કુંભ રાશિફળ 2022:નોકરિયાત લોકોની આવક અને જવાબદારીઓ વધશે, બિઝનેસમાં ઉતાર-ચઢાવ રહેશે

એક મહિનો પહેલા

કુંભ રાશિના લોકો મહેનતી અને સ્વાભિમાની હોય છે. જૂના રીતિ-રિવાજોને આ લોકો સ્વીકારતા નથી. આ લોકો મોટા જોખમ લઈ શકે છે. ધર્મ પ્રત્યે તેમની આસ્થા હોય છે પરંતુ આંખ બંધ કરીને વિશ્વાસ કરતા નથી. ક્યારેય તેમની વાસ્તવિકતાને ઓળખવું મુશ્કેલ પણ હોય છે.

પોઝિટિવઃ- ધાર્મિક અને સામાજિક ક્રિયાઓ પ્રત્યે તમારો રસ વધશે. તેનાથી તમને માનસિક અને આત્મિક સુકૂન પણ મળશે. સ્પર્ધાને લગતા કાર્યોમાં પડકારને માત આપવો તમારી ખાસ કોશિશ રહેશે અને તેમાં તમે સફળ પણ રહેશો. પારિવારિક સંબંધોમાં ચાલી રહેલ વિવાદોને દૂર કરવા માટે કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત થશે. આ રાશિની મહિલાઓ માટે આ વર્ષ ખાસ રીતે સફળતા લઈને આવી રહ્યું છે. મહિલાઓ પોતાના પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં સફળ રહેશે.

નેગેટિવઃ- તમારી સફળતાના કારણે થોડા લોકો આલોચના અને નિંદા કરવાની કોશિશ કરશે. ક્યારેક ખર્ચની સ્થિતિ વધી શકે છે. એટલે વર્ષની શરૂઆતમાં જ તમારા બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ કરવાનું શીખો. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સાવધાન રહો. આ વર્ષે તેને ટાળો તો સારું રહેશે. તમે સંબંધીઓ અને મિત્રો ઉપર વધારે વિશ્વાસ કરશો તો દગો મળી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા ઉતાર-ચઢાવ આવશે. વેપારમાં વિસ્તારને લગતી યોજનાઓને શરૂ કરવા માટે લોન લેવી પડી શકે છે. જોકે, આવક સારી હોવાથી લોન ઉતરી પણ શકે છે. ધ્યાન રાખો કે ઉતાવળ અને બેદરકારીના કારણે કોઈ નિર્ણય ખોટો પણ સાબિત થઈ શકે છે. શેરબજાર અને તેજી-મંદી જેવા વેપારમાં રૂપિયાનું રોકાણ કરતા પહેલાં વિચાર કરો. આ સમયે આધુનિક તકનીક, ઇન્ટરનેટ, ઈમેલ વગેરેનો ઉપયોગ કરીને વ્યવસાયને ગતિ આપવાનો છે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને મજબૂત જાળવી રાખશે. પતિ-પત્ની એકબીજાના સંબંધોમાં મનમુટાવની સ્થિતિ આવવા દે નહીં, નહીંતર તેની અસર ઘરની વ્યવસ્થા ઉપર પણ પડી શકે છે. સાચા મિત્રો અને સંબંધીઓની ઓળખ કરો.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને ભાગદોડની વિપરીત અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. એટલે પોતાના કાર્યો સાથે-સાથે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહો. જૂના રોગ પણ ફરી થઈ શકે છે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

અન્ય સમાચારો પણ છે...