ્ધ કરે.
 • હેલ્થ
  ગોચરનો રાહુ તેમજ શનિની પરિસ્થિતિને જોતા આરોગ્ય બાબતે સાવધાન થવાની ખૂબ જરૂર છે. આપનું આળસુપણું અને લાપરવાહી ગંભીર બીમારીનો આમંત્રણ આપી શકે છે. જોકે, બીમારી ગંભીર હોય અને છેલ્લા કેટલાય સમયથી દવા ચાલતી હોય તો આ વર્ષે બીમારીમાં ધીરે-ધીરે સુધારો આવતો જણાય. નાણાકીય પરિસ્થિતિ મજબૂત થતા ચાર ધામ જેવા ધાર્મિક યાત્રા-પ્રવાસ કરી શકો છો. ધંધાકીય કામસર વારંવાર પોતાના કુટુંબથી દૂર રહેવાના યોગ બને. બાળકો સાથે બે-ચાર દિવસનો સુખદ પ્રવાસ માણી શકશો.
 • ઉપાય
  આ વર્ષે આપને ખાસ સૂચના છે કે દુ:ખી ન રહેવું, કારણ વગરની ચિંતા છોડી દેવી. ચાંદીના ગ્લાસમાં અથવા પાણીમાં ચાંદી હોય એવા પાણીનું સેવન કરવું . સૂર્યોદય વખતે શક્ય હોય તો ચાંદીના કળશમાં સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. તેનાથી નિશ્ચત લાભ થશે. આપે ચાંદીનો ટુકડો કે વીંટી હંમેશાં પોતાની પાસે રાખવી. ચંદ્રના નક્ષત્રોમાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થશે. ‘ૐ શ્રીં શ્રીં શ્રૌં સ: ચંદ્રમસે નમ:|’ મંત્રનો રોજ 2 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