Kumbh Rashi 2018 (દૈનિક કુંભ રાશિફળ), Aquarius Daily Horoscope, Aquarius Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
કુંભ
(ગ. સ. શ. ષ.)
  • પોઝિટિવ
    દરેક કામમાં સફળતા મળી શકે છે. આજે તમારાથી લોકો પ્રભાવિત થશે. તમને રહસ્યમય અને ગુપ્ત વિદ્યાઓ જાણવાની ઇચ્છા થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નોકરીમાં સફળતા મળશે. ભૌતિક સુખ-સુવિધાઓ મળશે અને ધનલાભના પણ યોગ છે. જમીનથી લાભ મળશે. તમારું પૂરું ધ્યાન રોકાણ, લોન અને બચત પર રહેશે. તમે તમારા ખર્ચ, આવક અને લોન પર નવેસરથી વિચારશો. કોઇ અટવાઇ પડેલ બાબતનું સમાધાન મળી શકે છે.
  • નેગેટિવ
    કરિયરની જે બાબત તમને સતાવતી હોય, તેના પર વિચારો. યાત્રા કરશો તો થોડી તકલીફો પણ પડશે.
  • ફેમિલી
    જૂની પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. પૈતૃક સંપત્તિથી કોઇ લાભ મળી શકે છે.
  • લવ
    લવ લાઇફમાં આજે તમે વધારે જ સંવેદનશીલ બની શકો છો. નાનકડી વાત પણ તમને દુ:ખ પહોંચાડી શકે છે. પાર્ટનર સાથે સમય પસાર કરવા મળશે.
  • કેરિયર/પ્રોફેશન
    નોકરીમાં સફળતા મળશે. બિઝનેસમાં ફાયદો મળવાની શક્યતા છે.
  • હેલ્થ
    સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
  • ઉપાય
    કાળા તલનું દાન કરવું.
કુંભ
(ગ. સ. શ. ષ.)
  • પોઝિટિવ
    કેટલાંક મહત્વનાં કાર્યો માટે ખુલ્લા મને વિચારવું. બાળકોનો સપોર્ટ મળી રહેશે. આત્મવિશ્વાસ વધશે.
  • નેગેટિવ
    મિત્રો અને ભાઇઓ સાથે વર્તન કરવામાં ધ્યાન રાખવું, અજાણતાં તમારાથી તેમને નુકસાન થઈ શકે છે. નવી યોજનાઓમાં રોકાણ માટે સમય સારો નથી.
  • ફેમિલી
    વ્યક્તિગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કુટુંબ અને તમારી વિચારસણીમાં તફાવત આવી શકે છે.
  • લવ
    લવ લાઇફ માટે સમય સારો છે.
  • કેરિયર/પ્રોફેશન
    રોજિંદી પ્રવૃતિઓમાં મન ઓછું લાગશે. કેટલાક વિદ્યાર્થીઓ સ્ટડીની સાથે કમાણી પણ કરી શકે છે.
  • હેલ્થ
    સ્ટ્રેસના કારણે કેટલીક શારીરિક તકલીફો થઈ શકે છે.
  • ઉપાય
    ગુરૂવારે એકવાર ફળાહાર કરવો.
કુંભ
(ગ. સ. શ. ષ.)
  • પોઝિટિવ
    મહિનાની શરૂઆત સારી રહેશે. 6 તારીખ પછી સારા દિવસો આવશે. 14 માર્ચથી લાભ વધશે. નવું કામ મળશે. સમાજમાં સન્માનની વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું રહેશે. વેપારમાં તરક્કી થશે. વિવાદોમાં વિજય થશે.
  • નેગેટિવ
    3થી 5 તારીખ સુધી ખર્ચ વધુ થશે. કામ વધુ રહેશે અને લાભ ઓછો મળશે. સંતાનો સાથે વિવાદ થઈ શકે છે. 13 તારીખ સુધી ચિંતા રહેશે. વાહનથી મુશ્કેલી રહેશે. કામનું ભારણ રહેશે.
