મકર રાશિફળ 2022:આ વર્ષે આવક વધે તેવી શક્યતા છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે

એક મહિનો પહેલા

આ રાશિના લોકો શનિથી પ્રભાવિત થવાના કારણે મહેનત ગભરાતા નથી. તેમના સ્વભાવમાં શાંતિ, ગંભીરતા અને વિચારશક્તિ બની રહે છે. કિશોરાવસ્થામાં મોટાભાગે સંઘર્ષનો સામનો કરવો પડે છે. ક્યારેક-ક્યારેક આ રાશિના લોકો જે વિચારે છે તેનાથી ઊંધું જ થાય છે.

પોઝિટિવઃ- આ વર્ષ સામાન્ય જ પસાર થશે. તમે તમારી યોગ્યતા અને સહજતા દ્વારા પરિસ્થિતિઓને પોતાના અનુકૂળ બનાવી લેશો. ધન આગમનની શક્યતાઓ વધારે રહેશે. મન પ્રમાણે કામ પૂર્ણ થતાં રહેશે. અટવાયેલાં સરકારી કાર્યો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ કરવાની કોશિશ કરો, ચોક્કસ જ સફળતા મળી શકે છે. ભાવી યોજનાઓ માટે નવી શક્યતાઓ શોધશો અને તેમાં સફળ પણ થશો. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે. ધાર્મિક યાત્રાઓના પણ અવસર બનતા રહેશે.

નેગેટિવઃ- અનેક મામલે તમારે વધારે સાવધાન રહેવું પડશે. કોઈ નજીકના વ્યક્તિ પાસેથી તમને દગો મળી શકે છે. રૂપિયાના મામલે ખાસ સાવધાની રાખો. કોઈ બાળકના કરિયર કે લગ્નને લગતી સમસ્યાઓને લઈને પરેશાન રહેશો. વડીલોના માર્ગદર્શનને ઇગ્નોર ન કરો, નહીંતર તમે તમારું જ નુકસાન કરી શકો છો. વિવાદિત મામલાઓને વધારે ખેંચશો નહીં. કેમ કે પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહેશે અને નિર્ણય તમારી વિરૂદ્ધ જાય તેવી શક્યતા છે. એપ્રિલ મહિનામાં વિરોધીઓની ગતિવિધિઓ ઉપર ખાસ ધ્યાન આપો. બેદરકારી તમારું કોઈ કામ ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓમાં વિસ્તાર કરવા માટે વધારે કોશિશ કરવાની જરૂરિયાત રહેશે. માર્કેટિંગ તથા સંપર્ક સૂત્રોને વધારવામાં વધારે ધ્યાન આપો. તેનાથી તમને વ્યવસાયમાં રિનોવેશન કરવામાં મદદ મળશે. ઓક્ટોબર મહિનામાં રોકાણ કરતી સમયે સાવધાન રહેવું. દગો મળી શકે છે. નોકરીમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તેનો ઉકેલ મળવાનો યોગ્ય સમય આવી ગયો છે.

લવઃ- ઘર-પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લગ્નસંબંધોમાં ક્યારેક વિવાદની સ્થિતિ બની શકે છે. સમજદારી અને સમસ્યાઓ ઉકેલાઈ પણ જશે. પ્રેમ પ્રસંગોની દૃષ્ટિએ આ વર્ષ સુખદ પસાર થશે. સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- આ વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સિઝનલ બીમારીઓની પણ અસર વધારે રહેશે. તમારી રોગ પ્રતિરોધક શક્તિને મજબૂત જાળવી રાખવા માટે દિનચર્યા અને ખાનપાનનું યોગ્ય ધ્યાન રાખો.

અન્ય સમાચારો પણ છે...