Aries Daily Horoscope (દૈનિક મેષ રાશિફળ), Mesh Rashi 2018, Aries Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
મેષ
(અ. લ. ઈ.)
  • પોઝિટિવ
    આ રાશિના બેરોજગાર લોકોને કામ મળી શકે છે. કામમાં વ્યસ્ત રહેશો. કામને લઈને પરિસ્થિતિ અને લોકોનો સાથે મળશે. જૂની સમસ્યાનું સમાધાન મળશે. પરેશાનીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. ઘણા લોકોની નજર તમારા ઉપર છે તેથી બોલવા ઉપર અને કામ કરવાની રીત ઉપર ધ્યાન આપવું. મુશ્કેલીઓ છતા તમારી કોશિશ હકારાત્મક રહેશે. તમારા પ્રયત્નોનું પરિણામ જાણવા માટે ઉતાવળા થશો.
  • નેગેટિવ
    ઉતાવળે કોઈ પગલું ન ભરવું. ઉત્સાહમાં આવીને ખરીદી કે સોદો કરવાથી બચવું. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પોતાની જાતને વધારે પડતી રજૂ કરવાથી નુકસાન થશે. સંભાળીને કામ કરવું.
  • ફેમિલી
    જીવનસાથીનો સહકાર મળેશે. પાર્ટનર ઉપર તમારી ભાવનાને થોપવી નહીં.
  • લવ
    લવ લાઈફમાં મુશ્કેલી આવશે. ઝઘડો થવાની સ્થિતિ બની શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    બિઝનેસમાં નવા સોદા થઈ શકે છે. રોજગાર પણ મળી શકે છે. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે.
  • હેલ્થ
    માથાનો દુખાવો મુશ્કેલી વધારશે. પેટ પણ ખરાબ થઈ શકે છે. સાવધાન રહેવું.
  • ઉપાય
    ભૂખ્યાને ભોજન કરાવવું.
મેષ
(અ. લ. ઈ.)
  • પોઝિટિવ
    હકારાત્મક અભિગમ રાખવો. આ સપ્તાહમાં ઘર-પરિવારથી લઈ ઓફિસ સુધી બધુ સારું જ રહેશે. તમારી સાથે જોડાયેલા મોટા ભાગના લોકો તમારાથી સંતુષ્ટ હશે. તમારી ઉર્જાને સારા કામમાં લગાવવામાં સફળ થશો. તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના સફળ થશે. વાતોથી તમે આસપાસના લોકોને પ્રભાવિત કરી શકો છો. ધારેલા કામ પણ કરાવી શકશો.
  • નેગેટિવ
    આ સપ્તાહમાં જે પણ કામ કરો તેના પરિણામને ધ્યાનમાં રાખીને જ કરો. બની શકે કે કરેલા કામ આવનારા દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે. તમને ગેરસમજ પણ થઈ શકે છે. દરેક કામ સાવધાનીથી કરવા. સ્વાર્થી લોકો સાથે સંપર્ક થવાના કારણે નુકસાન થઈ શકે છે. સ્થિતિ તમારી વિરુદ્ધમાં હશે. વાણી ઉપર સંયમ રાખવો. ગુસ્સા ઉપર કાબુ રાખવો.
  • ફેમિલી
    પરિવારની દ્રષ્ટિએ આ સપ્તાહ સારું રહેશે.
  • લવ
    પાર્ટનરનો સહકાર અને પૈસા મળી શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    આ સપ્તાહ બિઝનેસ માટે સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ સખત મહેનત પછી સફળ થશે.
  • હેલ્થ
    સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ભોજન કરવામાં સાવધાની રાખવી.
  • ઉપાય
    ઘરમાં પૂજાના સ્થાન પાસે તાંબાના કળશમાં પાણી ભરીને મૂકવું.
મેષ
(અ. લ. ઈ.)
  • પોઝિટિવ
    3 મેથી સંબંધોનો લાભ મળશે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ બનશે. સંતાન સુખ મળશે. બિઝનેસમાં સફળતા મળશે. અધિકારીઓ તમારાં વખાણ કરશે. કાર્યો સમયસર થઈ સકશે. 9-10 મેએ સમય પ્રતિકૂળ થઈ શકે છે.11 થી 20 મે- ચતુર્થ ચંદ્રથી આરંભ થશે. ધનની અછત સાથે વ્યવહાર ઉગ્ર થઈ શકે છે. 12 સાંજ બાદ પાછું ઠરાવપણું આવશે. રાજ પક્ષથી લાભ થશે અને નવા કામની પ્રાપ્તિ થઈ શકે છે. દેવા સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. 19-20 મેએ પોતાના પ્રયત્નોથી સફળતા મળશે. 21થી 31 મે- નવમ ચંદ્રમા પ્લનિંગ પ્રમાણે સફળતા અપાવશે. સંતાનનો સહયોગ મળશે અને બચતમાં વધારો થશે. નવાં કામ મળશે અને માંગલિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. સારા સમાચાર મળશે.