  • ફેમિલી
    પરિવાર તરફથી સહયોગ મળશે અને સન્માન મળશે. તમે ઉત્સવમાં ભાગ લઈ શકો છો. સંતાનથી સુખ અને શાંતિ મળશે. તણાવ દૂર થશે.
  • લવ
    સમય સારી રીતે પસાર થશે. તમારા મનની વાત કહેવામાં સંકોચ ન કરો. શબ્દોની પસંદગીમાં ખાસ ધ્યાન રાખો. આ મહિને તમે ભાવુક રહી શકો છો.
  • કેરિયર/પ્રોફેશન
    આ મહિનો નોકરીયાત વર્ગ માટે સારો રહેશે. તમારી કાર્યશૈલી આક્રમક રહેશે. કામને ઝડપથી પૂર્ણ કરશો. અધિકારીઓ તમારા કામને પ્રભાવિત કરી શકે છે. વેપાર માટે અનુકૂળ સમય છે. તમે કોઈ મોટી ડીલને પૂર્ણ કરવાનું વિચારો છો તો મહિનાના શરૂઆતના 10 દિવસ આ માટે શ્રેષ્ઠ છે. મહિનાના અંતમાં મહત્વપૂર્ણ કામને ટાળો. શરૂઆતના 20 દિવસ સંપત્તિના લાભ માટે સારા રહેશે. તમારી પાસે કોઈ યોજના છે તો તેને 20 દિવસમાં પૂર્ણ કરવાની કોશિશ કરો.
  • હેલ્થ
    માનસિક તણાવ ઓછી થશે. કોઈ સમસ્યાના સમાધાન માટે રસ્તો મળશે.
  • ઉપાય
    ગુરુઓના આશીર્વાદ લો. પક્ષીઓને ચણ નાંખો. હનુમાન ચાલીસાના રોજ પાઠ કરવા.
કુંભ
(ગ. સ. શ. ષ.)
  • પોઝિટિવ
    પ્રભુકૃપાથી આવનારા આ વર્ષમાં આપની નાણાકીય સ્થિતિ ઘણી બળવાન રહેશે. ગુરુ દસમા સ્થાને રહી પોતાના જ ઘર એટલે કે ધન સ્થાનને જોતો હોવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઇ શકે છે. કોઈ ગુપ્ત ધન કે લોટરી આપને પ્રાપ્ત થઇ શકે છે. આ વર્ષ દરમિયાન આપનું ભાગ્ય આપને સંપૂર્ણ રીતે સાથ આપશે. સંવત ૨૦૭૫નું શનિ મહરાજનું ગ્રહ ફળ આપના માટે સાનુકૂળ બનશે. શનિ મહારાજ આપની રાશિથી લાભસ્થાનેથી પસાર થશે. જેના કારણે આર્થિક વૃદ્ધિ કરી શકશો. ગૃહસ્થ જીવનમાં મનદુઃખનો પ્રસંગ બને. વર્ષના ઉત્તરાર્ધમાં સકારાત્મક વિચારસરણીને કારણે આપનાં તમામ અટકેલાં કાર્યોમાં નોંધનીય પ્રગતિ જોવા મળે. ગુરુ આપની રાશિથી કર્મસ્થાને રહેશે. દસમા સ્થાનમાં હોવાથી બળવાન તે બની રહેશે. આ વર્ષનો સમયગાળો આપના માટે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સમય બની રહેશે. આપનું કાર્ય ધાર્યા કરતાં વધુ પ્રગતિમાં થતું રહેશે. કૌટુંબિક કાર્યમાં આપને યશ મળે. એકંદરે ગુરુ મહરાજની કૃપા આ વર્ષ દરમિયાન આપના પર રહેશે. વર્ષ દરમિયાન જમીન ઈત્યાદિનાં ક્ષેત્રોમાં આપને લાભ થાય. લોન કે ગીરવે મૂકેલી જગ્યાઓ છોડાવી શકાય. જોકે, આપની જમીનમાં કાગળ-દસ્તાવેજ સંબંધિત અંતરાયો આવી શકે. બિનઅધિકૃત મકાનનું બાંધકામ કર્યું હશે તો સરકારી દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. મકાન જો ભાડે આપ્યું હશે તો તેના ભાડાકરાર ઈત્યાદિ બરાબર ચકાસી લેવા. પોતાનું ઘર ખરીદવા કે બનાવવાના યોગ પ્રબળ બને. સોના કે ચાંદીમાં આપનું રોકાણ વધારે લાભદાયી બને.
