વૃષભ રાશિફળ 2022:આર્થિક સ્થિતિમાં સુધારના યોગ છે; અટવાયેલાં રૂપિયા પાછા મળશે, સ્વાસ્થ્ય સાચવવું

એક મહિનો પહેલા

વૃષભ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વ, મધુર ભાષી અને સહનશીલ હોય છે. કળાત્મક ક્ષેત્ર તેમને ખાસ રસ રહેશે. આ લોકો પરિશ્રમી પણ હોય છે પરંતુ તેમને આગળ વધવા માટે મોટાભાગે કોઈના માર્ગદર્શનની જરૂરિયાત રહે છે.

પોઝિટિવઃ- આ વર્ષે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. અટવાયેલાં કે ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે. બાળકોના અભ્યાસ, કરિયર કે લગ્નને લગતી ગતિવિધિઓ ઉપર ખર્ચ રહેશે પરંતુ તેના પરિણામ પણ અનુકૂળ જ મળશે. આ વર્ષે પ્રોપર્ટી જેવા કાર્યોની પ્લાનિંગ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. સરકારી મામલે પરેશાનીઓ દૂર થઈ જશે. સામાજિક રીતે સમગ્ર વર્ષ દરમિયાન સક્રિયતા રહેશે

નેગેટિવઃ- તમારા ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો. નહીંતર આર્થિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. નજીકના સંબંધીઓ સાથે વ્યક્તિગત મામલે વિશ્વાસઘાત થવાની પણ શક્યતા છે. અન્ય લોકોના મામેલ દખલ કરવાની જગ્યાએ પોતાના વિકાસ ઉપર ધ્યાન આપો. સંબંધીઓ પાસેથી વધારે સહયોગની આશા ન કરો.

વ્યવસાયઃ- આ વર્ષ તમારા માટે વ્યવસાયિક સફળતાથી પરિપૂર્ણ રહેશે. તમે તમારા વ્યવસાયમાં જે પ્રકારનો ફેરફાર લાવવાની કોશિશ કરી રહ્યા હતાં, હવે તેનો અનુકૂળ સમય આવી ગયો છે. વર્ષની શરૂઆતમાં જ વિસ્તારને લગતી યોજનાઓ શરૂ થશે. પરંતુ શેરબજાર તથા તેજી-મંદી સાથે સંબંધ રાખનાર લોકોએ થોડું સાવધાન રહેવું. નોકરિયાત લોકો પોતાના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશે.

લવઃ- આ વર્ષ કામનો ભાર વધારે રહેશે. છતાંય ઘર-પરિવારની સુખ-શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. ઘરમાં સંતાનોના લગ્નને લગતું માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે. પ્રેમ પ્રસંગના કારણે તમારું કરિયર કે અભ્યાસ પ્રભાવિત થઈ શકે છે. એટલે સાવધાન અને મર્યાદિત રહેવું જરૂરી છે. મિત્રો સાથે યોગ્ય તાલમેલ જળવાશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષે થોડી પરેશાનીઓ રહેશે. કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો. મહિલાઓ સ્ત્રી રોગના કારણે ચિંતામાં રહેશે. એટલે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થાય ત્યારે તરત ઇલાજ કરો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની નિયમિત તપાસ કરાવો.

અન્ય સમાચારો પણ છે...