સિંહ રાશિફળ 2022:નવું વર્ષ સફળતા આપનાર રહેશે, નોકરિયાત લોકો માટે સમય શુભ, બિઝનેસને લગતા નિર્ણયોમાં સાવધાની રાખવી

એક મહિનો પહેલા

સિંહ રાશિના લોકોમાં સાહસ, દૃઢતા અને ધૈર્ય ખાસ ગુણ હોય છે. સાથે જ ક્ષમા શીલતા પણ ખાસ વિશેષતા છે. તેઓમાં નેતૃત્વ ક્ષમતા ગજબની હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ સમાધાન શોધવાની કોશિશ કરતા રહો. આ લોકો સિદ્ધાંતવાદી હોય છે પરંતુ પોતાના આ ગુણના કારણે અનેકવાર પોતાનુ નુકસાન પણ કરી શકે છે.

પોઝિટિવઃ- આ રાશિના લોકો માટે આ વર્ષ સફળતાદાયી રહેશે. તમે જે પણ મનમાં નક્કી કરી લેશો તેને પૂર્ણ કરીને જ લેશો. સાથે જ પરિસ્થિતિઓ પણ તમને સહયોગ કરશે. વડીલ લોકોનો આશીર્વાદ અને માર્ગદર્શનમાં તમને જીવનમાં ઉન્નતિ આપશે. એપ્રિલ પહેલાં જ પોતાના બધા કાર્યોને વ્યવસ્થિત કરવાની કોશિશ કરો. કેમ કે સમય અનુકૂળ છે અને તમને સાર્થક પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ વર્ષે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ભાઈઓ સાથે હળવો વિવાદ થઈ શકે છે. ગુસ્સા અને આવેશની જગ્યાએ ધૈર્ય અને સંયમ સાથે પરિસ્થિતિઓ જલ્દી જ ઉકેલાઈ જશે. સામાજિક ગતિવિધિઓમાં વ્યવહાર કરતી સમયે તમારા માન-સન્માનનું પણ ધ્યાન રાખવું. કેમ કે થોડી બદનામી થવાની શક્યતા છે. કોઈપણ પ્રકારની મહત્ત્વપૂર્ણ યાત્રા કરતી સમયે તેના દરેક સ્તર અંગે વિચાર કરો. કોઈપણ લોન લેવી યોગ્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- આ વર્ષ વેપારને લગતા નિર્ણય લેતી સમયે સાવધાની રાખો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જ તમને સફળ બનાવશે. આર્થિક મામલે દરેકના ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયી રહેશે. વધારે નફાના ચક્કરમાં તમારા કામની ગુણવત્તા સાથે સમજોતો ન કરો. જોકે, નોકરિયાત લોકોને તેમના ઉચ્ચાધિકારી ઉપર અને ઓફિસમાં પ્રભુત્વ જળવાયેલું રહેશે. તમારી યોગ્યતા અને ખાસિયતના વખાણ થશે.

લવઃ- ઘરમાં યોગ્ય વ્યવસ્થા અને અનુશાસન જાળવી રાખવામાં તમે સફળ રહેશો. ઘર અને વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. બાળકોના કરિયરને લગતા શુભ સમાચાર મળી શકે છે. નાના મહેમાનના આવવાના શુભ સમાચાર પણ મળી શકે છે. પ્રેમ પ્રસંગો વધારે ગાઢ બની શકે છે તથા આ સંબંધ માર્યાદિત પણ રહેશે. માત્ર એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસની ભાવના રાખવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વર્ષ દરમિયાન સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય સારો રહેશે. માત્ર આદતોમાં થોડો સુધાર લાવવાની જરૂરિયાત છે. અસંતુલિત ખાનપાનના કારણે ગેસ, કબજિયાત અને એસિટિડી જેવી સમસ્યા રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...