  • નેગેટિવ
    આ વર્ષ દરમિયાન રાહુ આપની રાશિથી પાંચમા સ્થાને રહેશે. જેના કારણે આપને આપનો વિકાસ ઓછો થતો લાગે. શેરબજારમાં નુકસાની થવાની શક્યતાઓ નકારી ન શકાય. અભ્યાસમાં વિશેષ કાળજી લેવી પડે. રાહુને કારણે આ વર્ષે ભાગ્યની પરિસ્થિતિ વારંવાર બદલાતી હોય તેવું લાગે. અંગત મિત્ર સાથે અણબનાવ થઈ શકે. આપનું આ વર્ષ વિદેશ સંદર્ભમાં આપને ઘણું બધું શીખવી જાય. જોકે, વિદેશ જવાની ઇચ્છામાં કોઈ ખોટા માર્ગે કે દિશામાં નાણાનો વ્યય ન થાય તેની ખાસ કાળજી રાખવી. જો વિદેશમાં રહેતા હોવ તો ગુનાહિત પ્રવૃત્તિને કારણે કે કાયદાભંગને કારણે આપની મુશ્કેલીઓ વધી શકે છે. વિદ્યાભ્યાસ માટે વિદેશ જવાની તૈયારી કરતા હોવ તો આપને સફળતા મળે. આપના કુટુંબના કે પરિવારના સ્વજન જો વિદેશમાં હોય તો તેમના થકી આપને લાભ થઇ શકે છે. આ વર્ષે કોઈ એવી ખરીદેલી જગ્યાની મુસીબત આવી પડે કે કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડે. સમગ્ર વર્ષ દરમિયાન મનથી તેમજ ધનથી વધારે ઘસાવું પડે. ગેેરસમજને કારણે વાદ-વિવાદ થઇ શકે છે. જો શાંતિથી સમજણપૂર્વક તેને જોવા-સમજવાની કોશિશ કરશો તો મુદ્દાનું નિરાકરણ લાવી શકશો. આ વર્ષે શત્રુઓમાં બુદ્ધિહીનતાને કારણે તેમના વિચારોનું ખંડન કરી શકો છો. એકંદરે એવું કહી શકાય કે બની શકે એટલા વિવાદો ટાળવા. કોઈ કાર્ય માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હોવ તો તે કાર્ય આ વર્ષે સરળતાથી થઈ જશે.
  • ફેમિલી
    દાંપત્યજીવનમાં માત્ર ને માત્ર અહંને બાજુમાં મૂકી વિચાર કરશો તો આપને વધુ ફાયદો થશે. જીવનસાથી સાથે પ્રેમભર્યા વ્યવહારને કારણે આપને લાભ થઇ શકે છે. અવિવાહિતોના વિવાહ અસાધારણ સંજોગોમાં થતા જોવા મળે. લગ્ન કદાચ વર્ષ પછી લેવાય તો નવાઈ નહિ. આમ દાંપત્યજીવનમાં અને લગ્નજીવનમાં આપના માટે આ વર્ષ મિશ્ર ફળદાયી બને. દાંપત્યજીવનમાં મધુરતા બનાવવા માટે ભગવતી માતા અંબાની પૂજા-અર્ચના કરવી. જેની સાથે છૂટાછેડા લીધા હોય તેની સાથે જ પુન: વિવાહનો યોગ બને છે. પુત્ર પૌત્રાદિના કારણે આપનું ઘર હર્યુંભર્યું લાગે. આપના સંતાનની પ્રગતિને કારણે આપના દિવસો ખૂબ સારા રહે. સંતાનપ્રાપ્તિ માટે જો અત્યારે વિચાર કરતા હોવ તો સમય યોગ્ય છે. આ સમયમાં શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય. વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ વાણિજ્ય વ્યવસ્થાના તેમજ અર્થશાસ્ત્રના વિષયોમાં ધ્યાન આપવું પડે. જે વિદ્યાર્થીઓ દસ અને બારમાની પરીક્ષા આપવાના છે તે મિત્રોએ સકારાત્મક અભિગમથી મહેનત કરવી. જો ગોલ્ડ મેડલ કે પ્રથમ ક્રમાંક માટે પ્રયત્ન કરતા હોવ તો મહેનત વધુ કરવી પડે.
