મિથુન રાશિફળ 2022:કારોબારમાં ઉન્નતિ મળવાના યોગ છે, પેટની બીમારી કે સર્જરીના યોગ બની શકે છે

એક મહિનો પહેલા

મિથુન રાશિના લોકો વિનમ્ર, બુદ્ધિમાન અને હાસ્ય પ્રવૃત્તિના હોય છે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવી, લેખન, ગણિત, કળાત્મક કાર્ય વગેરે જેવા વિષયોમાં તેમનો ખાસ રસ હોય છે. આ રાશિના જાતકો મોટી નબળાઈ કે તેઓ જલ્દી જ અન્ય લોકોના પ્રભાવ તથા આકર્ણમાં આવી જાય છે.

પોઝિટિવઃ- આ વર્ષે તમે કોઈ નવું કામ કરવાની યોજના બનાવશો તથા તેમાં ઉન્નતિ અને સફળતા પણ પ્રાપ્ત કરશો. પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ વર્ષ ઉત્તમ પસાર થશે. ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શન અને સાનિધ્યમાં તમારા અનેક કાર્યો પૂર્ણ થઈ જશે. ભાઈઓ અને સંબંધીઓ સાથે સંપત્તિ કે ભાગલાને લગતા વિવાદો પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમે તમારી મહેનત દ્વારા વિપરીત પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરવાની ક્ષમતા રાખશો.

નેગેટિવઃ- વર્ષ દરમિયાન મહેનત અને દોડભાગ વધારે રહેશે. અનેકવાર ઉતાવળમાં લીધેલાં નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે, તેમાં દરેક કામ ખૂબ જ સમજી વિચારીને કરવાની જરૂરિયાત રહેશે. બાળકોના અભ્યાસ અને કરિયરને લઈને થોડી મુશ્કેલીઓ આવી શકે છે. જોકે, કોઈના સહયોગથી તમારું દરેક કામ પૂર્ણ થઈ જશે. યુવાઓની ખોટી પ્રવૃત્તિના લોકોથી દૂર રાખવા જરૂરી છે. નહીંતર તેમના કારણે તમે મુશ્કેલીમાં પડી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે ઉન્નતિ સાથે-સાથે સફળતાદાયક પણ રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા રાજકારણ સાથે જોડાયેલાં લોકો પોતાના સંપર્કને વધારે મજબૂત બનાવો, આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ક્યારેક-ક્યારેક વ્યવસાયમાં ઉતાવળમાં લીધેલાં નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. કોઈપણ વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. આ સમયે કોઈપણ આર્થિક જોખમ ઉઠાવશો નહીં. સરકારી સેવા આપતા લોકો કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો તથા ગેરકાયદેસર કાર્યોમાં રસ લે નહીં.

લવઃ- આ વર્ષે થોડી એવી ઘટનાઓ બની શકે છે, જેમાં તમને પોતાના અને પારકા અંગે ખ્યાલ આવશે. જોકે, ઘર-પરિવારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. પરિવારના લોકો તથા જીવનસાથી સાથે યોગ્ય પ્રેમ અને સહયોગની ભાવના રહેશે. પ્રેમ પ્રસ્તાવ મળશે પરંતુ તમારા માન-સન્માન અને મર્યાદાનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- વર્ષના વચ્ચેના સમયગાળા પછી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કબજિયાત, પેટ ખરાબ થવું જેવી સમસ્યાઓ વધી શકે છે. કોઈ પ્રકારની સર્જરી થવાની પણ શક્યતા છે. કામ વધારે હોવા છતાંય થોડો સમય કસરત, યોગ, મેડિટેશન વગેરે માટે સમય કાઢવો. આ સમયે પ્રાકૃતિક ઇલાજ કરવો તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે.

અન્ય સમાચારો પણ છે...