ધન રાશિફળ 2022:નોકરીમાં ઉન્નતિ મળી શકે છે, બિઝનેસ અને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ અંગે સાચવવું

એક મહિનો પહેલા

આ રાશિના લોકો અતિ ઉત્સાહિત તથા ઉતાવળા હોવાની સાથે-સાથે બુદ્ધિમાન અને પ્રામાણિક પણ હોય છે. આ રાશિ ગુરુથી પ્રભાવિત હોવાના કારણે આ લોકોમાં ગજબની નેતૃત્વ શક્તિ હોય છે. ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસના કારણે પરેશાનીમાં પણ મુકાઈ શકે છે.

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી જે કાર્યોને પૂર્ણ કરવા માટે તમે કોશિશ કરી રહ્યા હતાં, આ વર્ષે તે બધા કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. ધનલાભની પણ શક્યતા છે. પ્રોપર્ટી વગેરેની ખરીદીમાં લોન લેવી પડી શકે છે. ચિંતા ન કરો, લોન સરળતાથી ઉતરી પણ જશે. યુવાઓને પોતાના કરિયરને લગતી સારી સફળતા મળી શકે છે. સામાજિક તથા રાજકારણને લગતી ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે.

નેગેટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જેનો ઉકેલ મેળવવા માટે તમારે વધારે કોશિશ કરવી પડી શકે છે. સંબંધીઓના મામલે વિના કારણે દખલ ન કરો. કોઈ ખોટો આરોપ કે પ્રત્યારોપ તમારા ઉપર લાગી શકે છે. કોર્ટ કે કાનૂની મામલે દૂર રહેવામાં જ તમારી ભલાઈ છે. કોઈ બહારના વ્યક્તિના કારણે નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ ન કરો. કોઈપણ નિર્ણ ઉતાવળ અને બેદરકારીમાં લેવો તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ બનાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વર્ષ દરમિયાન થોડી મુશ્કેલીઓ અને પડકાર સામે આવશે. જોકે, તમે તમારી કાર્યકુશળતા અને ક્ષમતા દ્વારા તેનો સામનો કરવામાં પણ સક્ષમ રહેશો. આવકના સ્ત્રોત વધારવા માટે વધારે મહેનત કરવી પડશે. કેમ કે ખર્ચ પણ રહેશે. આ સમયે માર્કેટિંગ તથા મીડિયાને લગતી નવી જાણકારીઓ તમારા વ્યવસાયમાં સામેલ કરવું લાભદાયી રહેશે. નોકરીમાં પ્રમોશનનો યોગ્ય અવસર મળશે.

લવઃ- લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે. કેમ કે કોઈ બહારના વ્યક્તિના કારણે ગેરસમજ ઊભી થઈ શકે છે. સંપત્તિ કે ભાગલાને લગતી ગતિવિધિઓ એકબીજાના તાલમેલ દ્વારા જ યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધમાં ભાગ્યશાળી રહેશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ રહેશે. વધારે તણાવ અને કામના ભારની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. જેની અસર તમારી શારીરિક અને માનસિક સ્થિતિ ઉપર પડી શકે છે. તમારો કામનો ભાર અન્ય લોકોને આપતા શીખો. જેથી તમે પોતાના માટે સમય કાઢી શકશો.

અન્ય સમાચારો પણ છે...