  • લવ
    વર્ષના પ્રારંભમાં આપના પ્રિય વ્યક્તિ સાથેની આપના સંબંધ સારા રહે, પરંતુ ધીરે ધીરે આપના ગુસ્સાને કારણે જે વ્યક્તિને પ્રેમ કરો છો તે વ્યક્તિને ગુમાવવી પડી શકે છે. કેટલીક વખત કારણ વગરની ચર્ચાને લીધે પ્રિયપાત્ર પરથી ભરોસો ઊઠી જાય. જો આપની ઉંમર પ્રેમ કરવાની અને સમજવાની નથી તો આ વિષયથી દૂર રહેવું. પ્રેમના સંદર્ભમાં વધુ ને વધુ મુલાકાતને કારણે એકબીજાને સારી રીતે ઓળખી શકાય. વર્ષના ઉત્તરાર્ધમાં એકબીજાને સારી રીતે સમજતા હોવાથી લગ્ન પણ કરી શકો છો. ટૂંકમાં પ્રેમ વિવાહમાં પરિણમી શકે છે.
  • કેરિયર/પ્રોફેશન
    આપનું આ વર્ષ નોકરીમાં ખૂબ મહેનત કરાવે. દિનપ્રતિદિન આપની જવાબદારીઓમાં વધારો થતો જાય. કેટલીક વખત એવું બને કે વધારે કાર્યભારને કારણે, માનસિક દબાણને કારણે આપને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જે લોકોને નોકરી છૂટી ગઈ છે તેવા મિત્રોને સંઘર્ષ કરવો પડે. જોકે, વર્ષના મધ્યભાગમાં નવી નોકરી મળી રહે. પોતાના ધંધા પ્રત્યે અરુચિ ઊભી થાય. એવું લાગ્યા કરે કે ધંધો બંધ કરી દઈએ, પરંતુ સમયની સાથે આપની પ્રગતિ થશે માટે ખોટા કોઈ નિર્ણય લેવા નહિ.
  • હેલ્થ
    આપનું આ વર્ષ નોકરીમાં ખૂબ મહેનત કરાવે. દિનપ્રતિદિન આપની જવાબદારીઓમાં વધારો થતો જાય. કેટલીક વખત એવું બને કે વધારે કાર્યભારને કારણે, માનસિક દબાણને કારણે આપને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જે લોકોને નોકરી છૂટી ગઈ છે તેવા મિત્રોને સંઘર્ષ કરવો પડે. જોકે, વર્ષના મધ્યભાગમાં નવી નોકરી મળી રહે. પોતાના ધંધા પ્રત્યે અરુચિ ઊભી થાય. એવું લાગ્યા કરે કે ધંધો બંધ કરી દઈએ, પરંતુ સમયની સાથે આપની પ્રગતિ થશે માટે ખોટા કોઈ નિર્ણય લેવા નહિ.
  • ઉપાય
    કુંભ રાશિના મિત્રોએ દિવ્યાંગો તથા ગરીબોને ભોજન કરાવવું. હનુમાનજીનું દર શનિવાર અને મંગળવારે પૂજન કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરી કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરવો. દર મંગળવારે લવિંગ, ગૂગળ, જવ, તલથી ઘરમાં નાનો હોમ કરવો લાભદાયી રહેશે. કોઈ તકલીફ હોય તો દરરોજ કાગડાને રોટલી નાખવી. પોતાના ઈષ્ટદેવને દર શનિવારે સરસવના તેલનો દીવો કરવો. ‘ૐ દર્માં દર્મીં દર્મૌં દમ: શનિદેવાય નમ: સ્વાહા|’ મંત્રનો 3 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