વૃશ્ચિક રાશિફળ 2022:નોકરી અને બિઝનેસમાં ઉન્નતિ મળશે, નવું વાહન ખરીદવાના યોગ બનશે

એક મહિનો પહેલા

વૃશ્ચિક રાશિના લોકોમાં દબંગ, સાહસી, હઠી, સ્પષ્ટવાદી જેવા ગુણ મળે છે. આ લોકોમાં કોઈપણ વિષયમાં અવલોકન કરવાની ક્ષમતા સારી હોય છે. પરંતુ જો તેઓ ગુસ્સે થઈ જાય તો શાંત રાખવા મુશ્કેલ બને છે. સાંસારિક ક્રિયાઓમાં સહનશીલતાનો ભાવ પણ રહે છે.

પોઝિટિવઃ- આ વર્ષ તમને નવા અવસર પ્રાપ્ત થશે. કોર્ટ કેસ કે સરકારી મામલે થોડી પરેશાનીઓ પછી ઉકેલાઈ જશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે પહેલાં કરતા વધારે ગંભીર રહેશે. રિસર્ચ, સાયન્સ, વકીલાત વગેરેને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. ભાવનાઓની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને પોતાની ગતિવિધિઓને અંજામ આપવાથી યોગ્ય સફળતા મળશે. નવા વાહનની ખરીદદારીના પણ યોગ બની રહ્યા છે. ઉધાર લીધેલાં રૂપિયા ચૂકવવાની યોજના સફળ રહેશે.

નેગેટિવઃ- આર્થિક મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. ખર્ચ વધારે રહેશે એટલે પોતાના બજેટનું ધ્યાન રાખવું. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે તેના બધા જ સ્તર અંગે વિચાર કરો કેમ કે તમારાથી કોઈ એવી ભૂલ પણ થવાની શક્યતા છે કે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. બાળકોના લગ્ન કે કરિયરને લઈને થોડી ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવી તકનીક અને કાર્યપ્રણાલી દ્વારા ઉન્નતિ કરવાનો શુભ અવસર પ્રાપ્ત થશે. સ્ટાફ તથા કર્મચારીઓનો પણ યોગ્ય સહયોગ મળી શકે છે. છેલ્લાં થોડા સમયથી કોઈ પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા અટવાયેલાં છે તો તેને પ્રાપ્ત કરવાની ઉત્તમ શક્યતા છે. જોકે, વ્યવસાયિક સ્પર્ધાને લગતી પરેશાનીઓ પણ બની રહેશે. નોકરીમાં પ્રમોશનની તક મળશે.

લવઃ- પારિવારિક મામલે થોડા તાલમેલનો અભાવ રહી શકે છે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓ અને વ્યવહારની કદર કરશે. મિત્રોની સીમા વધશે અને માનસિક અને આર્થિક રીતે યોગ્ય મદદ અને યોગદાન પણ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવા માટે પરિવારની મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે. સિઝનલ પરેશાની રહી શકે છે. થોડી સાવધાની અને વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે. ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...