મીન રાશિફળ 2022:આ વર્ષે નોકરિયાત લોકોને ઉન્નતિ મળે તેવા યોગ બની રહ્યા છે, બિઝનેસમાં પણ ફાયદો થશે

એક મહિનો પહેલા

આ રાશિના લોકો સોમ્ય સ્વભાવના તથા નવા વિચારોનું સર્જન કરવામાં વિશ્વાસ રાખે છે. સાંસારિક કાર્યો સાથે-સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ બની રહેશે. આત્મચિંતન અને મનન કરવું પણ તેમનો ખાસ સ્વભાવ છે. આ લોકોને સારા મિત્રો ઓછા મળે છે.

પોઝિટિવઃ- આ વર્ષ પોતાની યોગ્યતા અને ક્ષમતાનો યોગ્ય સદુપયોગ કરવાનો છે. ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. જો લોન લીધેલી છે તો સરળતાથી ઉકેલાઈ જશે. કોઈ રાજકીય કાર્ય અટવાયેલું છે તો તે દિશામાં ધ્યાન આપવાથી તમને સફળતા મળશે. સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધોમાં મધુરતા રહેશે. તમારી બધી ગતિવિધિઓને પૂર્ણ કરવાની સાથે-સાથે તમારા વ્યક્તિત્વમાં પણ સારો સુધાર લાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ- બાળકોને લગતી થોડી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તેમના એડમિશન, અભ્યાસ, કરિયરને લગતી થોડી નવી પરેશાની રહેશે. કાનૂની કાર્યોમાં બિલકુલ રસ લેશો નહીં, નહીંતર તમારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થવાની પણ સ્થિતિ બની શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ ખોટી ગતિવિધિ અને મનોરંજનમાં સમય ખરાબ ન કરીને પોતાના લક્ષ્ય પ્રત્યે કોશિશ કરતા રહો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ લાભકારી રહેશે. કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી તમારી કિસ્મત ચમકી શકે છે. એટલે સંપૂર્ણ ઊર્જા અને જોશ સાથે તમારા વ્યવસાય પ્રત્યે સમર્પિત રહો. પાર્ટનરશિપને લગતા વેપારમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. ટેક્સ, લોન વગેરેને લગતા પેપર્સ પૂર્ણ કરી લો. નહીંતર કોઈ સરકારી ઇન્ક્વાયરી આવે તેવી શક્યતા છે. નોકરિયાત લોકોને પ્રમોશન કે મનગમતું કામ મળી શકે છે.

લવઃ- ઘર-પરિવારમાં યોગ્ય વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવી તમારી ખાસ પ્રાથમિકતા રહેશે. લગ્ન સંબંધોમાં પણ ભાવનાત્મકતા વધશે. પરિવારમાં સ્ત્રીઓ વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે. એકબીજાના તાલમેલ દ્વારા સમસ્યાઓ પણ ઉકેલાઈ શકે છે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની મંજૂરી મળે તેવી શક્યતા છે. મિત્રો સાથે હળવા-મળવામાં સમય પસાર કરવાની સાથે-સાથે પોતાના કાર્યો પ્રત્યે પણ સજાગ રહેવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ વધારે અનુકૂળ નથી. ક્યારેક બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોઈ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી શકે છે. જોકે, તમારી સંતુલિત દિનચર્યા અને ખાનપાનના કારણે વધારે પરેશાનીઓ રહેશે નહીં. સમય રહેતા તમારો ઇલાજ કરવો તમને જલ્દી જ સ્વસ્થ કરી દેશે.

અન્ય સમાચારો પણ છે...