કન્યા રાશિફળ 2022:નોકરિયાત લોકોને કામકાજમાં ફેરફારના સારા અવસર મળશે, સ્વાસ્થ્યમાં સુધાર આવશે

એક મહિનો પહેલા

નવા-નવા વિષયોની જાણકારી લેવી, અભ્યાસ પ્રત્યે રસ, અવસરનો લાભ ઉઠાવવો આ દરેક ગુણ આ રાશિના લોકોની ખાસિયત છે. આ લોકો પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળે છે. પરંતુ ક્યારેક આ ગુણ તેમની નબળાઈ પણ બની શકે છે. પૃથ્વી તત્વ રાશિ હોવાના કારણે તેમાં ધૈર્યશીલતાનો ગુણ પણ વિદ્યમાન છે.

પોઝિટિવઃ- આ વર્ષે તમારા કાર્યોમાં ગતિ આવશે પરંતુ સાથે જ વધારે મહેનત કરવાની પણ જરૂરિયાત રહેશે. તમારી સુખ-સુવિધાઓને લગતી ગતિવિધિઓમાં ખર્ચ કરી શકશો. આ વર્ષ તમારી યોગ્યતા અને ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. જોકે, તેનું પરિણામ પ્રાપ્ત કરવા માટે થોડું ધૈર્ય પણ રાખવું પડશે. કાનૂની કે સરકારી મામલાઓ તમારી સમજણ દ્વારા ઉકેલાઈ જશે. બાળકોના અભ્યાસ વગેરેને લઈને થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાશે, જે પોઝિટિવ રહેશે. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદનો ઉકેલ એકબીજાની સહમતિ સાથે લેવાશે.

નેગેટિવઃ- તમારા થોડા નજીકના લોકો જ તમારી આલોચના અને અફવાહ ફેલાવવાની કોશિશ કરશે. નિશ્ચિંત રહો, તમારું નુકસાન થશે નહીં. સંબંધીઓ સાથે લેવડ-દેવડ કે ભાગલાને લઈને થોડા વિવાદ વધી શકે છે. ગુસ્સા અને આવેશની જગ્યાએ એકબીજા સાથે તાલમેલથી સમસ્યાનો ઉકેલ લાવો. પ્રોપર્ટીને લગતા મામલાઓમાં પેપર વર્કને લઈને થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

વ્યવસાયઃ- આ વર્ષમાં વ્યવસાયિક ગતિવિધિઓમાં સારો સુધાર આવશે. નવી-નવી જાણકારીઓ ઉપર અમલ કરવો તમને સફળતા આપશે સાથે જ મહત્ત્વપૂર્ણ લોકો સાથે પણ સંપર્ક વધશે. રોકાણને લગતી ગતિવિધિઓ ખૂબ જ ધ્યાનથી કરો. કોઈની વાતોમાં આવીને તમારું નુકસાન પણ કરી શકો છો. પાર્ટનરશિપને લગતા વેપારમાં એકબીજા સાથે તાલમેલ તથા પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ- ઘરના વડીલ સભ્યોનો આશીર્વાદ અને સ્નેહ જળવાયેલો રહેશે. પરિવારમાં તાલમેલ અને સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. યુવાઓને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. તમારા માન-સન્માનનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી જૂની સમસ્યાઓથી રાહત મળશે. પાચનતંત્રને લગતી બીમારીઓથી સજાગ રહેવું જરૂરી છે. યોગ અને કસરત વગેરે જેવી ગતિવિધિઓને તમારી દિનચર્યામાં સામેલ રાખો.

અન્ય સમાચારો પણ છે...