તુલા રાશિફળ 2022:આ વર્ષ નવી યોજનાઓ ઉપર કામ કરનાર લોકો માટે સારું રહેશે, રોકાણમાં સાવધાની રાખવી

એક મહિનો પહેલા

આ રાશિના લોકોમાં સંતુલન શક્તિ ભરપૂર હોય છે. આ લોકો વ્યાપારિક બુદ્ધિ અને આકર્ષક વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ લોકોમાં કળા અને જ્ઞાનની સમજ હોય છે પરંતુ તેનો કોઈ ચોક્કસ સિદ્ધાંત હોતો નથી.

પોઝિટિવઃ- આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ રીતે પોઝિટિવ રહેશે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. જમીન, વાહન સાથે જોડાયેલાં કાર્યો થઈ શકે છે. અટવાયેલાં સરકારી મામલાઓ થોડી કોશિશ દ્વારા ઉકેલાઈ તેવી શક્યતા છે. પરિવારમાં લગ્નને લગતા માંગલિક કાર્યો પૂર્ણ થશે. તમારી કાર્યયોજના અને ગતિવિધિઓને પણ શરૂ કરવા માટે અનુકૂળ વર્ષ રહેશે. માત્ર તમારી યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો. વર્ષના વચ્ચેના સમયગાળા પહેલાં રોકાણને લગતી યોજનાને પૂર્ણ કરવા માટે સમય સારો રહેશે. કિંમતી વસ્તુઓની ખરીદદારી પણ થઈ શકે છે.

નેગેટિવઃ- આ વર્ષ થોડું પડકારભર્યું રહેશે. કોઈ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા મળવાની શક્યતા છે. બાળકોને લઈને થોડી ચિંતા રહી શકે છે. તેમની ગતિવિધિઓ તથા મિત્રો ઉપર યોગ્ય નજર રાખવી જરૂરી છે. આ વર્ષે લોન લેવાનું ટાળો. કોઈપણ નવું કામ શરૂ કરતી સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. યાત્રા દરમિયાન તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં વધારે મહેનત રહેશે. તમે તમારા કારોબારમાં વિસ્તાર કરવામાં સક્ષમ પણ રહેશો. કોઈપણ પ્રકારનું વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા વિચારણાં કરી લો. વર્ષની શરૂઆતમાં થોડા પડકાર સામે આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની રિસ્ક પ્રવૃત્તિ કે અયોગ્ય કાર્યોથી દૂર રહો. કોઈ કર્મચારી દ્વારા તમારા થોડા સીક્રેટ જાહેર થઈ શકે છે.

લવઃ- ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા સંબંધ ફરી મધુર થઈ શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધોની મર્યાદા રાખવી જરૂરી છે. પ્રેમ પ્રસંગોથી દૂર રહો. તેની નકારાત્મક અસર તમારા પરિવાર અને વ્યક્તિગત જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લગતી પરેશાનીઓ પ્રત્યે બેદરકારી ન કરો. વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન રાખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...