  • નેગેટિવ
    1 થી 10 મે 2019- ચંદ્ર દ્વાદશ થવાથી શરૂઆતમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 17 મેની સાંજથી 19ની સવાર સુધી એલર્ટ રહેવું.
  • ફેમિલી
    સંતાનને સફળતા મળી શકે છે. ભાઇઓનો વ્યવહાર તમારી ફેવરમાં રહેશે. ઘરે કેટલાક સંબંધીઓ આવી શકે છે. જીવનસાથી પ્રત્યે અપેક્ષાઓ વધારે રહેશે.
  • લવ
    પાર્ટનર સાથે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે, ચર્ચામાં ન પડવું.
  • કેરિયર/પ્રોફેશન
    નોકરી નવા પ્રોજેક્ટ્સ અને જવાબદારીઓ મળી શકે છે. તમારા પ્લાનિંગને ઓળખ મળશે. આવકનાં સાધન વધી શકે છે અને અધિકારીઓ તમારા વખાણ કરશે. બિઝનેસમાં તમને સારી તક મળશે. કોઇ મહત્વાકાંક્ષી યોજનાઓમાં તમે કામ શરૂ કરી શકો છો. કોઇ સહયોગીના કારણે લાભ મળશે. મહિનાના અંતમાં મોટો ફાયદો થશે.
  • હેલ્થ
    સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહિનાના મધ્યના થોડા દિવસો એલર્ટ રહેવું. આ દરમિયાન કોઇ એલર્જી થઈ શકે છે. બાકીનો સમય ઠીક રહેશે.
  • ઉપાય
    ભગવાન વિષ્ણુની આરાધના વિશેષ ફળ આપી શકે છે. કોઇ કૃષ્ણ મંદિરમાં માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. ગાયને રોટલી ખવડાવો.
મેષ
(અ. લ. ઈ.)
  • પોઝિટિવ
    આ વર્ષ દરમિયાન ગુરુ ગ્રહનું ભ્રમણ આપની રાશિથી આઠમા સ્થાને ભ્રમણ કરશે. બીમારીનું સચોટ નિદાન અને સારવારથી લાભ થશે. નવી નોકરી કે નવો વ્યવસાય કરી શકો છો. ગુરુનું ફળ આ વર્ષ દરમિયાન મિશ્ર બની રહેશે. મનની વ્યથા સામાન્ય રીતે હળવી થતી જણાય. સાતમા ભાવે તુલા રાશિમાં વર્ષના આરંભમાં રહેલા સૂર્ય, ચંદ્ર અને શુક્રને કારણે માનસિક શાંતિ મેળવી શકાય.
  • નેગેટિવ
    વર્ષના અંત ભાગમાં ગુરુ મહારાજ ભાગ્યસ્થાનેથી ભ્રમણ કરશે. જેથી ભાગ્યમાં આવતા અવરોધો દૂર થાય. શનિ ગ્રહ આપની રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી પસાર થાય છે. જેને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાગ્યને ક્યાંક ને ક્યાંક દોષ આપવો પડે, વધુ મહેનતે ઓછું કામ થાય. આવકનાં સ્થાનોમાં ધીમી પ્રગતિથી નિરાશા હાથ લાગે. ના ગમતાં હોય તેવાં કાર્યો કરવા પડે. સંતાન અંગેના પ્રશ્નો વધુ મૂંઝવણ આપી શકે તેમ છે. આપની રાશિના ફળકથન પરથી કહી શકાય કે ૨૦૭૫નું વર્ષ આપના વિદેશના પ્રશ્નોને લઇ વધુ કષ્ટદાયક બનશે.વિદ્યા અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીને વિઝાની મુશ્કેલીઓ આવી શકે છે. જે લોકો ત્યાં કાયમી રહે છે તેવા લોકોને ભારત આવવા-જવામાં તકલીફ પડે. જે જાતકોની કાયમી વિઝાની ફાઈલ કરી હશે તેને હજી વિલંબ થઇ શકે છે.
  • ફેમિલી
    સંતાનપ્રાપ્તિની આપની ઈચ્છા આ વર્ષ દરમિયાન આપને થોડી નિરાશા આપી શકે છે. સંતાનોની અભ્યાસ સંબંધિત સમસ્યાઓ આ વર્ષે સામાન્ય થઇ શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે આપના સંતાનને વિદેશ મોકલવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થાય. આપના અભ્યાસ અંગેના પ્રશ્નો આ વર્ષે થોડા જટિલ બનતા જાય. વિદ્યાર્થીવર્ગ ધારે તો પણ એકધારો અભ્યાસ પૂર્ણ ના કરી શકે. મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ૨૦૭૫નું વર્ષ પૂર્ણ લાભદાયી બની શકે એવું છે. સામાન્ય રીતે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું. મહેનતના પ્રમાણમાં ફળ મળે.
  • લવ
    પ્રેમમાં આ વર્ષ આપને ખૂબ લાભ આપી શકે તેમ છે. આપની મહેનત, આપની સાચી લાગણીને સમજવાવાળું પાત્ર મળવાથી વિશેષ આનંદ થાય. નિ:સ્વાર્થ કરેલો પ્રેમ આપને લગ્નના બંધન સુધી લઇ જશે. વર્ષના અંતમાં નાની-નાની તકલીફ આવી શકે છે જેનું નિરાકરણ આપ જાતે જ લાવી શકશો. જેને પ્રેમ કર્યો છે તે પાત્રના પરિવારને મળવાથી આપના હરખનો પાર ના રહે. જો તમે સાચી વ્યક્તિ એટલે કે પ્રિયપાત્રની પસંદગી કરી હશે તો પ્રેમમાં વિશ્વાસઘાત કે દગો મળશે નહીં તે નક્કી છે.
  • કેરિયર/પ્રોફેશન
    નોકરીમાં આ વર્ષ મેહનત કરાવનારું અને દોડધામ ભરેલું રહે. સરકારી નોકરી કે બેંકની નોકરી કરતા હોવ તો બદલીને લઈને સામાન્ય કહી શકાય તેવી સામાજિક કે પારિવારિક તકલીફો થઈ શકે છે. જન્મકુંડળીમાં શુક્ર બળવાન હશે તો યશ, પદ, ધનની પ્રાપ્તિ થાય. ધંધામાં મોટા મૂડીરોકાણથી તમારી ચિંતામાં વધારો થાય. વર્ષના અંતમાં કાયદાકીય વિવાદ ઇન્કમટેક્સ જેવી કાર્યવાહીમાં રાહત મળે. એકંદરે આ વર્ષ વેપાર-વ્યવસાયમાં વિશેષ ધ્યાન આપવું પડે તેવું બની રહે. વર્ષના પ્રારંભમાં ધનાધિપતિ શુક્ર સાતમા સ્થાને તુલા રાશિમાં છે જે આપના માટે શ્રેષ્ઠ છે. આર્થિક દૃષ્ટિએ પ્રગતિ સારી જણાય, ખર્ચનું પ્રમાણ વધી શકે છે. ધાર્મિક-માંગલિક પ્રસંગોમાં નાણાં ખર્ચાઈ શકે છે. વર્ષના અંત ભાગમાં નાણકીય વ્યવહારમાં સાવધાની રાખવી.
  • હેલ્થ
    આ વર્ષના પ્રારંભથી લઈને વર્ષના અંત સુધી આપના સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન આપવું યોગ્ય રહેશે. વર્ષના મધ્ય ભાગમાં શરદી-ઉધરસનું પ્રમાણ વધી શકે છે. સાથે-સાથે ગળા સંબંધિત તકલીફો પણ થઈ શકે છે. ચોથા ભાવમાં શત્રુક્ષેત્રી રાહુ તેમજ આઠમાં ભાવમાં ગુરુ તકલીફદાયક બની શકે છે. તેને કારણે મેષ રાશિના જાતકોને પગમાં તેમજ હાથમાં દુખાવાન પ્રશ્નો સતત રહ્યા કરશે. પ્રવાસ આપના માટે આ વર્ષ સફળતાનાં શિખરો સર કરાવે. ધાર્મિક પ્રવાસથી આપનું મન હળવું બને. વ્યાવસાયિક પ્રવાસો શુભ ફળદાયક નીવડે.
  • ઉપાય
    પાણીમાં રહેલા જીવોને ગોળ મિશ્રિત કોઈ પણ વસ્તુ દર રવિવારે અર્પણ કરવી. લાલ મરચું શક્ય હોય તો ખાવામાં ત્યજવું. મસૂરની દાળ અને તાંબાનાં પાત્રોનું દાન કરવું. શક્ય હોય ત્યાં સુધી મીઠું બોલવું, આપના માટે વધુ લાભદાયી છે. દર મંગળવારે ઈષ્ટદેવનું પૂજન કર્યા પછી વડીલોના આશીર્વાદ લેવા. 27 મંગળવાર સુધી કપાળમાં કેસરનું તિલક કરવું અને ‘ૐ ક્રાં ક્રીં ક્રૌં ક: ભૂમિપુત્રાય નમ:|’ મંત્રનો રોજ ત્રણ માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